Google's Android 15 in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | ગૂગલનું એન્ડ્રોઇડ 15

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ગૂગલનું એન્ડ્રોઇડ 15

એન્ડ્રોઇડ 15ના બીટા વર્ઝનના લોન્ચ સાથે ફીચર અંગે ગૂગલે માહિત જાહેર કરી

ઓક્ટોબર 2024માં રોલઆઉટ થશે ગૂગલનું એન્ડ્રોઇડ 15

નવા ફીચર એન્ડ્રોઇડ યુઝરને આઈફોન યુઝર કરતા વધારે સુરક્ષા અને સુવિધા પુરી પાડશે

ભારતમાં ફોન યુઝર્સની સંખ્યાના 95 ટકા યુઝર પાસે એન્ડ્રોઈડ ફોન છે. જયારે આઈફોન યુઝરની સંખ્યા માત્ર 4.6 ટકા જેટલી જ છે. જયારે અન્ય ફોન યુઝરની સંખ્યા માત્ર 0.4 ટકા જ છે. એવામાં ગૂગલ દ્વારા તેના યુઝર્સ માટે એન્ડ્રોઇડ 15 લોન્ચ કરવાની તૈયારી કરી છે. એન્ડ્રોઇડ 15ને પહેલા ડેવલોપર માટે જ લોન્ચ કરાયું હતું. જયારે હવે, તેનું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. જેના ધાંસુ ફીચર્સ યુઝર માટે અનેક સુવિધા લઈને આવી રહ્યા છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર તમામ યુઝર માટે એન્ડ્રોઇડ 15 ઓક્ટોબર 2024માં રોલઆઉટ કરાય તેવી શક્યતા છે. ત્યારે બીજા પબ્લિક બીટા વર્ઝનને લોન્ચ કરવાની સાથે જ કંપની દ્વારા તેના કેટલાક નવા ફીચરની માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુગલ મેપ્સમાં થેફ્ટ ડિટેક્શન લોક, પ્રાઈવેટ સ્પેસ અને એઆર સપોર્ટ જેવી અનેક સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારે શું હશે એન્ડ્રોઈડ 15ના નવા ફીચર તે વેશે આજના આર્ટિકલમાં થોડી ઘણી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.

મેપ થેફ્ટ ડિટેક્શન લોક
ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ 15 માટે જાહેર કરવામાં આવેલા નવા ફીચરમાં સૌથી મહત્વનું ફીચર છે ગુગલ મેપ થેફ્ટ ડિટેક્શન લોક. ગૂગલે તેના સત્તાવાર બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, જો યુઝરનો ફોન ચોરાય જાય, ખોવાઈ જાય, કોઈ વ્યક્તિ હાથમાંથી લઈને જતો રહે તેવા સંજોગોમાં આ ફીચર ખુબ જ ઉપયોગી બનશે. યુઝર આ સુવિધા થકી પોતાના વ્યક્તિગત અને નાણાકીય ડેટાને સુરક્ષિત રાખી શકશે. આ ફીચરનો ઉપયોગ કરીને વ્યક્તિ ગમે ત્યાંથી ગમે ત્યારે પોતાનો ફોન લોક કરી શકે છે. જેથી યુઝરનો ડેટા કોઈ અન્ય વ્યક્તિના હાથમાં જતો નથી અને સુરક્ષિત રહે છે.

પ્રાઈવેટ સ્પેસ ફીચર
આ ફીચર એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સને વધારાની ઓથેન્ટિકેશન સાથે પોતાના ડેટા સાચવવા માટે એક ખાસ જગ્યા પુરી પાડશે. જેમાં યુઝર પોતાની સેન્સિટિવ એપ્લિકેશન અન્ય યુઝરથી સંતાડી શકશે. જેથી યુઝરનો સ્માર્ટ ફોન કોઈના પણ હાથમાં આવે તો તે તે વ્યક્તિ સેન્સિટિવ એપ્લિકેશન એક્સેસ કરી શકે નહીં. કંપનીના જણાવ્યા અનુસાર ઓપરેટિંગ સિસ્ટમ સાથે ડાયરેક્ટ ઈન્ટીગ્રેશનને કારણે પ્રાઈવેટ સ્પેસ સેન્સિટિવ એપ્સ માટે સારી સુરક્ષા અને ડેટા આઈસોલેશન વિકલ્પ પૂરો પાડે છે. યુઝર્સને પ્રાઈવેટ સ્પેસ માટે અલગ લોક (ફિંગરપ્રિન્ટ, પેટર્ન, પિન) પણ સેટ કરવાની સુવિધા મળશે.

મેપ્સમાં એઆર સપોર્ટ
એન્ડ્રોઇડ 15માં યુઝર્સ ઓગમેન્ટેડ રિયાલિટી (AR) કન્ટેન્ટ કરી શકશે. યુઝર ગૂગલ મેપ સાથે તેનો ઉપયોગ કરી શકશે. જેના થકી યુઝર્સને નેવિગેશન દરમિયાન ઓગમેન્ટેડ રિયાલિટી સાથેનો ઉત્તમ અનુભવ મળશે. મેપના માધ્યમથી જ યુઝર કોઈપણ સ્થળને જાણી શકશે. આ ફીચર માટે ગૂગલ સેમસંગ અને ક્યુઆલ્કોમ સાથે મળીને કામ કરી રહ્યું છે.

ગૂગલના ટીવીમાં મળશે એઆઈ
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર ગૂગલના ટીવી દ્વારા પણ એઆઈ આધારિત ભલામણ તેના યુઝરને કરવામાં આવશે. જેથી યુઝર કોઈ પણ માહિતી ઝડપથી શોધી શકશે. ગૂગલ ટીવી પર યુઝરને જેમિની મોડલ સાથે હોમસ્ક્રીન પર જ એઆઈ જનરેટેડ વર્ઝન ડિસ્પ્લે થશે.

વૉઇસ કમાન્ડથી એપ્સ ઓપરેટ થશે
એન્ડ્રોઇડ 15ના નવા ફીચરમાં યુઝર ફ્રેન્ડલી ફીચર ઘણા વધારે છે. જેમાં યુઝર હવે, પોતાના ફોનની એપ્લિકેશનને વોઇસ કમાન્ડથી કંટ્રોલ અને ઓપરેટ કરી શકશે. આ સુવિધા હાલ એપલના ફોનમાં સિરી દ્વારા મળી રહી છે. જે હવે, એન્ડ્રોઇડ યુઝરને પણ ટૂંક સમયમાં મળી જશે.

બ્લૂટૂથ પેરિંગ રેન્જ વધશે
ગૂગલના એન્ડ્રોઇડ 15 અપડેટમાં યુઝરને બ્લૂટૂથ પેરિંગ માટે ખાસ સુધારો કરાયો છે. નવા અપડેટ પછી યુઝર હાલની બ્લ્યુટુથ રેન્જમાં વધારો થશે એટલું જ નહીં તેને કનેક્ટ કરવું પણ વધારે સરળ બનશે. કનેક્ટિવિટી રેન્જ વધવાના કારણે યુઝર પોતાના વોચ, નેકબેન્ડ, ઈયર બર્ડ સહિતના બ્લ્યુટુથ ડિવાઈઝ લાંબા અંતરથી ઉપયોગ કરી શકશે. તે માટે ફોન નજીક રાખવાની જરૂર નહીં પડે.

આરોગ્યની સ્થિતિના રિપોર્ટ જણાવશે
નવા એન્ડ્રોઈડ અપડેટથી યુઝર પોતાના સ્વાસ્થ્યની વધુ સારી રીતે કાળજી રાખી શકશે. યુઝર્સ એક દિવસમાં કેટલા ડગલાં ચાલે છે, શું એક્સસાઈઝ કરે છે, યુઝરને કેવા પ્રકારનું પોષણ જરૂરી છે તેવો ડેટા હેલ્થ અપડેટ્સ સાથે એન્ડ્રોઇડ 15 જ પુરા પાડશે. જે માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે.

કેમેરા ગુણવત્તા વધશે
એન્ડ્રોઇડ 15માં કેમેરા માટે ખાસ બ્રાઈટનેસ બૂસ્ટ અને એડવાન્સ ફ્લેશ લાઈટ એડજસ્ટમેન્ટની સુવિધા આપવામાં આવશે. આ અપડેટ થકી યુઝર્સ પોતાના ફોનનો ઉપયોગ કરીને જ બેસ્ટ અને ઉત્તમ ક્વોલિટીના ફોટો ક્લિક કરી શકશે. જે મોંઘા કેમેરાથી ક્લિક કરવામાં આવતાં ફોટોઝથી ખુબ જ નજીક હશે.

ડોઝ મોડ ફીચર
સામાન્ય રીતે સ્માર્ટ ફોનનો યુઝર ઉપયોગ ન કરતા હોય ત્યારે પણ અનેક એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં કાર્ય કરતી હોય છે. જેના કારણે યુઝરના ફોનની ફોનની બેટરી વધારે વપરાય છે અને વહેલી ડ્રેઇન થાય છે. એન્ડ્રોઇડ 15માં યુઝરના ફોનની બેટરી પહેલા કરતા વધુ સમય સુધી ચાલશે. ગૂગલે નવા અપડેટમાં ડોઝ મોડ ફીચર ઉમેર્યું છે. જેના થકી યુઝરના ફોનની બેટરીની આવરદા વધુ સારી થઈ જશે. આ સાથે, જ યુઝરના ફોનનો સ્ટેન્ડબાય સમય એટલે કે બિન ઉપયોગી સમય દરમિયાન બેટરી ત્રણ કલાક વધુ ચાલી શકે છે. તાજેતરમાં ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલા પરીક્ષણના અહેવાલમાં એવું જાણવા મળ્યું છે કે, એન્ડ્રોઇડ 15માં એન્ડ્રોઇડ 14 કરતા 50 ટકા વધુ ઝડપથી ડોઝ મોડમાં ચાલશે. તેનો સીધો ફાયદો બેટરી લાઈફ પર થશે. ગૂગલનો દાવો છે કે, કેટલાક ફોન પર સ્ટેન્ડબાય ટાઇમ 3 કલાક સુધી વધી શકે છે. આ તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ ફોનનો વારંવાર ઉપયોગ કરતા નથી, તેમ છતાં બેટરી ઝડપથી ડ્રેઇન થાય છે. અને ફોનને વારંવાર ચાર્જ કરવો પડે છે. ડોઝ મોડ ફીચર માત્ર ફોન પૂરતું જ સીમિત નથી. ગૂગલે જણાવ્યા અનુસાર તેના સ્માર્ટવોચ પ્લેટફોર્મ Wear OS 6 પણ આ નવા ડોઝ મોડ ફીચરનો લાભ લેશે. મતલબ કે આવનારી સ્માર્ટવોચની બેટરી પણ પહેલા કરતા વધારે સમય સુધી ચાલશે.