BHAV BHINA HAIYA - 36 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 36

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 36

" આપણા બધા તો નીકળી ગયા. આ ટ્રાવેલમાં બીજા પેસેન્જર હશે. પણ એમાં તારી એક સીટ બુક કરાવી છે. આમ તો તને અમારી સાથે જ લઈ જાત પણ સૉરી બેટા, ગાડીમાં જગ્યા નથી અને રસ્તો ખૂબ લાંબો હોવાથી તારે એકલાએ ટ્રાવેલમાં જવું પડશે." સુલોચનાએ કહ્યું.

"ઇટ્સ ઓકે..! નો પ્રૉબ્લેમ..! હું હમણાં જ સામાન લઈ નીકળું છું. તમે પણ ગાડી લઈ નીકળી જાઓ." અભિલાષા બોલી.

" તારા રૂમની ચાવી રિસેપ્સનિસ્ટને આપીને નીકળજે." કહી સુલોચના નીકળી ગયા.

અભિલાષા પણ પોતાનો સમાન લઈને રૂમની બહાર નીકળી. ચાવી રિસેપ્સનિસ્ટને આપવા ગઈ. હજુય તેનું મન વ્યાકુળ હતું. તેને વિશ્વાસ નહોતો થતો કે શશાંક આટલો બધો બદલાઈ ગયો. તેને અમથું જ રિસેપ્સનિસ્ટને પૂછી લીધું.

" આ હોટેલના માલિક કોણ છે ? તેઓનો સ્વભાવ કેવો છે ?"

" શશાંક મહેતા..! આ હોટેલના માલિક શશાંક મહેતા છે. તેઓના સ્વભાવ વિશે તો શું કહેવું..? ગજબના માણસ છે. પણ હા જિદ્દી બહુ છે. પોતાના મનનું ધાર્યું જ કરે."

" મને તેમનો મોબાઈલ નંબર મળી શકે છે ?"

"સૉરી મૅમ..! તેઓની પર્સનલ ડિટેઈલ અમે તમને ન આપી શકીએ."

"ઠીક છે.." કહી અભિલાષા ત્યાંથી નીકળી. પણ કોણ જાણે શું થયું..? તે પાછી વળીને શશાંકના રૂમ તરફ જવા લાગી. તે શશાંકના રૂમ પાસે ગઈ પણ તે તો બંધ હતો. તે હતાશ થઈ. ઘણા વર્ષો બાદ આજ શશાંક મળેલો. તેને જતાં પહેલાં મળવાની તેની ઈચ્છા અધૂરી રહેતા તે રડમસ થઈ ગયેલી. તેનો ઉદાસ ચહેરો કોઈ જોઈ ન જાય તેમ નીચું જોઈ ફટાફટ હોટેલની બહાર નીકળવા જતી હતી. ત્યારે અભિલાષા જ વિચારોમાં ખોવાયેલો શશાંક અભિલાષાને ટકરાઈ ગયા.

કોઈને ભૂલથી ટકરાઈ ગયા. એવો અહેસાસ થતાં જ બંન્નેના મુખમાંથી સૉરી શબ્દ સરી પડ્યો પણ જ્યારે બંનેએ એકબીજાને જોયા ત્યારે તેઓ બંને સ્ટેચ્યૂની જેમ એકબીજાને જોઈ જ રહ્યા. તેઓ બંનેના શરીર ભલે સ્ટેચ્યુ બની ગયા હતા પણ બંનેના હૃદયમાં લાગણીના ભાવોએ તોફાન મચાવ્યું હતું. બંનેને એકબીજાને કસીને ભેટીને રડવાનું મન થતું હતું પણ બંનેએ તે માટે પોતાની જાતને રોકી રાખ્યાં હતા. બંનેની આંખો સ્નેહના નીરથી ભરાઈ ગઈ હતી પણ બેમાંથી કોઈએ પણ તેને વહેવા ન દીધાં.

બેમાંથી કોઈનાય લગ્ન નહોતા થયા. છતાં બંને એકબીજાના લગ્ન બચાવવા માટે પોતાના પ્રેમની આહુતિ આપવા તૈયાર થઈ ગયેલા. તેઓનો એકબીજા પ્રત્યેનો આ ભાવ જ દર્શાવે છે તેઓ એકબીજાને કેટલો પ્રેમ કરે છે..!

એવામાં શશાંકના મોબાઈલમાં રિંગ વાગી. બંને સભાન થયા. શશાંકએ કૉલ રિસીવ ન કરતાં, નંબર જોઈ રિંગ બંધ કરી મોબાઈલ જીન્સના પૉકેટમાં મૂકી દીધો.

" બિનજરૂરી કૉલ હતો..!" કહી શશાંક અભિલાષા સામે જોઈ થોડું હસ્યો. અભિલાષા પણ થોડું હસી.

" હું જાઉં છું. અમદાવાદ આવવાનું થાય તો..મતલબ ક્યારેક આવવાનું થાય તો ઘરે આવજે." ખચકાતા ખચકાતા અભિલાષા બોલી.

" હમ..! તું ફરી અહીં ક્યારે આવીશ..? ના..ના..તું ફરી અહીં આવે તો મારી મુસ્કાનમાં જ રોકાજે. હું મોટા ભાગે અહીં મળી રહીશ." બોલવામાં લોચા થતાં શશાંક ફરી થોડો મલકાયો.

" ઓકે..! બાય..! હું જાઉં છું. ટેક કેર..!" ભારે હૈયે અભિલાષાએ શશાંક પરથી નજર ફેરવીને ચાલતી થઈ.

" અભિ..! અભિલાષા..!" શશાંક બોલ્યો. શશાંકનો અવાજ સાંભળીને અભિલાષા બોલી.

" તારા મોઢે અભિ..જ સારું લાગે છે અભિલાષા નહિ."

" અભિ..! એક વાત કહું ?" ખચકાતા શશાંક બોલ્યો.

ચાલતા ચાલતાં અભિલાષા ઉભી રહી ગઈ ને પાછળ વળીને જોયું. " હા, બોલ..!"

શશાંક તેને મન ભરીને જોતો જ રહી ગયો.

" શશિ..! કઈ વાત કહેવી છે ?"

" કંઈ નહીં..! બસ એમ જ..!"

આટલું સાંભળી અભિલાષા શશાંક સામે જોઈ થોડી મલકાઈ અને ઉતાવળે પગલે હોટેલની બહાર નીકળી ગઈ. તેનાં રોકી રાખેલા આંસુ પૂરની જેમ વહેવા લાગ્યાં. તેણે પોતાનો સામાન ટ્રાવેલમાં ગોઠવ્યો અને પોતાની જગ્યા પર બેઠી. ટ્રાવેલ ચાલુ થઈ ને તરત કોઈએ ટ્રાવેલને ઉભી રાખી. કોઈ ટ્રાવેલમાં ચડ્યું.

🤗 મૌસમ 🤗

To be continue