Ashanu Kiran - 2 in Gujarati Fiction Stories by Dr Bharti Koria books and stories PDF | આશાનું કિરણ - ભાગ 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

આશાનું કિરણ - ભાગ 2

હેતલ શેરીની બાર કુંડાળા બનાવી અને કુંડાળા જમ્પિંગ રમતી હતી. હેતલને જોઈને હશે એના બીજા ત્રણ ચાર નાના બાળકો આવી ગયા. બધા કુંડાળા થી રમવા માંડ્યા જમ્પિંગ કરવા માંડ્યા. કોઈની કાકડી કુંડાળામાં પડતી હતી તો કોઈની નતી પડતી બધા આઉટ થતા હતા અને તાળીઓ પાડતા મજા કરતા હતા.

હેતલ બધામાં મોટી હતી. એનો ટર્ન આવે એટલે એ કુંડાળા જામ કર્યા જ કરે, હારે પણ નહીં. હેતલ ને રમતી જોઈએ દિવ્યા દોડીને ત્યાં આવી. . ..

"મારે પણ રમવું છે મને પણ રમાડો"

દિવ્યાની શકલ જોઈને હેતલને વધારે ચીડ ચીડીયા પણ થયું. એ વિચારવા લાગી....


" આખો દિવસ સ્કૂલમાં ચોટ કરે હવે અહીંયા પણ રમવા નથી દેતી. અહીંયા પણ ચોટ કરવા આવી ગઈ. "- હેતલના ચહેરા પરથી એનો અણગમો સાફ સ્પષ્ટ થતો હતો.

" તને કુંડાળા રમતા આવડે છે. ના તો તને જમ્પ કરતા આવડે છે ના તને કુંડાળા રમતા આવડે છે. ઉપરથી તુ કેટલી ધૂળથી ભરેલી છો. કેટલી ખરાબ સ્મેલ આવે છે તારી પાસેથી અમને તારી સાથે રમવું નથી ગમતું. " - બધા બાળકો અલગ અલગ બોલવા માંડ્યા.


હેતલ ની મમ્મી દૂરથી બેસી અને આ બધું જોઈ રહી હતી. એમને હેતલ સામે જોઈને એકદમ ડોળા કાઢ્યા. મમ્મીનો આવો ચહેરો જોઈ અને હેતલ દિવ્યા ને રમાડવા તૈયાર થઈ ગઈ. દિવ્યા ને ખાસ આવડતું ન હતું ગમે ત્યાં કાકડી ફેકતીતી ને ગમે ત્યાં જંપ કરતી હતી. વળી વચ્ચે વચ્ચે તાળીઓ પાડે અને ધૂળમાં બેસી જાય અને ધૂળથી રમવા માંડે. વળી કઈ યાદ આવે તો કંઈક અલગ લવારો કરવા માંડે. છતાં પણ બધા છોકરાઓ એને રમાડતા હતા. અચાનક એવું થયું કે દિવ્યાને આઉટ હોવા છતાં રમવો હતો અને બીજા બાળકોને કાકડી આપવી ન હતી.


" હું આઉટ નથી તમે બધા ખોટું મને આઉટ કરો છો મારે રમવું છે. "- મારે હજી રમવું છે. તમે બધા ચીટીંગ કરો છો. મને ખબર છે બધાને હેતલ ચડાવે છે...તમે બધા એક થઈ જાવ છો...મને રમવા નથી દેતા. બોલાવતા નથી. હું હેતલની ફરિયાદ મારી મમ્મીને કહી દઈશ મારી મમ્મી એને પિતા લગાડ આવશે....

હેતલ નું નામ અચાનક આવતા હેતલ પણ ગુસ્સે થઈ ગઈ.
" કહી દે તારા મમ્મીને..!!! હું કોઈને ચઢાવતી નથી..તને રમતા નથી આવડતું એટલે તને કોઈ રમાડતું નથી...તો એટલી ગંદરી ભરી હોય તો કોઈ તને આમ ભી ના રમાડે. તુ અમારી ટીમ માંથી બહાર....જા હવે તને અમે ક્યારેય નહીં રમાડીએ.. "

હેતલ ના શબ્દો સાંભળ્યા દિવ્યા રડવા જેવી થઈ ગઈ કાકડી શેરીના એકબીજાના નાના છોકરાને મારી અને દોડતી દોડતી ઘરે જતી રહી...

"" મમ્મી ,બધા જ મને એકલી કરી દે છે. કોઈ મારી સાથે રમતું નથી. મને ખોટી ખોટી રીતે આઉટ કરી દે છે.હેતલ એટલી જ રમ્યા કરે છે બીજાનો વારો જ નથી આવતો. હેતલ બધાને ચડાવે છે. "

દિવ્યા ની મમ્મી દિવ્યા સામે જોઈ અને એને એની માસુમિયત પર દયા આવી ગઈ.!! એમણે દિવ્યા ના માથા પર હાથ રાખ્યો અને બોલ્યા

' બેટા તું હજી નાની છો, તને ખબર નથી પડતી તું હેતલ જેટલી મોટી નથી થઈ. હજી હેતલ તને રમાડતી જ હોય છે. તને ખબર નથી પડતી? બધાએ હળી મળી અને પ્રેમથી સાથે રમવું જોઈએ.હવે તો એ બધા સાથે શાંતિથી રમ છે"

દિવ્યા જાણે મમ્મી બધું સાચું કહેતી હોય એમ સાંભળી અને હું તારો ભણાવે છે.

દેવયાની મમ્મી મનમાં વિચારે છે "" મારી દીકરી બિચારી! !!! --- એને ક્યાં એવી ખબર પડે છે કે પોતાનામાં બુદ્ધિ ઓછી છે અને મગજ ઓછું કામ કરે છે. એ બધા નોર્મલ બાળકોની જેમ રહી શકતી નથી. એને કપડાની ભાન પડતી નથી અને કેવી રીતે રમવું એ સમજાતું નથી. એ પોતાને બધા બાળકોને જેમ ગણે છે અને બધા બાળકોની જેમ રમવા જાય છે. બધા બાળકો એ નહીં મજાક બનાવે છે એ બી એને નથી સમજાતું. હે મારા ભગવાન . ...!!! મારી દીકરીને દયા કરજે. એને મોટી થતા થતા મગજ સ્થિર થઈ જાય એવું કરજે. """- આવું વિચારીને એ દિવ્યા સામે જોઈ રહ્યા અને આંખમાં ઝળઝળીયા આવી ગયા.

અચાનક દિયા ઊભી થઈ અને દોડીને ફરિયામાં શું શું કરવા બેસી ગઈ. ફરીથી એના મમ્મી એ બૂમ પાડી
" દીકરા હવે તું મોટી થઈ ગઈ છે. હવે ટોયલેટમાં શું શું જવાય ફળિયામાં શું સુ જાયે તો સારા ના લાગે. "

દિવ્યા પણ મમ્મીએ કીધું એ ભગવાનનો વચન સાંભળીને શું સુપર પોતાના બંને પગ મૂકી અને દૂરથી દૂરથી ટોયલેટમાં ગઈ. ટોયલેટ માંથી પાછી આવીને એ ઉભી રહી. મમ્મીની રાહ જોવા લાગી કે એ મને ધોઈ આપે. દિવ્યા ના મમ્મીએ એને સાફ કરી આપી હાથ પગ મોડું ધોયા અને કપડાં પણ બદલાવી આપ્યા. સાંજે બનાવેલી ખીચડી મા દીકરી એક રાધા અને એ પોતાની દીકરીને લઈને સુવા જતા હતા. દિવ્યાને બાજુમાં સુવાળી અને એ ઉપર નભમાં જોતા જોતા વિચારતા હતા.

" ભગવાન આ તારાઓ જેમ આકાશમાં શોભે છે. આ ચાંદો જેમ આકાશની શોભા વધારે છે. મારી જિંદગી માટે કોઈ શોભા કેમ ન રહેવા દીધી? મારા ઘરવાળાને ઉપર બોલાવી લીધા. મારા સાસુ સસરા ને ઉપર બોલાવી લીધા. એ પણ એ સમયે જ્યારે હું પ્રેગનેટ હતી. ભગવાન તારે એવું એક્સિડન્ટ કરવાની શું જરૂર હતી મારો સંસાર પાંચ છીનવી લીધો અને મારા પેટમાં રહેલા બાળકને મગજમાં ઈજા પણ કરાવી દીધી. મને એક જ આશા હતી કે મારું બાળક મારો સહારો બનશે. પણ આ ગોઝારા એકસીડન્ટ એ મારા પરિવારને છીનવી લીધો અને મારા બાળકને મગજમાં લાગ્યો હોવાથી એ મગજનો થોડો અસ્થિર જન્મ્યું. મારો શું વાંક હતો ભગવાન! ! હું મારી આ દીકરીને લઈને ક્યાં જાવ. કોઈ ડોક્ટર એની સારવાર કરી શકે એમ નથી. હવે તો જ મારો ભરોસો છે. "- વિચારતા વિચારતા આકાશ સામે એક હશે જોતા જોતા દિવ્યા અને એના મમ્મી ક્યારે સૂઈ જાય છે ખબર નથી પડતી. . .




****** ******* ******

સવાર પડે છે. દિવ્યા ના મમ્મી ઊઠીને સવાર ટાણું બધું પતાવી દે છે. ફળિયામાં બેઠા બેઠા એ માળા હાથમાં લે છે અને ભગવાનની માળા કરતા જાય છે. અચાનક દિવ્યા ઉઠી જાય છે અને દોડીને ફળિયામાં ટોયલેટ કરવા બેસી જાય છે.


"દીકરા તને કેટલી વાર કીધું ? હવે તું મોટી થઈ ગઈ છે. તારે ફળિયામાં ટોયલેટ ના બેસાય. મોટી દીકરીઓ ટોયલેટમાં જ ટોયલેટ કરે. "
દિવ્યા તાળી પાડતી પડતી અને જમ્પ કરતી કરતી ટોયલેટ વાળા શરીરે જ ટોયલેટમાં જતી રહી છે. - દિવ્યાની આ પરિસ્થિતિ જોઈને એની મમ્મી રડું રડું થઈ જાય છે.

અચાનક વાતાવરણ પડતો દેખાય છે...જોર જોરથી પવન આવવાનો ચાલુ થઈ જાય છે...દિવ્યા ના મમ્મી ને લાગે છે કે હવે વરસાદ પડવાની તૈયારી છે એવું વાતાવરણ થઈ ગયું છે. પરંતુ એવું કંઈ થયું નહીં પણ પવન સોસવાટા મારતો મારતો ચાલુ રહ્યો.


એકવાર ફરીથી દિવ્ય અને ટોયલેટ વાળી સાફ કરી અને એના મમ્મી એ નવડાવી દીધી. વાળમાં તેલ નાખી અને ચોટલો બનાવી દીધો. રાતના પડેલો રોટલો વઘાડી અને દિવ્યાને ખવડાવી દીધો. દિવ્યા પણ એકદમ આનંદમાં આવી ગઈ! !!

"મમ્મી, હવે મારે સ્કૂલે જવાનો ટાઈમ થયો ને હું હેતલ પાસે જાવ?? હું મારું દફતરને વોટર બોટલ લેતી જાવું??? "

" આટલો વહેલો ના જવાય. 12:30 ની સ્કૂલ છે હજુ અગિયાર જ થયા છે. "

"ના હું જઈશ મારે મારી બેનપણી પાસે જાવું છે"

દિવ્યા ના મમ્મી ને અચાનક યાદ આવી ગયું. ગઈકાલે દિવ્યા એ હેતલને ચડાવવાનું આ રોગ લગાડ્યો હતો એટલે હેતલ ખૂબ નારાજ થઈ ગઈ હતી. એમને એમને થયું કે જો આજે હું દિવ્યા ને એકલી મોકલીશ તો હેતલ એને સ્કૂલે નહીં લઈ જાય અને ઊલટાની એના પર બગડશે.

" સારુ બેટા થોડીવાર ખમી જા. હું તને હેતલ ના ઘરે મૂકી જઈશ. હું હેતલ ને કહીશ કે તારી સાથે ક્યારેય ના ઝગડે"

દિવ્યા ના મમ્મી આ બધું બોલતા હતા ત્યારે દિવ્યા ફળિયામાં લાકડી થી કુંડાળા બનાવતી હતી. કુંડાળામાંથી ધૂળ લઈને એ બંને હાથમાં ફેરવતી હતી. ડસ્ટર નું બેગ અને બોટલ એને ગળે લગાડેલા હતા. એનો એને એટલું બધું ભાન નહોતું. બધી વાતો કરતા એને પોતાની બહેનપણી હેતલ પાસે જાવાની ઉતાવળ હતી.


હેતલ અને દિવ્યા વચ્ચે આગળ શું થાય છે એ જાણવા. .... Stay connected