vaishyalay - 23 in Gujarati Fiction Stories by MaNoJ sAnToKi MaNaS books and stories PDF | વૈશ્યાલય - 23

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

વૈશ્યાલય - 23

પુરી રાતના જાગરણ પછી અંશ બીજે દિવસે બપોરે ઉઠ્યો. નાહી ફ્રેશ થઇ. ગરમા ગરમા ભોજન ગ્રહણ કરી પોતાની બેગ લઈ ઘરની બહાર નીકળ્યો. "મમ્મી આજ થોડું સાંજે મોડું થઇ જશે સો ચિંતા ન કરતી."

અંશના ચહેરા પર એક શુકુન હતું. ઘણા સમયનો માનસિક અને શારીરિક જાણે એક રાતમાં જ ઉતરી ગયો હતો. અંશને પહેલીવાર લાગ્યું કે પુરી રાત માત્ર થોડી ક્ષણોની જ બની ગઈ હતી. કિંજલ સાથે વિતાવેલ ગઈ રાતની હરેક ક્ષણો અંશમાં તાજગી નો સંચાર કરતી હતી. તેને ભરતને કોલ લગાવ્યો. ત્રણ ચાર કોશિશ કરી પણ ભરત કોઈ કામમાં હસે તેથી કોલ રિસીવ કરી શક્યો નહીં. પછી નક્કી કર્યું આજે એ એકલો જ જશે. બાઈક ચાલુ કરી ફરી એ જ સર્કલ, એ જ એરિયામાં જઈ પહોંચ્યો.

દારૂથી તુન બની ગયેલા ત્રણ પીય્યકણ એક વૈશ્યાને ભદા ઈશારો કરતા હતા. અંશે એ દ્રશ્ય જોયું. વૈશ્યા ઉપરના માળેથી નીચે આ દારૂડિયાના ઈશારા જોઈ મજા લેતી હતી. કાળો રંગ હતો, જાણે પુરી અમાસનો અંધકાર એનામાં નીચોવાય ગયો હોઈ. પણ બદન ભરાવદાર હતું. પેલા દારૂડિયાને ઈશારો કરી એને ઉપર બોલાવ્યા. લથડીયા ખાતા ખાતા તેના ત્રણ સીડી ચડી ગયા અને પેલી કાળી બાઈ પણ બાલ્કની માંથી અદ્રશ્ય થઇ ગઈ.

અંશને હવે એ બાબતનું નવાઈ નહોતી કે વૈશ્યા ઈશારા કરે છે પોતાની જાતને પોતાના ગ્રાહકો નીચે દબાવે છે. એમના ગ્રાહકનો વિકાર સંતોષે છે. અંશને મન હવે આ એક એમનો ધંધો હતો એવી કોઈ જ હવે બાબત નહોતી કે અંશને અક્કલ લગાવવાની જરૂર પડે કે વૈષ્યવૃત્તિ શું છે..? આબરૂ... લાજ કે હૈયા... એકવાર વેચાય પછી વારેવારે આવતી નથી. શું કથિત ભદ્રસમાજમાં એવી સ્ત્રી નથી રહેતી જે પોતાના દમનને એની ઈચ્છા વગર પર પોતાના પતિના હલાવે કરતી હોઈ. અરે આ દેખીતી વાત છે કે વૈશ્યાની ખડકી પર અનેક પુરુષો અરે ભદ્ર સમાજના પુરુષો ટકોરા આપે છે. તો એ પુરુષને આ સમાજ શું કહેશે..? અનેક એવા પુરુષો આ સમાજમાં રહેશે જેની વાસના એક સ્ત્રી સાથે પૂર્ણ નથી થતી જેથી એ બીજી સ્ત્રી પાસે જાય છે. તો આ પુરુષને સમાજ કઈ ઉપમા આપશે. પુરુષ પોતાના વાસનાના ડાઘ વૈશ્યાના હૃદયની કાળાશથી સાફ કરી નાંખે છે. આ સમાજે ક્યાં પુરુષને ધિક્કારો છે જે પોતાની વાસના સંતોષવા જ્યાંને ત્યાં ફાંફા મારતો ફરે છે.

કોઈ વૈશ્યા પુરુષને પોતાના દરવાજા સુધી નથી લાવતી. પુરુષ જ પોતાની વાસના સંતોષવા એના દ્વાર સુધી જાય છે. ભાવ તાલ થાય છે. કેમ એ ભાવ તાલ ન કરે...? એક દુકાનદાર પોતાને વધુ નફો થાય એ માટે બૈમાની કરી શકતો હોઈ તો એક વૈશ્યા ને પણ પોતાનો ધંધો છે અને એ પોતાને વધુ પૈસા મળે એ માટે ભાવ ઊંચા પણ કરી શકે છે.

ભદ્ર સમાજની સ્ત્રી વૈશ્યાઓને ગાળો આપે છે. ક્યારેય વૈશ્યા તેના પતિને, કે દીકરાને તેના ઘરમાંથી પોતાના કોઠા ઉપર નથી લઈ ગઈ. આ એવી જગ્યા છે જ્યાં હરેક જાતિ નાતી કે ધર્મના પુરુષને આવકાર છે. રૂપાળો હોઈ કે કાળો હોઈ, તંદુરસ્ત હોઈ કે કૃષ હોઈ, એકવીસ વર્ષનો યુવાન હોઈ કે પંચાવન વર્ષનો આધેડ હોઈ. લઘર વઘર હોઈ કે સાફસુથરો હોઈ. બસ ખિસ્સામાં પૈસા ખનકવા જોઈએ. એ પૈસાના બદલામાં એ વૈશ્યા થોડા સમય પૂરતું એનું શરીર તમને સોંપી દેશે.

અંશે અહીંયા પંડિત થી લઈ શહેરના મોટા શાહુકાર કે મોચી કે વણિક કે પટેલો ને પણ આવતા જોયા છે. આ એ જગ્યા છે જ્યાં ટોપી અને ટીકલ બન્નેના પુરુષો આવે છે. અને બદનામ માત્ર વૈશ્યા થાય છે. આ બહારની સજધજ, અલીશન ઓરડા, બાહ્ય સુંદરતા કે શણગાર જોઈ એવું ન માનશો કે વૈશ્યાઓ ખુબ સુખી છે. આ બધું બાહ્ય છે. અરે એક દેહનો વેપાર કરતી સ્ત્રી પાસે પણ શહેરનો દરોગો રોજ નાની નાની કટકી કરવા આવી જતો અંશે જોયો છે. જેમને બ્રહ્મચાર્યની વાતો જાહેર સભાઓમાં કરી હતી એવા મૌલાવી કે પાદરી કે મહંતના મોઢામાંથી વૈશ્યાલયની ગટરની દુર્ગંધ આવે છે.

આજ ના આ ભદા અને કથિત ભદ્ર સમાજે એટલું તો સમજવું રહ્યું કે સમાજની જે ગંદકી છે એને વૈશ્યાઓ સાફ કરે છે. કદાચ વૈશ્યાલય જ ન ખુલ્યા હોત તો મહોલ્લાના કામી આખલાઓ ક્યાં જઈને પોતાની ઠરક તૃપ્ત કરેત? આજે જ નહીં સદીઓથી વૈશ્યાલય સમાજનો સેક હિસ્સો રહ્યા છે. મોટા ભાગની વૈશ્યા ધર્મભીરુ હોઈ છે. તેના ઓરડાના એક ખૂણે કોઈને કોઈને દેવની પ્રતિમા હોઈ છે એક સામાન્ય ઘરની સ્ત્રી જે ભાવનાથી દેવ વંદના કરતી હોઈ એ જ ભાવનાથી એક વૈશ્યા દેવ આરાધના કરે છે.

ખરેખર તો વૈશ્યા શબ્દ એક ગણિકા માટે હતો જ નહીં. ધંધાદારી પુરુષને પહેલા વૈષ્ય કહેવાતું એનું સ્ત્રીલિંગ વૈશ્યા થાય છે. વૈશ્યા એ સ્ત્રી જે ધંધો કરે છે, શાક, મરીમસાલા, કાપડ કે કોઈ અન્ય વસ્તુનો. પણ સમય જતા વૈશ્યા શબ્દ માત્ર દેહ વેપાર પૂરતો મર્યાદિત કરી નાખ્યો. અનેક દેશોમાં આંદોલન પણ થયા છે વૈષ્યવૃત્તિને કાયદેસર કરવાના. ઘણા ખરા દેશમાં કાયદેસર છે પણ ખરું. કદાચ એશીયા નું મોટામાં મોટુ વૈશ્યાલય કલકતામાં આવ્યું છે. ઇતિહાસના પન્ના પર નજર કરીએ તો અમ્રપાલી નામક એક નગરવધુનો ઉલ્લેખ નજર સામે આવે છે.

અંશ વિચારોમાં એમ જ ચાલતો હતો અને તેનું નિર્ધારિત સ્થાન આવી ગયું.

ક્રમશ: