Nitu - 14 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 14

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નિતુ - પ્રકરણ 14

.
નિતુ : ૧૪ (પરિવાર)

નિતુએ ઘરમાં સૌને કૃતિની હા કહી સંભળાવી અને સૌ આનંદિત થઈ ગયા. સમાચાર સાંભળી શારદા તો આનંદિત થઈ ગઈ અને ધીરુકાકાએ ફરી પાકું કરવા કૃતિને સાદ કર્યો. તે બહાર આવી અને કાકાએ પુછ્યું, "બેટા, આ નિતુ જે કે' છે ઈ હાચુ છે?"

તે કશું કહ્યા વિના શરમાઈને પાછી તેની રૂમમાં અંદર જતી રહી. ધીરુકાકા સમજી ગયા. તેણે બાબુને ફોન કરી સમાચાર આપ્યા અને તેણે જીતુભાઈને. દરેક તરફ ખુશીઓનું વાતાવરણ છવાઈ ગયું. ધીરુકાકા પોતાની સુવાની વ્યવસ્થા કરતાં હોલના એક તરફ ચાલ્યા ગયા અને નિતુ ઉપર તેની રુમ તરફ. પણ શારદાએ જોયું કે અત્યાર સુધી નિતુ જેટલી ખુશ હતી તેવી અત્યારે નથી દેખાતી. તેના રૂમમાં પહોંચતાની સાથે જ શારદા તેની પાછળ આવી. તેણે પોતાના પલંગ પર બેસીને કૈંક જાતના વિચાર આદર્યા. કોઈને તેનો અહેસાસ ના થયો પણ એક મા કશું ના જોઈ શકે, તેવું ના બને. તેણે તેના રૂમના બારણાં પાસે ઉભા રહીને જોયું કે તેના મનમાં કંઈક ચાલી રહ્યું છે. તે તેની પાસે ગઈ અને પલંગ પર તેની બાજુમાં બેસી ગઈ.

તેને જોતા તે બોલી, "અરે મમ્મી તું! શું થયું? કંઈ જોઈએ છે?"

"ઈ જ તો તને હું પૂછવા આવી છું."

"એટલે?"

શારદા તેના હાથ પર પોતાનો હાથ મુકતા બોલી, "તું હંધાયથી ભલે આઘી રે' પણ તારી મા તને જોઈને જ હમજી ગઈ છે. હુ થયુ છે કે મને?"

"કૈં નહિ મમ્મી. કેમ તને એવું લાગે છે? મને શું થવાનું?"

"જાણું છું, તું એમ કોઈને નહિ કે' અને જાતે જ બધું સહન કરી એકલી એકલી લડતી રઈશ. પૈસાની ચિન્તયા છેને?"

"મમ્મી!"

"હમ, તો એમ વાત છે."

તે પોતાની વ્યથા મા સામે ઠાલવતા બોલી, " સાચું કહું તો મમ્મી હું એ જ વિચારતી હતી. કૃતિની એન્ગેજમેન્ટ થશે તો તેના માટે પૈસાનું હું શું કરીશ? એકવાર માટે તો એમ થાય કે ચાલો એન્ગેજમેન્ટ તો આમ-તેમ કરીને કરી લઈશ પણ લગ્નનું શું? એના માટે આટલા બધા પૈસાની વ્યવસ્થા હું કઈ રીતે કરીશ?"

"તું ચિન્તયા નઈ કર. એનુંય થઈ જાહે." તેણે પોતાની પાસે રહેલ પર્સમાંથી બેચરભાઈએ આપેલા પૈસા કાઢ્યા અને નિતુને આપ્યા.

"આ શું મમ્મી?"

"બેટા, આ અમી આંય આવવા નીકળેલાને, તે દી' બેસરકાકાએ આપેલા. કીધું, કે નિતુ મારીય દીકરી છે અને આશીર્વાદ પેઠે એણે આ હજાર રૂપિયા આપેલા. લે બેટા, હાંચવીને રાખજે."

"સારું મમ્મી."

તે તેના માથામાં હાથ ફેરવતા કહેતી ગઈ, "ટાણા હર હુઈ જાજે."

ઘરમાં પ્રસંગ આવવાનો હતો અને નિતુ પાસે સમય ઘણો ઓછો હતો. જેટલી જલ્દી તે વ્યવસ્થા કરી શકે તેટલી જલ્દી કરવાની હતી. કહેવા માટે તો ઘણા લોકો તેની સાથે હતા. પરંતુ અંતે તો તે એકલી જ હતી. શું કરવું અને શું ન કરવું તેની તમામ જવાબદારી નિતુને શિરે હતી. બીજા દિવસે ઓફિસમાં બેસીને તે વિચાર કરતી હતી કે વિદ્યાને વાત કરે કે ના કરે અને જો કરે તો કઈ રીતે કરે? તે વિદ્યાના આવવાની રાહે હતી. બે દિવસ માટે બહાર ગયેલી વિદ્યા આજે આવવાની હતી. સૌ પોતાનું કામ કરતા હતા અને વિદ્યા તેના સમયે ઓફિસમાં આવી ગઈ. દરવાજેથી અંદર પ્રવેશતા જ સૌ તેને "ગુડ મોર્નિંગ" વિશ કરવા લાગ્યા હતા. પરંતુ રોજે વળતો જવાબ આપતી વિદ્યા આજે કોઈની સામે કશું નહોતી બોલતી. જે ડિપાર્ટમેન્ટમાં નિતુ કામ કરતી ત્યાંથી જ વિદ્યાની કેબિનમાં જવાનો રસ્તો હતો. તે નિતુના ડેસ્ક પર પહોંચે તે પહેલા એક પિયૂન ટ્રેમાં કોફી લઈને નીકળતો હતો અને વિદ્યાને જોઈ ત્યાં ઉભો રહ્યો, "મેડમ કોફી?"

મનમાં અપાર રોષ ભરેલી તે આવેલી અને સૌથી પહેલા તે પિયૂન હાથ લાગ્યો. તેની સામે આંખો મોટી કરીને તે કહેવા લાગી, "તને સમજાતું નથી? હું હજુ સરખી રીતે પહોંચી પણ નથી અને કોફી સામે ધરી દીધી. કોઈ સેન્સ છે કે નહિ? આવેલા માણસને બે મિનિટ શાંતિથી બેસવા તો દે, પછી કંઈક બોલ. હા, આ બધા સાથે જે રીતનું વર્તન તું કરે છે એની મને જાણ છે. એવું વર્તન મારી સાથે કરવાની કોઈ જરૂર નથી સમજ્યો? ચાલ જા અને તારું કામ કર." તે બધાની સામે ઘુરી ઘૂરીને જોવા લાગી અને બધાને કહ્યું, "શું સામે જુઓ છો? ચાલો કામ પર લાગો. આમ સવાર સવારમાં મારુ મોઢું જોઈને શું ઉભા છો?"

તેની પાછળ મિસ્ટર શાહ પણ આવેલા. તેના અંદર ગયા પછી ભાર્ગવે શાહને પૂછ્યું, "શું થયું સર? આ મેડમ સવાર સવારમાં કેમ આટલા રોષે ભરાયેલા છે?"

તે જવાબ આપતા બોલ્યો, "મેડમ જે ડીલ કરવા ગયેલા એ નિષ્ફ્ળ ગઈ છે. તેણે બહુ પ્રયત્ન કર્યા પણ કોઈ ફાયદો ના થયો. આ બધો ગુસ્સો એનો છે. તમે બધા લોકો થોડો સમય એની સાથે શાંતિથી વર્તો એવી સલાહ આપું છું. નહિતર પરિણામ તો આપે જોઈ લીધું જ છે."

શાહની આ સલાહે નિતુના મનમાં વધતી મૂંઝવણમાં વધારો કર્યો. એક બાજુ તેની ચિંતા જલ્દીથી સગાઈની તૈય્યારીઓ કરવામાં હતી તો બીજી બાજુ અત્યાર સુધી જે વફાદારીથી કામ કર્યું છે, તેના બદલામાં વિદ્યા પાસેથી થોડી મદદની આશ હતી. દરરોજ જે પ્રકારે તેનું વર્તન હોય છે એના કરતાંય આજે તેની આંખો વધારે લાલ હતી. આવી સ્થિતિમાં તેની સામે જઈને કઈ રીતે વાત કરવી? આ તેના મનમાં મૂંઝવણ ઉભી થઈ. તેણે અનુરાધા સાથે સવારે આવતા વિદ્યા પાસેથી મદદ માંગવાની વાત કહેલી અને તે જાણતી હતી. એટલે તેણે તુરંત નિતુ સામે જોયું અને તેના ઉદાસ ચેહરાને જોઈને તે સમજી ગઈ કે તેની વાત કરવાનો કોઈ ફાયદો થવાનો નથી અને તે એ જ વિચારે છે. લંચના સમયમાં સાથે લંચ લેતા લેતા તેણે નિતુને સલાહ આપી:

"જો નિતુ તને સાચું કહું તો તારી વાત યોગ્ય છે. કારણ કે મેડમ સિવાય તને કોઈ બીજું આવી મદદ નહિ કરી શકે. પણ સવારે મેનેજર શાહે જે પ્રકારે વાત કરી એ તે સાંભળીને? મેડમ ખુબ ગુસ્સામાં હતા અને તું ત્યાં જઈને વાત કરીશ તો... ખબર નહિ શુંનું શું થઈ જાય."

ભાર્ગવે કહ્યું, "મારી સલાહ માને તો હું તો કહું છું કે તું તેની પાસે તારી વાત લઈને જવાનું જ માંડીવાળ. બાકી જેવી તારી મરજી!"

એટલામાં ત્યાં કામ કરતા એક માણસને તેણે પૂછ્યું, "અરે ચમન, મેડમે જમી લીધું છે?"

તે બોલ્યો, "ના. આજે તો સવારના મેડમ કેબિનમાં ગયા પછી બહાર જ નથી આવ્યા. જમવા માટે પણ નથી કહ્યું."

તેનો આ જવાબ સાંભળી તેણે પોતાનું લંચ બોક્સ પેક કર્યું અને ઉભી થઈ ગઈ. અનુરાધાએ પૂછ્યું, "અરે ક્યાં જાય છે?"

"મેડમ પાસે" કહી તે ચાલતી થઈ.

તેના ગયા પછી પાછળથી ભાર્ગવ બોલ્યો; "મેં તો ના જ પાડી અને બૌ સમજાવી. પણ આજે નક્કી સામે ચાલીને પોતાનું નામ ડુબાડશે." અનુરાધા તેના તરફ આશ્વર્ય સાથે જોવા લાગી.

વિદ્યા પોતાની કેબિનમાં બેઠી હતી. તેના એક હાથમાં કાગળ હતા અને તે વાંચતા વાંચતા તે બીજા હાથ વડે ટેબલ પર પડેલ પૃથ્વીના ગોળાને ફેરવતી પોતાની જાત સાથે જ જાણે વિચાર- વિમર્શ કરી રહી હતી. પોતાનામાં તલ્લીન બનેલી. શાહના કહ્યા પછી અત્યાર સુધીમાં કોઈની પણ હિમ્મત નહોતી થઈ કે તે વિદ્યા પાસે જાય. શાહની પોતાની પણ નહિ. સૌ લોકો લંચ પતાવી પોતાના કામે વળગી ગયેલા અને એવા સમયે નિતુ તેના કેબીનના દરવાજે ઉભી રહી અને દરવાજો ખખડાવી બોલી, "મે આઈ કમ ઈન મેમ?"

આજે સવારથી તે સૌની સાથે તોછડાઈથી વાત કરતી હતી. આ દ્રશ્ય ફરી આખી ઓફિસે જોયું અને બધા મનોમન વિચારતા હતા કે આજે ફરી નિતુ મેડમનો શિકાર બનશે અને આ વખતે તો સામે ચાલીને. નિતુ એટલી મૂર્ખ નહોતી કે સામે ચાલીને તેની પાસે જાય. પણ તેને ખબર હતી કે વિદ્યા પોતાની આપેલી ઓફર પર અડગ છે અને વિદ્યા પણ જાણતી હતી કે તેને જ્યારે નોકરી પર રાખવામાં આવી અને એ માટે જે શરતો રાખવામાં આવેલી, તેને નિતુ ક્યારેય નહિ તોડે. બસ આજ વાતથી બંને એકબીજાનો ફાયદો લેવાની કોશિશ કરતી હતી. એટલે જ નિતુ વિદ્યા દ્વારા કરવામાં આવેલ ગુસ્સા ભરેલી વાતોને પીય જતી હતી.

"આવો, તમારી જ રાહ હતી!" કહેતા તેણે હાથમાં રહેલા કાગળને નીચે મુક્યા, નિતુને અંદર બોલાવી અને કહ્યું, "આજે પાછું શું લઈને આવ્યા છો?"

"તમારી સાથે એક નાનકડી વાત કરવી હતી."

"દરવાજો બંધ કર અને અંદર આવીને બોલ, શું કહેવા આવી છે?."

તે અંદર ગઈ અને કહ્યું, "મેડમ મારે હાલ થોડી જરૂર છે તો..." તે પોતાની વાત પુરી કરે તે પહેલા વિદ્યા બોલી, "જાણ છે મને. આઈ નૉ. તારા ઘરમાં પ્રસંગ આવે છે એની મને જાણ છે અને તું અત્યારે મારી પાસે શું કામ આવી છે એની પણ મને ખબર છે. પણ એક વાત સારી રીતે યાદ કરી લેજે, કે આ ઓફિસ છે અહીં જે રીતે કામ થશે એ પ્રમાણે વેતન મળશે. હું કોઈના પર ઉપકાર કરવા નથી બેઠી."

"તમે એ મારી સેલેરીમાંથી થોડા થોડા કરીને લઈ લેજો. પણ અત્યારે..."

"નિતુ... નિતુ... નિતુ! હું શું કહું તને? મને હતું જ કે તારી પાસે કોઈ જવાબ તૈય્યાર હશે ખરો! ચાલ એ બધું જવા દે. મારી પાસે એક એવો રસ્તો છે કે જેનાથી તારે તારી સેલેરી પણ નહિ કપાવવી પડે અને તારા આવનારા પ્રસંગ માટે પૈસા પણ મળી રહેશે. બસ તું ખાલી મારી આપેલી ઓફર લઈ લે."

"એ વાત શક્ય હોત તો હું જરૂર કરેત. પણ હું પૈસા માટે થઈને આપની આપેલી ઓફરનો સ્વીકાર નહિ કરી શકું."

"હજુ ચાન્સ છે. વિચાર કરી લે જે. તારો આવનારો પ્રસંગ યાદગાર બની જશે. બાકી એવું ના બને કે તારી જિદ્દના લીધે તારી બહેન સાથે કોઈ જાતનો અન્યાય થાય."

તે સમજી ગઈ કે વિદ્યા પાસેથી મદદ લેવી મુશ્કેલ છે. મળે એમ તો છે જ, અશક્ય નથી. પણ વિદ્યાએ એવી તો શર્ત રાખી દીધી કે તેને વારંવાર વિચાર કરવો પડતો હતો. તે ત્યાંથી કશું કહ્યા વગર જ જતી રહી અને વિદ્યા તેને જતા જોઈને તેની સામે હસવા લાગી. નિતુને આ ગમ્યું તો નહિ પણ એનાથી કશું થાય એમ પણ નહોતું.