Eternal Traditions… Tulsi Puja in Gujarati Health by Rajesh Kariya books and stories PDF | સનાતન પરંપરાઓ… તુલસી પૂજા

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

સનાતન પરંપરાઓ… તુલસી પૂજા

“તુલસી પૂજા”
—————

હિન્દુ ધર્મમાં તુલસી પૂજાનુ ખૂબ અને આગવું મહત્વ છે
એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને ઘર માટે ખૂબ જ ફાયદાકારક કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.
તુલસી એક નેચરલ એર પ્યોરિફાયર છે. આ છોડ ૨૪ કલાકમાંથી લગભગ ૧૨ કલાક ઓક્સિજન છોડે છે. વનસ્પતિશાસ્ત્રના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કાર્બન મોનોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ જેવા ઝેરીલા ગેસને પણ શોષી લે છે. તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને ઓછું કરે છે. તુલસીનો છોડ ઉચ્છવાસમાં ઓઝોન વાયુ છોડે છે, જેનાથી સૂર્યના નુકસાનકારક કિરણોથી બચાવ થાય છે. તુલસીમાંથી યુજેનોલ નામનો કાર્બનિક યોગિક પેદા થાય છે જે મચ્છર, માખી અને કીડા ભગાવવાનું કામ કરે છે.
હવે જ્યારે સનાતન પરંપરા મુજબ જે ઘરે દરરોજ તુલસી પૂજા થાય છે, ત્યારે સ્વાભાવિક રીતે પૂજા કરનાર વ્યક્તિ તુલસી ક્યારા પાસે થોડો સમય બેસી દીવો કરે, પ્રદક્ષિણા કરે છે ત્યારે તુલસીજી સન્મુખ બેસવા કે નજીક રહેવા મળે છે અને એ દરમ્યાન દુર્લભ ઓઝોન વાયુ જે વાતાવરણમાં હોય છે શ્વાસમાં લેવાય છે અને એ આખા દિવસ માટે સંજીવની સાબિત થાય છે.
વૈશ્ણવો તુલસીની કંઠી પહેરે છે જેમાં રહેલું ઓષધિય તત્વ સતત ચામડીના સંપર્કમાં રહે છે અને એથી કેટલાય પ્રકારના રોગો શરીરથી દૂર રહે છે. એ કંઠી તદ્દન પાતળા અને તકલાદી દોરાથી ગૂંથેલ હોય, સ્વાભાવિક રીતે થોડા દિવસમાં તુટી જાય એટલે ફરી નવી કંઠી ધારણ કરવી પડે અને ચૂસ્ત વૈષ્ણવો તો કંઠી વગર એક ડગલું પણ આગળ ન વધે એટલે સ્વાભાવિક રીતે જૂની કંઠી તૂટે, નવી પહેરવી પડે અને એ રીતે નવી નવી માળા પહેરાતી જાય અને ઔષધિય તત્વસભર આ પવિત્ર છોડનો સંસર્ગ રહ્યા કરે અને ફાયદો પણ મળ્યા કરે. પરંતુ જે તે સમયમાં આ વેજ્ઞાનિક દ્રષ્ટિકોણ ન સમજી શકે એવો ખૂબ મોટો સમૂહ હતો તેથી એ બાબતને આપણા રૂષિમુનીઓએ અધ્યાત્મ સાથે જોડી દીધો જેથી શ્ર્દ્ધાપૂર્વક સ્વીકાર કરી જીવનનો ભાગ બનાવી દીધો હતો. આજના યુવાનો એ શ્રદ્ધા સાથે ન સ્વિકારી શકે તો વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિકોણથી સ્વિકારે અને આ અતિ મૂલ્યવાન ઓષધિય ગુણો સભર તુલસીના મહાત્મ્યને સ્વીકારવું જ જોઈએ.
તુલસી સમશિતોષ્ણ પ્રદેશોની મૂળ નિવાસી છે, અને તેનું વાવેતર બહોળા પ્રમાણમાં થાય છે, આ ઉપરાંત છુટા-છવાયા નિંદણ તરિકે પણ ઉગેલી જોવા મળે છે. તુલસીનું વાવેતર ધાર્મિક અને આયુર્વેદિક ઉપયોગ માટે થાય છે, દક્ષિણ એશિયામાં આ એક ઘરગથ્થુ ઓસડ તરીકે તથા હર્બલ ચા બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે, આ ઉપરાંત આયુર્વેદમાં પણ બહોળા પ્રમાણમાં વપરાતી ઔષધિ છે. વળી વૈષ્ણવ સંપ્રદાયમાં તેનું ખૂબ મહત્ત્વ છે, જેમાં ભક્તો તુલસીના છોડની પુજા કરે છે અને તેના પાનનો ઉપયોગ પણ અનેક પ્રકારે પુજાવિધિમાં થતો હોય છે.
તુલસી, જેનો સંસ્કૃત અર્થ થાય છે 'અદ્વિતીય', તેની સંપૂર્ણ ભારતવર્ષમાં પૂજા કરવામાં આવે છે. તેને મોટે ભાગે વિષ્ણુની પત્નીનાં રૂપે ઓળખાય છે .સનાતન ધર્મમાં બે પ્રકારની તુલસી પુજાય છે—"રામ તુલસી" જેને આછા લીલા પાંદડા આવે છે જે કદમાં મોટા હોય છે; અને "કૃષ્ણ તુલસી" જેને ઘેરા રંગના પાંદડા આવે છે આ પાંદડા વિષ્ણુની પુજા માટે મહત્વના છે.
ઘણાં હિંદુઓ પોતાના ઘરની બહાર તુલસી રોપે છે, ક્યરેક ખાસ તુલસી ક્યારીમાં. વિષ્ણુ મંદિરોમાં તુલસી સવિશેષ જોવા મળે છે, અને ઉગાડવામાં આવે છે, વારાણસીમાં તો ખાસ.
તુલસી વિવાહ નામના એક ઉત્સવમાં હિંદુ પંચાંગના કારતક મહિનાની સુદ એકાદશીના દિવસે વિધિવત તુલસીના છોડને વિષ્ણુ સાથે પરણાવવામાં આવે છે. આ દિવસે વિવાહ-લગ્ન આદિ શુભ કાર્યમાટે અશુભ ગણાતા ચાતુર્માસનો પણ અંત આવે છે. આ વિવાહ સાથે ભારતમાં લગ્નની મોસમનો પ્રારંભ થાય છે. કારતક મહીનામાં દીવા પ્રગટાવવાની પ્રથા સાથે તુલસીની પણ પૂજા કરાય છે અને તેને શુકનવંતી મનાય છે. વૈષ્ણવો ખાસ કરીને કારતક માસમાં તુલસીની દરરોજ પૂજા કરે છે.
તુલસીના લાકડા (થડ)માંથી બનેલા મણકાની માળા વૈષ્ણવો જપ માટે રાખે છે અને આવા જ ઝીણા મણકાઓની બનેલી તુલસી માળા ગળામાં પણ પહેરે છે. આ માળા પહેરનારને કૃષ્ણ કે વિષ્ણુ દ્વારા સંરક્ષિત મનાય છે. તુલસી અને વૈષ્ણવોનો એવો સંબંધ છે કે વૈષ્ણવોને ગળે તુલસીની માળા પહેરનાર તરીકે ઓળખાય છે.
તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
તુલસીના ફાયદાઓઃ
ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.
મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ રહે છે. એવામાં તુલસીની બીજનો ઉપયોગ ફાયદાકારક રહેશે.
જો તમને શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો પીવાથી ફાયદો થાય છે. તમે ઇચ્છો તો તેની ગોળીઓ બનાવીને પણ ખાઇ શકો છો.
શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને નેચરલ હોવાને કારણે તેના કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા. જો તમારા મોંઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી દુર્ગંધ દૂર થઇ જશે.
જો તમને ક્યાંય ઇજા થઇ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઇ જાય છે. તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે. આ ઉપરાંત તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઇ જાય છે.
-ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ખીલ દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે.
-ઈમ્પીરિયલ મલેરિયલ કોન્ફ્રરન્સ મુજબ તુલસી મલેરિયાની વિશ્વનીય અને પ્રામાણિક દવા છે.
-ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈજેશનના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી શોઘમાં જણાવાયું છે કે તુલસીમાં એન્ટીઓક્સીડેંટ હોય છે. જે શરીરની મૃત કોશિકાઓને ઠીક કરવામાં મદદ કરે છે.
-ટીબી, મલેરિયા કે અન્ય રોગો સામે લડવા માટે તુલસી કારગર છે.
- કે. એમ જૈનના પરીક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ વ્યક્તિ તુલસીના છોડની 9 પરિક્રમા કરે તો તેની આભામંડળનો પ્રભાવ 3 મીટર સુધી વધી જાય છે.
1) તુલસી વિશે હિન્દુ માન્યતાઓમાં બતાવવામાં આવ્યું છે કે દરેક ઘરની બહાર તુલસીનો છોડ હોવો અનિવાર્ય છે. એટલું જ નહીં જો વ્યક્તિ પ્રતિદિન તુલસીનું સેવન કરે છે, તો તેનું શરીર અનેક ચંદ્રાયણ વ્રતના ફળ સમાન પવિત્રતા પ્રાપ્ત કરી લે છે.
2) જળમાં તુલસીદલ (તુલસીના પાન) નાંખી સ્નાન કરવું તીર્થસ્થળોમાં સ્નાન કરવા સમાન છે. ઉપરાંત તુલસી વાસ્તુદોષ દુર કરવા પણ સક્ષમ છે.
3) પ્રતિદિન તુલસીનું પૂજન કરવું અને છોડમાં જળ અર્પિત કરવું આપણી પરંપરા છે. જે ઘરમાં પ્રતિદિન તુલસીની પૂજા કરવામાં આવે છે. ત્યાં સુખ-સમૃદ્ધિ, સૌભાગ્ય બની રહે છે. ધનની ક્યારે અછત નથી સર્જાતી. આથી આપણે તુલસીનું પૂજન ખાસ કરવું જોઇએ.
4) ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય તો ઘરમાં કલેશ અને અશાંતિ દૂર થાય છે. ઘર-પરિવાર પર માં લક્ષ્મી જીની વિશેષ કૃપા બની રહે છે. એટલું જ નહી પ્રતિદિન દહીં સાથે ખાંડ અને તુલસીના પાનનું સેવન કરવું શુભ માનવામાં આવે છે.
5) પૌરાણિક શાસ્ત્રો અનુસાર તુલસીના પાનના સેવનથી દેવી-દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્તિ થાય છે. દહીં અથવા દૂધની સાથે તુલસીનું સેવન કરવાથી ઘણા પ્રકારના આયુર્વેદિક લાભ પ્રાપ્ત થાય છે. દિવસભર કાર્યમાં મન લાગે છે. માનસિક તણાવ રહેતો નથી, શરીર હંમેશા ઉર્જાવાન બની રહે છે.