Sugandha - A fairy in Gujarati Motivational Stories by Dr Bharti Koria books and stories PDF | સુગંધા - એક પરી

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સુગંધા - એક પરી

સુગંધાનો જ્યારે જન્મ થયો ત્યારે એનું શરીર સાવ પીળું પડી ગયેલું લાગતું હતું. જન્મ થયાના તરત જ ડોક્ટરે સુગંધાને પીળી અને સફેદ લાઈટ વાળા બોક્સમાં શિફ્ટ કરી દીધી હતી. સુગંધાના માતા પિતાએ ડોક્ટરોને પૂછાવ્યું હતું કે

"એમની દીકરીને શું થયું છે? "
.
" કાંઈ ખાસ નથી jaundice ની અસર છે"

" એટલે શેની અસર. ? "

" સાદી ભાષામાં આપણે એને કમળો કહીએ છીએ. નાનો બાળક જ્યારે જન્મે ત્યારે એનું લીવર હજી પાચન કરવામાં સક્ષમ ના હોય. .. એટલે એમને કમળો થઈ શકે છે. બહુ ચિંતા કરવાનો વિષય નથી. ચાર પાંચ દિવસમાં સારું થઈ જશે. "

" ડોક્ટર સાહેબ અમને તો ચિંતા થાય ને એક તો નબળી છે અને ઉપરથી બીમાર થઈ ગઈ? "

" તમારી ચિંતા વ્યાજબી છે. 100 માંથી 40 છોકરાઓને આવું થતું હોય છે. પરંતુ આ 40 છોકરાઓમાંથી 39 છોકરાઓને કોઈ તકલીફ વગર બચાવી લેવાય છે. "

"ડોક્ટર સાહેબ ,, તો પણ અમારી દીકરી નું પેટીમાં ખાસ ધ્યાન રાખવા માટે કોઈ સ્ટાફને રાખજો. બહુ માનતાઓ થી માંગેલી દીકરી છે. "

" તમારી ચિંતા હું સમજુ છું...ચિંતા ના કરો. એન આઇ સી યુ માં રાઉન્ડ ક્લોક સ્ટાફ પોસ્ટેડ હોય છે. એટલે તમારી દીકરીને ખાસ ધ્યાન રાખવામાં આવશે. "

અવની અને આકાશ ડોક્ટરના સમજાવાથી શાંત થઈ ગયા. તેમના માતા પિતા એટલે કે સુગંધાના દાદા-દાદી પણ ચિંતિત હતા. એમના ખાનદાનમાં આ પહેલી દીકરી હતી. એ પણ માનતાઓ કરીને માંગેલી. આકાશને એ ત્રણ ભાઈઓ હતા. બીજા બંને ભાઈઓને ત્યાં એક એક દીકરો હતો. એમના દાદા દાદી ના ખાનદાનમાં પણ બધાને દીકરા જ હતા. સુગંધાએ આ પેઢીમાં આવનારી પહેલી દીકરી હતી. આખું કુટુંબ બહુ ખુશ હતો.

ત્રણ ચાર દિવસ પેટીમાં રાખ્યા છતાં સુગંધાની તબિયત સુધરતી ન હતી. એનું શરીર વધારે પડતું પીળાશ પડતું થતું જતું હતું. આ વખતે થોડા ડોક્ટર પણ મૂંઝાયા હતા. એમણે સ્પેશિયાલિસ્ટ નો કોન્ટેક્ટ પણ કર્યો. સુગંધાની ચેકઅપ કરાવ્યો. સુગંધાને બીજી નવી થેરાપીઓ ચાલુ કરવામાં આવી. આમ છતાં સુગંધાની તબિયતમાં સુધારો થતો ન હતો. આવી રીતે સુગંધાને 21 દિવસ પેટીમાં રાખવામાં આવી. જેમાં પીળા કલરની લાઈટ ની નીચે રાખવામાં આવતી. 21 દિવસ પછી સુગંધાની તબિયતમાં સુધારો થતા એને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી.

હવે ઘરના લોકો બહુ ખુશ હતા. બે દિવસ પછી ઘરે લઈ જવાનો આદેશ પણ આવી ગયો હતો.

સુગંધા ના સ્વાગત માટે ઘર શણગારવામાં આવ્યું હતું. એના કુમકુમ પગલા ઘરમાં કરવા માટેની બધી તૈયારીઓ કરવામાં આવી હત. ઘરે ફૂલડાંઓના તોરણ બાંધવામાં આવ્યા. તેના માટે ઓટોમેટીક ઘોડીયુ લાવવામાં આવ્યું હતું. ઘોડિયા ઉપર જાત જાતની લાઈટો ના તોરણ લગાડવામાં આવ્યા. ઘરના આંગણે સફેદ કપડું અને કંકુ ભરેલી થાળી રાખવામાં આવી. જેવા આકાશ અને અવની કારમાંથી ઉતર્યા એમના ઉપર ફૂલોની અને સેન્ટની વરસાદ કરવામાં આવી.. . . . . .


" તમે મારા દેવના દીધેલ છો,તમે મારા માંગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રહો... "


મીઠુડા ગીત સાથે બાળકનું સ્વાગત કરવામાં આવ્યું. અવની અને આકાશ વડીલોને પગે લાગ્યા. ગિફ્ટ માં બહુ બધા રૂપિયા મળ્યા. દીકરીના કુમકુમ પગલા સાથે કુમકુમ આશીર્વાદ મળ્યા. તે દિવસનો કાર્યક્રમ બહુ જ આનંદપૂર્વક પૂરો થયો.

છેક સાંજે અવની બાળક પાસે જવા ફ્રી પડી. બાળકને પોતાની ગોદમાં લઈ અને મમ મમ કરાવ્યું. અવની એ જોયું કે જ્યારે ઘોડિયામાં મુકતી વખતે પોતાની દીકરી લાઈટોથી આંખો ફેરવી લે છે. એણે ઘોડિયામાં ચમકતી લાઈટો બંધ કરાવી દીધી. સુગંધા ઊંઘી ગઈ.

" આકાશ સુગંધા લાઈટો સામે જોઈ નથી શકતી. આંખો ફેરવી દે છે. હું દિકુ દિકુ કરતી હતી ત્યારે પણ એ મારા સામે નહોતી જોતી. "

" લાઈટો ના અજવાળા થી બાળક અંજાય જાય એટલે એવું થતું હોય છે. તું કારણ વગરની ચિંતા કરે છે."

"પણ બાળક પોતાની મમ્મી સામે ના જોવે એ તો અલગ ના લાગે? "

"બિચારી 21 દિવસ તો પેટીમાં રહી. તારી પાસે રહી જ ક્યાં છે ? તો એને ખબર પડે કે આ મારી મમ્મી છે. હવે થોડો ટાઈમ તારી પાસે રહેશે પછી એને ખબર પડશે કે આ મારી મમ્મી છે."

"હા, વાત તો તારી સાચી છે"


અવની ના મનમાં ઊઠેલા નાનકડા શકને આકાશે સંતોષકારક જવાબ આપતા એની શંકાઓ શમી ગઈ. થોડા દિવસ અવની જોવે છે કે સુગંધા અવાજ આવે એ તરફ પણ જોતી નથી. પોતે બોલાવે છે તો પણ એના સામે જોતી નથી. એના ડોળાઓ ચકળ વકળ કરતા હોય છે. અવની ને ફરીથી શંકાઓ જાગી. ...

" આકાશ મને કંઈ ગડબડ લાગે છે. મને એવું લાગે છે કે એ અવાજ આવે એ તરફ મોઢું ફેરવતી નથી. ચમકતી વસ્તુઓ તરફ જોતી નથી. ચાલને એક વાર ડોક્ટરને બતાવી જોઈએ? "

" તું નાહક ની શંકાઓ કર્યા કરે છે. તારું બાળક છે તારા જેવું જ વિચિત્ર હોય ને? 🤣🤣 "--

આકાશ મજાક કરવા જાય છે પરંતુ આ મજાક અવની ને ગમતો નથી. એ સામે બીજા સવાલો કરે છે.

" હું મજાક કરું છું એવું તને લાગે છે? આકાશ આ આપણી માનતાઓની દીકરી છે. તું મારી સાથે આવીશ કે નહીં ડોક્ટરને બતાવવા? તું નહિ આવે તો હું મમ્મી કે પપ્પા માંથી કોઈને લઈ જઈશ. "

" અરે યાર, અવની તું તો સિરિયસ થઈ ગઈ. હું આવીશ તારી સાથે. મને તારી અને મારી દીકરીની ચિંતા ના હોય? પણ તું જોજે આપણી દીકરીને કંઈ જ નહીં હોય...એ નોર્મલ છે. "

" એવું હોય તો સારું. મારી શંકા નો સમાધાન થઈ જશે. "

બીજા દિવસે અવની અને આકાશ મમ્મી પપ્પાની પરમિશન લઈ અને દવાખાને જાય છે. બેબી નો બરાબર ચેકઅપ કરવામાં આવે છે. બાળકોના ડોક્ટર આંખોમાં લાઈટ નાખી અને જોઈ છે. લાઈટ સામે આંખોની કીકીની કોઈ રિએક્શન આવતી નથી. ડોક્ટર બાળકીની બંને સાઈડ કાન પાસે તાળીઓ પાડીને જોઈ જોવે છે. બાળકી અવાજ આવવાની બંને સાઈડ પણ જોતી નથી. ડોક્ટર ચિતલો ભરી અને બાળકને રડાવવાનો પ્રયત્ન કરે છે. બાળક દર્દમાં હોય અને રોતું હોય એવો આભાસ થાય છે, પરંતુ ગળામાંથી કોઈ જાતનો રડવાનો અવાજ આવતો નથી.


" મારે બાળકના વધારે ટેસ્ટ કરવા પડશે. હું એના માટે કાનના ડોક્ટર પાસે તપાસ કરાવવા મોકલીશ. આંખની તપાસ માટે આંખના ડોક્ટર પાસે મોકલીશ. બાળકના આખા બોડીને સ્ક્રીન કરવા માટે એક પીડીયાટ્રીક MRI કરાવી લઈએ તો સારું રહેશે. "

" ડોક્ટર, કંઈ ચિંતા જેવું છે? "- આકાશને થોડો ડર લાગ્યો.

" આપણે બધી ટેસ્ટ કરાવી લઈએ રિપોર્ટ ઉપરથી હું તમને ફાઇનલ જે પ્રોબ્લેમ હશે એ કહી શકીશ"

" સર, તમને થોડો તો આઈડિયા આવ્યો હશે ને શું પ્રોબ્લેમ છે? "

" આંખમાં ઓછું દેખાતું હોય એવું શંકા મને છે. કાનમાં સંભળાતું હોય કે ના હોય એ ઓડીયોમેટ્રી કરવા પછી ખબર પડશે. ખરેખર કઈ પ્રોબ્લેમ ના કારણે આવું બધું થાય છે એ જાણવા માટે આપણે હેડ એન્ડ નેકનો એમઆરઆઇ કરાવશો તો ખબર પડશે. "

" એટલે સર તમે શું કહેવા માંગો છો? રિપોર્ટ પરથી કંઈ પ્રોબ્લેમ આવશે તો એનું શું કરશું? "

" આકાશભાઈ, આપણે રિપોર્ટ કરાવીએ પછી હું તમને ફાઇનલ સ્ટેટમેન્ટ કહીશ. ભગવાન કરે કે હું જે વિચારું છું એ બધું ખોટું નીકળે. તમને અગાઉથી કહીને મારે તમને કોઈ ટેન્શન આપવું નથી. "

" ભલે સાહેબ. અમે બધા રિપોર્ટ કરાવીને આવીએ છીએ. તમે પાછા ક્યારે મળશો? "

" તમે સાંજે પાંચ થી આઠ વચ્ચે ક્યારેય પણ આવી શકો. સવારનો ટાઈમ તમારે બધા રિપોર્ટ કરાવવામાં જતો રહેશે. "


અવની અને આકાશ ડોક્ટરના કેબીન માંથી બહાર નીકળે છે. અવની જેવી બહાર નીકળે છે તરત જ આકાશને કહે છે

" તમે બંને સાનમાં શું વાત કરતા હતા? મને કહો મારી દીકરીને શું પ્રોબ્લેમ છે? તમે મારી સામે પણ કેમ વાતો છુપાવતા હતા? "

" અવની થોડી શાંતિ રાખ. અમે બંનેએ સાનમાં કોઈ વાત નથી કરી. જે વાત હતી તારી સામે હતી. આંખ; કાન અને માથાના ભાગમાં કોઈ પ્રોબ્લેમ હોય એવું એમને શંકા છે. એના માટે આપણે બધા રિપોર્ટ કરાવવા જઈએ છીએ. "

" મારી કસમ ખાઈને કહો કે આ જ વાત હતી"

" તારી કસમ અવની આજ વાત છે"

અવનીના જીવને હવે શાંતિ થઈ. પરંતુ આકાશનો જીવ અધ્ધર તોલે હતો. એ અવની ને કંઈ બતાવવા માંગતો ન હતો. એ જાણતો હતો કે અવની ને કંઈ પણ ખબર પડશે તો રોકકળ કરી મૂકશે અને એને સાચવવી અઘરી થઈ જશે. એટલા માટે એણે અને ડોક્ટરે સાનમાં વાત કરી લીધી હતી.

સાંજે જ્યારે રિપોર્ટ લઈને આવ્યો ત્યારે આકાશ એકલો જ હતો. એ અવની ને ફોસલાવી અને ઘરે મૂકી આવ્યો હતો. એને હતું કે એ ડોક્ટર સાથે શાંતિથી બધી વાત કરે. જો અવની અને સુગંધા હાજર હોય તો એને કોઈ પણ વાત થઈ શકે એમ ન હતી. ડોક્ટર અને આકાશ એકબીજાને મળ્યા. ગહન ચર્ચાઓ થઈ. ડોક્ટર અને આકાશ વચ્ચે જ વાત રહી.

આકાશ સાંજે ઘરે આવ્યો ત્યારે એકદમ થાકેલો લાગતો હતો. અવની એ દોડીને આવીને પૂછ્યું

" શું કહ્યું ડોક્ટરે? સુગંધાને કંઈ પ્રોબ્લેમ તો નથી ને? ખબર મેં સુગંધાના કાન ,આંખ બધુ ચેક કરી જોયું? પણ મને કંઈ ખબર ના પડી કે સુગંધા કેમ આપણા સામે જોતી નથી કે સાંભળતી નથી? કહો ને શું કહ્યું ડોક્ટરે? "

" અવની, હું બહુ થાકી ગયો છું. ડોક્ટર પાસે જઈને પછી મેં બહુ બધા કામ પતાવ્યા છે. મને થોડોક આરામ કરવો છે. હું રાત્રે તને બધી વાત ડિટેલમાં કહીશ. "

આકાશ ને થાકેલો જોઈને અવની પણ પોતાના સવાલો માંડી વાળે છે. અવની ને સમજાય છે કે આકાશ ખરેખર થાકેલો છે. એને વધારે સવાલો પૂછીને ઈરીટેટ કરવા કરતાં રાત્રે શાંતિથી ચર્ચા કરીશું.

*****" ***" *****

આજે ફરીથી આખું ઘર શણગારવામાં આવ્યું છે. સુગંધાનો મોટો ફોટો ઘરમાં લગાડવામાં આવ્યો છે. આંખો પરિવાર સુગંધાના સ્વાગત માટે ઘરે વાટ જુએ છે. ઘરના આંગણે જાત જાતની લાઈટો લગાડવામાં આવી છે. ઘરના દરવાજા થી લઈને અંદરના રૂમ સુધી ફૂલો પાથરવામાં આવ્યા છે. ઘરના આંગણા પાસે એક સફેદ કપડું રાખવામાં આવ્યું છે કુમકુમ પગલા માટે. કુટુંબના બધા સભ્યો લાલ લીલા પીળા દાર કપડા પહેરીને તૈયાર થયેલા છે. આકાશ અને અવની ફરીથી કારમાંથી ઉતરે છે. .. એમણે સફેદ કપડાં પહેરેલા છે. .. અવની અને આકાશની આંખમાં આંસુડાઓની ધાર છે અને હૃદયમાં ખુશી છે. .. કરીને ખોળામાં લઈને અવની ઉતરે છે. . .

પરીના કુમકુમ પગલા પાડવામાં આવે છે. .

ભરીને હૃદય ચા પી ને દાદી મોટી પોક મૂકે છે અને રડે છે

" તમે મારા દેવના દીધેલા છો, તમે મારા માંગી લીધેલા છો. .. મારી પરી તું તો ખરેખર અમર થઈ ગઈ. "

4 અજાણ્યા માતા પિતાના જોડાઓ સુગંધાના દાદીને આવીને પગે લાગે છે. સુગંધાના ફોટો ને પગે લાગે છે. આ ચાર કપલ સુગંધાના માતા પિતા અને દાદા દાદી ને સાંત્વના આપે છે. ..

" તમારી પરી અમર થઈ ગઈ કહેવાય. એ તો ચિરાયું પરી કહેવાય. જતા જતા એ ચાર લોકોને લાંબુ જીવન આપતી ગઈ. એ આવીને અમર થઈ ગઈ કહેવાય માડી".......

"***** **""" """"***
અવનીને હવે જ્યારે પણ પરી યાદ આવે છે ત્યારે તે હાલરડું ગાય છે. ...

તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રહો.....