what was in Gujarati Horror Stories by Viren Chauhan Viren Chauhan books and stories PDF | શું હતું

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

શું હતું

નમસ્કાર મિત્રો
ઘણા સમય પછી આજે ફરીથી એક સાચી વાર્તા લઈને આપની સમક્ષ આવી રહ્યો છું તો વાત આજથી બે વર્ષ પહેલાંની છે એ સમયે દિવાળી નો તહેવાર પૂરો થવાની અણી ઉપર હતો દિવાળીનો છેલ્લો દિવસ એટલે કે ભાઈબીજ હતી હું અને મારી પત્ની બંને મારી બહેનના ઘરે જવા નીકળ્યા ઘર 70 km જેટલું દૂર હતું જેથી પાછા વળતી વખતે અંધારું થઈ ગયું હવે રસ્તામાં હતો એટલામાં મારી પત્નીના ભાઈ એટલે કે મારા સાળા સાહેબનો ફોન આવ્યો મને કહેવા લાગ્યા કે હું રસ્તામાં છું અને તમારે ત્યાં આવું છું તો મેં પણ કીધું કે વાંધો નહીં આવી જાવ આપણે બાજુના શહેરમાં મળીએ તો એમને કીધું ભલે પછી હું ઝડપથી મારું બાઈક લઈને અમારા બાજુના શહેરમાં આવવા પ્રયત્ન કરવા લાગ્યો નસીબજોગે દોઢ કલાકના સમયમાં હું બાજુના શહેરમાં આવી પહોંચ્યો તો મારી પત્ની કહેવા લાગી કે ઘરે જવામાં ઘણું મોડું થશે આપણે બહાર જમીને જઈએ મળે પણ થયું કે ઘરે ક્યારે પહોંચીશું અને મારી પત્ની જમવાનું ક્યારે બનાવશે એના કરતા રસ્તામાં જમીને જઈશું તો ઘણું સારું રહેશે તેથી અમે મારા પત્નીના ભાઈની રાહ જોવા લાગ્યા એટલામાં એ પણ બસમાં આવી ગયા જેથી અમે ત્રણેય સાથે જોડે જમવા ગયા જમતા જમતા ઘણું મોડું થઈ ગયું જમીને જ્યારે નીકળે તો રાતના 9:00 વાગી ગયા હતા શહેરથી ઘર આઠ કિલોમીટરના અંતરે હતું એટલે મને બહુ ચિંતા ન હતી પણ મારી પત્ની ડરતી હતી તો એક બાઈક ઉપર હું અને મારી પત્નીના ભાઈ તથા મારી પત્ની અમારા ગામમાં આવવા નીકળ્યા થોડા આગળ આવ્યા હશું અને બાઈકનું લાઈટ એકાએક ચાલુ બંધ થવા લાગ્યું અને એકદમ બાઇકની લાઈટ બંધ થઈ ગયું. બાઈક નવું હતું એટલે બગડવાનો પ્રશ્ન ન હતો. હવે ગમે તેટલા ઉપાય કર્યા પણ લાઈટ ચાલુ ના થયું તે ના જ થયું. અને બાઈક પણ રસ્તા ઉપર થી નીચે ઉતરવા લાગ્યુ જાણે કે કોઈ હાથથી પકડી ને નીચે ઉતારતું હોય એમ હું બાઈકને રોડ ઉપર લાવવા ની ખૂબ મહેનત કરવા લાગ્યો પણ કેમ એ કરી બાઈક રોડ ઉપર આવતું ન હતું. મારી પત્ની ના ભાઈ ને લાગ્યું કે હું તાકાત કરું છું છતાંય બાઈક રસ્તા ઉપર આવતો નથી તો એને ખબર નહિ શું થયું એને મને ખાલી એટલું જ કીધું કે બાઈક કોઈ જગ્યાએ ઊભી ના રાખતા રાતનો સમય હતો ઠંડીનો માહોલ હતો હું ધીમે ધીમે જેમ તેમ કરીને બાઈક આગળ વધારી રહ્યો હતો. એકા એક સામેથી કોઈ ઝડપથી પસાર થઈ હોય એવું લાગ્યું હું એ બાજુ જોવા ગયો હતો મારો બાઈક નું સ્ટેરીંગ ઉપરનો કાબુ જતા જતા રહી ગયો હવે મારી પત્ની પણ મારા ઉપર ગુસ્સે થવા લાગી અને કહેવા લાગી કે તમને બાઈક નથી આવડતું તું મારી પત્ની ના ભાઈ એને શાંત કરીને કહેવા લાગ્યા કે તમે શાંતિથી બેસો. એમ કહી મારા સાળા મને કહેવા લાગે કે જીજાજી તમે બાઈક તમારી રીતે જવા દો પણ હું જેમ જેમ બાઈક આગળ વધારવાનો પ્રયત્ન કરતો એમ એમ મને ખૂબ મુશ્કેલી પડતી હતી. હવે તો એવું એવું લાગવા માંડ્યું છે બાઈકમાંથી કંટ્રોલ થશે નહીં અને ક્યાંક નીચે પડી જઈશું પણ એવું થયું નહીં ધીમે ધીમે આગળ વધવા લાગ્યા આમ કરતા કરતા ગામ હવે નજીક આવી ગયું ગામ એકાદ બે કિલોમીટર બાકી હશે અને રસ્તામાં મારા મિત્ર નું ઘર આવ્યું. મને થયું કે હવે જે થાય એ ખરું અહીંયાથી પહોંચી વરીશુ. આમ જેવું બાઈક બંધ કર્યું અને મારા મિત્રને ફોન કરી બોલાવ્યા તો એ પણ આવ્યો અને બીજા રસ્તા ઉપર થી બે-ત્રણ જણા આવ્યા પછી બાઈક ને થોડું ચેક કરી અને કહ્યું હવે બાઈક ચાલુ કરો જેવું બાઈક ચાલુ કર્યું એવું તરત જ બાઈકનું લાઈટ ચાલુ થઈ ગયું. તો મને નવાઈ લાગી મેં મારા મિત્રને આ વાત કરી તો જે બીજા ભાઈ આવ્યા હતા એ કહેવા લાગ્યા કે આ રસ્તા ઉપર ઘણી વખત આવું થાય છે પણ તમે કિસ્મત વાળા છો કે બાઈક પડ્યું નહીં અને તમને કંઈ થયું નહીં. મેં મનોમન ઈશ્વરનો આભાર માન્યો. આમાં બધાને થઈ શકે આમાં કંઈ આવતું તો નથી તો શું હતું પણ ખરેખર જે મેં પાંચ છ કિલોમીટર લાઈટ વગર બાઈક ચલાવી છે એ મને જ ખબર છે કે એ સમય મારી પરિસ્થિતિ કેવી હતી આજે પણ વિચાર કરું છું કે ખરેખર એ શું હતું???????? ‌
આપના સહકારની અપેક્ષા સહ .....

.