Prem, Sex ane Aatmiyatni Ketlik Vaato - 8 in Gujarati Health by yeash shah books and stories PDF | પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 8

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 8

સર્વપ્રિયા ની વાત......
શિવેષ : "સ્વાધિનતા જોબનપુત્રા" .. હું તને ખૂબ પ્રેમ કરું છું...
સ્વાધિનતા: શિવેષ.. તારી હિંમત કઈ રીતે થઈ મને આ કહેવાની .. આ ક્યારેય નહીં થાય.. વી આર જોબનપુત્રાઝ.. અને તારું નામ શિવેષ કાનાવત..
કાનાંવતઝ એન્ડ જોબનપુત્રાઝ.. હાઉ રબીશ.. તને મેં દોસ્ત કહ્યો એ જ મોટી વાત કહેવાય અને તું તારી મર્યાદા ભૂલી ગયો.. આ જો મારા પગ ના સેન્ડલઝ અને તારા પગ ની ચપ્પલ.. અમે આવા ચપ્પલ બાથરૂમમાં પણ પહેરતા નથી..ઔકાત જોઈ ને છોકરી પસંદ કર.. ( એમ કહી સ્વાધિનતા શિવેષ નું ગુલાબ ફેંકી દે છે, અને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી જાય છે..)
શિવેષ કોલેજ નો એ પ્રથમ દિવસ યાદ કરે છે" જ્યારે એને સ્વાધિનતા ને જોઈ હતી.. એ ખૂબ સુંદર હતી એટલી જ નિર્ભય હતી.. એ ખૂબ મોટા ઘર ની દીકરી હતી. કોલેજ ના ટ્રસ્ટી એમને કલાસ માં મુકવા આવ્યા હતા. એક જ વર્ષમાં કોલેજ માં એની બુદ્ધિ પ્રતિભા ના દર્શન થવા લાગ્યા.. એ બધા હોંશિયાર ગણાતા છોકરા છોકરીઓ ને પાછળ મુકી આખી કોલેજ માં સૌથી વધુ ટકાવારી સાથે પાસ થઈ ચુકી હતી..
એને પોતાના મિત્રો ખૂબ મોટા પરિવાર માંથી હોય એવા ને પસંદ કરી ને રાખેલા. એના ગ્રુપ નું નામ હતું.. રિચ બડીઝ ગ્રુપ એ આખું ગ્રુપ પોતાની "ડેર એન્ડ ડેર નોટ એની તૃથ ગેમ" માટે જાણીતું થઈ ગયેલું જેમાં એકબીજા ફક્ત એક બીજા ને એવા કામો કરવાનું કહેતા જેને સામાન્ય મિડલ કલાસ વિદ્યાર્થીઓ કરતા શરમાય .. જ્યારે સ્વાધિનતા એ અચાનક બધા ની સામે શિવેષ ના હોઠ પર તસમસતું ચુંબન કરી દીધું હતું .. અને પછી સ્માઈલ સાથે કહ્યું હતું " સોરી બડી .. ઇટ વોઝ જસ્ટ અ ડેર.." પછી કોઈ પણ જાત ની શરમ વગર શિવેષ સાથે દોસ્તી કરી લીધી હતી.." અને રિચ બડીઝ ગૃપ માં એક મિડલ કલાસ બડી ને એન્ટ્રી મળી ગઈ હતી..
શિવેષ સામાન્ય પરિવારનો એક નો એક હોશિયાર દીકરો હતો.. એના માટે આ એક નવો અનુભવ હતો.. ત્યારથી સ્વાધિનતા એની ખાસ મિત્ર બની ગઈ અને ધીરે ધીરે એ અલ્લડ છોકરી સાથે શિવેષ ને પ્રેમ થઈ ગયો.. સ્વાધિનતા ના ગ્રુપ માં શિવેષ સિવાય 2 છોકરાઓ અને 4 છોકરીઓ હતી.. બધા ની આર્થિક સ્થિતિ શિવેષ કરતા વધુ સારી હતી... )
એ દિવસે શુક્રવાર હતો.. શિવેષ ને એક મોટી કંપની માં સારા પગારે જોબ મળી હતી.. અને એને વિચાર્યું કે આ દિવસે એ સ્વાધિનતા ને પ્રપોઝ કરી દેશે અને એમ કરવા માટે પોતાની બચત વાપરી એને આખી ગાર્ડન રેસ્ટોરાં બુક કરી હતી.. એને પ્રપોઝ કર્યું પણ ખરું .. પણ સ્વાધિનતા એ સ્ટેટ્સ બતાવી એના મો પર ગુલાબ ફેંકી દીધું.. શિવેષ એ દિવસે ખૂબ રડ્યો.ને એ જ ગાર્ડન રેસ્ટોરન્ટ માં બેસી ને .. ત્યાં જ..
સર્વપ્રિયા મહાપાત્રા જે સ્વાધિનતા ના ગયા પછી ત્યાં આવી હતી અચાનક શિવેષ ને ઉભો કરી ને તેને વળગી પડી.. એ પણ શિવેષ ની માફક જ રડવા લાગી અને થોડીવાર પછી એને શિવેષ ની વ્યાકુળતા શાંત કરવા ને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા શિવેષ ના હોઠ પર જોરદાર ચુંબન કર્યું.. શિવેષ અવાક થઈ ગયો.. સર્વપ્રિયાએ એનો હાથ પકડી એને બાજુ ના ટેબલ પર બેસાડ્યો.
સર્વપ્રિયા : હું જાણું છું શિવેષ .. આ સમય નથી મારો પ્રેમ વ્યક્ત કરવાનો.. બટ .. પ્રેમ ના ઘા ને પ્રેમ જ રૂઝવી શકે છે.. હું તને ખૂબ પ્રેમ કરું છું.. મને ખબર છે.. તું મારા માટે એ નથી અનુભવ કરતો જે સ્વાધિનતા માટે કરે છે પણ હું તને કોઈ અંધારા માં રાખવા નથી માંગતી.. મારૂ મન કહે છે કે આ જ સમય સારો છે.. તને પ્રપોઝ કરવાનો.. હું તને પ્રપોઝ કરું છું.. (સર્વપ્રિયા ઘૂંટણિયે પડી શિવેષ ને ગુલાબ આપે છે..) શિવેષ ગુલાબ લે છે..ટેબલ પર મૂકી સર્વપ્રિયા ને ફરી પાસે ની ખુરસી માં બેસાડે છે..
શિવેષ : સર્વપ્રિયા આ પ્રેમ કાંઈ રિપ્લેસમેન્ટ ની ગેમ નથી.. મને ભય છે કે તું મારા પ્રેમ નો મજાક તો નથી કરતી ને.. ?
પેલા દિવસ ની ગેમ માં સ્વાધિનતા એ મને ચુંબન કર્યું હતું.. અને આજે તું.. જો આવું તું મારી સાથે કરતી હોય તો હમણાં જ મને તારું પણ સ્ટેટ્સ બતાવી દે..તું જાણે છે.. હું એટલો પૈસાદાર નથી અને તમારું ફેમેલી પણ મહાપાત્રાઝ
છે.. શુ મહાપાત્રાઝ અને કાનાવતઝ ની જોડી જામશે?

સર્વપ્રિયા : મને કાઈ જ ખબર નથી સિવાય કે હું તને પ્રેમ કરું છું.. તારા માટે મારા હાર્ટ નું સ્ટેટ્સ સૌથી ઊંચું છે.. અને તારા હાર્ટ ના સ્ટેટ્સ આગળ કોઈ કરોડપતિ પણ પાછો પડે.. હું તને કોઈ બ્રેકઅપ વિકટમ માની ને દયા દેખાડવા કે ટાઈમપાસ કરવા પ્રેમ નથી કરતી.. હું તને એટલું જ કહું છું કે જ્યાં આ જગત માં સ્વાધિનતાઓ છે ત્યાં સર્વપ્રિયાઓ પણ છે.. જેના માટે પ્રેમ જ પ્રેમ હોય છે.. સ્ટેટ્સ કાંઈ હોતું જ નથી.. અને મને પૂરો વિશ્વાસ છે.. જે સ્વાધિનતા એ તારા પ્રેમ સાથે કર્યું એ તું મારા પ્રેમ સાથે નહિ કરે...
(એમ કહી ને સર્વપ્રિયા ત્યાંથી નીકળી જાય છે.. અને શિવેષ ના મનમાં એના છેલ્લા શબ્દો ના પડઘા પડે છે.." મને પૂરો વિશ્વાસ છે.. જે સ્વાધિનતા એ તારા પ્રેમ સાથે કર્યું એ તું મારા પ્રેમ સાથે નહિ કરે..."