Ek Punjabi Chhokri - 33 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 33

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

એક પંજાબી છોકરી - 33

આ કોમ્પિટિશનનું પરિણામ જાહેર કરવા માટે પ્રિન્સિપલ સર સ્ટેજ ઉપર આવે છે.સર નામ જાહેર કરતા પહેલા તેમનો પરિચય કંઇક આ પ્રમાણે આપે છે...

બહુ ફેમસ થયા તેઓ હીર ને રાંઝા બની.
બહુ નાની ઉમરમાં મળ્યાં જેમને ખૂબ મની.

તે ત્રણેયની જોડી લાગે છે સહુને બહુ ફની.
તેમની સુંદર મજાની દોસ્તીથી બન્યા તે ધની.

તેમને સાંભળી લાગે કે તેની વાણીમાં છે હની.
આજ ડાન્સ માટે આવ્યા છે જે ખૂબ બની ઠની.

આટલો પરિચય આપતા જ બધા સ્ટુડન્ટ્સ સમજી જાય છે કે આ સોહમ,સોનાલી ને મયંક વિશે વાત કરવામાં આવે છે તેથી બધા જોર જોરથી તાળીઓ પાડી આ ત્રણેયનું નામ લે છે.સર પણ બોલી પડે છે કે બધા સમજી ગયા તો મારે હવે તેમનું નામ લેવાની જરૂર નથી.આવી જાઓ તમે ત્રણેય સ્ટેજ ઉપર પછી તે ત્રણેય સ્ટેજ ઉપર જાય છે સર તેમને હાથ મિલાવી કોન્ગ્રેચ્યુલેશન કરે છે અને તેમને મેડલ અને સર્ટિફિકેટ આપી નવાજે છે.સોનાલી ખૂબ જ ખુશ થઈ જાય છે તે ત્રણેય એકબીજાને બધા વચ્ચે જ ભેટી પડે છે.સોનાલી,સોહમ અને મયંક બધાના પેરેન્ટ્સ એકબીજાને બધાઇ આપે છે.તે ત્રણેયની ફેમિલી બહુ ખુશ થાય છે.સ્ટેજ પરથી નીચે ઉતરતા સમયે મયંક સોનાલીને પૂછે છે સોનાલી તે અને સોહમે હીર રાંઝાનું પાત્ર ભજવ્યું હતું? સોનાલી કહે છે હા બહુ સુંદર રીતે ભજવ્યું હતું. મયંક પાછો પૂછે છે ક્યારે? સોહમ વચ્ચે જ બોલી પડે છે સ્કૂલ ટાઈમમાં.મયંક ખુશ થઈને કહે છે વાઉ તમે બંને સ્કૂલ ટાઈમથી જ ફેમસ છો.સોહમ ને સોનાલી ભૂતકાળમાં ખોવાઈ જાય છે. બંને ને તે સમયના દિવસો યાદ આવી જાય છે સોહમ માંડ સોનાલીથી દુર થયો હતો આ વાત ઉચ્ચારી તેથી પાછો તેને સોનાલી માટેનો પોતાનો અપાર પ્રેમ યાદ આવી જાય છે.

સોનાલી મયંકને લવ કરે છે.સોહમ આ વાતથી સાવ અજાણ છે. મયંક ને સોનાલી એકબીજાની સાવ નજીક આવી ગયા છે તે બંને હવે માત્ર મિત્ર નથી રહ્યા.કાલે મયંક ને સોનાલી બહાર જવાના છે. જ્યાં મયંક સોનાલીને પહેલી વખત કિસ કરશે.આ વાત નક્કી થઈ ગયેલ છે.સોહમ આ બધી વાતોથી સાવ અજાણ છે.તેને સોનાલી વિશે હવે કંઈ જ ખબર નથી.સોનાલી પણ સોહમને આ વાત જણાવતી નથી કે પોતે મયંક સાથે અવાર નવાર મૂવી જોવા ને ફરવા જાય છે તે મયંકને લવ પણ કરે છે.

કૉલેજમાંથી બહાર નીકળતા સમયે સોનાલી પોતાની ફેમિલી ને કહીને વોશરૂમ જાય છે. મયંક તેની પાછળ પાછળ જાય છે. વોશરૂમ દૂર હતું ને વચ્ચેનો રસ્તો સૂમસામ હતો તેથી મયંક તે રસ્તો આવે તેની રાહમાં સોનાલીનો પીછો કરતો હતો. ડાન્સનો પ્રોગ્રામ રાતે હોવાથી અંધારું પણ ખૂબ હતું.મયંક મોકો શોધી સોનાલીને ખેંચીને સાઈડમાં લઈ જાય છે.સોનાલી પહેલા તો એકદમ ડરી જાય છે પછી શરમાતા શરમાતા કહે છે શું છે મયંક છોડ મને જવા દે.કોઈ જોઈ જશે.મયંક એકદમ રોમેન્ટિક મૂડમાં સોનાલીનો હાથ પકડી તેની નજીક જઈને કહે છે,સોનાલી અત્યારે જ કિસ આપી દે.સોનાલી પ્રેમથી ગાલ પર એક થપ્પડ મારતા અને હસતાં હસતાં કહે છે જવા દે કંઈ આપવું નથી. મયંક કહે છે એવું ન કર જાન મારા હોંઠો ને તારા હોઠોને ચૂમવાની પ્યાસ જાગી છે.મયંક સોનાલીના હોંઠની એકદમ પાસે પોતાના હોંઠ લઈ આવે છે.સોનાલી આંખ બંધ કરી દે છે. મયંક કિસ કરવા માટે આગળ વધે છે ત્યાં અચાનક સોનાલીનો ફોન વાગે છે.બંને એકદમ ડરી જાય છે પછી સોનાલી શરમાતા શરમાતા ત્યાંથી જતી રહે છે.મયંક ખૂબ જ ખુશ હતો કે તેને સોનાલી મળી ગઈ.તે મનોમન વિચારે છે કે હું ખૂબ જ નસીબદાર છું કે સોનાલી જેવી સુંદર,સુશીલ ને ગુણવાન છોકરી તેને મળી.જેને આવીને મયંકને સાવ જ બદલી દીધો.મયંક માટે તે જરૂરી નહોતું કે સોનાલી તેને કિસ કરે પણ સોનાલી ખુશ રહે તેવી જ તેની અંદરથી ઈચ્છા હતી.

સોનાલી તેની ફેમિલી પાસે પહોંચી ગઈ તેના મમ્મી પૂછે છે કેમ આટલી વાર લાગી ગઈ સોનાલી કોઈ ફ્રેન્ડ મળી ગઈ કે શું? સોનાલી હા કહી દે છે. સોહમના મમ્મી સોનાલીને હગ કરીને બધાઈ આપતાં કહે છે ,"જ્યોંદા રે મેરા પૂતર બહોત હી વદીયા
ડાન્સ કિયા હૈ આપને." ત્યારપછી સોહમના મમ્મી કંઇક પૂછવા જતા હતા પણ કોઈ આવતા તે બોલતા બોલતા અટકી જાય છે.

હવે અચાનક કોણ આવ્યું હશે?
સોહમના મમ્મીને કોના વિશે ને શું પૂછવું હતું?

આ બધું જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.