Dhup-Chhanv - 134 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 134

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

ધૂપ-છાઁવ - 134

ડૉક્ટર સુધાબેનનો પૂરો પ્રયત્ન હતો કે અધૂરા મહિને બાળક ન આવી જાય...
છતાં તેમણે એ બાબતે ધીમંત શેઠને પોતાની કેબિનમાં બોલાવીને તેમનું ધ્યાન દોર્યું હતું અને પોતે પણ આ બાબતે સતર્ક હતા...
લક્ષ્મી બા તેમજ ધીમંત શેઠ થોડા ઢીલા પડી ગયા હતા...
પરંતુ ડૉક્ટર સુધા બેને તેમને હિંમત આપી હતી અને તે બોલ્યા હતા કે, "આવા કેસમાં દવા કરતાં દૂઆ વધારે કામ લાગે છે.."
ધીમંત શેઠ પોતે અપેક્ષા સાથે જે મંદિરમાં દરરોજ શિવને જળ ચઢાવવા જતા હતા ત્યાં પહોંચી ગયા હતા અને જ્યાં સુધી અપેક્ષા સારી રીતે છૂટી ન થાય અને બાળકને જન્મ ન આપી દે ત્યાં સુધી તેમણે દરેક ભૂખ્યાને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી...
હવે આગળ....
અપેક્ષાની તબિયત કાબુ બહાર જઈ રહી હતી...
ડોક્ટર સુધાબેને નર્સને સૂચના આપી કે અપેક્ષાને સીઝરીયન કરીને બાળક ઉપરથી ઉંચકી લેવું પડશે નહીં તો આપણે બાળકને ખોઈ બેસીશું એટલે તમે સિઝરિયનની બધી જ તૈયારીઓ કરી દો અને આપણા પેલા ફોર્મ ઉપર પેશન્ટના સગાની સાઈન લઈ લો...
ડોક્ટર સુધાબેનની સૂચના પ્રમાણે નર્સે ઓપરેશનની બધી જ તૈયારીઓ કરી દીધી અને લક્ષ્મીને કહીને ધીમંત શેઠને પણ હોસ્પિટલમાં બોલાવી લીધા અને આ ઓપરેશન માટે તેમની પણ મંજૂરી લઈ લીધી...
કેસ થોડો ક્રીટીકલ હતો તે સુધાબેન પહેલેથી જ જાણતા હતા...
એટલે તે એક એક વસ્તુની ચોક્સાઈ કરીને સાવધાની પૂર્વક અપેક્ષાનું સિઝરિયન ઓપરેશન કરવા લાગ્યા...
બરાબર અડધો કલાક પછીથી એક નર્સ ઓપરેશન થિયેટરની બહાર આવી અને તેણે બૂમ પાડી કે, "અપેક્ષાના સગા સંબંધી કોણ છે?"
ધીમંત શેઠ અને લક્ષ્મી બા પોતાની જગ્યાએથી ઉભા થઇ ગયા અને અપેક્ષાના તેમજ તેના બાળકના સમાચાર સાંભળવા માટે આતુર બન્યા...
નર્સે સમાચાર આપ્યા કે, "પેશન્ટનું સિઝરિયન ઓપરેશન થઈ ગયું છે અને તેમણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો છે.."
ધીમંત શેઠ અને લક્ષ્મી બા ઉપર જોઈને બે હાથ જોડીને ઈશ્વરનો આભાર માનવા લાગ્યા કે, "હે પ્રભુ, તારો લાખ લાખ ઉપકાર કે બધું સુખરૂપ પાર પડી ગયું..."
ધીમંત શેઠે બાધા રાખી હતી કે, સુખરૂપ બધું પતી જશે તો પોતે પહેલા શિવજી મંદિર દર્શન કરવા માટે જશે...
એટલે તે લક્ષ્મી બાને હું થોડી વારમાં આવું છું કહીને શિવજી મંદિર જવા માટે નીકળી ગયા...
થોડીક જ વારમાં નર્સે એક નાનકડું સુંદર રડતું બાળક લક્ષ્મી બાના હાથમાં સોંપ્યું અને કહ્યું કે, "તમે આને સાચવો પેશન્ટને ભાન આવતા હજી થોડી વાર લાગશે...
લક્ષ્મી બા રૂપાળા દૂધ જેવા ધોળા ધોળા પોતાના ભાણિયાને નીરખી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે, આ કોના જેવો લાગે છે...
અપેક્ષાને સ્પેશિયલ રૂમમાં સીફ્ટ કરી દેવામાં આવી હતી...
તેને જેમ જેમ ભાન આવતું હતું તેમ તેમ તે થોડું થોડું બબડ બબડ કરતી હતી...
લક્ષ્મી બા પોતાના ભાણિયાને પારણામાં જુલાવી રહ્યા હતા અને સાથે સાથે અપેક્ષાની પણ સંભાળ લઈ રહ્યા હતા....
થોડી વારમાં ધીમંત શેઠ આવી ગયા અને અપેક્ષાની બાજુમાં બેસીને તેને માથે પંપાળવા લાગ્યા...
ડોક્ટર સુધાબેને ધીમંત શેઠને પોતાની કેબિનમાં બોલાવ્યા અને જણાવ્યું કે, અપેક્ષાની ડિલિવરી તો સુખરૂપ પાર પડી ગઈ છે પરંતુ બાળક થોડું વીક છે એટલે તમારે તેની ખૂબ સંભાળ રાખવી પડશે અને બને તો તેને એકવાર બાળકોના ડોક્ટરને બતાવી જ દો...
ધીમંત શેઠે બાળકોના ડોક્ટરને અહીં જ સુધાબેનના ક્લિનિક ઉપર બોલાવી લેવા માટે ડોક્ટર સુધાબેનને કહ્યું અને પોતે વળી પાછા અપેક્ષા પાસે પહોંચી ગયા...
અને લક્ષ્મી બાને તેમના ઘરે જઈને થોડું ફ્રેશ થવા કહ્યું.
અપેક્ષા હવે બરાબર ભાનમાં આવી ગઈ હતી.
ધીમંત શેઠ અપેક્ષાની બાજુમાં જઈને બેઠા અને તેનો હાથ પોતાના હાથમાં લીધો અને ખૂબજ પ્રેમથી ચૂમી લીધો અને તેની આંખોમાં આંખો પરોવીને તેને કહેવા લાગ્યા કે, "થેન્ક યુ વેરી મચ માય ડિયર તે મને આજે મારા જીવનની સૌથી શ્રેષ્ઠ એક ભેટ આપી છે... મને એક સુંદર દિકરો આપ્યો...
મને તો આ બધું એક સ્વપ્ન જેવું લાગે છે..."
બંનેના ચહેરા ઉપર ખુશી અને સંતોષ છલકાઈ રહ્યા હતા...
અપેક્ષા પણ દબાયેલા અવાજે બોલી કે, "મને પણ આ બધું એક સ્વપ્ન જેવું જ લાગે છે..."
બંને એકબીજાની સામે જોઈને મલકાઈ રહ્યા હતા....
અને પછીથી બંનેની નજર એકસાથે પોતાના સંતાન ઉપર સ્થિર થઈ...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
12/4/24