The Author वात्सल्य Follow Current Read ક્ષત્રિયને ના છંછેડો. By वात्सल्य Gujarati Mythological Stories Share Facebook Twitter Whatsapp Featured Books પ્રેમતૃષ્ણા - ભાગ 9 અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .અવન... શંકા ના વમળો ની વચ્ચે - 6 ઉત્તરાયણ પતાવીને પાછી પોતાના ઘરે આવેલી સોનાલી હળવી ફ... નિતુ - પ્રકરણ 52 નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ... ભીતરમન - 57 પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ... વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share ક્ષત્રિયને ના છંછેડો. (2) 892 2.7k 3 મહાભારતના યુદ્ધમાં અંદાજે ૬૦ લાખ નવયુવાન ક્ષત્રિય યોદ્ધાઓ હતા.આ યુદ્ધ ૧૮ દિવસ ચાલ્યું.આ ૧૮ દિવસના યુદ્ધમાં માત્ર ૧૮ લાખ નવયુવાન ક્ષત્રિય યોદ્ધાઓ બચ્યા હતા એવા પુરાવા લેખો પરથી સંશોધન થયાં છે.બન્ને પક્ષે અંદાજે ૩૮ લાખ વીર ક્ષત્રિય યોદ્ધા શહીદ થયા.આ હું ગપગોળા નથી ફેંકતો.શ્રી મહાદેવભાઈ ધોરીયાણી લિખિત અને જલારામ જ્યોત પ્રેસ રાજકોટ ખાતે વેદવ્યાસ કૃત મહાભારતના અસલ ગ્રંથમા લખાયેલું છે.કહેવાનો મતલબ કે આટલા બધા વીર ક્ષત્રિય પુરુષ યોદ્ધાઓ આ યુદ્ધમાં ખપી ગયા.આ યુદ્ધમાં આવા નવલોહિયા વીર યોદ્ધાઓની માતા,બહેનો,પત્નીઓ રડી નથી.બાકી કઈ સ્ત્રી પોતાના વ્હાલસોયા પુત્ર,પતિ ને આ રીતે યુદ્ધમાં આઘો કરે?યુદ્ધમાં એ જતાં પહેલાં પૂજા કરી,આશિર્વાદ આપ્યા છે કે જાઓ મા ભોમની રક્ષા કરો,આ ક્ષત્રિય સ્ત્રી જ હિંમત શૌર્ય દાખવી શકે.જા યુદ્ધ ચડ અને જીતી આવ.ત્યાં સુધી અમેં બધીજ સ્ત્રીઓ તમારી રક્ષા કાજે ભોળાનાથ દેવાધિદેવ મહાદેવની ભૂખ્યા પેટે ઉપવાસ કરી આરાધના કરશું.અમારો ચૂડી ચાંદલો અમર રહે,ખંડિત થાય નહીં તેવી માતા પાર્વતીને પ્રાર્થના કરશું.એવી દ્રુઢ પ્રતિજ્ઞા પ્રાર્થના કરીને યુદ્ધએ મોકલતી.એવી સાક્ષાત શૂરવીર રાજપૂતાણીઓ-ક્ષત્રિયાણીઓને પોતાનો એકનો એક વ્હાલસોયો કોઈએ પતિ,ભાઈ,ભત્રીજો ગુમાવ્યો હશે તે પીડા એ દર્દ એ આક્રાંદ એટલું અસહ્ય હશે તે તો તત્કાલિન જેમણે અનુભવ્યું,નજરે જોયું છે,તેમને જ ખબર.આજની પેઢીને આ વાત કાલ્પનિક લાગે છે.પરંતુ આ દેશની ધરા પર જ્યાં ત્યાં અકબંધ અવશેષો છે તેના પરથી સંશોધન તારણો કહી આપે છે કે "મહાભારતનું" યુદ્ધ કુરુક્ષેત્ર મેદાને થયું હતું.અનેક શહીદો વીરગતિ પામ્યા હતા.ઘણા યોદ્ધાઓના મૃત દેહ પણ તેમના ઘરે પહોંચી શક્યા ન્હોતા.એ ક્ષત્રિયોએ શું યાતનાઓ નહીં વેઠી હોય !જગતમાં જ્યાં જ્યાં યુદ્ધ થયાં છે ત્યાં ત્યાં મૂળમાં ક્ષત્રિય જ લડ્યા છે અને માં ભોમ વહુવારું કે દીકરીઓ કાજ બલિદાન આપેલાં છે.એના અનેક પુરાવા આપણા ગુજરાતના ગામડાઓમાં પાળિયા રૂપે,મંદિરો રૂપે એ સ્થાનને આજે પણ તેમને વંદના કરીએ છીએ.અનેક ક્ષત્રિયોનાં બલિદાન,માતાઓ બહેનોનો ત્યાગ.યોદ્ધાઓના અમૂલ્ય રુધિરની ધારાઓ જે ભૂમિ(કુરુક્ષેત્ર)માં પડી છે તે ભૂમિ આજે પણ લાલ રંગની ભાસે છે.(મેં ખુદ આ ભૂમિ જોઈ છે.)આ દેશમાં ક્ષત્રિય ન હોત તો દરેક સ્ત્રી કોઈ ન કોઈ વિધર્મિની શિકાર બનતી હોત.એટલે જ ક્ષત્રિયાણીઓ ચૂડલો પહેરે છે.જ્યાં સુધી મારો પતિ છે ત્યાં સુધી મારા હાથ પવિત્ર છે.પિરિણીત સ્ત્રીના હાથમાં ચૂડલો,સેંથાએ સિંદૂર હોય તો સમજી લેવું કે એ પરણેલી સ્ત્રી છે અને આ મહાભારત કાળથી પરંપરા ચાલી આવે છે.અને આવી ક્ષત્રિય સ્ત્રીઓ સામે પરપુરુષ જોતો નથી અને જુએ તો આદર્શ કે માનની નજરે જુએ છે. જયારે જયારે ક્ષત્રિય વીરગતી પામે છે ત્યારે તેની યાદમાં પાળિયા (ખાંભી) વિધિવત તેમની ક્ષત્રિય પત્ની ત્યાં આમજનતાની હાજરીમાં હાથનો ચૂડલો નંદવાવી ખાંભીની સાથે એ રોપાય છે.રાજપુતી એમને એમ નથી મળતી.સરદાર પટેલ અને ગાંધીજી સાથે ભીમરાવ સાહેબ જેવા અતિ તીવ્ર બુદ્ધિશાળી મહાપુરુષો એ અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશને આઝાદ કર્યો છે.આ દેશના શ્રીરામ અને કૃષ્ણ આ આર્ય ભૂમિના આદર્શ માર્ગદર્શક યોદ્ધાઓ સાથે જીવનની છેલ્લી ઘડી સુધી ભારત ભૂમિની રક્ષા કાજ ચિંતન કરેલું છે.દસ દસ અવતાર આ ભૂમિમાં થયા છે તે બધાજ ક્ષત્રિય કુળમાં થયા છે.કેમ કે આ પ્રજા એક વચની,ધ્યેયનિષ્ઠ,સત્ય અને વચનપાલન શૂરવીર પ્રજા છે.માટે ગામની દરેક ધાર્મિક,સામાજિક ક્રિયાઓમાં પ્રથમ ક્ષત્રિઓને આયુધો ધારણ કરાવી આમંત્રિત કરે છે.ક્ષત્રિય મહિલાઓ પણ પોતાના વંશપરંમપરાગત આભૂષણો આભૂષિત કરે છે.માટે આપણા પર રાજાશાહી અથવા ક્ષત્રિઓ અનેક રીતે સમયે સમયે મદદે આવ્યા છે.રૂપાલાજીની વધુ પડતી લબાડી તેમને અને તેમની રાજકીય કારકીર્દિ પર અસર કરશે એમાં બેમત નથી.આમ જનતાએ આ ચેસ્ટાથી સબક શીખવાં જેવો છે કે કોઈપણ સમાજની બેન દીકરીઓ વહુઓ પર ટીકા કરવાથી પોતાનાજ પગમાં કુહાડો મારવા સમાન છે. - વાત્ત્સલ્ય Download Our App