unknown footsteps in Gujarati Horror Stories by Vaishali Parmar books and stories PDF | અજાણ્યો પગરવ

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

અજાણ્યો પગરવ

એનું નામ સોનાલી. દશ જણનું એનું કુટુંબ. કુટુંબમાં સૌથી નાની હોવાથી સોનાલી બધાની લાડકી છે.

એકવાર સોનાલી એનાં કોલેજ ફ્રેન્ડસ્ જોડે શિમલાની એક ભૂતિયા ટૂર પર જાય છે. ત્યાં એ લોકો એક હોટેલમાં રોકાયા હોય છે. એકવાર રાત્રે સોનાલી જે રૂમમાં સૂતી હોય છે ત્યાં તેને કોઈ અજાણ્યા પગરવનો અવાજ આવે છે. થોડીવાર પછી એ અજાણ્યા પગરવનો અવાજ બંધ થઈ જાય છે. સોનાલી એને મનનો વહેમ માનીને એ વાત ભૂલી જાય છે.

સોનાલી એને એનાં કોલેજ ફ્રેન્ડસ્ ટૂરમાથી પાછાં આવી જાય છે અને એમની કોલેજ લાઇફ પાછી શરૂ થઈ જાય છે. રોજ કોલેજ જવું, અભ્યાસ કરવો, ફ્રૈન્ડસ્ જોડે ધમાલ મસ્તીમાં દિવસો કેમના પસાર થઈ ગયા એ પણ ખબર ના પડી.

શિમલા ટૂરમાથી પાછાં આવ્યે હવે એક મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. એકવાર રાત્રે સોનાલી એની રૂમમાં એક નવલકથા વાંચતી હોય છે ત્યારે એને એ અજાણ્યો પગરવ ફરીથી સંભળાય છે. આમ તો સોનાલી એનાં ઘરનાં લોકો અને ફ્રેન્ડસ્ ને એમના પગરવના અવાજ આવે ચાલવાની રીત તથા ઝડપ પરથી એ કોણ છે એ ઓળખી શકે છે. અને આવનાર વ્યક્તિનો મૂડ પણ જાણી જાય છે.

પરંતુ આ અજાણ્યો પગરવ કોનો છે? એ હજુ સુધી સોનાલી સમજી શકતી નથી. પણ એનાં પગરવ પરથી એને લાગે છે કે આ વ્યક્તિ ખૂબ જ બેચેન છે. સોનાલી વિચારમાં પડી જાય છે: શિમલાની હોટેલમાં જે પગરવ એણે સાંભળ્યો હતો એ પગરવમાં પણ આટલી જ બેચેની હતી. થોડીવારમાં એ પગરવનો અવાજ બંધ થઈ જાય છે. આને આ વિશે સવારે ઘરનાં લોકો જોડે વાત કરવાનું નક્કી કરી એ સૂઈ જાય છે.

સવારે ઘરનાં લોકો જોડે સોનાલી શિમલાની હોટેલમાં અને કાલે રાત્રે સાંભળેલા અજાણ્યા પગરવ વિશે વાત કરે છે. પરંતુ ઘરનાં લોકો એ એનો વહેમ છે એમ સમજાવીને વાતને ટાળી દે છે. સોનાલી પણ એ વાત માની લે છે. સોનાલીનો આખો દિવસ સારો જાય છે. પણ રાત્રે પાછો એને એ અજાણ્યો પગરવ સંભળાય છે. સોનાલી એને મનનો વહેમ માનીને સૂઈ જાય છે. પરંતુ સવારે સોનાલી ઉઠતી જ નથી.

એ એનો વહેમ નહોતો પણ સાચે જ તેની સાથે શિમલાથી એક અતૃપ્ત આત્મા તેની સાથે આવી ગાઈ હતી અને તેણે જ સોનાલીની જાન લીધી હોય છે.

આ આત્મા તે શિમલાની જ એક ખુશમિજાજ છોકરીની હોય છે. જેનું નામ રેશ્મા હોય છે. તેના પરીવારને ખૂબ જ પ્રેમ કરતી હોય છે પણ તેનાં પરીવારે ક્યારેય તેને પ્રેમ કર્યો જ નહોતો. તેનાં માતાપિતા તેને બોજ માનતા હતા. પણ તે દેખાવમાં સુંદર હોવાને કારણે તેની આજુબાજુ છોકરાઓની લાઈન લાગતી હતી. પણ તે કોઈને ભાવ આપતી નહોતી.

એકવાર એમનાં ગામમાં એક ખૂબજ ભયાનક મહામારી ફેલાઈ ગઈ. એ સમયે આરોગ્યની સારી સુવિધા નહોતી અને લોકો અંધવિશ્વાસ માં માનનાર હતાં. ત્યારે આ મહામારી માંથી ઉગરવા માટે ગામલોકોએ એક બાબાને બોલાવ્યો હતો. તે બાબાએ ઉપાય બતાવ્યો અને કહ્યું કે સાત દિવસ સુધી પૂજા કરવી પડશે અને સાતમા દિવસે એક કન્યાની બલિ આપવી પડશે તો જ આ મહામારી માંથી છુટકારો થશે. ગામલોકોએ બાબાની વાત માની લીધી અને પૂજા કરવા માટે જરૂરી સામાન લાવી આપ્યો. સાત દિવસના અંતે જ્યારે પૂજા પૂરી થઈ ત્યારે જે કન્યાની બલિ આપવાની હતી તેને લાવવામાં આવી. આ કન્યા બીજું કોઈ નહીં પણ રેશ્મા જ હતી. રેશ્મા નું રુપ જોઈને બાબામા કામવાસનાનો પ્રવેશ થયો તેથી તેણે રેશ્મા ની બલિ બીજા દિવસે ગોઠવી દીધી અને ગામલોકોને જણાવ્યું કે રેશ્માને પવિત્ર કરવા માટે એક રાત તેને મારે ત્યાં રાખવી પડશે. બધાંએ તેની વાતનો વિશ્વાસ કરી લીધો.

રેશ્મા કરગરતી રહી કે મને અહીંયા મૂકીને ન જશો. મને તમારી સાથે લઈ જાવ. પણ કોઈ તેની વાત સાંભળવા તૈયાર નહોતું. તેના પરીવારને તો તેનાથી છુટકારો મળવાનો હતો તેથી તેઓ સૌથી પહેલા ત્યાંથી નીકળી ગયા હતાં. રાત્રે બાબાએ રેશ્મા સાથે જબરદસ્તી કરી અને તેનું ખૂન કરી નાખ્યું. ગામલોકોને જણાવ્યું કે બલિ માટેનું મૂહુર્ત વહેલી સવારે હોવાથી તેણે બલિ આપી દીધી છે. પણ સાચી વાત તો રેશ્મા જ જાણતી હતી જે હવે આત્મા બનીને ગામલોકોને પ્રતાડિત કરે છે. તે એની મરજીથી ગમે તેની જાન લઈ લે છે. તે કોઈ બદલો લેવા માંગે છે કે કેમ તેની પણ કોઈને જાણ નથી.