Pyarno Khoufnak Anjaam - 1 in Gujarati Horror Stories by Hitesh Parmar books and stories PDF | પ્યારનો ખૌફનાક અંજામ - 1

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

પ્યારનો ખૌફનાક અંજામ - 1


"અરે યાર, મને તો બહુ જ ડર લાગે છે!" યોગેશ બહુ જ ડરતો હતો.

"ચાલને હવે, આ તો ગામડાનો ઇલાકો છે એટલે એવું લાગે છે તને, ચિંતા ના કર, ફાર્મ હાઉસ તો મસ્ત છે!" સમર એ એના ડરને ઓછા કરવાના પ્રયત્ન થી કહ્યું.

"જે પણ હોય, આ જગ્યા લાગે છે તો બહુ જ ડરાવની! આ રસ્તા તો જો તું! જો કોઈ એકલો જ આવે તો તો ડરીને મરી જ જાય!" પાછળ બેઠેલા યુવરાજે પણ કહ્યું.

જાગ્યાં ખરેખર જ બહુ જ ડરાવની લાગી રહી હતી, ગમે એટલાં હિંમતવાન માણસ પણ ત્યાં જતાં પહેલાં બે વાર વિચાર કરે એવી એ જગ્યા હતી. દૂર દૂર તક બસ જંગલ જ જેવું વૃક્ષો ની ભરમાર હતી! અલગ અલગ જાનવરોના અવાજ વચ્ચે વચ્ચે સંભળાયા કરતા હતા.

"અલા ભાઈ, તમને ખબર તો છે કે મને આ બધાથી કેટલી બધી બીક લાગે છે તો પણ તમે મને લઈ ને આવ્યાં!" યોગેશ એ બહુ જ ડરથી કહ્યું.

"અલા, પણ તો તું આવ્યો જ કેમ તો?!" સમરે યુવરાજને આંખ મારતાં પૂછ્યું.

"એકસક્યુઝ મી, મને યુવરાજે એવું કહ્યું હતું કે આપને બધા એ તો એનાં ઘરે મળવાનું છે અને તમે મને મારા ઘરેથી સીધા જ અહીં લઈ આવ્યાં! પ્લી તોઝ મને બહુ જ ડર લાગે છે!" યોગેશ બોલ્યો તો સમર અને યુવરાજ બંને હસવા લાગ્યા.

એમની વાતો પૂરી થાય એટલામાં તો ફાર્મ હાઉસ આવી પણ ગયું.

ચારેબાજુથી તાર ની બોર્ડર થી ઘેરાયેલા એ ઘરની અંદર ત્રણેય પ્રવેશ્યાં.

"હા, અંદરથી તો બધું સારું જ લાગે છે!" યોગેશ એ અંદર જોયું કે બધું બરાબર હતું તો એને ચેન મળ્યું.

"બેશો, હું તમારા માટે ચાઈ બનાવી ને લાવું, બાય ધ વે મે જૂઠ નહોતું કીધું, આ મારું જ ઘર છે!" યુવરાજ ને હજી પણ હસવું આવતું હતું.

"હા, ભાઈ!" યોગેશ બોલ્યો.

યોગેશ અને સમર ને સોફા પર બેસાડીને યુવરાજ ચા બનાવવા કિચનમાં ગયો.

યુવરાજ જેવો જ કિચનમાં થી ચા બનાવીને, ત્રણ કપમાં ભરીને લઈને આવતો હતો કે એને સમરને કોલ પર વાત કરતા સાંભળ્યો -

"અરે! પણ! અત્યારે, અહીં! જોઈને આવજે પણ!"

"કોણ હતું?!" યોગેશ અને યુવરાજ એક સાથે જ બોલી પડ્યા.

"સંધ્યા આવે છે!" અફસોસ સાથે સમરે કહ્યું.

ચા ત્રણેય એ પીધી એટલામાં તો ડોરબેલ નો અવાજ આવ્યો, હા, યોગેશ તો ખોલવા જવાનો નહોતો, અને સંધ્યા સમર ની ખાસ હતી તો એ જ દરવાજો ખોલવા ગયો.

"શું થયું, કેમ તું આટલી ડરેલી લાગે છે?!" સમરે એને જોતાં જ કહ્યું. આ સાંભળતાં જ સૌ ત્યાં આવી ગયા.

"સમર, કોની સાથે વાત કરે છે?!"

"ત્યાં એક સુખા પાંદડા સિવાય કઈ જ નહિ!" યુવરાજે પણ કહ્યું.

"અરે, આ!" આ વખતે હવે ઝટકો ખુદ સમર ને લાગ્યો! હા, ત્યાં ખરેખર કોઈ જ નહોતું!

"આઈ થીંક, તું થાકી ગયો છું!" યુવરાજે એ એને સમજાવ્યો.

"એક મિનિટ, ડોરબેલ નો અવાજ તમે સાંભળ્યો હતો કે નહિ?!" એને ગાંડાની જેમ બંનેને પૂછ્યું.

"કોઈ આવ્યું હોય ત્યારે અવાજ આવે ને!" સમર ના તો રીતસર મોતિયા જ મરી ગયા!

આછા આછા દૃશ્યો સમરના મગજમાં આકાર લઈ રહ્યાં હતાં -

"પણ સમર, જો તું લગ્ન કરવાનો હોય તો મને કહી દે, હું તને બહુ જ પ્યાર કરું છું અને તારી વગર હું નહિ જીવી શકું!"

"અરે, જસ્ટ ચિલ! કઈ નહિ, તારી સાથે જ તો લગ્ન કરીશ, હું તારો જ છું!" સમર બોલતો હતો.

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઇમેક્સ)માં જોશો: "સંધ્યા બહુ જ ચાલક છે, એને એ પણ ખબર છે કે આપણી પર એના મર્ડર નો આરોપ આવી શકે એટલે તો એને એના ચહેરા પર નખ થી વાર કરીને એને માર્યો છે, એટલે બધાને એવું લાગે કે એને કોઈ જનાવર એ માર્યો હશે!" યુવરાજ કહી રહ્યો હતો ત્યારે એને રાતનો એ ભયાનક અનુભવ ફરીથી યાદ આવી ગયો.

"તું મને પ્યાર કરે છે ને! તો ચાલ આપને સાથે મરી જઈએ!" યોગેશ ના શરીરમાંથી સંધ્યા જ બોલી રહી હતી, હા! યોગેશ એકદમ બેહોશ થયો તો યુવરાજે એની આંખોથી આકાશમાં કોઈ સફેદ પડછાયો જોયો કે જે જોરથી એકદમ જ સમરને અથડાયો અને સમર ત્યાં જ મરી ગયો. થોડી વાર પછી યોગેશ જાગ્યો ત્યારે યુવરાજે એને બધું કહ્યું હતું.