Ek Punjabi Chhokri - 15 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 15

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

એક પંજાબી છોકરી - 15




રાજાએ રાંઝાને ચોર સમજી પકડી લીધો.રાંઝા એ રાજાને બધી સત્ય હકીકત કહી અને તેને પ્રેમની પરીક્ષા આપવા માટે આગ પર હાથ રાખી દીધો.આ જોઈ રાજાએ હીરના પિતાને આદેશ આપ્યો કે તે હીરના લગ્ન રાંઝા સાથે કરી આપો.રાજાના ડરથી હીરના પિતા માની ગયા પણ તેના કાકા કૈદો એ તેમના લગ્ન રોકવા માટે હીરને જમવામાં ઝેર આપી દીધું તે ખાઈ હીર થોડી વારમાં જ મુત્યુ પામી,આ ખબર રાંઝાને મળી તે દોડતો હીર પાસે પહોંચી ગયો પણ ત્યાં તો ખૂબ મોડું થઈ ગયું હતું ને હીર મુત્યુ પામી.આ દુઃખ રાંઝાથી સહન ન થતાં તેને પણ ઝેરવાળું ભોજન ખાઈ લીધું અને થોડી જ વારમાં તે પણ મુત્યુ પામ્યો.

જ્યારે સોહમને આ અંતિમ સીન કરવાનો હતો.જેમાં રાંઝા મુત્યુ પામે છે સોહમ સોનાલીને ખોવાના ડરથી બેભાન થઈ ગયો. નાટકના અંતમાં પેલો છોકરો કહેવા આવ્યો કે હીર અને રાંઝા તો મુત્યુ પામ્યા પણ તેમનો પ્રેમ આજે પણ અમર છે. આટલું કહી નાટક સમાપ્ત કર્યું તો પણ સોહમ હલ્યો નહીં,તેથી સોનાલી તેની પાસે દોડી ગઈ અને તેની પાસે જઈ સોહમને હલાવ્યો પણ તેને આંખ ખોલી નહીં તેથી ડરીને સોનાલી એ સોહમનું માથું પોતાના ખોળામાં લીધું અને તેની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા.તે સોહમની આંખ પર પડ્યા અને તે હોશમાં આવ્યો.

સોહમના માતા પિતા અને સોનાલીના માતા પિતા,દાદા દાદી, વીર બધા સોનાલીના કપડાં ખરાબ કરનારની શોધમાં હતા અને નાટકના અંતમાં તેની ખબર પડતાં બધા તેની પાસે દોડી ગયા તેથી સોહમ બેભાન થઈ ગયો છે તેની કોઈને જ ખબર નહોતી. સોનાલી સોહમને હોશમાં જોઈ ખૂબ જ ભાવુક થઈ ગઈ અને તેને બાથમાં ભીડી લીધો.સોહમ તો આજે સોનાલીના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો.આજે તેને સમજાયું કે સોનાલી માટે તેની જે ફિલિંગ હતી તે બીજું કંઈ નહીં પણ સોનાલી માટેનો તેનો અપાર પ્રેમ હતો.થોડી વારે સોનાલીને ખબર પડે છે કે તેને સોહમને પોતાની બાહોમાં લીધો છે અને તે એકદમ જ ત્યાંથી ઊભી થઈ જાય છે,પછી થોડી વારે સોહમને ઉઠવાનું કહે છે. સોહમ તો તેને જોવામાં મશગુલ હતો સોનાલી એ ઉઠવાનું કહ્યું ત્યારે તેને ખબર પડી કે પોતે સોનાલીને ખોવાના ડરથી બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો હતો.સોનાલી બીજી વાર કહે છે, સોહમ બસ કર હવે તું પુરે પૂરા હોશમાં છો.ચલ જલ્દીથી ઉભો થઇ જા.સોહમ ઊભો થાય છે પછી તે બંને પોતાની ફેમીલીને ગોતવા નીકળી પડે છે.ગોતતા ગોતતા તે બંને તેની ફેમિલીના લોકોને શોધી લે છે તે લોકો કોઈની સાથે લડાઈ કરતા હતા. આ જોઈ સોહમ અને સોનાલી એકદમ ડરી જાય છે અને ઝડપથી તેમની પાસે પહોંચે છે ને ત્યાં જઈને જાણે છે કે આ છોકરી કોણ છે? ત્યારે સોહમ અને સોનાલીને ખબર પડે છે કે આ તે જ છોકરી છે જેને સોનાલીના કપડાં ફાડી નાખ્યાં હતાં. તે જ્યારે સોનાલીના રૂમમાં ચોરી છૂપીથી હાથમાં કાતર લઈને જતી હતી. તે રૂમની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં આવી ગયું હતું.જે સોનાલી અને સોહમના મમ્મીએ ખોજ કરી જાણ્યું હતું.સોનાલી તેને એક તપ્પડ મારે છે અને પૂછે છે તે કેમ આવું કર્યું?ત્યારે પેલી રડતાં રડતાં બોલે છે કે આ નાટક અમારી શાળાને પહેલાં મળ્યું હતું.તે પોતે હિરનું પાત્ર ભજવવાની હતી, પરંતુ તમે બંને હીર અને રાંઝા માટે બેસ્ટ છો તેવું સાબિત થતાં આ નાટક તેમની શાળાને આપી દેવામાં આવ્યું.તેથી તેને ગુસ્સામાં આવીને સોનાલીના કપડાં ફાડી નાખ્યાં હતા જેથી આ નાટક ફરી પાછું તેમની શાળાને અને તેને મળી જાય.

સોનાલી ખૂબ જ દયાળુ હોવાથી તે પેલીને માફ કરી દે છે અને ફરીવાર આવું કોઈ સાથે ન કરવાની શીખ આપે છે.હવે થોડી જ વારમાં નાટકમાં કંઈ શાળા વિજેતા બની છે તે જણાવવામાં આવશે પણ વચ્ચે નાસ્તાનો બ્રેક રાખવામાં આવે છે અને ત્યાં ખૂબ મોટા પાયે બધા લોકો માટે ગરમગરમ નાસ્તો રાખવામાં આવ્યો છે.નાસ્તામાં પણ અનેક પ્રકારની વેરાયટીઓ રાખવામાં આવી હતી.ત્યાં ઈડલી,ડોસા,સંભાર,ચટણી,સ્ટીમ ઢોકળા, પૌવા સાથે ચા,કોફી અને કોલ્ડ્રીંક પણ રાખવામાં આવ્યું હતું. સોહમ અને સોનાલીની ફેમીલી ગરમગરમ નાસ્તો કરે છે. સોનાલી તો સ્ટીમ ઢોકળા અને ડોસા ખાય છે.સોનાલી જેવો ઢોકળાનો એક ટુકડો લે છે તેવું જ તેને ગુજરાત યાદ આવી જાય છે.

હવે જોઈએ આગળ શું થાય છે? શું સોનાલીની શાળાનો નંબર આવશે?
શું સોનાલી સોહમના મમ્મી પપ્પાને સોહમ બેહોશ થયો હતો તે વાત જણાવશે?

જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે.તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ જરૂરથી આપજો.