Glaucoma in Gujarati Human Science by Nita Patel books and stories PDF | ગ્લુકોમા

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ગ્લુકોમા

આંખોના ભયાનક રોગ ઝામરથી ચેતતા રહો.
આંખોના બધા જ રોગોમાં આ એક જ એવો રોગ છે જેના પરિણામે આવેલા અંધાપા માટે જગતભરમાં કોઈ ઉપાય નથી. એટલા માટે જ ''ગ્લુકોમા(ઝામર)'' ને ''સ્નિક થિફ ઓફ સાઇટ'' કહેવામાં આવે છે.
ગ્લુકોમા (ઝામર)ના લક્ષણો :
આ રોગના કોઈ ખાસ લક્ષણો નથી, એટલે જાણકારી હી બચાવ. થોડા કારણો જોઈએ તો, કારણ વગર આંખો લાલ થઈ જાય અને આંખે ઓછું દેખાય અને સાથે કોઈ બીજા કારણ વગર ઊબકા અને ઊલટી થાય ત્યારે તાત્કાલિક આંખોના ડૉક્ટર (ઓપ્થેલ્મોલોજિસ્ટ)ને બતાવી દેવું જોઈએ.
ઝામરનું નિદાન કેવી રીતે થાય ?
નિષ્ણાત ઓપ્થેલ્મિક સર્જન ખાસ સાધનોથી આંખોની તપાસ કરીને દર્દીને ઝામર (ગ્લુકોમાં) છે કે નહીં તે નક્કી કરે છે.
ઝામરની સારવાર કેવી રીતે થાય ? (આ વાત ખાસ યાદ રાખશો)
૧. એક વાર ઝામરનું નિદાન થાય ત્યાર પછી ઓપ્થેલ્મોલોજિસ્ટ લખી આપે તે દવાના ટીપાં જિંદગીના અંત સુધી આંખોમાં નાખવા પડે અને આ ટીપા મોંઘા આવે છે,૨.૫ ml. ના લગભગ ૬૫૦ રૂપિયા. મોટે ભાગે લગભગ નિદાન થયેલા બધાં જ ઝામરના કેસમાં આ સમયસરની સારવારથી ''ઓપ્ટીક નર્વને નુકશાન થતું અટકી જાય છે અને અંધાપો આવતો નથી.''
૨. દર છ મહિને આંખોની તપાસ પ્રેશર માપીને કરાવવી જોઈએ.
૩. જરૂર લાગે તો 'લેસરથી સારવાર' અને સર્જરી કરાવવી પડે.
ખાસ યાદ રાખો:
૧. ઝામર (ગ્લુકોમાં) આંખોનો એવો ભયાનક રોગ છે કે જેનાથી તમારી આંખોની જોવાની શક્તિ તમને ખબર પડે તે પહેલા ઓછી થઈ જાય છે અને સમયસર સારવાર ના કરવામાં આવે તો અંધાપો આવે છે. એટલા માટે જ. ''ગ્લુકોમા'' ને ''સ્નિક થિફ ઓફ સાઇટ''(આંખોની રોશની છાનામાના ચોરી જનારા ચોર)ની ઉપમા આપવામાં આવી છે.
૨. આંખોના બધા જ રોગોમાં આ એક જ એવો રોગ છે જેના પરિણામે આવેલા અંધાપા માટે જગતભરમાં કોઈ ઉપાય નથી.
૩. ઝામરનો રોગ વારસાગત છે માટે ખાસ ધ્યાન રાખો જો તમારા દાદા, દાદી, માતા, પિતા, મામા, ફોઈ કાકા અને માશીમાંથી કોઈને પણ જો આ રોગ થયો હતો તેવી તમને ખબર હોય તો થોડો પણ વિલંબ કર્યા વગર તમારી આંખોની તપાસ કરાવી લેશો નહિ તો અંધાપો વહેલો આવશે.
૪. ડાયાબિટીસ ટાઈપ-૨ (મોટી ઉમ્મરે થયો હોય તેવો ડાયાબિટીસ) તેને ગ્લુકોમાં થવાની શક્યતા વધારે છે. તમે જાણો છો તે પ્રમાણે મોટી ઉમ્મરે ડાયાબિટીસ થવાના કારણોમાં વધારે વજન અને કસરતનો અભાવ ગણાય છે માટે ''ખાધું, પીધું અને લહેર કરી'' એટલે કે ભાવે અને ફાવે તેટલું બધું ખાધું અને ગમે માટે પીધું પણ ખરું અને લહેર કરી એટલે કોઈ પણ જાતનો શ્રમ કે કસરત ના કરી એટલે ''ડાયાબિટીસ ટાઇપ-૨'' થાય એટલે તમને ગ્લુકોમા થવાની શક્યતા ખૂબ વધી જાય.
૫ જન્મજાત આંખની ''કોર્નિયા''ની જાડાઈ (થીકનેસ) ઓછી હોય ત્યારે પણ ઝામર થઈ શકે.
૬. જેને નજીકનું બરોબર દેખાતું ના હોય જેને ''નિયરસાઇટેડનેસ'' કહેવાય અથવા દૂરની વસ્તુ બરોબર દેખાતી ના હોય જેને ''માયોપિયા'' અથવા 'ફારસાઇટેડનેસ' કહેવાય તેને 'ઝામર' થઈ શકે.
૭. અકસ્માત થયો હોય ત્યારે આંખોને ઈજા થઈ હોય ત્યારે પણ થાય.
૮. આંખોમાં નાખવાના ટીપામાં અથવા બીજો કોઈ રોગ થયો હોય જેને માટે દવાઓ તરીકે 'કોર્ટીસોસ્ટરોઈડ' પ્રકારની દવા લાંબો વખત લીધી હોય ત્યારે થાય.
૯. ફારસાઈટેડનેસ (હાઈપર્લોપિયા) જેમ દૂરની વસ્તુઓ બરોબર દેખાતી હોય આવા લોકોને પ્રવાહી નીકળવાનો એંગલ સાંકડો હોય અને તેઓને ઓચિંતો ''એંગલ ક્લોઝર ગ્લુકોમાં'' થઈ શકે છે.
૧૦. ગ્લુકોમાં મોટે ભાગે બંને આંખોમાં થાય છે પણ જો એક આંખમાં ઈજાને કારણે, સોજાને કારણે અથવા દવાઓને કારણે થયો હોય તો તે બંને આંખોમાં થાય છે અને જલ્દી વધી જાય છે.
છેલ્લે ભાર દઈને કહેવાનું કે, ૪૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે મેડિકલ ચેકઅપનો કરાવવાનું શરૂ કરો અને તે તપાસ સાથે બીજી ''ઝામર માટે આંખોની તપાસ'' કરાવવાનું ભૂલતા નહીં.
નોટ: સારા સમાચાર એ છે કે, હાલ આ રોગના ઈલાજનું પરીક્ષણ ઉંદર ઉપર સક્સેસ રહ્યું છે. સંશોધકોનું અહી સુધી કહેવું છે કે, પહેલા જેવી જ દૃષ્ટિની કવોલિટી પણ શક્ય બનશે પરંતુ હજી માનવપ્રયોગ બાકી છે ત્યાં સુધી ચેતતા નર સદા સુખી.
શબ્દ અને વિચાર..
Nitunita(નિતા પટેલ)
@everyone
#ઝામર #ગ્લુકોમા #આંખ #નેત્રરોગ