Ek Ladat Potana Adhikaro mate - 1 in Gujarati Moral Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | એક લડત પોતાના અધિકારો માટે... - 1

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

એક લડત પોતાના અધિકારો માટે... - 1

"એક લડત પોતાના અધિકારો માટે ભાગ:1"

(એજ પરંપરાગત રુઢિચુસ્ત માનસિકતા તોડવા માટે લડાતુ કર્મયુધ્ધ...

આપણે મળીએ પ્રતિજ્ઞા સક્સેનાને....

પ્રતિજ્ઞા એક સુંદર અને ચહેરા ઉપર આત્મવિશ્વાસ ધરાવતી મહત્વકાંક્ષી યુવતી હતી...તે નાનપણથી જ ભણવામાં અવ્વલ હતી...ઘરકામમાં પણ આ તો સોનામાં સુગંધ ભળે તેવી વાત થઈ ને...
આદર્શ બે બહેનો વચ્ચે એક ભાઈ હતો.
જે બે બહેનો કરતાં સૌથી મોટો હતો, મોટાભાઈની ભૂમિકા પિતા પછી બીજા નંબરમાં આવે છે.આદર્શ કલેક્ટર ઓફિસમાં મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો,માટે આદર્શ તેની બે બહેનોનો બોડીગાર્ડ કહો તો પણ ચાલે..આદર્શ તેના નામ પ્રમાણે આદર્શ હતો...તેની બે બહેનો માટે મમ્મી પપ્પાનો આજ્ઞાકારી દિકરો હતો...

એ તો મેચ્યોર હતો જ...પરંતુ બંન્ને બહેનોની જવાબદારી અને ચિંતાએ તેને વધુ બનાવેલો.
પપ્પા બે બહેનોની કેમ જવાબદારી કેમ પૂરી કરશે?તે માટે તે પપ્પાનો સાથીદાર બની ગયો...

તે ઓફિસના કામમાં વ્યસ્ત ભલે હોય તે પોતાના કામની ચિંતા ઓફિસથી પોતાના કમરામાં જ પૂરી રાખતો...

પરંતુ સાંજનુ જમવાનું પરિવાર સાથે જમતો તે પોતાની જાતને પણ હળવી કરતો...

પ્રતિજ્ઞા અને આરુષિ વચ્ચે કોઈવાર કપડાં તો કોઈવાર ઘરકામ બાબતે ખટપટ ચાલતી..

શ્યામસક્શેનાના માતા અને નેનાદેવીના સાસુ આપણે એમનું નામ વિમલાદેવી રાખીએ...

વિમલાદાદી પણ કહેતા...આ છોડીઓ શરીરથી મોટી થઈ પણ બાળપણ તો ન જ ગયું...

એ...ય...મોટી થાવ...હવે નથી તમે બેઉ નાનીઓ...

પ્રતિજ્ઞા અને આયુષી દાદીને ચિડવવા નાકનું ટેરવું પકડી જીભ બહાર કાઢી ચિડાવે છે...ઉ...હ...હ...ઊ...એ તો નહીં જાય દાદી ક્યારેય બાળપણ તો બાળપણ છે...

"હમ તો નહીં સુધરેગે"આ લાઈન ગાઈ ગાઈ દાદીને ચિડવતા હતાં...
તે પ્રતિજ્ઞા અને આરુષીની નાની નાની ખટપટ જોઈ પરિવાર પણ આનંદ લેતો હતો.

દાદી વિમલાદેવી પણ હે...""ભગવાન નહીં સૂધરે" આ બેઉ એમ કહીને બે દિકરીઓ પર હસી કાઢતાં...

ધો:12ની પરિક્ષા આવી તો પ્રતિજ્ઞા તૈયારીમાં લાગેલી હતી.આરુષિ પોતાના ભણવામાં વ્યસ્ત હતી...ઘરમાં શાંત વાતાવરણ પૂરુ પાડ્યું.

કદાચ એનું જ પરિણામ દેખાવવાનુ હશે એવું લાગી રહ્યું હતું.ધો:12નું પરિણામ આવશે એના ઉત્સાહમાં પ્રતિજ્ઞા સુઈ પણ નોહતી.આવનારી સવાર પ્રતિજ્ઞા માટે ખુશીઓ લાવવાની હતી.

ધો:12માં પણ સરસ રિઝલ્ટ આવ્યું મહોલ્લામાં શ્યામ સક્શેના અને નેનાદેવીએ જલેબી વહેંચી,સૌ કોઈ એક જ વાત કહી રહ્યું હતું,

આહ...શ્યામ સક્શેના બહુ ભાગ્યશાળી છે કે તેમને ત્યાં આટલી તેજસ્વી દિકરી જન્મી...

પણ કહેવત તો આપણાં ત્યાં પ્રચલિત જ છે કે "કૂવામાં હોય તો હવાળામાં આવે"શું કહેવું તમારું....

હા...હા...સાચી વાત છે...આતો નેનાદેવી અને શ્યામસક્શેનાનો ઉછેર જ આટલો સરસ છે...

"પ્રતિજ્ઞાના ઘરમાં તો આજે દિવાળીનો માહોલ હતો,અને હા હોય પણ કેમ નહીં પ્રતિજ્ઞાએ આખાય રાજસ્થાનમાં નામ રોશન જો કર્યું છે.

આરુષી પણ પ્રતિજ્ઞાની તારિફ કરતાં ન થાકતી તે તારિફ કરતાં કરતાં કહેતી,"દીદી બનવું તો તમારા જેવા"

પ્રતિજ્ઞા એની બહેનને એક જ વાત વગર અભિમાને કહેતી,પોતાની જાતને ક્યારેય કોઈની સાથે ન સરખાવવી...
જો બેટા સુખી થવું હોય તો...

તું પણ હોશિયાર જ છો ફોટોગ્રાફીમાં...ને ભણવામાં પણ તારે અત્યાર સુધી સરસ જ રિઝલ્ટ આવ્યું છે...ને...

આરુષિ:હા દીદી...પણ તમારા જેટલું તો સરસ નહીં જ ...

થોડી ખટપટ વચ્ચે પણ આ સબંધ અકબંધ રહ્યો હતો,બેઉ ક્યારેય એકબીજાની ઇર્ષા કરવામાં ક્યારે ન માનતી હા...થોડી થોડી તો એકબીજાને બેસ્ટ સાબિત કરવાની સ્પર્ધા ચાલતી જ...પણ જો સ્પર્ધા ન ચાલે તો મજા પણ કેમ આવે જીવનમાં....આવા જ હાલ આ બે બહેનોના હતાં.

ત્યાં જ આદર્શ ઓફિસમાંથી આવ્યો...મમ્મીનો ફોન આવ્યો આદર્શ કામમાં રોકાયેલો હોવાથી ફોન ઈગ્નોર કરી રહ્યો હતો...પરંતુ મમ્મીના બે ફોન આવ્યા એટલે તેને કોલ બેક કર્યો...

બોલ મમ્મી શું કામ હતું?કહે તો મને...?
કેમ તારા બે ત્રણ ફોન આવ્યા આવ્યા મારી ઉપર...

નેનાદેવી:"આદર્શ સમાચાર જ કંઈ તું સાભળીને ખુશીથી ઝૂમી ઉઠે....

આદર્શ:મમ્મી બોલ તો પહેલી બુઝાયા વગર,

નેનાદેવી:ધિરજ રાખ થોડી શ્વાસ લે...

આદર્શ:અરે...મમ્મી બોલ તો....હવે કહીશ કે હું ફોન મૂકું

નેનાદેવી:દિકરા આપણી પ્રતિજ્ઞા ધોરણ:12માં આખાય રાજસ્થાનમા પહેલી આવી છે😍😁.

આદર્શ:સાચે...મમ્મી....શું વાત કરે...છે...આ સમાચાર સાચા જ છે ને...?

નેનાદેવી:સાચે...બેટા તુ આટલો મોટો ક્યારેય થઈ ગયો કે,મમ્મીની વાત ખોટી લાગે...તે...

આદર્શ:મમ્મી એમ વાત નથી....

નેનાદેવી:અરે...છટ્ટ હું જાણું છું કે શું વાત છે...આજે ઘરે વહેલો આવી જાજે...નહીં તો તારી ખેર નહીં..

આદર્શ:અરે....હા...મમ્મી સમાચાર જ એટલા સરસ છે કે સરની અડધી રજા લઈ ઘરે આવી જઉ...

નેનાદેવી:જલ્દી આવજે દિકરા ફોન મૂકુ છું..

આદર્શ:એ....હા...મમ્મી...હું આવુ છું ઘરે...

આદર્શ મમ્મીનો ફોન મૂકી મિઠાઈનું બોક્સ ખરીદે...સૌ સ્ટાર્ફમિત્રો સાથે આ ખુશી વહેચે છે.

પ્રતિજ્ઞાને સૌ આગળ વધે તેવા આશીર્વાદ આપે છે...
શ્યામ સક્શેના આજે હરખથી કહી રહેલા કે આજે તો જમવાનું બનશે તો પ્રતિજ્ઞાની પસંદનુ...

આદર્શ પણ ઘરે આવ્યો બહેનના આવા સમાચાર સાંભળી તે તો ખુશ થઈ ગયો...તેને પ્રતિજ્ઞાને આ પ્રગતિ માટે ભેટમાં સોનાની ચેઈન કૃષ્ણ ભગવાનના પૅન્ડલ સાથે આપી હતી...

પ્રતિજ્ઞા આ ભેટ જોઈ ખુશ થઈ ગઈ ભૈયા બહુ મસ્ત છે આ ભેટ...

આરુષિ:ઓ...હ...પપ્પા અને ભૈયા આ તે કંઈ શું વાત થઈ...?તમે દીદીને ચેઈન પૅન્ડલ આપ્યું અને મને કંઈ જ નહીં...😢!તમને તો સૌને દીદી જ વ્હાલી છે હું નહીં...?

મમ્મી,પપ્પા,ભાઈ,દાદી:કેમ બેટા આવું બોલે છે?

આરુષિ:તો શું કહું બીજું કહો તો મને...!

નેનાદેવી:અને હા આજે તો પ્રતિજ્ઞાનો દિવસ છે એને પ્રતિજ્ઞાએ આપણાં પરિવારનું નામ રોશન કર્યું છે તો આજ એની રાત એને નામ...છે...તો કાલે તને ગમે તેવું...બનાવીશ...દિકરા...હવે તો ખુશ ને...?

આરુષિ(કાલીઘેલી ભાષામાં):હા...મમ્મી તો ઠીક છે...પણ જ્યારે હું પણ ટોપ કરું તો મારી પણ આવી જ પાર્ટી હોવી જોઈએ...

શ્યામ સક્શેના;હા બેટા તું ને પ્રતિજ્ઞા જુદા ક્યાં છો અમારા માટે તમે બેઉ સમાન છો મારા માટે...આ ઘરની રોશની તો છો...સૌ કોઈ ખુશીઓથી ઝૂમી ઉઠ્યા હતા.....

પ્રતિજ્ઞા અને આરુષી વચ્ચે ઉંમરમાં ફરક હોય પરંતુ બેઉ સખીની જેમ રહેતા હતા,બેઉ એકબીજા સાથે મનની વાત કરી પોતાની જાતને હળવીફૂલ કરતાં...આ સ્કૂલમાં શું થયું તેની રામકહાની બે બહેનો એકબીજા સાથે શેર કરતી...
તમે તો જાણો જ છો કે "બે ભાઈઓ હોય કે પછી બે બહેનો કે પછી ભાઈ બહેન પણ કેમ ન હોય!"
જો નાનો નાનો ઝગડો ન થાય ત્યાં સુધી ભાઈ બહેનનો કે બે ભાઈ કે પછી બે બહેનોનો સબંધ અધૂરો છે...

શ્યામ સક્શેના ઘરમાં પૂજાપાઠ કરી તેઓ પોતાની દિનચર્યા મુજબ નોકરીના સમય પ્રમાણે કોલેજ ઉપડી જાતા...પરંતુ નેનાદેવીએ આજે વહેલાં આવવા કહેલું...

શ્યામ સક્શેના;કેમ વળી આજે તો શું છે?
ત્યાં જ આરુષિ બોલી પપ્પા તમને યાદ નથી કે પછી ભૂલવાનો ડોળ કરો છો?

શ્યામ સક્શેના:કેમ વળી બેટા આમ કહે તું...?

આરુષિ:પપ્પા આજે તો ભુલી ગયા તમે ઓફ...ઓ...દીદીની મનપસંદ ડિશ બનશે તો તમારે મદદ કરવી પડશે...અને હા...પ્રતિજ્ઞાદીદી તો એવું ઈચ્છે છે કે પપ્પા એમના જોડે સમય વિતાવે...

શ્યામ સક્શેના:ઓહ...એવું છે...તો પણ પ્રતિજ્ઞાએ તો મને આવું કંઈ જ ન કહ્યું...

પ્રતિજ્ઞા તો પોતે આગળ શું કરવું એની તૈયારીમાં લાગેલી છે...

પ્રતિજ્ઞા:પપ્પા તમે આજે ઘરે રહો તો સારું આજે મારા જીવનનો આ ખાસ દિવસ છે...

શ્યામ સક્શેના:તારે અને આરુષિને તો બેટા હંમેશા રિઝલ્ટ હંમેશા સારુ આવ્યું છે,અને આદર્શનુ પણ...પરંતુ આજે શું ખાસ છે મને કહે તો...?

પ્રતિજ્ઞા:પપ્પા તમે આટલું નહીં કરો મારા માટે?તમે સવાલો બહુ કરો છો...પપ્પા...બેટા પ્યુનનો ફોન આવ્યો છે...કે આજે કોલેજ આવવુ જ પડશે...અધિકારીઓ આવવાના છે તો...

શ્યામ સક્શેના:બેટા પ્રતિજ્ઞા મિટિંગ અગત્યની છે...કોલેજમાં ઈન્સ્પેકશન અધિકારી આવવાના છે તો જ્યાં વગર ચાલે એમ નથી દિકરા...આરુષિ નહીં સમજે મને માની લીધું પણ તું તો સમજ મને...દિકરા...

નેનાદેવી(ગુસ્સામાં):જાવ તમ તમારે તમારી મિટિંગમાં તમને તો અમારી કોઈની પડી નથી....!આજે દિકરીને ઉદાસ કરી દીધીને...

પ્રતિજ્ઞા ઉદાસ હતી...કેમકે તેના આટલા ખાસ દિવસોમાં પપ્પા એની સાથે નથી એ વાત લઈ.

આ પળ યાદગાર હતી,એટલે પ્રતિજ્ઞાએ આ પળ પોતાના માનસપટમાં તો છાપી હતી પરંતુ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ અને પ્રતિલિપિમાં પેજ તેનું હતું "જીવન એક મજાની સફર" તેમાં પોતાના જીવનના અનુભવો તે લખતી...

પપ્પા સાંજનો 6:30નો સમય હતો. કોલેજમાં મિટિંગ પુરી કરી આવ્યા.પ્રતિજ્ઞા પોતાના પેજ માટે લખી રહી હતી.

ત્યાં તો શ્યામ સક્શેના ખોંખારો ખાઈ રહ્યા હતા.અહ્હ્હ...અહ્હ્હ...

પોતાની જાતને સ્વસ્થ કરી પ્રતિજ્ઞા બોલી પપ્પા બોલો...શું કામ હતું...

શ્યામ સક્શેના:બેટા શું કરે...છે...

પપ્પા:હું મારું પેજ લખું છું...

શ્યામ સક્શેના:દિકરા અત્યારે તું રહેવા દે...હું પુછું એ વાતનો જવાબ આપ કે આગળ શું વિચાર્યું...

પ્રતિજ્ઞા:પપ્પા પપ્પા મારે આગળ ભણવું છે....

શ્યામસક્શેના:શું ભણવું છે?

પ્રતિજ્ઞા:ગ્રેજ્યુએશન કરવા માટે મુંબઈ જાવુ છે...

શ્યામ સક્શેના:દિકરા મને ખોટી ન સમજ તો ગ્રેજ્યુએશન માટેની તો આપણે અહીં પણ છે તો મુબઈ શું કામ જાવું છે?

પ્રતિજ્ઞા:મારે ગ્રેજ્યુએશનની સાથે ગવર્મેન્ટ પરિક્ષાના ક્લાસ પણ કરવા છે...તો...પ્રતિજ્ઞાને તો ભણી ગણીને આગળ વધવું હતું પિતા શ્યામ સક્શેના બહુ સપોટિવ હતાં દીકરીઓ પ્રગતિ કરતી રહે તેવા પ્રયાસ તેમના રહેતા,તે કોલેજ રાજસ્થાનની કોલેજમાં પ્રોફેસર હતાં.

શ્યામ સક્શેના:હા...બેટા...તે આ વાત સાચી કહી...અહીં વાતાવરણ ઠીક નથી તારે ત્યાં રહેવું જ ઠીક છે...

ક્રમશઃ....

પ્રતિજ્ઞાનો અભ્યાસ કેવો રહે છે...જીવનની સફર આગળ એવી રહે છે....તે જાણવા માટે
"એક લડત પોતાના અધિકારો ભાગ:2"જોવાનું ચૂકશો નહીં....