Mamata in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 41 - 42

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

મમતા - ભાગ 41 - 42

શ્રી ગણેશાય નમઃ🙏
💐💐💐💐💐💐

મિત્રો કેમ છો? મજામાં?
મંથન, મોક્ષા અને શારદાબાની મમતામય કહાની એટલે " મમતા"
વાંચકમિત્રોની લાગણીને માન આપીને મમતા :૨ શરૂ કરવા જઇ રહી છું. કહાની વીસ વર્ષ આગળ જાય છે. તો આશા રાખુ છું કે આપ સૌ જરૂરથી વાંચશો. જે નવા વાંચકો છે એ લોકો મમતા : ૧નાં ૪૦ ભાગ વાંચી શકે છે.

મમતા :૨ વાંચતા રહો અને આપના પ્રતિભાવો અને કૉમેન્ટ્સ જરૂરથી આપશો. 🙏

આપની વૃંદા



મમતા :૨

ભાગ : ૪૧
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

"કૃષ્ણ વિલા " બંગલામાં આજે વહેલી સવારમાં કાનાની આરતી થાય છે. સૂરજનાં કિરણોની લાલીમાંથી ઘર પ્રકાશમય બને છે. સરસ મજાનાં મધુર અવાજમાં કાનાનું ભજન કાને પડે છે....

"ઓ કાના અબ તો મુરલીવાલે
મધુર સુના દે ગાન......."

વરસો પહેલા આ ભજન શારદાબા ગાતા હતાં. પણ હવે શારદાબાની ઉંમર થઈ ગઈ અને તબિયત થોડી નરમ ગરમ રહે છે. તો પૂરા ઘરની જવાબદારી અને કાનાની સેવા મોક્ષા કરે છે. જવાબદારીની સાથે મોક્ષાએ ઘરના રીતરિવાજો પણ અપનાવી લીધા છે.

પૂજા પુરી થાય છે. મોક્ષા શારદાબા અને મંથનને પ્રસાદ આપે છે. અને મોક્ષા સાદ પાડે છે. પરી....... પરી........ ત્યાં જ મંથન કહે " રહેવા દે મોક્ષા, તું બ્રેક ફાસ્ટ બનાવ હું જ મારી લાડલીને જગાડવા જાઉં છું. "
મંથન ઉપર બેડરૂમમાં ગયો આલીશાન બેડરૂમમાં ઝીણી લાઈટ ચાલુ હતી. નકશીકામ કરેલા બેડ પર મંથન બ્લેન્કેટ હળવેથી હટાવે છે.... તો એકદમ રૂપાળા ગોરા ગોરા ગાલ, મોટી હરણી જેવી આંખો, કાળી ભમ્મરો, હોઠ તો જાણે ગુલાબની પાંખડીઓ જેવા કોમળ, નમણી નાજુક પરીમાં મૈત્રીનું રૂપ અને નજાકત હતી તો મોક્ષાનાં સંસ્કાર ઝળકતા હતાં. મંથન કહે " પરી, મારી ઢીંગલી ઉઠ હવે"
આળસ મરડીને પરી ઉઠી મંથનને કીસ કરી તેનાં ખોળામાં માથું રાખી આંખો મીંચીને વળી સુઈ ગઈ. કયાંય સુધી મંથન પરીનાં રેશમી વાળને સહેલાવતા વિચારતો હતો, અરે! નાની એવી પરી કયારે મોટી થઈ ગઈ ખબર જ ન પડી!!"
ત્યાં જ વળી નીચેથી મોક્ષાનો અવાજ આવ્યો " પરી, મંથન અરે! ચાલો હવે નાસ્તો તૈયાર છે. " ( મોક્ષાનો અવાજ સાંભળીને મંથન પરીને જગાડીને નીચે આવે છે. પરી કહે " ડેડ, આપ જાઓ હું આવું છું.)

ડાયનીંગ ટેબલ પર આજે ગરમાં ગરમ ઉપમા, આદુ ફુદીના વાળી ચા તૈયાર હતી. ત્યાં જ શારદાબા કહે " આ મંત્ર હજુ આવ્યો નહી? " મંત્ર વહેલી સવારમાં જ વોકિંગ માટે જતો પણ આજ થોડું લેટ થયું. હજુ આવ્યો ન હતો. ત્યાં જ પરી નીચે આવે છે અને બોલે છે, "બા, જય શ્રીકૃષ્ણ" અને ડાયનીંગ ટેબલ પર પોતાનાં ફેવરેટ કોર્ન ફલેકશ ખાવા લાગે છે. અને કહે, "મમા, આ તારો લાડલો કયાં ગયો? " હજુ આવ્યો નહી? "
ત્યાં જ મંત્ર આવે છે. અને બધાને કહે " Hello, every one good morning "
" બા, જય શ્રીકૃષ્ણ "
મોક્ષા મંત્રને દૂધ અને પ્રોટીન પાઉંડર આપે છે.

શારદાબા, મંથન, મોક્ષા, પરી અને મંત્ર વાતો કરતાં કરતાં નાસ્તો પુરો કરે છે.
ખુશખુશાલ પરિવાર......

સમજદાર શારદાબા, સમજુ મંથન, મમતામય મોક્ષા, વહાલા મીઠી પરી અને મંત્ર.... તો શું થશે આગળ " કૃષ્ણ વિલા "માં આવી જ ખુશીઓ રહેશે? તે જાણવા વાંચો મમતા : ૪૨ (ક્રમશ : )

💓💓💓💓💓💓💓💓

મમતા :૨

💐💐💐💐💐💐💐💐

ભાગ : ૪૨

🌹🌹🌹🌹🌹🌹🌹

( નાની મીઠડી પરી હવે મોટી થઈ ગઈ છે. અને મંત્ર પણ મોટો થઈ ગયો છે. મંથન અને મોક્ષાએ પોતાની " મંત્ર એન્ટર પ્રાઈઝ " નામની પોતાની કંપની શરૂ કરી છે. શારદાબાની પણ હવે ઉંમર થઈ ગઈ છે. ખુશખુશાલ પરિવારમાં હવે શું થશે? તે જાણવા વાંચો આગળ.....)


" કૃષ્ણ વિલા " બંગલામાં વહેલી સવારની આહલાદકતા જોઈ સૌ પોતાનો નાસ્તો પતાવી પોતાનાં કામ માટે જવા તૈયાર થવા લાગ્યા.

મોક્ષા તો પહેલેથી જ સુંદર હતી. પણ પ્રૌઢતાને આરે પહોંચેલી મોક્ષા કપાળમાં મોટો ચાંદલો, કાંજીવરમની કડક સાડી, હાથમાં પર્સ અને વાળ છુટા.... મોક્ષાનું પ્રૌઢતાનું સૌંદર્ય પણ ઉડીને આંખે વળગે તેવું હતું. મોક્ષા તૈયાર થતી હતી ત્યાં જ મંથન તેની પાસે આવે છે. અને તેની કમરમાં હાથ રાખીને ગીત ગણગણે છે....

" ઓ મેરી જોહરજબી, તુજે માલુમ નહી, તું અભી તક હૈ હસી ઓર મૈં જવા.... તુજપે કુરબાન મેરી જાન મેરી જાન.."

મંથન હજુ પણ વીસ વરસ પહેલા જેવો જ રોમાન્ટિક હતો. બસ, શરીર થોડું ભરાવદાર થયું હતું. ત્યાં જ મોક્ષા બોલી " ઓ જનાબ રોમાન્સ છોડો અને તૈયાર થાવ, ઓફિસ નથી જવું! હવે સુધરો પરી અને મંત્ર હવે યુવાન થયા "
આ સાંભળી મંથન બોલ્યો " અરે! શું બાળકો મોટા થાય એટલે રોમાન્સ નહી કરવાનો! એવું કોણ કહે છે મેડમ? "

મોક્ષા બોલી "હવે બહુ થયું, તૈયાર થઈ નીચે આવો "
એમ કહી મોક્ષા પોતાનું પર્સ લઈ નીચે ઉતરી.

મોક્ષા: " અરે! મંત્ર, હજુ તું નાસ્તો જ કરે છે. તને તારા મિત્રનાં ઘરે નથી જવું? "
અને પોતાનો હાથ મંત્રના વાળમાં સહેલાવે છે.

મંત્ર છ ફુટ ઉંચો, ગોરો, ભૂરી આંખો અને ઋતિક રોશનને પોતાનો આદર્શ માનનારો અને મંથનની કાર્બન કોપી હતો. હેન્ડસમ તો એવો કે છોકરીઓ પોતાનાં દિલમાં સમાવી લે. તે રોજ વહેલો ઉઠી પાર્કમાં વોક માટે જતો. તેમજ જીમમાં જઈને પોતાનાં શરીરને કસાઉદાર બનાવતો. તે કોલેજ કરતો હતો.

મંથન પણ નેવી બ્લૂ સૂટ, કાંડામાં રાડોની ઘડિયાળ અને હાથમાં ઓફિસબેગ લઈને નીચે આવ્યો.
મંથન: Good morning મંત્ર
" ચાલ મોક્ષા મોડું થાય છે. "
મોક્ષા અને મંથન શારદાબાને " જય શ્રીકૃષ્ણ " કરી ઓફિસ જવા નીકળે છે.

મંથને આ વીસ વરસમાં ઘણી પ્રગતિ કરી હતી. મોક્ષાનાં સાથથી તેણે " મંત્ર એન્ટર પ્રાઈઝ " નામની પોતાની કંપની શરૂ કરી હતી. અને મંથન, મોક્ષાએ રાત દિવસ એક કરી કંપનીને ટોચે પહોંચાડી હતી.

પરી પણ ફ્રેશ થઈને નીચે આવે છે. અને મંત્રને કહે....
" ઓ હીરો, કાલે મારે મુંબઈ એડમિશન માટે જવાનું છે. શું તારે આવવું છે સાથે? તો મંત્ર કહે ...
" ના, યાર મારે બે દિવસ ટ્રેકિંગ માટે આબુ જવાનું છે. તું જઇ આવ " ( ક્રમશ :)

( ખુશ ખુશાલ પરિવાર.... અને હવે પરી તેનાં એમ. બી. એ. નાં એડમિશન માટે મુંબઈ જશે. તો કોણ મળશે પરીને મુંબઈમાં?
મંત્રનું ટ્રેકિંગ કેવું રહેશે? એ જાણવા વાંચો ભાગ ૪૩)

વાંચતા રહો.....

હા આપનાં પ્રતિભાવ જરૂરથી આપશો.

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર