Prem Samaadhi - 72 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-72

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-72

પ્રકરણ-72

ભાઉ સૌપ્રથમ આગળ આવી બોલ્યાં "ભાઇ અત્યારે ? આવો આવો તમારીજ શીપ પર તમને આવકારું છું.”. વિજયે ભાઉને કહ્યું "બસ આવવાનો મૂડ થઇ ગયો... ઘણાં વખતથી શીપ અને દરિયાદેવથી દૂર હતો થયું લાવ શીપ પર જઇ આવું.”. પછી દોલત તરફ કપરી નજર કરીને કહ્યું.. “કેમ દોલત કેવું રહ્યું ?” દોલત થોડો નશામાં હતો છતાં વિજય સામે બરોબર ભાનમાં હતો એણે કહ્યું "હાં સર.. સારુ થયુ તમે આવો… તમારાં પગલાં પડે અને શીપ જોમવંતી થઇ જાય બધામાં એક નવી ઊર્જા અને ઉત્સાહ આવી જાય...”.
વિજયે આગળ આવી ભાઉ અને દોલત બેઠાં હતાં ત્યાં પરથી પર આશન જમાવ્યું અને ભાઉને સામે બેસવા માટે ઇશારો કર્યો.. ભાઉ બેઠાં.. દોલત ઉભો ઉભો બધું જોયાં કરતો હતો એને મનમાં નવાઇ હતી કે બોસ અચાનક અહીં ? શું વાત છે ? એમને કોઇ બાતમી મળી ? કોઇ ગંધ આવી ?
ત્યાં ખારવો આવી વિજય માટે ગ્લાસ અને બીજી ડીશમાં ચકનું લઇ આવ્યો સલામ મારીને ગયો. વિજયે ભાઉ સામે જોયું અને બોલ્યાં “ભાઉ જીવનમાં હું નાનો હતો ત્યારથી શીપ પર કામ કરતો એક ટંડેલનો છોકરો મોટો થયો ના થયો દરિયામાં ખેપ કરવા જતો રહે એ દરિયો ખૂંદીના વળે ત્યાં સુધી ચેન ના પડે.”
“ભાઉ સાચું કહું આવી નિરવ શાંત રાત્રી ક્યારેય જોઇ નથી હું બંગલે હતો મારી છોકરી આવી છે એની સાથે બેઠો વાતો કરતો હતો એ લોકો એમની વાતો કરે ત્યાં સુધી મને થયુ લાવને શીપ પર જઇ આવું રાત પડી છે દરિયાદેવ સાથે રાત વિતાવવી લ્હાવો છે. “
ભાઉ મનમાં ને મનમાં સમજી ગયાં કે વાત કંઇક જરૂર છે અને ગંભીર છે બોસ આમ અચાનક ના આવે મારાં પર ફોન આવેલાં.. એજ ફોન એમનાં પર ગયેલો ? શું એમને જાણ થઇ ગઇ છે ? દોલત ક્યાં ગયો હતો આજે એમને ખબર છે ? એ મનમાં ને મનમાં વિચારી રહેલાં....
વિજય આગળ બોલે તે પહેલાં રેખા ઝડપથી આવી રહી હતી વિજય તરફ હસતી હસતી આગળ વધી રહી હતી અને વિજયની એનાં પર નજર પડી અને વિજયે કહ્યું “દોલત તું અને રેખા બંન્ને હમણાં મારી કેબીનમાં જાવ હું પછી વાત કરીશ. આજે આવી રળીયામણી રાત્રે અહીં ભાઉ સાથે પીવા આવ્યો છું.... મારી મજા ના બગડે એનું ધ્યાન રાખ..” રેખાએ બધુ સાંભળ્યુ એનાં પગ આગળ વધતાં અટકી ગયાં જ્યાં હતી ત્યાંજ વિજયનાં શબ્દો સાંભળી થીજી ગઈ દોલતને પણ કંઇ સમજાયું નહીં એણે વગર વિચારે વિજયનાં આદેશને માથે ચઢાવી રેખાને પોતાની સાથે આવવા ઇશારો કર્યો અને બંન્ને જણાં ત્યાંથી વિજયની કેબીન તરફ ગયાં..
વિજય એ લોકોનાં ગયાં પછી ભાઉ તરફ નજર કરી પોતાનો પેગ પોતેજ બનાવ્યો. ભાઉને કહ્યું "તમારાં પર ફોન આવ્યો એ પહેલાં મારાં પર આવી ગયો હતો. રાજુ રૂબરૂ બંગલે આવ્યો હતો વાતની ગંભીરતા પારખીને.. રાજુ અહીં શીપ પરજ છે. એની સાથે સાધુનાથનો ખાસ માણસ મનીયો છે જેણે આપણી કંપની જોઇન્ટ કરી છે. દોલત વિશે થોડીઘણી માહિતી મળી છે... મુંબઇથી પણ સાચી માહિતી મારી પાસે આવી ગઇ છે. દોલતને તમારે જોવો પડશે... રાજુએ તો બીજી પણ ખાસ વાત કરી છે... પણ મારાં ગળે નથી ઉતરી.”
ભાઉએ કહ્યું "બોસ આમાં ગોળ ગોળ વાત કે વિચાર નહીં ચાલે.. તોફાન આવે પહેલાં પાળ તૈયારી કરવી પડશે મને તો બંગલે આવ્યો ત્યારેજ ફોન આવી ગયેલો માહિતી મળી ગઇ હતી પણ જ્યાં સુધી પાકું ના થાય ત્યાં સુધી તમને કેમ કહેવું ? હું આજે રાહ જોઇ રહેલો. હવે આગળ શું કરવાનું છે ? કે હું મારી રીતે વ્યૂહરચના ગોઠવીને પતાવી દઊ ?”
વિજયે કહ્યું “ભાઉ તમે વરસોથી મારી સાથે છે. મને સતત સાથ આપ્યો છે તમે મારાં ખાસ વિશ્વાસુ છો એ બધાંજ જાણે છે. શંકરનાથનો કેસ એટલેજ મેં તમને સોંપ્યો છે બીજું હમણાં જેમ છે એમ ચાલવાદો બધાને એવુંજ જતાવો કે આપણને કંઇ ખબર નથી એમની ચાલ ચાલવા દો તો છેક અંતે આનો ષડયંત્રી કોણ છે એ પાકી ખબર પડશે.”
ભાઉએ કહ્યું “આનો ષડયંત્રી કોણ છે મને ખબરજ છે એ જૂનો પોસ્ટ ઓફીસ વાળો મધુજ છે એનાંજ બધાં કારસ્તાન છે એણે એક શીપ શું ખરીદી... એ જાણે..”. ભાઉને રોકીને વિજયે કહ્યું.. “ભાઉ તમારી ભૂલ થાય છે.”
“મારી પાસે બધીજ માહિતી છે એ શીપ પેલાં સાધુ મારીયાની છે અને પૈસાનાં જોરે એણે પચાવી પાડી છે સાધુના ખારવા સાથે ભાગીદારી કરી માલિક બની બેઠો છે ડ્રગ્સના ધંધામાં વધારે પડતું સાહસ કરી અચાનક પૈસાવાળો થઇ ગયો છે એ મારી પાછળ છે એં કહું એનાં કરતાં એ શંકરનાથ અને એનાં છોકરાં પાછળ છે એંવું હું માનતો હતો.”
પણ... છેલ્લાં જે સમાચાર અને ખાનગી બાતમી મળી છે પ્રમાણે એણે મારાં સામ્રાજ્યમાં હાથ મારવો ચાલુ કર્યો છે આપણાંજ માણસોને ફોડવાનાં પ્રયત્ન શરૂ કર્યા છે એનાં પુરાવાં પણ મળી ગયાં છે. રાજુનાયકા પાસે પુરાવા પણ છે હમણાં થોડો વખત શાંત રહેવાનું છે એજ હવે વ્યૂહરચના છે સામેવાળાને હિંમત કરવા દેવા માટે મોકળું મેદાન આપવાનું છે ભલે રમે.. પછી ક્લીન બોલ્ડ કરીશું.”
ભાઉએ કહ્યું “સમજી ગયો.. તમારી પાસે.... તારી પાસે અનુભવ કુશાગ્ર બુધ્ધિ હિંમત અને શત્રુઓને મારા આહત કરવા માટે બધુજ છે એટલેજ તું દરિયા દેવનો માનીતો અને વહાણવટાનો સમ્રાટ છે... હું તારાં સાથમાંજ છું.”
વિજયે કહ્યું “ભાઉ તમારે મને તુંકારે જ બોલાવવાનો તમારાં તુંકારામાં એક અંગત ભાવ છે લાગણી છે મને થાય છે મારું ખાસ અંગત કોઇ છે મારાથી ઊંમરમાં અને અનુભવમાં પણ મોટાં છો. મારાં ખાસ છો”.
ભાઉ સંવેદનાથી ભીનાં થયાં આંખોમાં જળ આવ્યા વિજયનાં બસ હાથ પકડ્યો અને મૌન થઇ ગયાં મૌનમાં ઘણું બધું કહી ગયાં.
**************
કાવ્યાએ કલરવને કહ્યું “પાપા આમ અચાનકજ સુમનને લઇને શીપ પર ગયાં હમણાં આવું છું કહીને એ હમણાં આવવાનાંજ નથી. મને ખબર છે આ માં ને પણ એવું કહીને જતાં હમણાં આવું છું પછી....”
કલરવે કહ્યું “કાવ્યા આમ ચિંતા કરી ઓછું ના લાવ પેલાં રાજુભાઇ આવ્યાં કંઇક કીધુ પછી વિજયકાકા તરત જવા નીકળ્યાં સાથે સુમનને લીધો... મારી તરફ જોયું પણ નહીં...”
કાવ્યાએ કલરવની સામે જોયું એને વળગી ગઇ પછી.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-73