Once again in the lap of nature in Gujarati Anything by Jagat Kinkhabwala books and stories PDF | એક વાર ફરી કુદરતના ખોળે

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

એક વાર ફરી કુદરતના ખોળે

એક વાર ફરી કુદરતના ખોળે

લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)

"ગ્લોબલ વોર્મિંગ , ઘર ચકલી - સ્પેરો માટે ભયજનક સ્થિતિ"

પક્ષીઓ ધરતી પર વસતા ખૂબ જ મહત્વના જીવો છે, જે આહાર શૃંખલાનું સંતુલન જાળવી રાખે છે. જીવજંતુ પક્ષીઓનો મુખ્ય આહાર છે. પાકની મોસમમાં જીવજંતુઓનો ઉપદ્રવ અનુકૂળ વાતાવરણના કારણે વધી જાય છે, પરંતુ તે જીવજંતુ પક્ષીઓ અને તેમના બચ્ચાઓનો ખોરાક છે.

આ જ મોસમમાં પક્ષીઓ ઈંડા મૂકે છે અને તેમને સેવવાનું કાર્ય કરે છે. તેઓ તેમના બચ્ચાઓને પોષવા જીવજંતુ અને તેમના લાર્વા પર નિર્ભર રહે છે.

આમ, પક્ષીઓ જીવજંતુની વસ્તીને કાબુમાં રાખે છે અને પાકને નુકસાન થતું અટકાવે છે.

પરાગનયનમાં નિમિત્ત બને અને પર્યાવરણની શૃંખલાને જાળવી રાખે. પક્ષીઓ ખોરાકના સ્ત્રોત તરીકે ઉપયોગી છે, ખેતીવાડીમાં ખાતર પૂરું પાડવાનું કામ કરે છે. પક્ષીઓ ખેડૂતોને બિઝનેસમાં રાખે છે, ધોવાણ અટકાવીને પીવાના પાણીનો બચાવ કરે છે,રોગચાળાના ફેલાવવાને ધીમો પડે છે અને આવશ્યક પર્યાવરણનો ડેટા પૂરો પડે છે.

શિયાળો પક્ષીઓ માટે ઈંડા મુકવાનો સમય નથી. પરંતુ વર્ષ ૨૦૨૪ના શિયાળામાં ભારતની વિવિધ જગ્યાઓથી, અનેક સ્થળો એ “ઘર ચકલી” અને સોસાયટીના પક્ષીઓને માળો બાંધ્યાના સમાચાર મળ્યા છે. આ એક વિચિત્ર ઘટના છે. આ ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કાર્ય છે અને વૈજ્ઞાનિક અભ્યાસની જરૂરત પણ ઉભી કરી છે.

પક્ષીઓને નવા શિકારીઓનો સામનો કરવો, પરજીવી પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો પડે, જેનાથી તેઓ ટેવાયેલા નથી.

ભારતમાં, પક્ષીઓના પ્રજનનની ઋતુ મુખ્યત્વે માર્ચમાં શરુ થાય છે, જયારે તાપમાન ઊંચું જવા લાગે અને જૂન સુધી રહે છે. પક્ષીઓના સંવનનની એક પ્રક્રિયા હોય છે, માળો બાંધવો, ઈંડા મુકવા અને આ સમયગાળામાં બચ્ચાઓનો ઉછેર કરવો. પ્રજનન પક્ષીઓની પ્રજાતિના અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વનું છે.

આ વર્ષે, શિયાળો મોડો આવ્યો, શિયાળાના પહેલા બે મહિના, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં દિવસનું  તાપમાન સામાન્ય શિયાળા કરતા ઘણું ઊંચું રહ્યં. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઉપરનું તાપમાન અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી ઊંચું નોંધાયું, એપ્રિલ મહિના જેવા મધ્ય ઉનાળા જેટલું. તેની સામે રાત્રિનું તાપમાન હંમેશ પ્રમાણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ખુબજ ઠંડુ રહ્યું. આ દરમ્યાન તેમના શરીરમાં દિવસના ઊંચા તાપમાનને લીધે ગરમીના દિવસોની પ્રજનનની પ્રકરીયા શરુ થઇ ગઈ.

શરૂઆતમાં, અસંખ્ય ઘર ચકલી / સ્પેરોએ પ્રેમીઓ પાસેથી તેમના સ્થળે ઘર ચકલી /સ્પેરોએ માળા બાંધવાની ઘટનાને અપવાદરૂપ માની. પરંતુ આ વિચિત્ર ઘટના સમજમાં ન આવી. ચકલી /સ્પેરોએ પ્રેમીઓ પણ મારી જેમ જ અચંબિત હતા.

અનેક સ્થળોએ પૂછપરછ કરતાં જાણ્યું કે પ્રવાસી પક્ષીઓ તેમના પ્રજનનના સ્થળે વહેલાં આવી ગયા છે અને ઊંચા તાપમાનના કારણે તેઓએ ઈંડા મુકવાના શરુ કરી દીધા છે.

સીઝનલ બ્રીડર્સ એવા પક્ષીઓ અને પ્રાણીઓ હોય છે જે વર્ષના અમુક સમયે જ બ્રીડીંગ કરતા હોય. વાતાવરણનું તાપમાન, ખોરાક, જંતુઓ અને પાણીની ઉપલબ્ધીના કારણે વર્ષના આ સમયમાં તેમના બચ્ચાઓ નું અસ્તિત્વ ટકી રહેવું સહેલું બને છે, અને અન્ય શિકારી પક્ષીઓના વર્તનમાં પણ બદલાવ આવે છે.

પ્રજનન ક્રિયા વધુ ક્ષમતા અને સ્વસ્થ બચ્ચાઓની રાષ્ટ્રીય માંગ અને તેમની સંભાળ પર નભે છે. આમ, તાપમાન પ્રજનન ક્રિયા, તેના સમય અને તેની સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે.

સામાન્ય રીતે, ચકલી / સ્પેરોએ/ પક્ષીઓની પ્રજનન ક્રિયા શિયાળા પછી આવતા નવા પાંદડા અને ફૂલોની શરૂઆતનો સમય હોય છે, જે તાપમાન ઊંચું જવાના કારણે વહેલો અને વહેલો આવતો જાય છે. પાકમાં પરિપક્વતા અને જંતુઓમાં વધારો પક્ષીના પ્રજનન પહેલા જ થઇ જાય છે. આ અસંતુલનના કારણે  ચકલી / સ્પેરોએ /પક્ષીઓ તેમના બચ્ચાઓને પૂરતો આહાર નથી આપી શકતા.

વધતું તાપમાન પ્રજનનમાં તણાવ ઉભો કરે છે, જેમાં પ્રજનનક્ષમ કોષનો (ગેમેટ) વિકાસ, પ્રજનનની સફળતા, પેરેન્ટલ સંભાળ અને બચ્ચાઓનું અસ્તિત્વ પણ આવી જાય છે.

સમય પહેલા થતા જન્મ નબળા અને અસ્વસ્થ બચ્ચા પેદા કરે છે, જેમાં ડીફૉર્મેશન અને ટૂંકો જીવનકાળ જોવા મળે છે. જો તેઓ બચી જાય, તેમની આવનાર પેઢી વધુ નબળી પેદા થાય છે, જે ખતરાની નિશાની છે અને પક્ષીઓની વસ્તીના ઘટવામાં કારણરૂપ બને છે.

ગ્લોબલ વોર્મિંગ અનેક પ્રવાસી પક્ષીઓના વાર્ષિક પ્રવાસ પર અસર કરે છે. બદલાતા વાતાવરણના કારણે અનેક પ્રવાસી પક્ષીઓએ તેમના પ્રવાસનો માર્ગ અને વાર્ષિક પ્રવાસ પદ્ધતિ બદલી છે.

આ એક કુદરતી પ્રક્રિયા છે. જોકે, પર્યાવરણમાં આવેલ વર્તમાન બદલાવ અલગ છે, માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગ ઝડપથી વધી રહ્યું છે અને પક્ષીઓના અસ્તિત્વ ને વધુ અને વધુ નુકસાન પહોંચાડી રહી છે.

આ એક મોટો ખતરો છે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવાનું મહત્વનું કારણ પણ છે.

email : jagat.kinkhabwala@gmail.com

(m) +91 98250 51214)

“સ્નેહ કરો, શીખો, સંભાળ રાખો”