Ek Punjabi Chhokri - 36 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 36

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

એક પંજાબી છોકરી - 36

સોહમના મમ્મી સોહમ પાસે આવે છે તો સોહમ એમનેમ ઉદાસ ચહેરે બેઠો હતો.તેના મમ્મી તેની પાસે આવી બેસે છે પછી કહે છે,"તેનું પતા હૈ ના મૈં તેનું ઐસે ઉદાસ નહીં વેખ શકતી." સોહમ તેના મમ્મીના ખોળામાં માથું મૂકીને સુવે છે.તેના મમ્મી તેના માથામાં હાથ ફેરવતા ફેરવતા કહે છે જે થયું તેને ભૂલી જા અને સોનાલી પાસે જઈને તેની માફી માગી લે.તે જોયું ને આજ સોનાલી કેટલી ઉદાસ હતી.સોહમ કહે છે મમ્મી સોનાલીને જ્યારે મારી સૌથી વધુ જરૂર હતી ત્યારે મેં તેને સાવ એકલી છોડી દીધી.સોનાલીનું ગુસ્સે થવું યોગ્ય જ હતું.

સોહમના મમ્મી સોહમને સમજાવતા કહે છે હા બેટા તે ભૂલ કરી હતી પણ આજે તને તારી ભૂલ સમજાય ગઈ છે તે પણ ખૂબ સારી વાત છે.સોહમ મનોમન વિચારે છે સોનાલી આજે ખૂબ જ ઉદાસ હતી.આજે પણ તેને મારા સાથની જરૂર હતી પણ હું પોતે ઉદાસ હતો તેથી ત્યારે સોનાલીના આંસુ પણ ના લૂછી શક્યો.

આ બાજુ મયંક ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી બાઇક લઈને સીધો સોનાલીના ઘરે પહોંચી જાય છે તે કઈ પણ વિચાર્યા વગર સીધો અહીં આવી ગયો પછી સોનાલીના ઘરે આવીને વિચારે છે કે રાત બહુ થઈ ગઈ છે અત્યારે જો બેલ વગાડીશ તો બધા જાગી જશે અને સોનલીને મળવા પણ નહીં દે.થોડી વાર વિચાર્યા પછી તેને સિરિયલ અને મૂવીની જેમ પાછળની બારીમાંથી જવાનું વિચાર્યું.આમ પણ મયંક બહુ રોમેન્ટિક તો હતો જ તે થોડી મહેનત કરીને સોનાલીના રૂમની બારીએ પહોંચી ગયો.બારી ખુલ્લી જ હતી તેથી તે અંદર જવા લાગ્યો. સોનાલી મયંકને જોઈને એકદમ જ ડરી ગઈ અને ચીસ પાડવા જતી હતી ત્યાં મયંકે તેના મોં પર પોતાનો હાથ રાખી દીધો. મયંકે એકદમ સોનાલીને કમરથી પકડી પોતાની તરફ ખેંચી લીધી.પોતાનો હાથ સોનાલીના હોંઠ પરથી લઈ લીધો.હવે બંનેના હોંઠ એકમેકના હોઠને ચૂમવા માટે જાણે તૈયાર જ હતા. મયંકે સોનાલીને કપાળ પર કિસ કર્યું પછી વારાફરતી તેના બંને ગાલો પર કિસ કરી.સોનાલીની આંખો બંધ હતી પછી તેના હોઠની એકદમ નજીક પોતાના હોઠને લઈ ગયો અને બંનેના હોંઠ એકમેકમાં ભળી ગયા.સોહમ ઘરેથી નીકળે છે સોનાલી ઉદાસ હતી તેથી તેને મળવાનું વિચારે છે પણ રાત વધુ થઈ ગઈ હોવાથી દરવાજા પાસેથી જવાનું તેને યોગ્ય લાગતું નથી તેથી તે પણ પાછળની બાજુની બારીમાંથી અંદર જવાનો વિચાર કરે છે. તે જેવો પાછળની બાજુ જાય છે તો બારીમાંથી સોનાલીને કોઈ બીજાની બાહોમાં કિસ કરતા જુએ છે.સોહમને પોતાની આંખો પર વિશ્વાસ નથી થતો તે આંખો ચોળીને ફરી જુએ છે, તો તેના દિલને ખૂબ જ આઘાત લાગે છે.તે સાવ તૂટી જાય છે અને ત્યાંને ત્યાં જ બેસી જાય છે અને ખૂબ રડે છે તે હિંમત કરી ફરીથી સોનાલીના રૂમની બારીમાં જુએ છે તો તે મયંક છે તેવી તેને ખબર પડે છે. મયંકે સોનાલીનો હાથ પોતાના હાથમાં લીધો હતો અને બંને કંઇક વાતો કરતા હતા.સોનાલી શરમાતી હોય તેવું લાગતું હતું.

સોહમ ખૂબ હિંમત ભેગી કરી ત્યાંથી ઊભો થાય છે આજ સુધી સોહમ ને લાગતું હતું કે મયંક અને સોનાલી માત્ર ફ્રેન્ડ જ છે. આજે તેને જાણ થઈ કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. આ આઘાત સોહમ કઈ રીતે સહન કરે તે પોતે સમજી શકતો નથી. તે પોતાના રૂમમાં જાય છે અને વિચારે છે કે તેને સોનાલીનો સાથ છોડી દીધો તેથી સોનાલી મયંકના પ્રેમમાં પડી. તેને ખુદથી વધુને વધુ નફરત થવા લાગે છે.તેની આંખમાંથી જાણે વરસાદ વરસતો હોય તેમ આંસુ સતત વહ્યા કરે છે. સોનાલી વિના પોતાના જીવનની સોહમે ક્યારેય કલ્પના પણ કરી નહોંતી.

આ બાજુ સોનાલી મયંકને તેની અને સોહમની લડાઈની વાત કરે છે.સોહમને સોનાલીની પહેલાની લડાઈ વિશે અને સોહમની અત્યાર સુધીની નારાજગી વિશે તો મયંક જાણતો જ હતો, પણ આજની લડાઈ વિશે સોનાલી મયંકને જણાવે છે અને વાત કરતા કરતા પણ સોનાલી ખૂબ રડી પડે છે.મયંક તેને પોતાની બાહોમાં લઈને હિંમત આપે છે ને કહે છે કે હું જાણતો જ હતો સોનાલી કે તારે આજે મારા સાથની ખૂબ જ જરૂર હશે એટલે જ હું તારી પાસે તને મળવા અડધી રાત્રે આ રીતે આવ્યો છું.

શું સોનાલી અને સોહમ વચ્ચે પહેલાં જેવી દોસ્તી થશે શકશે?
શું મયંક સોનાલી અને સોહમ ને હમેશાં માટે અલગ કરી દેશે?
શું સોહમ સોનાલી એ આપેલો આ આઘાત સહન કરી શકશે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં.

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા દિલથી મારી વિનંતી.