Love you yaar - 56 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 56

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

લવ યુ યાર - ભાગ 56

સાંવરીએ પોતાની સાસુ અલ્પાબેનને વાત કરવાનું વિચાર્યું પરંતુ પછી તેને એમ થયું કે, " જો મીતને મારી સાથે વાત કરવી હશે તો તે મમ્મી કંઈ નહીં કહે તો પણ કરવાનો જ છે અને જો તેને વાત નહીં જ કરવી હોય તો તે મમ્મી કહેશે તો પણ મારી સાથે વાત નહીં જ કરે. " તો શું કરું ? કારણ કે, જો મમ્મીને હું આ વાત નહીં જણાવું તો પણ મમ્મી અને ડેડી બંને મને બોલશે અને એમ કહેશે કે, " મીત તારી સાથે વાત નહોતો કરતો તો તારે અમને કહેવું જોઈએ ને અમને જણાવવું જોઈએ ને ? " હે ભગવાન, શું કરું કંઈજ સમજ નથી પડતી ?? અને આમ સાનીયાના
દિલોદિમાગમાં ઝંઝાવાતની જેમ અનેક પ્રશ્નોની વણથંભી વણઝાર ચાલી રહી હતી...
હવે આગળ....
ઘણાં બધાં પ્રયત્ન કરવા છતાં જ્યારે મીતે તેની સાથે વાત ન કરી ત્યારે સાંવરી પોતાના રૂમમાં ગઈ અને પોતાના બેડ ઉપર ફસડાઈ પડી અને ખૂબ રડી.. ખૂબ રડી... પછી તેને એમ થયું કે,
આમ રડવાથી શું થશે?
શું જેની મીતને છોડીને ચાલી જશે ?
પોતે રડશે એટલે શું મીત તેની સાથે વાત કરશે ?
ના એવું નહીં બને તો પછી તે વિચારવા લાગી કે,
મારે શું કરવું જોઈએ ?
જ્યારે માણસ જીવનથી હારી જાય છે,
થાકી જાય છે..
કંટાળી જાય છે...
ત્યારે તે પોતાના અંતરાત્માને પૂછે છે કે,
"હવે મારે શું કરવું ?"
અને અંતરાત્મા જે જવાબ આપે તે..
સાચો જ હોય છે અને સાંવરીના અંતરાત્માએ તેને એક જ જવાબ આપ્યો કે,
"તારે લંડન ચાલ્યા જવું જોઈએ"
અને તે વિચારવા લાગી કે...
આમેય તે હવે પપ્પાની તબિયત ઘણી સારી છે. હું જે કામ માટે અહીં આવી હતી તે કામ મારું પૂરું થઈ ગયું છે " તો મારે લંડન ચાલ્યા જવું જોઈએ " અને કોઈને પણ કહ્યા વગર તેણે પોતાની લંડન જવા માટેની ટિકિટ બુક કરાવી દીધી.

પોતાના સાસરે જે મંદિરમાં તે પોતાના નિત્યક્રમથી દિવો કરતી હતી તે ભગવાનના તેણે આશિર્વાદ લીધાં અને ભગવાનને તેણે કહ્યું કે, " હે પ્રભુ જો મારો પ્રેમ સાચો હોય, મેં નિસ્વાર્થભાવે મારા મીતને ચાહ્યો હોય અને હું સાચી હોઉં પ્રભુ તો મારા મીતને પાછો મેળવવામાં મારી મદદ કરજે પ્રભુ..
અને હું તેને પાછો મારો કરીને જ રહીશ મેં તેને સાચા દિલથી ચાહ્યો છે એક સુહાગણની લાજ રાખજે પ્રભુ અને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી‌.. એક સ્ત્રી પોતાના પતિને યમરાજા પાસેથી જો પાછો લાવી શકતી હોય તો આ તો એક વ્યક્તિ છે... અને આ વાતને મક્કમતાથી પકડીને તે આગળ વધી..
પોતાના સાસુ સસરાને પગે લાગી અને પોતાના મમ્મીને ઘરે ગઈ અને પોતાના મમ્મી પપ્પાને પગે લાગી અને તેમના આશિર્વાદ લીધાં અને ઓફિસના ડ્રાઈવર શાંતિકાકા તેને મૂકવા માટે એરપોર્ટ ઉપર ગયા અને પોતાની જિંદગીની જંગ પોતે એકલે હાથે એકલી જ લડશે તેવું તેણે મનોમન નક્કી કરી લીધું અને ઓફિસના ડ્રાઈવર શાંતિકાકાને પોતાને એરપોર્ટ ઉપર મૂકવા માટે કહ્યું.

અને ભગવાનની પાસે સાચા હૃદયથી પોતાનો પ્રેમ, પોતાનો પતિ, પોતાનો સંસાર, પોતાનું સર્વસ્વ તેણે પાછું માંગ્યું અને સાથે સાથે પોતાના મમ્મી પપ્પા અને સાસુ સસરાના.. સદા સુહાગન રહેજે બેટા, સદા ખુશ રહેજે બેટા.. તેવા અંતરના આશિષ પણ લીધાં અને આ બધું જ પોતાના દિલમાં ભરીને.. જેમ અફાટ સમુદ્ર ઘૂઘવતો હોય અને તેનો જે ઘોઘારવ જોઈને માણસ ડરી જાય તેવો ઘોઘારવ તેના દિલમાં ઉછાળા મારી રહ્યો હતો તે પોતાની સાથે લઈને...
એક એક સેકન્ડે જે મન પોતાના દિલને અનેક પ્રશ્નો પૂછી રહ્યું હતું જેના જવાબો તેને નાસીપાસ કરી દેતા હતા તે પરિસ્થિતિમાં...
આંખોમાં આંસુઓનો આખો સમંદર છુપાવીને પોતાના મીતને.. પોતાના પ્રેમને.. પોતાના પતિને મેળવવાની તડપ તેને શક્તિ અને સાથ બંને પૂરા પાડી રહ્યા હતા...ભારે હ્રદયે.. મૂંઝવણભર્યા પ્રશ્નોને.. હ્રદયના એક ખૂણામાં ધરબી દઈને તેણે લંડન ભણી ઉડાન ભરી લીધી હતી.
જ્યારથી ખબર પડી હતી કે, મીત જેનીના વશમાં આવી ગયો છે ત્યારથી સાંવરીની ઊંઘ પણ વેરણ બની ગઈ હતી અને તેની ભૂખ અને તરસ પણ જાણે જેનીએ ભરખી લીધાં હતાં...

આ બાજુ મીતે આજે સાંવરી સાથે વાત ન કરી એટલે તેનું મન જાણે બિલકુલ હળવું ફૂલ થઇ ગયું હતું જેનીએ ખબર નહીં એને શું કર્યું હતું તેને જેની સિવાય બીજું કશું દેખાતું જ નહોતું...

એ દિવસે તેણે જેનીને કહ્યું કે, આજે આપણે ક્લબમાં જવાનું છે અને ઓફિસેથી બંને જણાં સાથે જ નિકળ્યા અને ક્લબમાં પહોંચી ગયા.
ત્યાં તેણે થોડું વધારે પડતું જ ડ્રીંક કરી લીધું અને જેનીએ તેને જરાપણ રોક્યો નહીં કે ટોક્યો નહીં તે તેની ઈચ્છા પ્રમાણે ડ્રીંક કરતો રહ્યો. બંનેએ ડિનર પણ ત્યાં જ લીધું અને પછી બંને જણાં જેનીના ઘરે જવા માટે નીકળી ગયા.

જેનીના ઘરે તેનો બેડરૂમ પણ તૈયાર હતો અને જેની પણ તેના માટે તૈયાર હતી. જેનીએ કપડા બદલ્યા અને મીતની બાજુમાં તેને પોતાની બાહોમાં લઈને બેડ ઉપર લંબાવી દીધું.
જેનીની એવી તીવ્ર ઈચ્છા હતી કે આજે મીત મને પોતાના બાહુપાશમાં જકડી લે અને બસ પછી તો તે મારો જ છે.
અને થયું પણ એવું જ મીતે તેને પોતાની નજીક ખેંચી અને પોતાની બાહુપાશમાં તેને જકડી લીધી અને તેનામાં ખોવાઈ ગયો.
જેનીની જે ઈચ્છા હતી તે પ્રમાણે જ બધું થઈ રહ્યું હતું. મીતને જે કરવું હતું તે જેનીએ તેને કરવા દીધું અને બંને એક થઈ ગયા. જેની મર્યાદાની તમામ હદ વટાવી ચૂકી હતી અને મીતને તો પોતે શું કરી રહ્યો છે તેનું ભાન જ નહોતું.
બસ એ રાત્રે મીત પૂરેપૂરો જેનીનો થઈ ચૂક્યો હતો.
હવે સાંવરી લંડન આવી રહી છે...
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે..
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
10/7/24