BHAV BHINA HAIYA - 23 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 23

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 23

"તે રાતે મેં શશાંક સાથે વાત જ નહોતી કરી.મેં મારો મોબાઈલ જ સ્વિટચઓફ કરી દીધેલો. મને સમજાતું નહોતું કે હું આ વાત શશિને કેવીરીતે કહીશ...? હું દુવિધામાં મુકાઈ ગઈ હતી. એક બાજુ શશાંક કે જેને હું ખુબજ પ્રેમ કરતી હતી ને બીજી બાજુ મારા પપ્પા કે જેઓ મને જીવથી પણ વધુ વ્હાલા હતાં. જો શશિને પામવાનો પ્રયત્ન કરું તો પપ્પાનું વચન..તેઓએ ગોરધનકાકાને આપેલ વેણ ફોગટ જાય ને પપ્પાનું સ્વમાન ગવાય. તેઓને હું દુઃખી ન જોઈ શકું. બીજી બાજુ પપ્પાની ઈચ્છા મુજબ પ્રીતમ સાથે લગ્નગ્રંથિથી જોડાઉ તો મારે શશિને ભૂલવો પડે, જે ક્યારેય શક્ય નહોતું." અભિલાષાએ કહ્યું.

" ઓહ.. ગોડ..! પછી તેં શું કર્યું ? " કીર્તિએ પૂછ્યું.

તે દિવસે આખી રાત હું સૂઈ ન શકી. પિતા અને પ્રેમની વચ્ચે હું અટવાઈ ગઈ. આખી રાત પડખાં ફેરવતા બસ એક જ વિચાર આવતો હતો કે હવે શું કરું..? માતાની છત્ર છાયા ગુમાવ્યા બાદ આ દુનિયામાં માત્ર ને માત્ર મારા પિતા જ હતા કે જેઓએ મને ખૂબ લાડકોડથી મોટી કરી હતી. મારી નાની મોટી દરેક જીદોને તેઓએ પૂરી કરી હતી. જ્યારે બીજી બાજુ સાવ સામાન્ય કહી શકાય તેવી છોકરીને સ્પેશિયલ કરાવનાર શશિનો પ્રેમ હતો. જેની સાથે મેં જિંદગી જીવવાના સપનાઓ સેવ્યા હતા. દિવસ રાત મને તેને ખોવાનો ડર રહેતો હતો. જ્યારે પિતાના એક વચને મારા સપનાઓ વેર-વિખેર કરી નાખ્યા. એમાં વાંક પિતાનો ન હતો. પિતાના આપેલ વચન પાછળ તો દીકરી પ્રત્યેનો સ્નેહ હતો. દીકરીના ઉજ્જવળ ભવિષ્યનો પ્લાન હતો.

બીજા દિવસે સવારે ઉઠી હું ભગવાનની સેવાપૂજા કરતી હતી ત્યાં જ અચાનક મારી નજર બારી પર પડી. બારીમાંથી શશાંકને ડોકાચિયા કરતો જોઈ હું તો ચોંકી ગઈ. તરત મેં સોફા સામે જોયું. પપ્પા છાપું વાંચવામાં મગ્ન હતાં.

"ઓમ નમઃ શિવાય...ઓમ નમઃ શિવાય..!" નો જાપ કરતી હાથમાં અગરબત્તી લઈ ચારેય બાજુ અગરબત્તી ફેરવતાં ફેરવતાં હું બારી તરફ ગઈ.

" ઓમ નમઃ શિવાય..ઓમ નમઃ શિવાય..! કેમ આવ્યો તું અહીં..? ઓમ નમઃ શિવાય..!" મારા હાથ અગરબત્તી ફેરવતાં હતા. નજર પિતા સામે હતી ને મારા શબ્દો શશિને સવાલ કરી રહ્યાં હતાં.

મને આમ જોઈ શશિ જોર જોરથી હસવા લાગ્યો. પપ્પાનું મારી બાજુ ધ્યાન જતાં મેં ખોંખારો ખાધો ને અગરબત્તી ફેરવવા લાગી. પપ્પા ફરી તેઓના છાપામાં મગ્ન થઈ ગયાં.

" શાંતિ..શાંતિ..ઓ..મ.. શાંતિ..!" બોલતાં મેં આંગળી મોઢા પર રાખી શશિને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તે ચૂપ તો થયો પણ મને આમ નાટક કરતા જોઈ તેની હસી છૂટી જતી હતી.

તેણે ઈશારો કરી મને ફોન કરવા કહ્યું. મેં માથું ધુણાવી ના પાડી. તેણે ગુસ્સાથી મારી સામે જોયું. પણ ગુસ્સામાં પણ તે ફની લગતો હતો. હું બારી પાસે જઈ ઉભી રહી ગઈ.

" ઓય..શશિ..! તું અહીં શું કરે છે ? પપ્પા જોઈ જશે તો ઉપાધિ થશે. પ્લીઝ જા અહીંથી..!" ધીમા ધીમા અવાજે મેં કહ્યું.

“પણ તારો ફોન બંધ કેમ આવે છે..? કેટલા મેસેજ કર્યા..! કેટલા ફોન કર્યા..! ખબર છે તને..? મારે તને જરૂરી વાત કરવી છે. ખોડીયાર માતાના મંદિર પાસેના ગાર્ડનમાં તું આવજે. બપોરે બે વાગ્યે હું તારી રાહ જોઈશ.” શશીએ મને કહ્યું.

“ઓય તું પાગલ થઈ ગયો છે..? ખરા બપોરે બે વાગે હું તને મળવા આવું..! કંઈ ભાન પડે છે..? ગરમી કેટલી છે..?”

“આ તે તારો ફોન બંધ કરી દીધો છે ને.? એની સજા છે. ચિંતા ના કર આ સજામાં હું પણ ભાગીદાર રહીશ.”

“હું નહીં આવું. મારાથી હવે નહિ અવાય. થોડો પ્રોબ્લેમ થયો છે. તુ જા હવે..!”

“તારી મરજી..! હું તો બે વાગ્યે તારી રાહ જોઈશ.”

“તારે જે કરવું હોય તે કરજે. હું નહિ આવું.”

“અરે તને થયું છે શું..? આજ તું મારી સાથે આવો વ્યવહાર કેમ કરે છે ?”

To be continue...