BHAV BHINA HAIYA - 48 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 48

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 48

" અરે પગલી..! એવું કાઈ જ ન હોય..! બનવાનું હતું તે બની ગયું. પણ ભવિષ્યમાં પણ એવું જ થશે તે જરૂરી નથી. હવે હું તને છોડીને ક્યારેય નહીં જાઉં..ઉપરથી યમરાજ આવશેને મને લેવા....તો પણ તેઓને ડરાવી ધમકાવીને પાછા મોકલીશ. તારું પહેલું કારણ મારા મતે વ્યાજબી નથી. આ તારો એક વ્હેમ છે જે તારો ભય બની ગયો છે. ચાલ, આ વાતને તુ ભૂલી જા અને ફટાફટ બીજું કારણ બતાવ..!" અભિલાષાની પાસે બેસીને તેના માથે હાથ ફેરવી શશાંકે તેને ઘણાં પ્રેમથી સમજાવતાં કહ્યું. અભિલાષા શશાંકની વાત સાંભળી થોડી મળાકાઈ ને પછી બોલી.

" બીજું કારણ એ છે કે તુ મને લગ્ન કરીને લઈ જાય તો મારા પાંચ બાળકો, વૃદ્ધાશ્રમના બા દાદાઓ સાવ અનાથ થઈ જાય. હું તેઓને એકલાં ન મુકી શકું. એકલતા શું છે તે હું સારી રીતે જાણું છું. આથી માફ કરજે શશી. આ લગ્ન હું નહીં કરી શકું."

" હું કહું કે તારા એ બાળકો મારા પણ બાળકો છે અને વૃધ્ધાશ્રમમાં રહેનાર દરેક વડીલની હું મારા માતા પિતા ની જેમ સેવા કરીશ. તો પણ તુ મારી સાથે લગ્ન નહીં કરે ?" ઉદાસ મોઢું કરી શાશંક બોલ્યો.

" તો..! તો તો હું જરૂરથી તારી સાથે લગ્ન કરીશ. " આટલું કહેતા અભિ શશીને ભેટી પડી. બંનેની ખુશીનો પાર નહોતો. બેઉની આંખોમાંથી હરખની ગંગા વહેવા લાગી.

" સાત સાત વર્ષોમાં એક દિવસ પણ નથી ભૂલી તને...તુ નથી જાણતો હું તને કેટલો મિસ કરતી હતી..!"

" હું પણ અભિ..! I LOVE YOU SO MUCH MY LOVE..! " અભિના માથાને ચૂમતા શશાંકે કહ્યું.

" LOVE YOU TO..! " કહીં અભિલાષા ફરી શશાંકને ભેટી પડી.

પછી બન્ને એકબીજાને જોઈ જ રહ્યાં ને આંસુ લૂછ્યા.

" શશી..! તુ મને પ્રોમિસ કર કે આજ પછી તું મને છોડીને ક્યારેય નહીં જાય..!"

" ગોડ પ્રોમિસ માય ડીયર..! તને છોડીને ક્યાય નહીં જાઉં..!"

" પ્રોમિસ કર..! મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તું મારી સાથે જ રહીશ ને મને ખુબ પ્રેમ કરીશ..!"

" અભિ..! પ્લીઝ..! છેલ્લા શ્વાસની વાત ન કર..! મારી તો જિંદગીની શરૂઆત જ તારા સાથથી થઈ છે ને તું છેલ્લા શ્વાસની વાત કરે છે ?"

"ખબર નહીં..પણ ખુશી મારી સાથે લાંબો સમય ટકતી નથી આથી ડર સતાવ્યા કરે છે કે આપણી ખુશીને કોઈની નજર ન લાગે..!"

" ઓય પગલી..! હવે તું બેફિકર રહે..! બહુ જુદાઈ સહન કરી, બહુ તકલીફો વેઠી..બહુ દુઃખ સહ્યું, હવે મારી અભિના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે..! ખુલીને જીવ..તારો શશી તારી સાથે જ છે."

" ચાલ, આજ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જઈશું..! આજના આ શુભ પ્રસંગે દાદાના આશીર્વાદ લેવા ઈચ્છું છું.!"

" નેકી ઓર પૂછ પૂછ..! ચલો..! પણ ઘરે બધાને જાણ કરી દઈશું..?"

" ના, અત્યારે નહીં..! ગણપતિ દાદાના દર્શન કરી આવીએ પછી બધાને જાણ કરીશું."

" ઠીક છે. જેવી તારી ઈચ્છા... પહેલાં નાહી ધોહીને ફ્રેશ થઈ જઈએ પછી નીકળીએ..!"

"હા," બન્ને મંદિરે જવાની તૈયારી કરવા લાગ્યાં. આજ બંનેના ચહેરા પર ગજબની ખુશી હતી. ઘણાં વર્ષો બાદ બંનેના ભાવ ભીનાં હૈયાંને રાહત મળી હતી. વર્ષોનાં ઇંતજારનો હવે અંત આવ્યો હતો. લાગણીશીલ બંનેના હૃદય લગ્નના બંધનમાં બંધાવા આતુર હતાં. તૈયાર થઈ બંને કારમાં ગોઠવાયા. લાઈટ પિંક કલરની સાડીમાં અભિ ખુબ સુંદર લાગી રહી હતી. વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટમાં શાશંક પણ હેન્ડસમ લાગી રહ્યો હતો. બન્ને ભગવાનના દર્શનાર્થે નીકળી ગયાં.

શશાંક ગાડી ચલાવતાં ચલાવતા ગીત ગાવા લાગ્યો, જેના શબ્દો હતાં..

"પ્યાર દીવાના હોતાં હૈ, મસ્તાના હોતાં હૈ..!
હર ખુશી ઔર હર ગમ સે બેગાના હોતાં હૈ..!"

" ઓહ..ઐસા ક્યાં..પ્યાર દીવાના મસ્તાના હોતાં હૈ ક્યાં..?" અભિલાષાએ મજાક કરતા કહ્યું.

" યસ મેરી જાન..! ચાલ, તારું ફેવરીટ સોન્ગ ગા..તે સોન્ગ સાંભળવા તો મારા કાન તરસી રહ્યાં છે." હસીને શશાંકે કહ્યું.

" ઓહ..એવું..? તો સાંભળો જનાબ..!

"હમે તુમસે પ્યાર કિતના..! યે હમ નહીં જાનતે..!
મગર જી નહીં શકતે તુમ્હારે બીના..!"

" વાહ..! તારો અવાજ પણ લતાજી જેવો જ સુરીલો છે."

🤗 મૌસમ 🤗

To be continue