Nitu - prakaran 18 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 18

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નિતુ - પ્રકરણ 18

નિતુ : ૧૮ (લગ્નની તૈયારી)




નિતુ વહેલી સવારે ઓફિસ માટે તૈયાર થઈને નીચે આવી. સામે જોયું તો ધીરુભાઈ સોફા પર બેઠેલા.

"લે! કાકા તમે આવી ગયા?"

"હા નિતુ બેટા. છગીયાએ બૌ કીધું પણ મારું ન્યાં રોકાવાનું મન જ ન્હોતું થાતું. ઘર ઈ ઘર. આ તો ન્યાં ગયા વિના છૂટકો ન્હોતો એટલે થયું કે બે દિ' રોકાયાવું. પણ એક દિ'યે માણ કરીને કાઢ્યો."

" એનો ચિન્ટુ શું કરે છે? હવે તો મોટો થઈ ગયો હશેને?"

"અરે નિતુ વાત જ જવા દે! પેલા તો મને છગીયાની વાતુએ પકાવ્યો અને બાકી હતું એ એના ચીંટિયાએ. પેલા હાલવા ન્હોતો શીખેલો ત્યારે બૌ હારો લાગતો. પણ હવે તો પાંચ છ વરહનો થઈ ગ્યો છે. પીપુડી લઈને આખો દિ' કાનમાં પીં... પીં... કઈરું. હવારે છગીયો બાર નીકળો કે મેં કીધું, એલા હાલ... મને મારા ઘરે મૂકી જા."

હસતા હસતા તે બોલી, "બૌ સારું કર્યું કાકા."

"કૃતિ જાગી બેટા?" તે રસોડા તરફ ગઈ એટલે શારદાએ તેને પૂછ્યું.

"ના મમ્મી. ગિફ્ટમાં ફોન મળ્યો છેને, મોડે સુધી સાગર સાથે વાત કરી હશે! સૂતી છે હજુ તો." તે હસીને બોલી.

એટલામાં કોઈએ દરવાજે ટકોર કરી અને ડોરબેલ રસોઈ ઘરમાં સંભળાયો.

"આ હવાર હવાર માં કોણ આઈવું હશે!?"

"મમ્મી હું જઈને જોઉં છું."

નિતુએ જઈને દરવાજો ખોલ્યો તો સામે એક માણસ હાથમાં એક બોક્સ લઈને ઉભેલો. નિતુને જોઈને તેણે ખિસ્સામાંથી એક લેટર કાઢીને તેને આપ્યો. ધીરુકાકા તેને જોઈને ઉભા થઈ ગયા અને તેની પાસે જઈને ઉભા રહ્યા. નિતુ તે લેટર ના લઈ શકી.

" જે હોય તો સ્પષ્ટ કહે. મારે કંઈ લેવું નથી."

"મેડમ! સરે મને મોકલ્યો છે. કહ્યું છે કે હું આ લેટર અને બોક્સ બંને તમને આપી દઉં."

"મારે તારા લેટરની કે આ બોક્સની જરૂર નથી. એવું તારા બોસને કહી દે જે."

નિતુએ થોડાં ઊંચા અવાજે વાત કરી તો આશ્વર્ય પામીને શારદા પણ બહાર આવી ગઈ.

"શું થયું નિતુ?"

"મમ્મી! મયંકનો માણસ આવ્યો છે." કહેતા તે દરવાજો બંધ કરવા લાગી.

"અરે મેડમ! મારી વાત સાંભળો..."

"તારી જે વાત હોય તે તું તારા બોસને જઈને કહેજે."

"મેડમ... મેડમ... પ્લીઝ. સરે ધમકી આપી છે કે જો હું આ તમને આપ્યા વિના પાછો જતો રહીશ તો તે મને નોકરીમાંથી કાઢી મુકશે."

તેની વાત સાંભળી મોઢું બગાડતા તેણે દરવાજો બંધ કર્યો.

"મયંકે તેને હુ લેવા મોકલ્યો છે?"

"હું જાણું છું તે શું લઈને આવ્યો છે અને તેણે શું કામ તેને મોકલ્યો છે એ પણ મને ખબર છે કાકા."

ધીરૂભાઇએ પૂછ્યું, "ઈ હજુ તારા જોડે વાત કરે છે?"

"હા, ક્યારેક ક્યારેક મેસેજ કરે છે. ફોન કરવાની હિંમત તેનામાં હવે નથી રહી."

તેણે ફરી દરવાજો ખોલ્યો તો તે માણસ એ જ સ્થિતિમાં ત્યાં ઉભેલો.

"મને હતું જ કે તું જઈશ નહિ."

"મેડમ, પ્લીઝ આ લઈ લ્યો. સરે મને સ્પષ્ટ પણે કહ્યું છે કે હું તમને આપ્યા વિના પાછો ના જાઉં."

"હા, પણ હવે પાછો જઈને તું તારા સરને સ્પષ્ટ પણે એમ કહેજે કે હું આ નહિ લઉં." કહેતા ની સાથે તેણે ગુસ્સામાં દરવાજો બંધ કર્યો અને ઘરમાં અંદર આવતી રહી.

ધીરુકાકાએ તેની પાસે જઈને પૂછ્યું, "બેટા આ બધું હુ છે? આ મયંકનો માણહ આંય શીદ આવેલો?"

"કાકા કોઈ રીતે એને જાણ થઈ ગઈ કે કૃતિના લગ્ન છે. એટલે મારા માટે તેણે પૈસા મોકલાવેલા."

શારદાએ પૂછ્યું, "એટલે મયંક હજુ તારા જોડે વાત કરે છે?"

"ના, મમ્મી. હું તેનાંથી કોઈ વાત નથી કરતી, બસ ક્યારેક ક્યારેક સામેથી એના મેસેજ આવી જાય છે."

"એટલે ગામમાં હું જે સાંભળતી એ હાચુ છે?"

"શું સાંભળતી મમ્મી?"

તેને રોકતા ધીરુભાઈ બોલ્યા, "અરે કાંય નહિ બેટા. એવું બધું હાલ્યા કરે. તું ઓફિસે જા, તારે પાછું મોડું થાહે."

"ના કાકા પહેલા મને એમ ક્હો કે આ મમ્મી શું વાત કરે છે? શું સાંભળ્યું છે?"

"નિતુ એ તો..."

"નઈ ભાભી, તમે કંઈ નહિ બોલતા."

ધીરુભાઈના રોકવા છતાં નીતુએ બીજીવાર પૂછ્યું તો શારદા કહેવા લાગી, "બેટા બધા વાતો કરતા 'તા કે તમારી દીકરી છૂટાછેડા થયા તોયે એના ઘરવાળા જોડે વાતો કરે છે. ગામમાં નત - નવી વાતો થાતી તારી. એટલે જ તને પાછી બોલાવેલી કે બધા કે'તા, છૂટાછેડા લઈને તું મયંક જોડે સંબંધ રાખે છે. એટલે આંય રેવા લાગી છે અને ગામમાં પાછી નથી આવતી. તો કોઈ કે'તું કે તને કોક મદદ કરે છે એટલે તું આંય રે' છે. અમારાથી આ સહન ના થયું એટલે અમી આંય આવી ગયા કે તારી વધારે વાતો ના થાય."

"ઓહ ગોડ, મમ્મી! આટલું બધું થઈ રહ્યું હતું છતાં તમે લોકોએ મને જાણ પણ ના કરી."

ધીરુભાઈ બોલ્યા, "બેટા છોડને એ બધું. હવે એ લોકો તો બોલવાના જ છે. હાચુ હુ છે ઈ આપડે તો જાણીયે છીએ ને? તો પછી કહેવા દેને, આપણને હુ ફેર પાડવાનો? અને હવે અમી આંયાં આવી ગયા છીએ. એટલે બધાના મોઢા બંધ થઈ ગયા હશે. તું તારે ચિન્તયા નો કરતી. નિરાંત રાખ અને તારા કામે લાગ."

"જી કાકા." કહેતી તે પોતાની બેગ લઈને ઓફિસ માટે નીકળી ગઈ. જો કે આ વાત તેના મનમાં ઘર કરી ગઈ કે તેના માટે આ રીતની વાતો થતી હતી. તેના મનમાં એ પણ વિચાર ચાલવા લાગ્યા કે તેણે અહીં જ રહેવાની જે જીદ્દ કરી, તેના લીધે તેના પરિવારને કેટલુંયે સાંભળવું પડ્યું હશે! પણ હવે વધારે નહિ. વહેલી સવારમાં ઘરમાં શું ઘટના બની ગઈ? એની કૃતિને જાણ જ નહોતી. એ તો બસ જાગીને નીચે આવી અને રોજની જેમ પોતાના કાર્યોમાં લાગી. તૈય્યાર થઈને નીચે આવી અને રસોઈ ઘરમાં કામ કરતી શારદા પાસે જઈને પૂછ્યું, "મમ્મી! દીદી?"

"ઈ તો એના કામે ગઈ છે. કાંય કામ હતું?"

ચાનો કપ હાથમાં લેતા ડાઇનિંગ ટેબલ પર બેસતા તે બોલી, "ના બસ એમ જ પૂછતી હતી. કાલે ફરી હું અને સાગર બંને મારા કપડાં સિલેક્ટ કરવા જવાના છીએ, એટલે. થયું કે એક વખત એને પણ પૂછી લઉં."

"કૃતિ એ તારાથી મોટી છે. હુ કરવું અને હુ નો કરવું એનું એને ભાન છે. એણે તને ..."

"મમ્મી પ્લીઝ! તું દીદીનો પક્ષ લેવાનું બંધ કર. એ તો બસ પોતાનું ડિંડક હાંક્યા કરે છે. અમે ફરી કાલે અમારી રીતે જઈ આવીશું."

શારદા મૌન સાધી મનમાં વિચારવા લાગી, "અત્યારે કૃતિને કશુંય કેવા જેવું નથી. એ નઈ હમજે અને નિતુ કેટલી ઝૂરી રહી છે એનો અંદેશો એને નઈ થાય. હું એને કઈશ કે પડેલા દાગીના ભંગાવી નાખે."

તેણે સાંજે નિરાંતે નિતુ સાથે વાત કરવાનું નક્કી કર્યું. આજે તે રોજના સમય કરતા મોડી હતી. ઘરમાં તેની રાહ જોતી શારદાએ તેના આવતાની સાથે જ તેને પ્રશ્ન કર્યો, "નિતુ, આજ કેમ મોડું થયું બેટા?"

"મમ્મી લોન માટે ગઈ 'તી."

"હુ થયું?" ધીરુભાઈએ લોનની વાત સાંભળતા જ પૂછ્યું.

શારદા બોલી, "ભાઈ, આપણે ઘડિયા લગ્ન લીધા તો હવે તૈય્યારી પાછી કરવી પડશેને!"

"અરે ભાભી, તમે લોકોએ મને વાત કરી હોત. હું હમણાં જ અનંત હારે વાત કરું છું."

ધીરૂભાઇએ પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો કે નિતુએ તેને રોકતા કહ્યું, "એની જરૂર નથી કાકા. તમે અનંતભાઈને શું કામ હેરાન કરો છો?"

"બસ નિતુ? પૈસાની વાત આવી તો અનંતને હેરાન કરવાની વાત કરી દીધી? ઈ મારો દિકરો છે અને તારો ભાઈ. એ પોતાની બહેન માટે વ્યવસ્થા કરી લેશે."

"નહિ કાકા! તમે સમજતા નથી. હું કોઈને પોતીકા કે પારકા ગણાવતી નથી. પણ એ ત્યાં ગામડે હું અહીં સુરત. આટલી વાત માટે એને ત્યાં શું કામ હેરાન કરવાના?"

"અરે પોતાની બહેન માટે તો એ સુરત હુ છે? સાત સમદર પારેય આવે."

"કાકા તમારી વાત બરાબર પણ હવે લોન થઈ ગઈ છે."

શારદાએ તેની પાસે આવીને પૂછ્યું, "નિતુ, તે લોન લીધી છે એનાથી બધું પાર પડી જાહેને?"

"મમ્મી, લોન થોડી ઓછી મળી છે પણ હું વિદ્યા મેડમ સાથે કાલે વાત કરી લઈશ. બધું થઈ જશે." કહેતી તે પોતાની રૂમમાં જતી રહી. શારદાએ એની વાત માની તો લીધી પણ એના મનમાં નિતુને આ રીતે સંધર્ષ કરતા જોઈને ચેન ન્હોતું પડતું. પરંતુ આ સમગ્ર વાતથી અજાણ કૃતિ અગાસી પર ફોનમાં પોતાના નવા સાગર સાથેના પ્રેમનો આલાપ કરી રહી હતી.