Ek Anokhi Saahas Yatra - 5 in Gujarati Adventure Stories by Dipesh Dave books and stories PDF | એક અનોખી સાહસ યાત્રા - 5 - અદભૂત શક્તિ

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

એક અનોખી સાહસ યાત્રા - 5 - અદભૂત શક્તિ

ભોલુ માં બે શક્તિઓના આવવાથી તેનું મન પ્રફુલ્લિત હતું. રાજકુમારી સાથે વાત કર્યા બાદ ભોલુ એ તરત જ પૂતાની શક્તિઓનો ઉપયોગ કરીને પોતાના ગામનું આહ્વાહન કર્યું કે તરત જ તે પોતાના ગામના દરવાજા પાસે પહોચી ગયો. તેને તરત જ પોતાની બીજી શક્તિનો ઉપયોગ કરીને પોતાને અદ્રશ્ય બનાવી દીધો જેથી તેને કોઈ જોઈ ન શકે. એ તરત પોતાના ઘર તરફ જવા લાગ્યો. અત્યારે રાતના એકાદ વાગવા આવ્યો હતો છતાં આખું ગામ જાને જાગતું હોય એવું લાગતું હતું અને બધા જાને કોઈને શોધતા હોય તેવું લાગતું હતું.


ભોલુંને ચિંતા થવા લાગી કે નક્કી આ બધા લોકો મને જ શોધે છે. તેને પોતાના ઘરે પહોચીને જોયું તો તેની માં ખૂબ જ જોર જોરથી રોઈ રહી હતી અને ભોલુ ભોલુ બોલી રહી હતી. એને તરત જ ખબર પડી ગઈ કે સારું થયું પહેલા અહિયાં આવ્યો નહીતર આ બધાની હાલત ખુબ જ ખરાબ થઇ જાત. આખું ગામ જાણે ભોલુંને બધી બાજુ શોધી રહ્યું હતું. બધાની લાગણી જોઇને ભોલુ થોડો ખુશ થયો અને હવે શું કરવું એ વિચારવા લાગ્યો. જો એ સીધો આવી જાય તો બધાને શું જવાબ આપવો એ નહિ આવડે.


ભોલુ એ કરામત કરી. એ સિધ્ધો જંગલમાં જવાના રસ્તે આવેલ એક વડાના ઝાડ નીચે જઈને સુઈ ગયો જેથી શોધનારા લોકોનું ધ્યાન તરત તેના તરફત જાય. એને એ જ યોગ્ય લાગ્યું. જેવો એ આડો પડ્યો કે તરત જ એના દૂરના કાકા એને શોધતા શોધતા એ બાજુ આવ્યા. એને ભોલુને ઝાડ નીચે ઓટલા ઉપર સુતેલો જોયો. એ તરત જ એની પાસે ગયા અને બોલ્યા, ભોલુ, તું અહિયાં છે? અમે તને ક્ર્યારના શોધી રહ્યા છીએ. ક્યા હતો તું? ચાલ ઘરે . તારા મમ્મી પપ્પાની હાલત તો જો કેવી થઇ ગઈ છે. એ લોકો તારી ચિંતા કરે છે.”


ભોલુ તરત ઉભો થયો અને કાકા એને ઘરે લઇ આવ્યા. ઘરે ભોલુંને આવતા જોતાવેત તેની માં તો ગાંડી ગાંડી થઇ ગઈ અને તેને વહાલથી ભેટી પડી. પછી વારો આવ્યો તેના પપ્પાનો. તેણે વહાલ તો ન દેખાડ્યું પણ ઠપકાની સાથે આવ્યા અને બોલ્યા, “ક્યા જતો રહ્યો હતો? આવી રીતે કોઈને કાઈ કીધા વગર બહાર જતું રહેવાય? તારી ચિંતા કરી કરીને આખું ગામ અત્યાર સુધી જાગે છે.


ભોલુ પહેલા તો મુન્જાનો કે હવે શું કહેવું? તેને મનમાં મનમાં વાત બનાવવા માંડી. એને કીધું, “પપ્પા, હું તો જંગલ બાજુ રમવા ગયો હતો. બહુ દૂર પણ નહોતો ગયો. પરંતુ મેં જોયું કે જંગલમાં એક હાથણી આમ તેમ ગાંડાની જેમ આતા મારી રહી હતી. અને જાને કઈક શોધતી હોય એવું લાગતું હતું. મને એની પાસે જવાની ઈચ્છા થઇ પણ ખુબ જ ગુસ્સામાં હોય એવું લાગ્યું હતું એટલે એની પાસે ન ગયો પણ દૂરથી બધું જોતો હતો. હું એની પાછાળ પાછળ ગયો અને જોયું કે એનું બચ્ચું એક ખાડામાં ફસાઈ ગયું હતું અને એની ચિંતામાં એ ગાંડી ગાંડી થઇ હતી. પહેલા તો મને એની પાસે જવાની બીક લાગી પરંતુ પછી હિંમત કરીને એની પાસે ગયો. એની સામે જોઇને કીધું, “ચિંતા ન કર. આ ભોલુ તારા બચ્ચાની મદદ કરશે.”


હાથણી જાને મારી વાત સમજી ગઈ હોય એમ માથું હલાવીને ઉભી રહી ગઈ. પછી મેં જોયું કે એ ખાડો શિકારીઓએ શિકાર મારે બનાવેલ હતો. એ ખાડામાં નીચે પાણી હતું જેથી બચ્ચું ઉપર ચાળે તો લપસે જતું હતું એટલે મેં આજુ બાજુમાં મોટા પત્થર હતા એ આજુ બાજુ નાખ્યા જેનાથી બચ્ચું થોડું ઉપર આવ્યું. અને પછી ત્યાં બાજુમાં એક વાળનું ઝાડ હતું તેની જાડી વડવાઈ તોડીને એક છેડો હાથણીને પકડવા આપ્યો અને બેજો છેડો બચ્ચા બાજુ ફેક્યો. એ બંને મારી વાત જાને સમજી ગયા હોય એમ બચ્ચાએ તરત છેડો પકડી લીધો અને બીજા છેડાથી હાથણીએ એને ખેચ્યો કે તરત બચ્ચું બહાર આવી ગયું.


હાથણી અને બચ્ચું એકબીજાને વહાલ કરવા લાગ્યા અને મારી તરફ આભારની નજરે જોવા લાગ્યા. આટલુ બધું કરવામાં હું ઘર બાજુનો રસ્તો ભૂલી ગયો અને માંડ માંડ ગામ તરફ આવ્યો. ગામના ઝાંપે આવીને હજુ આડો પાડ્યો કે કાકા જોઈ ગયા.


બધા જ ભોલુની વાત સાછી માની ગયા અને તેના વખાણ કરવા લાગ્યા. ભોલુ પણ મનમાં મનમાં ખુશ થયો કે હાશ બધા માની તો ગયા. ભોલુની મમ્મીએ તો કહી પણ દીધું કે ખુબ સારું કર્યું દીકરા. બીજાની મદદ તો કરવી જ જોઈએ. પણ હવે ક્યારેય તને એકલા ક્યાય નહિ જવા દઉ. ભોલુ તો માની વાત સાંભળીને થોડો વિચારમાં પડ્યો કે હવે જવા માટે શું કરવુ? કાઈ નહિ જોયું જશે. આગે આગે ગોરખ જાગે.


ભોલુંના માં-બાપે આખા ગામનો આભાર માનીને બધાને ઘરે જવા વિનંતી કરી એટલે ગામ લોકો ઘરે ગયા. પછી ભોલુની મમ્મીએ તેને પ્રેમથી જમાડ્યો અને પછી બધા સુઈ ગયા.


સવારે ઉઠીને ભોલુ વિઆરતો હતો કે હવે શું બહાનું બનાવીને રાજકુમારીની મદદ કરવા જવું. એ તૈયાર થઈને સ્કુલે જવા નીકળ્યો. તેનો એક પાક્કો મિત્ર હતો એ પોતાની બધી ચર્ચા કરતો. પરંતુ આ વખતે એની સાથે બધી વાત કરી શકે તેમ નહોતો. એટલે એને આદકાતારી રીતે પોતાના મિત્રને પૂછ્યું, “રાજુ, આપણે ક્યાંક ત્રણ ચાર દિવસ બહાર જવું હોય તો કેવી રીતે જવાય?” રાજુ કહે, “આપના ગામ જેવી મોજ ક્યાય નથી. પણ તોય જો તારે જવું હોય તો આજે એક વિજ્ઞાનના સાહેબ મોટી ઓફિસેથી આવવાના છે અને બધાની પરિક્ષા લેવાના છે. જે સૌથી વધારે માર્ક્સ સાથે પાસ થશે એને તેઓ પોતાની સાથે મોટા શહેરમાં થવા વાળા વિજ્ઞાનમેળામાં પ્રદર્શન માટે એક અઠવાડિયા સુધી શાળાના ખર્ચે લઇ જવાના છે.”


ભોલુ તો ખુશ થયો અને વિચારવા લાગ્યો કે મારે સારામાં સારા માર્ક્સ લાવવા જ પડશે. આમેય એ હોશિયાર તો હતો જ અને મહેતા સાહેબની પ્રેરણાથી તે હવે લખાવામાં પણ એણે સારો એવો પ્રોગ્રેસ કર્યો હતો. એટલે એ ખુબ જ ઉત્સાહથી સ્કુલે પહોચ્યો. અને પછી નવા સાહેબના આવવાની આતુરતાથી રાહ જોવા લાગ્યો.


લગભગ ૧૧ વાગ્યે વિજ્ઞાનના મોટા સાહેબ આવ્યા અને પોતાની સાથે એક પેપરનો થપ્પો લેતા આવ્યા. આવીને એમને બધા જ વિધાર્થીઓને એક એક પેપર આપ્યું અને કહ્યું એક કલાકમાં આ પેપર પૂરી કરીને આપવાનું છે અને જે પહેલા નંબરે આવશે તેને શાળા તરફથી ૧૦૦૦ રૂપિયા રોકડા અને અઠવાડિયા સુધી વિજ્ઞાનમેળામાં પ્રદર્શન કરવા માટે દિલ્હી લઇ જવામાં આવશે. બધા વિદ્યાર્થીઓ તો ખુશ થઇ ગયા અને ભોલુ તો સૌથી વધારે ખુશ થયો કે હવે મને દિલ્હી જવાથી કોઈ રોકી નહિ શકે. એને ખુબ જ ઉત્સાહથી પેપર આપ્યું. એક કલાકમાં બધાએ પોત પોતાના પેપર જમા કરાવ્યા. સાહેબે આવીને કહ્યું આવતી કાલે સવારે પહેલા નંબરના વિદ્યાર્થીની જાણ કરવામાં આવશે.