Dhandhani Vaat - 4 in Gujarati Biography by Kandarp Patel books and stories PDF | ધંધાની વાત - ભાગ 4

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ધંધાની વાત - ભાગ 4

નારાયણ મૂર્તિ

‘ઇન્ફોસિસ’ – IT World

“Love your job but never fall in love with your company because you never know when company stops loving you.”

“તમારી નોકરીને પ્રેમ કરો પરંતુ ક્યારેય પણ તમારી કંપનીના પ્રેમમાં નહિ પડો કારણ કે તમને ખબર પણ નહિ રહે કે ક્યારે કંપની તમને ચાહવાનું બંધ કરી દેશે...!” – નારાયણ મૂર્તિ

આ વાક્ય બોલનાર વ્યક્તિ સહેજ અણછાજતી, અસહજ કે અવિશ્વસનીય લાગશે. પરંતુ આવું બોલવાની ફરજ કેમ પડી? એક પ્રશ્ન જોઈએ.

રિપોર્ટર : મિસ્ટર મૂર્તિ, ઇન્ફોસિસમાં ૨૦૧૩માં તમે પાછા ફર્યા. જો કે, ઓગસ્ટ ૨૦૧૧માં તમે ઇન્ફોસિસ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. પાછા ફરવાનું કારણ શું? ઇન્ડિયન IT કંપનીઓ વિદેશી કંપનીઓ જેમ કે માઈક્રોસોફ્ટ, ફિનેકલ..વગેરે, જેવા સોફ્ટવેર કેમ નથી બનાવતી અને માત્ર સર્વિસ પ્રોવાઇડર તરીકે જ કામ કરે છે?

નારાયણ મૂર્તિ : પાછા ફરવાનું કારણ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો મને પાછો બોલાવવાનો નિર્ણય. ઉપરાંત, વર્ષો પહેલા અમે IIT માંથી ૧૦૦ જેટલા એકદમ ભેજું સ્ટુડન્ટને કંપનીમાં જોબ આપતા હતા. દર વર્ષે થતા ૧૦૦૦ રિક્રુટમેન્ટમાંથી ૧૦૦ સ્ટુડન્ટ કંઇક સોફ્ટવેર ક્ષેત્રે કાઠું કાઢી શકે તેવી પ્રતિભા ધરાવતા હતા. આજે અમે ૩૫-૪૦૦૦૦ ને કંપનીમાં જેબ આપીએ છીએ, પરંતુ અમને IT ક્ષેત્રે ૧૦ સ્ટુડન્ટ પણ એ સ્કિલ ધરાવતા મળતા નથી. સવાલ રહ્યો સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરવાનો તો, એ અવિચ્છિન્ન ચાલતી પ્રક્રિયા છે. જે કંપની સોફ્ટવેર ડેવલપ કરે છે તેને સર્વિસની જરૂર પડવાની જ.

સ્પષ્ટવક્તા, સાદગીભર્યું જીવન, સરળ શૈલી અને ‘ડાઉન તો અર્થ’ પર્સનાલીટી. નારાયણ મૂર્તિ વિષે માત્ર એટલી જ ખબર હશે કે, તેઓ ઇન્ફોસિસના સ્થાપક છે. પરંતુ, કેટલાક રોચક તથ્યો, તકલીફો અને સફળતાની ગાથા ગાતી ઇન્ફોસિસની કહાની વિષે ટૂંકમાં ઘણું બધું. એન્ટર ઇન ધ વર્લ્ડ ઓફ ઇન્ફોસિસ.....!

પરિચય

૨૦ ઓગસ્ટ, ૧૯૪૬ ના રોજ નાગવારા રામારાવ નારાયણ મૂર્તિનો જન્મ. માતાનું નામ વિમલા કુલકર્ણી અને પિતાનું નામ આર.એચ.કુલકર્ણી. જન્મ માત્ર નારાયણ મૂર્તિનો નહિ, બલ્કે એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દુનિયામાં એક રિવોલ્યુશનનો હતો. ટેકનોલોજીની દુનિયામાં ‘ઇન્ફોર્મેશન’ નો સોર્સ-ફ્લો વહાવવા ‘ઇન્ફોસિસ’ના મજબુત ડોબરા ખોદવાનું કાર્ય તેમને પોતાના એન્જીનિયરીંગના એજ્યુકેશન દરમિયાન જ લીધું હતું. ઈલેક્ટ્રીકલ એન્જીનિયરીંગ (B.Tech) તેમણે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, મૈસુર અને કમ્પ્યુટર સાયન્સ (M.Tech) ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, કાનપુરથી લીધું હતું. ભારતની બંને ટોપ મોસ્ટ કોલેજમાંથી સ્નાતકના અને અનુસ્નાતકની પદવી મેળવ્યા પછી તેમને ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ અને પટણી કમ્પ્યુટર સિસ્ટમ, પુણે ખાતે ચીફ કમ્પ્યુટર પ્રોગ્રામરની જવાબદારી સંભાળી હતી. ભારતની સૌ પ્રથમ ટાઈમ-શેરીંગ કમ્પ્યુટર સ્ક્રીન સિસ્ટમ પર તેમણે કામ કર્યું હતું. જે તેમણે ‘ઇલેક્ટ્રોનિકસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ’ ડીઝાઇન કરીને અમલી બનાવ્યું હતું. ત્યારબાદ તેમને સુધા મૂર્તિ સાથે લગ્ન કર્યા. તેઓ સોશિયલ વર્કર અને લેખિકા છે. તેમના પુત્રનું નામ રોહન અને પુત્રીનું નામ અક્ષત છે.

‘ઇન્ફો’ ઓફ ‘ઇન્ફોસિસ’

 

· નારાયણ મૂર્તિએ કાર્યકાળની શરૂઆત તેમને પટણી કમ્પ્યુટર સિસ્ટમ્સ (PCS)થી કરી હતી. પોતાના મિત્ર શશીકાંત શર્મા અને પ્રોફેસર કૃષ્ણય્યા સાથે મળીને ૧૯૭૬, પુણેમાં ‘સિસ્ટમ રીસર્ચ ઇન્સ્ટીટયુટ’ની સ્થાપના કરી.

  

· નારાયણ મૂર્તિએ ઇન્ફોસિસની સ્થાપના ૭ જુલાઈ, ૧૯૮૧માં બીજા ૬ મિત્રો સાથે મળીને કરી. તે સમયે ૧૦,૦૦૦ જેવડી કિંમતમાં કંપનીની સ્થાપના કરી. જે તેમની પત્ની સુધા મૂર્તિએ આપ્યા હતા. તે સમયે સુધા મૂર્તિ ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં એન્જીનિયર હતા.

  

· મુંબઈના એક એપાર્ટમેન્ટમાં શરુ થયેલી આ કંપની ૧૯૯૧માં ‘ઇન્ફોસિસ પબ્લિક લીમીટેડ’ કંપની બની.

  

· ૧૯૯૯માં કંપનીએ ઉત્કૃષ્ટતા અને ગુણવત્તાનું પ્રતિક SEI-CMM મેળવ્યું. આ વર્ષે જ કંપનીએ એક નવો ઈતિહાસ રચ્યો જયારે તેના શેર અમેરિકી શેર માર્કેટ NASDAQમાં રજીસ્ટર થયા.

  

· નારાયણ મૂર્તિએ ૧૯૮૧થી ૨૦૦૨ સુધી કંપનીના CEO તરીકે કાર્યભાર સંભાળ્યો. ૨૦૦૨માં તેમના એક સાથી નંદન નિલેકણીને CEO તરીકેની કમાન સંભાળવા આપી. ૨૦૦૨થી ૨૦૧૧ સુધી તેઓએ કંપનીના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી.

  

· ૨૧ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ તેઓ ‘Chairman Emeritus’ના ટાઈટલ સાથે નિવૃત થયા.

  

· ૧ જુને, ૨૦૧૩ના રોજ ફરીથી તેઓ ઈન્ફોસિસના એકઝીકયુટીવ ચેરમેન અને એડીશનલ ડિરેકટર તરીકે પાછા ફર્યા.

 

‘મૂર્તિ’ – મેનેજમેન્ટ મેનિયાક

માત્ર ઇન્ફોસિસ જ નહિ, આ દરેક જવાબદારીઓ પણ…

 

· HSBC બેંકના કોપોરેટ બોર્ડના સ્વતંત્ર ડિરેક્ટર તરીકેની ભૂમિકા.

  

· DBS Bank, Unilever, ICICI and NDTV ના બોર્ડ ઓફ ડિરેક્ટર (BOD) તરીકેની જવાબદારી.

  

· કોર્નેલ યુનિવર્સિટી, INSEAD, ESSEC, Ford ફાઉન્ડેશન, UN ફાઉન્ડેશન, Indo-British Partnership, Asian Institute of Management જેવી સંસ્થાઓના એડવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે કાર્ય કર્યું.

  

· Infosys Prize તેમજ Rhodes Trust ના ટ્રસ્ટી તરીકે કાર્ય.

  

· ‘પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા’ના ગવર્નીંગ બોર્ડના ચેરમેન.

  

· ‘બ્રિટીશ ટેલિકોમ્યુનિકેશન’ના એડવાઇઝરી બોર્ડના સદસ્ય તરીકે સેવા આપી.

  

· ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’ના કો-ચેરમેન.

 

મૂર્તિ ‘મંત્ર’

સફળ કંપનીની સફળતા પાછળ નારાયણ મૂર્તિના કેટલાક વિચાર-મોતીઓ…

 

· Great Institutions like Great nations : સફળ ઇન્સ્ટીટયુટસ એ સફળતાના શિખર પર પહોચેલા દેશ જેવી હોય છે. તેનું બંધારણ ઉંચી મહત્વાકાંક્ષા, તોફાની અને ફળદ્રુપ ભેજા ધરાવતા વ્યક્તિઓ અને તેમના હાર્ડ વર્ક પર મજબૂતાઈથી ચણાયેલું હોય છે. જેમાનું એક ‘ઇન્ફોસિસ’ છે.

  

· “રોજ રાત્રે આપણી સંપત્તિ બારણામાંથી નીકળી જતી હોય છે. ત્યારે એક વિશ્વાસ હોવો જ જોઈએ કે કાલે સવારે બારણું ખુલતાની સાથે જ ફરી પછી તે આવશે.”

  

· સકસેસ કી : મહત્વાકાંક્ષા એવી બાંધવી જોઈએ કે જે બીજા લોકો જોઈ નથી શકતા. એવા સપનાઓ ગૂંથવા જોઈએ કે જે બીજા લોકો માત્ર વિચારમાત્રથી જ ઉભા રહી જાય છે. જે કરવા માટે સાચી વસ્તુ છે, જેનાથી માન-સન્માન મળે, જે મહત્વાકાંક્ષી વિચારોના પાયારૂપ માળખા પર ઉભેલી હોય હંમેશા તે વાતોને આકાર આપવો જોઈએ.

  

· "Character + Chance = Success" – વ્યક્તિત્વ + પ્રારબ્ધ = સફળતા

  

· Leadership : હિંમત વિના ક્યારેય પણ લીડર બની શકાય નહિ. સમજણ માટે હિંમત, જે સત્ય છે તેના માટે હિંમત, જયારે પોતે લઘુમતમાં હોઈએ છતાં સાચો મુદ્દો ઉઠાવવાની હિંમત, શંકા અને મીડિયા સામે જવાબ આપવાની હિંમત, બીજાની ભૂલો બતાવવાની હિંમત, પોતાના કરતા વધુ સ્માર્ટ લોકોને રીક્રુટ કરવાની હિંમત, બીજો વ્યક્તિ પોતાના કરતા ઘણી વાતો સારી અને સાચી કરે છે તે પચાવવાની હિંમત, અનપ્લાન્ડ નિર્ણયોમાં સમયાનુસાર સાચા પડવાની હિંમત.

  

· “A plausible impossibility is better than a convincing possibility.” - “બુદ્ધિગમ્ય અશક્યતા એ વિશ્વાસપ્રદ શક્યતા કરતા વધુ સારી છે.”

  

· Simplicity : મહાત્મા ગાંધી એ સૌથી સફળ લીડરનું ઉદાહરણ છે. દરેક લીડર એ તેમનામાંથી સાદગી, સરળ સંપર્કો અને સાભિલાષ વૃત્તિ અપનાવવી જોઈએ. બિઝનેસ રૂલ્સ એટલા સરળ હોવા જોઈએ કે જેને સરળતાથી સમજી શકાય, અમલમાં મૂકી શકાય, અને કમ્યુનિકેટ કરી શકાય. સરળ કોર્પોરેટ લાઈફ સ્ટાઈલ સફળ લીડરનું નિર્માણ કરે છે. ઇન્ફોસિસની સફળતાનું એક આ કારણ પણ નારાયણ મૂર્તિ માને છે.

  

· “When in doubt, disclose.” – “જયારે સંદેહ હોય, ત્યારે તેને બંધ કરવું હિતાવહ છે.”

  

· શબ્દ-સમજ : સફળ બિઝનેસ માટે શબ્દોને ત્રાજવે મુકીને તોળીને બોલવું એ વધુ આવશ્યક બની જાય છે, એમાં પણ ત્યારે તમે ટોપ પર હો. નારાયણ મૂર્તિ કહે છે, ‘લક’ અને ‘ચાન્સ’ બંને સફળતા અને નિષ્ફળતા માટેના ફેકટર્સ છે. જયારે પણ તમને સફળતા કે નિષ્ફળતા મળે તેની અસર ક્યારેય કંપનીમાં કામ કરતા એમ્પ્લોયી પર ન પડે તેની સાવચેતી રાખવી જોઈએ.

  

· “ચોક્કસ સદવિવેકબુદ્ધિ એ વિશ્વનું સૌથી નરમ ઓશીકું છે.”

  

· Diversity : નારાયણ મૂર્તિ એવું સ્પષ્ટપણે માને છે કે, ઇન્ફોસિસ એક એવી જગ્યા બનવી જોઈએ કે જ્યાં અલગ જાતિ, જાતીયતા, વંશ કે ધર્મના લોકો હોય. જે એકસાથે કાર્ય કરે અને સ્પર્ધાત્મક વાતાવરણમાં એકસમાનતા, નમ્રતા અને શ્રેષ્ઠતામાં ઉમેરો કરે તેમજ કસ્ટમર્સને આ દરેક વેલ્યુની રોજબરોજના જીવનમાં યોગ્યતા જણાય.

  

· “પ્રગતિ એ માઈન્ડ અને માઈન્ડસેટના તફાવત બરાબર જ હોય છે.”

  

· Unity : ‘કમ્યુનિટી’, આ શબ્દ બે લેટિન શબ્દોની સંધિ છે. Com (“Together”) અને Unus (“One”). જયારે કમ્યુનિટી શબ્દ પ્રયોગ થાય ત્યારે તેનો મતલબ ‘એક’ અને ‘ઘણા’ એવો થાય છે. તેઓ માને છે કે એવા લોકોનું ગ્રુપ સાથે મળીને કામ કરે કે જેઓ ભિન્ન છે પરંતુ, એક છે. વેદનું દ્રષ્ટાંત આપીને નારાયણ મૂર્તિ કહે છે, “Man can live iindividually, but can survive only collectively.” પોતાના અને સોસાયટીના રસને ધ્યાનમાં રાખીને એક વેલ્યુ સિસ્ટમ બનાવવી અને વિવેકી ત્યાગ કરતા શીખવું જોઈએ.

  

· “દરેક અન્ય પ્રતિસ્પર્ધી ટેબલ પર પડેલા ડેટા પર વિશ્વાસ કરે છે, પરંતુ અમે ભગવાન પર વિશ્વાસ રાખીએ છીએ.”

 

મૂર્તિ ‘માર્ગદર્શક’

 

· ઉઠો, હેલ્ધી બ્રેકફાસ્ટ કરો અને કામ પર જાવ.

  

· આઠ-નવ કલાક સુધી હાર્ડ અને સ્માર્ટ વર્ક કરો.

 

· ઘરે જાઓ.

  

· બુક્સ/કોમિક્સ વાંચો, રમુજી ફિલ્મ જુઓ, કાદવમાં કૂદો, બાળકો સાથે રમો. માત્ર કૌટુંબિક કાર્યો પર જ ધ્યાન આપો અને ઓફિસના તણાવને કુટુંબથી દૂર રાખો.

  

· સારું જમો અને શાંતિની ચાદર ઓઢીને સુઓ.

  

· ઉઠીને ફરીથી પોઈન્ટ નંબર ૨. ધ્યાનમાં રાખો.

 

મૂર્તિ ‘મંચ’ :

નારાયણ મૂર્તિ હંમેશા સાદગીની સાથે સ્પષ્ટવક્તા અને પ્રેરણામૂર્તિ બનીને જીવ્યા છે. આ દરેક વાતોને તેમને અવાર-નવાર અનેક કાર્યક્રમોમાં અને ઈન્ટરવ્યુમાં જણાવી છે. પરંતુ, કેટલીક વાતો એવી છે જાણવી અતિ આવશ્યક છે. આ વાતોના આધાર પર જ નારાયણ મૂર્તિને જાણી શકાય. 

માઈન્ડરશ ૨૦૧૩, દિવસ ૧, સેશન ૧ :-

રિપોર્ટર : મિસ્ટર મૂર્તિ. ઇન્ફોસિસ ખરેખર સફળતાના શિખરો સર કરી રહી છે, ગ્રોથ ફેક્ટર પણ વધુને વધુ મજબુત થઇ રહ્યો છે. પરંતુ સત્ય એ છે કે, તમે ફરીથી કંપનીમાં ‘કમ બેક’ કર્યું અને તમારા દીકરા એ પણ. પ્રશ્ન એ છે કે, છતાં તમારા દીકરા, રોહન મૂર્તિએ કંપનીમાં ચેરમેન કે ડિરેક્ટરનું સ્થાન કેમ ન લીધું? જો કે, તે ખુબ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે. સકસેસ પ્લાનિંગ, મેરીટોક્રેસી (લાયકાત જોઇને ચૂંટાયેલ વ્યક્તિ) કે અન્ય કોઈ ફેક્ટર પરથી આ નિર્ણય લેવાયો?

 

· મૂર્તિ

  

· મને બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી બોલાવ્યો છે તેથી હું આવ્યો છું. જયારે હું ૨૧ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ કંપનીમાંથી નિવૃત્ત થયો ત્યારે કેટલાયે લોકો, કેમ્પસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર.. આ દરેક વાતો મારી સાથે જોડાયેલી હતો. છતાં, ૧૯૮૧માં જયારે કંપનીની સ્થાપના કરી તે દિવસે જેટલો મારા કામ પ્રત્યે પેશનેટ હતો એટલો જ છેલ્લા દિવસે સવારે ૫:૩૦ એ ઉઠ્યો ત્યારે હતો. 

  

· આફ્ટર ૬૫, મેં નક્કી કર્યું હતું કે હું મારો પૂરો સમય ફેમિલીને જ આપીશ. કારણ કે, ૧૯૮૧માં કંપનીની સ્થાપના પછી ૨૦૧૧ સુધી મેં ક્યારેય ફેમિલી સામે જોયું નહોતું. જયારે બોર્ડ એ મારી સાથે ૧ મહિના સુધી મારા પાછા ફરવા પ્રત્યે ચર્ચા કરી ત્યારે મારી પત્ની એ મને કહ્યું કે, ‘ઇન્ફોસિસ તમારું મિડલ ચાઈલ્ડ છે. તમારે બંને પુત્રોની કાળજી સાથે એની સંભાળ પણ લેવી જોઈએ.’ એનું કારણ, મારી દીકરી અક્ષતા નો જન્મ ઈ.સ.૧૯૮૦ અને દીકરા રોહનનો જન્મ ઈ.સ.૧૯૮૩માં થયો હતો. જેથી ઇન્ફોસિસ પણ મારું મિડલ ચાઈલ્ડ જ કહી શકાય. તેથી તેની આ વાત માની અને હું કંપનીમાં પાછો ફર્યો.

  

· હું કોર્પોરેટ નિયમોના ખંડન વિના મારા ચાઈલ્ડને કંપનીમાં હોદ્દો અપાવીને કઈ રીતે મારી કંપનીને ગૌરવ અપાવી શકું? એનું કારણ એની મારી સાથેની કોઈ ને કોઈ રિલેશનશીપ છે. મારો દીકરો વર્ષની ૧ રૂપિયાની સેલરી સાથે કામ કરવા તૈયાર પણ હતો. આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ક્વોલિટી અને પ્રોડક્ટીવિટી સુધારવા અને તેને આગળ લઇ જવા માટે તૈયાર હતો. છતાં, નામ તેનું જ બોલાય જે મને ઉચિત ન લાગ્યું. ઉપરાંત, મારો સન રોહન ખુબ જ ટેલેન્ટેડ વ્યક્તિ છે. તે ખુબ જ ઉચ્ચ કક્ષાની Ph.Dની પદવી કમ્પ્યુટર સાયન્સમાં ધરાવે છે. ‘બેસ્ટ ઇન્ટરનેશનલ પેપર’નો અવોર્ડ પણ મળેલો છે, જે ખુબ જુજ જોવા કે સાંભળવા મળે છે. ઉપરાંત, તે ‘મેમ્બર ઓફ સોસાયટી ઓફ ફેલો’ તરીકે પસંદગી પામ્યો. જેમાં વિશ્વના ૧૨ વ્યક્તિઓને પસંદ કરવામાં આવે છે, તેમાંનો એક છે. આ મેમ્બર બનવા માટે ૨૦૦ Ph.D એપ્લીકેશન્સમાંથી ૧૨ ને પસંદ કરવામાં આવે છે. કદાચ એ લેવલ સુધીનું નોલેજ ધરાવતો કોઈ વ્યક્તિ આજે ઇન્ફોસિસમાં નથી, કે તેની કોમ્પિટિશન કરી શકે. જે સત્ય છે. છતાં, મારી સાથે કોઈ સંબંધ હોવાના કારણે તે કંપનીના સિદ્ધાંતો અને વેલ્યુનું ખંડન થતું હતું. તેથી આ નિર્ણય લેવાયો છે.

  

· ખુશી એ સત્ય અને ઇચ્છાઓ વચ્ચેનો તફાવત છે. Happiness = Reality – Expectaion. જો તફાવત પોઝિટીવ આવે તો વ્યક્તિ ખુશ થાય અને જો નેગેટિવ આવે તો વ્યક્તિ નાખુશ થાય છે.

 

અનુદાન-અનુષ્ઠાન

નારાયણ મૂર્તિએ ભારતના વિકાસમાં આપેલ નોંધપાત્ર યોગદાન:

હેલ્થ કેર અને રૂરલ ડેવલપમેન્ટ માટે ઇન્ફોસિસ દ્વારા એવા વૈશ્વિક સોફ્ટવેરની રચના કરવામાં આવી જે ભારતના અવિકસિત પ્રદેશોમાં પહોચી શકે અને તે વિસ્તારના લોકો સાથે કનેક્ટ થઇ શકે.

કોઈ પણ કુદરતી તારાજી સર્જાય ભારતના અંતરિયાળ વિસ્તારોમાંથી સૌથી ઝડપી ખબર પહોચી રહે તે માટેના સોફ્ટવેર વિકસાવ્યા જેથી તેમને ઝડપી મદદ મળી રહે.

એજ્યુકેશન NGOનો મદદ લઈને માટે સૌથી સારામાં સારી ટેકનોલોજીની મદદ ભારતના દરેક સ્ટુડન્ટ સુધ પહોચી રહે તે માટેના પ્રયત્નો ઇન્ફોસિસ વડે કરવામાં આવ્યા.

ગરીબીમાંથી મુક્તિ મળે તે માટે નારાયણ મૂર્તિએ આર્થિક મજબૂતાઈ વધે તે માટે લોકોની મદદ કરવા પર પોતાની શક્તિ કેન્દ્રિત કરી.

મૂર્તિ માન-સન્માન

૨૦૦૦: ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ એવોર્ડ 

૨૦૦૩: ‘Ernst & Young World Entrepreneur Of The Year’ નો એવોર્ડ

૨૦૦૭: ‘ઇન્સ્ટીટયુટ ઓફ ઈલેક્ટ્રીકલ એન્ડ ઇલેક્ટ્રોનીક્સ એન્જિનિઅર્સ’ દ્વારા ‘IEEE Ernst Weber Engineering Leadership Recognition’નો એવોર્ડ

૨૦૦૭: ગવર્નમેન્ટ ઓફ યુનાઇટેડ કિંગડમ દ્વારા ‘Commander of the Order of the British Empire’ નો એવોર્ડ

૨૦૦૮: ગવર્નમેન્ટ ઓફ ફ્રાન્સ દ્વારા ‘Officer of the Legion of Honor’ નો એવોર્ડ

૨૦૦૮: ભારત સરકાર દ્વારા ‘પદ્મ વિભૂષણ’ એનાયત

૨૦૦૯: ‘Woodrow Wilson International Centre for Scholars’ દ્વારા ‘Woodrow Wilson Award For Corporate Citizenship’નો એવોર્ડ એનાયત

૨૦૧૦: ‘ઇન્સ્ટીટયુટ ઓફ ઈલેક્ટ્રીકલ એન્ડ ઇલેક્ટ્રોનીક્સ એન્જિનિઅર્સ’ દ્વારા ‘IEEE Honorary Membership’નો એવોર્ડ

૨૦૧૧: NDTV દ્વારા ‘NDTV Indian of the Year’s Icon of India’નો એવોર્ડ 

૨૦૧૨: American Society of Mechanical Engineers દ્વારા Hoover Medal એનાયત 

૨૦૧૨: Silicon Valley-based software major Applied Materials દ્વારા ‘James C. Morgan Global Humanitarian’ એવોર્ડ 

૨૦૧૩: The Asian Awards દ્વારા ‘Philanthropist of the Year’ નો એવોર્ડ 

૨૦૧૩: બરોડા મેનેજમેન્ટ અસોશિએશન, વડોદરા દ્વારા ‘સયાજી રત્ન’ એવોર્ડ

૨૦૧૩: NDTV દ્વારા ‘25 Greatest Global Indian Living Legends’નો એવોર્ડ