marudeshwar, ksrnatak in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | મરુડેશ્વર, કર્ણાટક

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

મરુડેશ્વર, કર્ણાટક

મરુડેશ્વર

આ કર્ણાટકનું પ્રમાણમાં નવું, એકદમ હરિયાળું અને સમુદ્રી ખારી પણ ઠંડી હવાનો અનુભવ કરાવતું યાત્રા કમ પિકનિક સ્થળ બેંગલોર થી 11 કલાક ના અંતરે છે.

એકદમ ઊંચું ગોપુરમ (મંદિરનો ઘુમ્મટ), પર્વત, તેની ઉપર મહાભારત, રામાયણના પ્રસંગોનાં વિવિધ શિલ્પો (જે અહીં પથ્થર નહીં, પ્લાસ્ટર ઓફ પેરીસ થી બનાવેલ છે), નારિયેળીઓ અને સોપારી નાં વૃક્ષોથી છવાયેલું એક બે દિવસ શાંતિથી કાઢવા માટેનું પર્યટન સ્થળ ઉપરાંત નાનું માછીમારી અને ખેતી કરતું ગામ છે.

અહીંથી, રાવણના હાથમાંથી યુક્તિપૂર્વક ગણેશજીએ શિવલિંગ નીચે મુકાવેલું તે ગોકર્ણા દોઢ કલાક, વિખ્યાત જોગનો ધોધ સવાબે કલાક ના અંતરે છે.

મરૂડેશ્વર વચ્ચે હોઈ ત્યાં બે કે ત્રણ દિવસ રહી એક દિવસ ગોકર્ણા અને બીજે દિવસે જોગનો ધોધ જોવા પ્રાઇવેટ ટેક્ષી કરી જવું સારું રહે.

કહેવાય છે કે વિશ્વની બીજા નંબરની ઊંચી શિવ મૂર્તિ અહીં છે. ઉપરાંત 20 માળનો ગોપુરમ પણ આકર્ષણનું કેન્દ્ર છે. તેમાં ટિકિટ લઈ લિફ્ટમાં બેસી 20મે માળ જઈ ઉપરથી ગામ, દરિયો અને હરિયાળી નાં દર્શન નો લહાવો લેવા જેવો છે. હા, લિફ્ટ માટે લાઇન એકાદ કલાકની ખરી.


બેંગલોરથી બસ દ્વારા મરૂડેશ્વર જવાનો રસ્તો સુપર્બ હતો. ત્રિકોણ શંકું જેવા છાપરાં, સતત નારિયેળી અને સોપારીનાં વન, જંગલમાંથી પસાર થતો ઘાટ અને વચ્ચે વચ્ચે મોટી નદીઓ પાસે રંગબેરંગી ફિશીંગ બોટ.

હોટેલમાં સી ફેસિંગ રૂમ લીધો. તેની તસવીરો પણ સામેલ છે.

મરૂડેશ્વર ના ફોટાઓ પણ મુકું છું.

હોટેલના બીચ પરથી અફાટ દરિયામાં સૂર્યાસ્ત જોવા જેવો હતો. ભૂરો સમુદ્ર સૂરજ ડૂબતાં જ એકદમ કેસરી થઈ જાય અને ક્ષિતિજ ગુલાબી. એ જ વખતે પવન અનુકૂળ રહેતો હશે એટલે કાંઠા પરથી રંગબેરંગી નાની બોટો મોજાં પર ઊછળતી કૂદતી સમુદ્રમાં અદ્રશ્ય થઈ જાય.


મરુડેશ્વર ખાતે 250 ફૂટ ઊંચું 20 માળનું ગોપુરમ, શિવજીની વિશાળ મૂર્તિ, (તેમના દાવા મુજબ વિશ્વમાં બીજા નંબરે ઊંચી), ગીતાજીનો બોધ આપતા કૃષ્ણ અને અર્જુન વગેરે જોયાં.

આમ તો આ આખું સંસ્થાન N.R. શેટ્ટી નામના ઉદ્યોગપતિએ બનાવેલું છે. ત્યાં હાઈસ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, આ મંદિર, અમે રહેલ તે RNS રિસોર્ટ, RNS હાઇવે હોટેલ બધું એના નામે.

અમે તો વિપુલ હરિયાળી વચ્ચે ખોબા જેવડું મરૂડેશ્વર જોઈ 14 કલાકની રિટર્ન બેંગલોર જતી વિસ્ટાડોમ જર્ની કરી લીધી.


વિસ્ટાડોમ કોચમાંથી હરિયાળા માર્ગની અનેક તસ્વીરો લીધી.

કોચ ઉપર છતમાં કાચની પટ્ટીઓ, છેક છત થી સીટ સુધીની બારી, પાછળનું પેડલ દબાવી 360 અંશ ઘૂમી શકતી સીટ જેને યાત્રીઓ 90 ડિગ્રી ફેરવી બારી સામે રાખતા હતા, બપોરે તડકો આવે તો ખેંચવાનો પડદો, કોચની અંદર જ ચા કોફી, બિસ્કીટ, વેફર જેવું વેચતો સ્ટોલ, કોચની બેય બાજુ બંધ ભીંત ને બદલે ખુલ્લો કાચ જેથી જતી ટ્રેનમાં આગળ કે પાછળ જોઈ શકાય , સામે ઇન્ડીકેટરમાં ટ્રેનની સ્પીડ અને હવેનું સ્ટેશન જોઈ શકાય જેવી સુવિધાઓ હતી.

આ ટ્રેન અનેક ઘાટ વચ્ચે ભોંયરાઓ માંથી પસાર થાય છે. રસ્તે મોટી ખીણો અને વિશાળ નદીઓ આવે છે. ક્યાંક પર્વતો પર તડકા કે બીજા પર્વતના પડછાયા ને લીધે લીલા રંગના અલગ અલગ શેડ જોવા મળ્યા.

આખા રસ્તે માત્ર મેંગ્લોર 20 મિનિટ ઊભી, બાકી બધે 2 મિનિટ જેવું જ. મેંગ્લોર માં યાત્રીઓએ નીચે ઉતરી ભાત ના ફોઇલ લેવા પડાપડી કરી. અમે તો irctc નું ઓનલાઈન ઓર્ડર કરેલ તે મેંગલોર સ્ટેશને જગ્યા પર આપી ગયા. બપોરે ચા અંદર એ સ્ટોલ ની જ પી લીધી. સવારે 7.10 મરૂડેશ્વર થી ઉપડી છેક રાતે 9 વાગે યશવંતપુર, બેંગલોર ઉતર્યાં.

હા, શરૂમાં દૃશ્યો માણવા ટ્રેન 35 કિમી ની સ્પીડે જતી હતી જે મેંગ્લોર પછી ક્યારેક 102 જેવી સ્પીડ પકડતી યશવંતપુર સ્ટેશન પહોંચેલી. અહીંની નમ્મા યાત્રી એપ રિક્ષા કે ટેક્ષી માટે છે તે બકવાસ છે. બેંગલોર જાય તેને માટે.

ખૂબ લાંબા રનમાં પાછળથી થાકી જવા સિવાય આ મુસાફરી પૂરી આનંદથી માણી. કરી. મારા મતે એકતરફી મેંગ્લોર થી મરૂડેશ્વર કે બેંગલોર થી ઉડીપી સુધી જ આ મુસાફરી કરવી સારી રહે. 14 કલાકનો રન અને બીઝી લાઇન ને લીધે ઉપર બીજી 30- 40 મિનિટ મોડી થાય તો થાકીને ટેં થઈ જવાય. ટ્રેન લગભગ મોડી હોય છે.

બસ, માણી લીધી એ મુસાફરી. આપણે અમદાવાદ થી કેવડીયા વિસ્ટાડોમ જાય છે. નર્મદા જિલ્લો પણ આવો જ લીલો છે.

એમ વિસ્ટાડોમ કોચની મુસાફરી પણ ક્યારેક ચોક્કસ કરવા જેવી.