BHAV BHINA HAIYA - 14 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 14

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 14

મને એમ કે તેને ખબર નહિ પડે. પણ શશાંક બહુ હોશિયાર હતો, તેને પહેલા દિવસે બુકે મોકલ્યો ત્યારે જ તેને ખ્યાલ આવી ગયો હતો કે તે બુકે મોકલનાર હું જ હતી.

" આ વાતની તને ખબર ક્યારે પડી..? તને ખબર પડી ત્યારે તો તારો સાવ પોપટ બની ગયો હશે કે..!" કીર્તિએ હસીને કહ્યું.

સાંભળો..! જ્યારે શશાંક કોલેજ આવતો થયો ત્યારે હું તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી.પણ તે ભાવ ખાવા લાગ્યો. જ્યારે મેં તેની સાથે વાત કરવાનું બંધ કર્યું તો મને જેલસી ફીલ કરાવવા તેની કોઈ ફ્રેન્ડ સાથે મસ્તી કરવા લાગ્યો. ત્યારે મારો તેની સાથે બહુ મોટો ઝગડો થયો હતો. હું ગુસ્સે થઈ ત્યાંથી ચાલવા લાગી તો તેણે ગીત ગાઈને બધા વચ્ચે તેણે મને પ્રપોઝ કરેલું.

" અરે વાહ..! પછી શું થયું..? તે તે પ્રપોઝર સ્વીકારી લીધું..?"

તે દિવસે તો હું બહુ ગુસ્સામાં હતી પણ બીજા દિવસે જ્યારે હું ગાર્ડનમાં બેઠી બેઠી વાંચતી હતી ત્યારે તે મારી બાજુમાં આવીને બેસી ગયો અને બુક લઈ વાંચવા લાગ્યો. મેં તેની સામે ગુસ્સાથી જોયું. તે મને જોઈ મલકાવા લાગ્યો.

"અભિ...! સૉરી યાર..હું ખાલી તને ખિજાવવા મારી ફ્રેન્ડ સાથે મસ્તી કરતો હતો.કેમ કે મને તું ગુસ્સામાં બહુ પ્યારી લાગે છે.." શશાંકએ કહ્યુ.

" મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી." મેં કહ્યું.

" પણ મારે તો કરવી છે..!" શશાંક બુક બંધ કરી મારી સામે આવી બોલ્યો.

" આઈ હેટ યુ ..!" હું આટલું કહી ત્યાંથી ઊભી થઈ બીજી જગ્યાએ બેઠી. શશાંક મારી પાછળ પાછળ આવ્યો.

" બટ, આઈ રિયલી લવ યુ..! પહેલાં જ દિવસે તને જોઈ ને, તે દિવસથી મને તું ગમતી હતી." શશાંકએ મારા હાથમાંથી બુક લઈ બંધ કરતા મારી આંખોમાં જોઈ કહ્યું. તેના દરેક શબ્દોમાં સ્નેહ અને લાગણી વર્તાતા હતાં.તેમ છતાં મને વિશ્વાસ નહોતો. કેમકે હું સાવ શાંત અને સરળ સ્વાભાવની, સાદગી મારા પહેરવેશમાં જ નહીં, મારા વર્તન વિચારોમાં પણ હતી. જ્યારે શશાંક તેના ડેશિંગ લૂકથી લઈ તેનો કુલ એટીટ્યુડ માટે આખી કોલેજમાં પ્રખ્યાત થઈ ગયો હતો.

" બટ, આઈ હેટ યુ..!" કહેતા મેં તેના હાથમાંથી મારી બુક છીનવતા કહ્યું.

" જૂઠ.. મને બધી ખબર છે.. ભલે તું મને ના કહેતી, પણ તું પણ મને લવ કરે છે ને..આઈ નો..આઈ નો..!" હસતાં હસતાં મારી સામે આંગળી હલાવતાં તેણે કહ્યું.

" મને તને પ્રેમ છે.એ તારો મોટો વહેમ છે..! ઓકે..તો હવામાં ઊડવાનું છોડ..મને વાંચવા દે..!" આટલું કહી હું બુક ખોલી વાંચવા લાગી.

" ખરેખર તું મને પ્રેમ નથી કરતી..?" ફરી તેણે મારા હાથમાંથી બુક લેતા કહ્યું.

" ના, નથી કરતી હું કોઈને પ્રેમ બ્રેમ..!" મેં તેના હાથમાંથી મારી બુક પાછી લેતા કહ્યું.

" ઓકે..તો તે હોસ્પિટલમાં મારા માટે બુકે કેમ મોકલાવ્યો હતો..? મને જોક્સ મોકલી મને કેમ હસાવ્યો..? જૉકર બની અને ફની ડ્રેસમાં નાટક કરી મને પેટ પકડી કેમ હસાવ્યો..? કેમ રોજ હોસ્પિટલમાં બે ટાઇમ મને જોવા આવતી..? કેમ રોજ નર્સ અને ડોક્ટરને મારી તબિયતના સમાચાર પૂછતી..? બોલ કેમ..? કેમ સ્મિતા સાથે મને જોઈ તને ઈર્ષ્યા થતી..? અભિ.. મેરી જાન.. આ પ્યાર નથી તો શું છે..?" મારા બંને ખભા પકડી મને ઢંઢોળતાં શશાંકએ કહ્યું.

" આ બધી તને કેવીરીતે ખબર પડી..?" મેં આશ્ચર્યથી પૂછ્યું. મારો સવાલ સાંભળી તે હસવા લાગ્યો.

" પાગલ..પહેલાં તો હું તારા હેન્ડ રાઇટિંગ ઓળખી ગયો હતો, જ્યારે તે પહેલી વખત બુકે સાથે જોક્સ લખી મોકલ્યા હતા તે. ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે એ તે જ મોકલાવ્યું હતું. પછી તું જ્યારે પણ જૉકર કે ફની ડ્રેસમાં મારા રૂમમાં આવતી ત્યારે મેં તારી આંખો જોઈ લીધી હતી. અને તારી આંખોને હું કેવીરીતે ભૂલી શકું..?" શશાંકએ હસતાં હસતાં કહ્યું.

" તો આ વાત તે મને તે વખતે જ કેમ ન કીધી..? તું બધું જણતો હતો તો પણ તે મને ઇગ્નોર કેમ કરી..?" મેં તરત જ શશાંકને પૂછ્યું.

" કેમ કે મેરી જાન..હું ખરેખર જાણવા માંગતો હતો કે તું સાચ્ચેમાં મને લવ કરે છે કે માત્ર આ એક માનવતાની દ્રષ્ટિએ તે આમ કર્યું છે. પણ જ્યારે મારી સાથે સ્મિતાને જોઈને તે જે ઝગડો કર્યો છે ને બૉસ..! કોઈ પણ કહી શકે કે તારા આ માસૂમ દિલમાં હું જ રહું છું..!"મારો હાથ પકડી તે મલકાઈને બોલ્યો.

"અરે વાહ..! પછી તો તું પણ માની ગઈ હશે ને..? પછી શું થયું..?" કીર્તિએ આગળ જાણવાની ઉત્સુકતાથી કહ્યું.

To be continue...

ખુશ રહો..ખુશહાલ રહો..😊😊
મસ્ત રહો..સ્વસ્થ રહો..😂😂

🤗 મૌસમ 🤗