College campus - 106 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 106

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 106

"હું એના ખોળામાં જઈને બેસીસ ને તો પછી એ તારાથી નહીં જીરવાય? તારા મનમાં એના માટેનો પ્રેમ અને લાગણી ચોખ્ખા દેખાઈ આવે છે એટલે હવે આ નાટક બંધ કર અને એની સાથે વાત કરીને આ ચેપ્ટર ક્લોઝ કર."
પ્રાપ્તિ કવિશાના મનને વાંચી રહી હતી અને તેને સમજાવી રહી હતી.
"નથી વાત કરવી મારે એની સાથે" કવિશા જીદ લઈને બેઠી હતી.
બંનેએ ચૂપચાપ કોફી પીધી અને રીશેષ પૂરી થઈ એટલે ફરીથી પાછા પોતાના ક્લાસરૂમમાં ચાલ્યા ગયા.
આજનો દિવસ પૂરો થયો કવિશા પોતાનું એક્ટિવા લઇને પોતાના ઘરે જવા માટે નીકળી રસ્તામાં દેવાંશ તેની રાહ જોતો ઉભો જ હતો તેણે પોતાનું બુલેટ કવિશાના એક્ટિવા આગળ ઉભું કરી દીધું. કવિશાને રોકાયા વગર છૂટકો નહોતો...
કવિશા હજુ પણ ગુસ્સામાં જ હતી. તેનો મૂડ આજે સાવ બગડી ગયો હતો અથવા તો કદાચ તે બદલાઈ ગયેલા દેવાંશને સ્વિકારી શકતી નહોતી તે અંદરથી હચમચી ગઈ હતી કે સારા ઘરનો હોનહાર છોકરો આ રીતે એકાએક કઈરીતે બદલાઈ જાય?
તેણે પોતાનું એક્ટિવા રોકી લીધું અને દેવાંશની સામે જોયું.
દેવાંશ હિરો સ્ટાઈલમાં પોતાના બુલેટને રોડની વચ્ચોવચ ઉભું રાખીને તેની ઉપર બેસી ગયો હતો અને બુલેટની ચાવી પોતાની ટેવ પ્રમાણે પોતાના હાથમાં ગોળ ગોળ ઘુમાવી રહ્યો હતો.
કવિશાએ એક્ટિવા રોક્યું એટલે તે પોતાના બુલેટ ઉપરથી નીચે ઉતરીને તેની નજીક ગયો અને બોલ્યો કે, "મેડમ આજે તમારે મારી વાત સાંભળવી જ પડશે એમનેમ હું તમને આગળ નહીં જવા દઉં."
કવિશા હવે દેવાંશથી છૂટવા માંગતી હોય તેમ બોલી, "ઓકે, બોલ ચાલ શું કહેતો હતો?"
"એમ નહીં મેડમ તમારે પહેલા એક્ટિવા ઉપરથી નીચે ઉતરવું પડશે અને શાંતિથી મારી વાત સાંભળવી પડશે."
કવિશાએ એક્ટિવા સાઈડમાં પાર્ક કર્યું અને તે દેવાંશની નજીક આવી.
"કવિ, સામે પેલી રેસ્ટોરન્ટ દેખાય છે ત્યાં જઈને આપણે શાંતિથી બેસીને વાત કરીએ." દેવાંશે કવિશાને કહ્યું.
પણ આ મેડમને તો જાણે દેવાંશની વાતમાં કોઈ રસ જ ન હોય તેમ તે બોલી, "જે કહેવું હોય તે અહીંયા જ કહી દે હું તારી સાથે ક્યાંય આવવાની નથી."
"ના, આજે તારે આવવું જ પડશે નહીં તો હું તને ખેંચીને લઈ જઈશ."
દેવાંશના હઠાગ્રહ ભર્યા શબ્દો કવિશાના કાનમાં જાણે પડઘાઈ રહ્યા હતા તે ન છૂટકે તૈયાર થઈ અને દેવાંશની પાછળ પાછળ રેસ્ટોરન્ટમાં દાખલ થઈ.
દેવાંશે ખૂણામાં રહેલું એક સુંદર નાનકડું ટેબલ બેસવા માટે પસંદ કર્યું. બંને સામસામે તેની ઉપર ગોઠવાઈ ગયા.
દેવાંશે બોલવાની શરૂઆત કરી, "શું થયું છે તને? તું કેમ મારી સાથે આવું વર્તન કરે છે?"
"જે પ્રશ્ન મારે તને પૂછવાનો હતો તે પ્રશ્ન તું મને પૂછી રહ્યો છે? એની વે બોલ શું કામ છે મારું ફટાફટ બોલ મારે ઘરે જવાનું લેઈટ થાય છે."
"તને મારાથી ખોટું લાગ્યું હોય તો સોરી યાર બસ...અને દેવાંશે પોતાના બંને હાથ વડે પોતાના કાનની બૂટ પકડી લીધી અને કવિશાની માફી માંગવા લાગ્યો.
હવે કવિશા થોડી ઢીલી પડી અને તેણે દેવાંશની સામે જોયું, "તું બહુ બગડી ગયો છે. તું પહેલાનો દેવાંશ નથી રહ્યો‌‌.. હું જે દેવાંશને ઓળખતી હતી તે કંઈક અલગ જ વ્યક્તિત્વ ધરાવતો હતો અને તું સ્મોકિંગ અને ડ્રીંક અને સાવ લોફર લફંગા જેવા ફ્રેન્ડ્સને રવાડે ચઢી ગયો છે. હું તારી સાથે ઉભી રહું તો મને પણ બધા તારા જેવી જ સમજવા લાગે.. કોણ છે આ તારા ફ્રેન્ડ્સ જેમને તું પીધેલી હાલતમાં કોલેજમાં લઈને આવે છે? કઈરીતે તારે દોસ્તી થઈ એમની સાથે?" ઑહ નો મારી તો કંઈ સમજમાં જ નથી આવતું..?"
બંનેની વચ્ચે આ ઘર્ષણભરી વાતો ચાલી રહી હતી અને વેઈટર આવીને ઉભો રહ્યો. કવિશા કંઈપણ લેવા માટે ઈન્કાર કરી રહી હતી પરંતુ દેવાંશે તેના માટે અને પોતાના માટે કોલ્ડ કોફી મંગાવી.
"હું મેચ જોવા માટે ગયો હતો ત્યાં નિકેત સાથે મારી મુલાકાત થઈ હતી અને પછી દોસ્તી થઈ ત્યાં અમારી બંનેની વચ્ચે મેચની શર્ત લાગી અને એ શર્ત હું જીતી ગયો બસ પછી તો બંદાને મજા પડી ગઈ હતી કારણ કે એક પછી એક શરતો હું જીતવા લાગ્યો હતો અને આની ખુશીમાં નિકેતે મારી પાસે પાર્ટી માંગી હતી મેં આપી પણ ખરી અને એ પાર્ટીમાં નિકેતની સાથે તેના બીજા પણ ત્રણ ચાર ફ્રેન્ડ્સ આવ્યા હતા એ રાત્રે અમે પબમાં ગયા હતા અને અમે ખૂબ પીધો હતો. મેં પહેલી જ વખત ડ્રીંક કર્યું હતું પણ મને ખૂબ મજા પડી ગઈ હતી બસ પછી તો હું મોટા પાયે મેચનો સટ્ટો કરવા લાગ્યો હતો અને આ ડ્રીંક કરવાનું અને સ્મોકિંગ અને ચિલમ પીવાનું અમારું રોજના સિલસિલા જેવું થઈ ગયું હતું. મને ખુદને ખબર ન પડી અને આ રસ્તે હું ઘણે દૂર સુધી નીકળી ગયો...અને દેવાંશે એક ઉંડો નિસાસો નાંખ્યો.
આ તો બે ત્રણ દિવસ પહેલાં જ્યારે તે મારી સાથે વાત ન કરી અને મને નિગ્લેક્ટ કર્યો મારું ઈન્સલ્ટ કર્યું..ત્યારે મને ખૂબજ ખરાબ લાગ્યું અને ત્યારે હું ભાનમાં આવ્યો મને ખબર જ નહોતી કે હું ખોટી દિશામાં જઈ રહ્યો હતો એ દિવસે રાત્રે મને આખી રાત ઉંઘ ન આવી અને તારા બોલેલા શબ્દો સતત મારા કાનમાં પડઘાતા રહ્યા અને મેં નક્કી કર્યું કે હું તારી સાથે વાત કરીને જ રહીશ અને તને મારી એક બેસ્ટ ફ્રેન્ડને પાછી મેળવીને જ રહીશ. સૉરી યાર હું તારો ગુનેગાર છું મને માફ કરી દે પણ મારી સાથે આ રીતે બીહેવ ન કરીશ અને આ મારી ફ્રેન્ડશીપને ન ઠુકરાવીશ."
"ઑહ નો આટલું બધું થઈ ગયું બાપ રે બાપ અને તો પછી તારા મોમ અને ડેડ? તે ક્યાં છે? તેમને આ વાતની કંઈ ખબર નથી?"
"ના, મોમ અને ડેડ યુ એસ ગયેલા છે હજુ વન મન્થ પછી આવવાના છે. મારા મામા ત્યાં રહે છે તેઓ તેમના ઘરે જ રોકાયા છે હમણાં અહીંયા હું એકલો જ છું."
"અચ્છા તો એવું છે..એમ ને?"
"મારાથી આ બધું એકદમ તો નહીં છૂટે પણ હું તને પ્રોમીસ આપું છું કે હું આ બધું જ છોડી દઈશ અને પહેલાંના જેવો સીધો સાદો દેવાંશ બની જઈશ."
"સીધો સાદો તો નહીં, થોડો નટખટ પણ ડાહ્યો નટખટ.." અને બંને હસી પડ્યા.

એટલામાં બંનેની કોફી આવી ગઈ એટલે બંને સારા મિત્રોની જેમ કોફીની લિજ્જત માણતાં માણતાં એકબીજાના હાથમાં તાળીઓ આપતાં આપતાં કોલેજની અલકમલકની વાતો કરવા લાગ્યા.

આજે જાણે અરસા પછી દેવાંશને આ દુન્યવી ભીડમાં કોઈ પોતાનું નજીકનું સાથી મળ્યું હોય તેવું લાગ્યું હવે તેના જીવમાં જીવ આવ્યો હતો. તે આજે ખૂબજ ખુશ હતો.
બંનેની કોલ્ડ કોફી પૂરી થઈ ગઈ પરંતુ વાતો હજી પૂરી નહોતી થઈ દેવાંશ આજે કવિશાને છોડવા જ માંગતો નહોતો અને કવિશા પોતાના કાંડે બાંધેલી વૉચ સામે જોયા કરતી હતી.
"ઓકે ચાલ બાય હું નીકળું, બહુ લેઈટ થઈ ગયું છે, મોમ મારી રાહ જોતી હશે." કવિશા એકદમથી ઉભી થઈ ગઈ અને દેવાંશને કહેવા લાગી.
"મારા ઘરે તો મારી રાહ જૂએ તેવું કોઈ છે જ નહીં. બેસ ને થોડીક વાર.."
"ના ના, વરસાદ પડે તેવું લાગે છે અને ઘરે જો મોડી પહોંચું તો આવી બને મારું, મોમને શું જવાબ આપવો તે મુશ્કેલ થઈ જાય?"
"કહી દેવાનું કે એક જૂની બેસ્ટ ફ્રેન્ડ મળી ગઈ હતી એટલે લેઈટ થઈ ગયું."
"એ કહેવા માટે ચાલ તું મારી સાથે..
"હું તો આવી જઈશ આમેય તે મોમના હાથનું જમવાનું બહુ સમયથી જમ્યો નથી તો આજે તારા ઘરે જમવા મળી જશે."
"ના હોં અત્યારે નહીં પછી કોઈ વાર.."
"નહીં આવું બાબા, બેસ તો ખરી.."
"ના હવે નહીં મારે ભાગવું પડશે.." કવિશા ઉભી થઈ ગઈ હતી અને જવાની તૈયારી કરી રહી હતી.
દેવાંશે કવિશાનો હાથ પકડી લીધો અને તે બોલ્યો કે, "કવિ, તું મને સાથ આપજે..આ બધું મારાથી જલ્દી નહીં છૂટે પણ હું બધું જ છોડી દેવા માંગું છું. મોમ અને ડેડ પાછા ઈન્ડિયા આવે તે પહેલાં.."
"ડોન્ટ વરી આઈ એમ વીથ યુ.. હવે હું જાઉં?"
"હા ચાલ હું પણ આવું જ છું." અને તેણે ફટાફટ બિલ ચૂકવ્યું અને કવિશાનો હાથ પકડી લીધો જાણે કવિશા તેની પોતાની હોય તેમ.. અને બંને દોસ્તો રેસ્ટોરન્ટની બહાર નીકળ્યાં.
દેવાંશ કવિશાને ચાહવા લાગ્યો છે કે શું?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે??
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
12/5/24