Farm House - 3 in Gujarati Horror Stories by Dhruvi Kizzu books and stories PDF | ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 3

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 3


ભાગ - ૩



રીની નર્વસ થઈને બેઠી હતી એટલામા ....

" ભાઉ ..... " ટીકુએ રીનીને જટકો આપ્યો . "ઓહ ગોડ , તો તુ છો .... હું તો સમજી ..." " તુ નહીં તમે કે ચશમિશ અમે કંઈ અદ્રશ છીએ ..?? " - મોન્ટુ એ મજાકમા ટપલી મારતા કહ્યું .

" હા હવે તમે બધાં બસ . "- રીનીએ જવાબ આપ્યો .

" પણ તું કેમ આમ નર્વસ થઈને બેઠી હતી .... ??? અમે તો ફુલ એક્સાઇટેડ છીએ ... " - ટીકુએ ગંભીરતાથી પુછ્યું .

" ના ... ના ... મને ટેન્શન એટલું છે કે બધું ઠીક થઈ જશે ને .. આઈ મીન સહી સલામત પાછા આવશુંને .. જસ્ટ બીકોઝ આપડે એવું પ્લેસ ચોઇસ કર્યું છે જે ઓલરેડી હોન્ટેડ લિસ્ટમાં આવી ગયું છે .. અને આ વાત કોઈના પણ પરેન્ટ્સને ખબર નથી ..બધાંને જૂઠ બોલી જઈએ છીએ એ ડરથી કે ટુર કેન્સલના કરી દે .. ખબર પડશે તો ટુર કેન્સલ ..... "

એટલું કહેતાં જ રીનીની વાત વાળતા મોન્ટુએ મજાક કર્યો .. " હા એ તો એમ કે ને તને બીક લાગે છે ... "

" ના .. ના .. મને તેમ કંઈ બીકના લાગે .. હો .. ચાલો ... " - કહેતાં રીની ફ્રેશ થઈ અને બધા રૂમ બહાર નીકળ્યા ..

રીની : " બાય મોમ ..... બાય ડેડ ... ."

" ટેક કેર બેટા .... જલ્દી પાછા આવજો .. અને કોન્ટેક્ટમા રેહજો ... " - રીનીના મોમને જવાબ દેતા મયુરે કહ્યું .. , " હજુ જવા તો દો આન્ટી .. ખબર નહિ આ રીની ત્યાં સુધી પહોંચવા દે કે નહી કમજોર દિમાગ .... "

બધા હસવા લાગ્યાં ..

....

રીની : " પાપા ... ગાડીની ચાવી ક્યાં મૂકી છે ???? "

"ત્યાં જ છે રીનું જો ટેબલ પર ..." - મેહુલભાઈએ જવાબ આપ્યો .

રીની: " ઓકે મળી ગઈ .. બાય પાપા .. લવ યુ ... "

" હા લવ યુ બેટા .. ટેક કેર .. " - કહેતાં મેહુલભાઈ અને રીનાબેન અંદર ગયા ..

" ચાલ નેમિશ બેટા આજે તો તારે જ ડ્રાઇવ કરવાનું છે તુ કહેતો હતો ને લોંગ ડ્રાઇવ પર જવું ગમે મને ... આ લે ... ચાવી પકડ અને ...... - મયુરની વાત પુરીના થઈ એ પહેલાં જ બધા એક સાથે ... " ઓય .... હોય .... નેમિશ ... નેમિશ ... એકલા એકલા લોંગ ડ્રાઈવ પર ... આ સારું હો ..... અમારી તો કંઈ વેલ્યુ જ નઈ ... "

નેમિશ : " જાવ ને તમે હવે આયા બડા ..... "

બધાં કારમા બેઠાં . નેમિશે કાર સ્ટાર્ટ કરી . મજાક - મસ્તી સાથે ગીતો ગાતા - ગાતા દોઢ કલાક ક્યાં કાઢી નાખી એનું કંઈ જ ભાનના રહ્યું ..

મોન્ટુ : " ચાલો હવે કંઇક સારી રેસ્ટોરન્ટમાં જઈ ડીનર કરી લઈએ .. "

ટીકુ : " હા મોન્ટુ બેટા ,, તને એક બ્રેકફાસ્ટ , લંચ , ડીનર સિવાય બીજું કંઈ નહીં સમજાય .... ચાલ તુ જ કહે હવે એટલામા સારી હોટેલ કઈ છે ..?? "

મોન્ટુ : " હા હો .., એતો રેહવાનું .. ચાલ ગુગલ મેપ પર જોઈ લઈએ .. "

મોબાઈલમાં જોતાં મોન્ટુ : " અહીં ભગવતી રેસ્ટોરન્ટ સારામા સારી છે . ચાલો અહીં જ જઈએ .. "

નેમિશ : " અરે મોન્ટુડા ... પણ તે ભગવતી રેસ્ટોરન્ટ છે કેટલેક એ તો ઠેકાણું આપ પેલા .... "

મોન્ટુ : " હા થોડેક જ દૂર છે ..... આ સામે લાઈટિંગસ્ દેખાય . તે જ છે શાયદ ... હા ,, તે જ છે ... ચાલ લઈ લે એ સાઇડ .. "

ક્રિષ્ના : " હાશ... હવે શાંતિ થઈ હસી હસીને ભૂખને મારે જાન નિકળી જાત હમણાં .. "

મોન્ટુએ અંજાન બનતા મજાક કરતા : " તો પણ તારી જાન તો રાજમા છે ને .. ?? "

રાજે પણ મજાક સાથે : " હા તો .. , એક જાન બે જહાનના હોય ..????? વાત કરતો .. "

બધાં હસતાં રહ્યાં . એટલામાં ભગવતી રેસ્ટોરન્ટ આવી ગઈ ...

રીની : " ચાલો ચાલો બેગ લઈ લો બધાં આજે અહીં જ રાતે રોકાઈ જઈએ .. રહેવાની પણ સુવિધા છે જ ને .... "

નેમિશે હક જતાવતા : " તું ટેન્શન ના લે રીની ... હું છું ને ... "

ટીકુએ આંખ મારતાં : " ઓહ ગોડ હવે તો આપડે સાચે ભૂત જ બની ગયા છીએ ... ચાલો એમ તો એમ ... "

બધા હોટેલમા જાય છે ....

તેટલામા મેનેજર ઓર્ડર લેવા એક વેઇટરને મોકલે છે ..... ઓર્ડર આપી બધાં પોતપોતાની ગપચપમા લાગી ગયાં .. વીસેક મિનીટ જેવું થયું હશે ત્યાં ઓર્ડર આવી ગયો ... જમીને બિલ પે કરી બધાં ફરી કારમા બેઠાં .......

નેમિશ ડ્રાઇવિંગ કરતા કરતા : " બાય ધ વે રાજ , તું કંઇક યુનિવર્સિટીમાં જવાનો છે કેનેડા કંઈ નક્કી થયું કે .... ??? "

" હા ... અ .. ના ... ના ... આઈ મીન " કહેતાં રાજ થોડા અટક્યો અને ક્રિષ્ના સામે જોઈ રહ્યો .. પછી અચાનક ધ્યાન દોરતાં , "ના , હવે તમે બધાં એક જ કૉલેજમાં જવાનાં છો તો હું બીજે જઈને શું કરું .. અહીં જ હું પણ એડમિશન લઈ લઈશ , એમ પણ ૬ સ્ટાન્ડર્ડથી આપણે સાથે છીએ ... એમ અચાનક ૧૨ પછી તમને છોડી જવામાં મન નહી માનતું સો ... "

મોન્ટુ : " અમને છોડીને કે ક્રિષ્નાને છોડીને ..... હેં .. હેં .... બોલ .. બધું સમજાય છે અમને ... તમતારે કોઈ નહીં લઈ જાય તારી ક્રિષ્નાને ... "

મયુર : " હા .... હો ...... બરોબર છે .. "


ધન્યવાદ વાચક મિત્રો ,

મને આશા છે કે તમને આ ધારાવાહિક ગમતી હશે .... વાચતા રહો અને તમારા અભિપ્રાયો આપતાં રહો ...

આપ બધાંના સપોર્ટ માટે હું આભારી છું .. વાચતા રહો આગળનો ભાગ - ૪




To be continued.......