Vardaan ke Abhishaap - 30 in Gujarati Classic Stories by Payal Chavda Palodara books and stories PDF | વરદાન કે અભિશાપ - ભાગ 30

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

વરદાન કે અભિશાપ - ભાગ 30

વરદાન કે અભિશાપ (ભાગ-૩૦)

            (નરેશ, સુશીલા અને ઘરના બધા સભ્યો નવા ઘરમાં માટલી મૂકવાના સામાન સાથે જાય છે. ત્યાં બધી જ સામગ્રી ગોઠવી દે છે. સુશીલા થોડી ઉદાસ હતી. કેમ કે, તેને એક દીકરી પલક હતી તો પણ માટલી તેમની નણંદ ગીતાબેન જ મૂકવાના હતા. પણ નરેશ તેને એમ કહીને સમજાવી દે છે કે, ગીતાબેન ઘરમાં એક જ દીકરી છે એટલે તે માટલી મૂકે તો સારું. આથી સુશીલા પછી કંઇ જ બોલતી નથી. આ બાજુ ગીતાબેન અને ગોરધનભાઇ બંને બાળકોને લઇને આવી જાય છે. મણિબેન તો પોતાની દીકરી ગીતાને જોઇને હરખાઇ જ જાય છે. ગીતાબેન માટલી મૂકવાની રસમ સારી રીતે પરિપૂર્ણ કરે છે. આ બધા માહોલની વચ્ચે ગીતા અને ગોરધન એકબીજાને ધીમા સ્વરે પણ ગુસ્સામાં કંઇક કહી રહ્યા હતા. મણિબેન અને ઘરના બધા સભ્યો આ બધું જોઇ રહ્યા હોય છે અને એ પછી તો ગીતાબેન ઘરે જવા માટે મણિબેન પાસે આવે છે જે માટે મણિબેન તેને રોકાવા જણાવે છે. હવે આગળ................)

મણિબેન : જો ગીતા તું આ રીતે ઘરે જતી રહીશ તો ભાઇ-બહેનના સંબંધમાં ખટરાવ આવશે... તું સમજ.

ગીતાબેન : એવું કાંઇ ના હોય. તમારે માટલી મૂકવાની હતી જે મે મૂકી દીધી છે ને હવે જમવા માટે મને પહેલા કોઇ આમંત્રણ આપ્યું ન હતું. આથી હવે હું ઘરે જઉં. છું.

            મણિબેન અને ગીતાબેન વચ્ચે જોરદાર વાક્યુધ્ધ ચાલતું હોય છે વચમાં બધા તેમને સમજાવતા પણ હોય છે. ગીતાબેન મોઢું ચઢાવીને બેઠા હતા. તેઓ મણિબેનને કોઇ જવાબ આપતા નથી.

            એ પછી તો ગીતાબેન અને ગોરધનભાઇને મનાવવા નરેશ અને સુશીલા આગળ આવે છે. પણ તેઓ કોઇ જ રીતે તેઓની વાત પણ માનતા નથી. ઉલટાના આટલા સારા પ્રસંગે ઝઘડો કરીને ઘર પાસેના પડોશીઓને મફતમાં કાર્યક્રમ જોવાનો મોકો આપી દે છે. એ પછી આજુબાજુના બધા જ લોકો તો ઝઘડો જોવા ચઢે છે. ધનરાજભાઇ અને મણિબેન તો શર્મથી પાણી-પાણી થઇ ગયા હતા કે દીકરી આટલી નાની વાતનું આટલું મોટું સ્વરૂપ કરશે !!!!! પણ કંઇ કરી શકે તેમ નહતા. કેમ કે, ગીતાબેનના આવા વર્તનથી નરેશ અને સુશીલા તો ડઘાઇ ગયા હતા. આ વાતથી ધનરાજભાઇ અને મણિબેન અજાણ ન હતા. હવે ગીતાબેનને વાળવાના હતા જે કોઇ રીતે કોઇના કહ્યામાં ન હતા. આખરે ધનરાજભાઇ ના કહેવાનું કહી દે છે.

ધનરાજભાઇ : જવા દો, ગીતા અને ગોરધનને.

મણિબેન : અરે આ શું બોલો છો? એ દીકરી છે ઘરની. એને સમજાવવાની હોય. આમ આ રીતે ના કરાય.

ધનરાજભાઇ : સમજણ હોત તો ભાઇના પ્રસંગમાં આમ કંકાસ ના કરત. એ અહીથી જાય એમાં જ સૌનું ભલું છે.  

            આ બધુ જ ગીતા અને ગોરધન સાંભળતા હતા. તેઓને બહુ જ ખરાબ લાગે છે. આથી તેઓ તાત્કાલિક જ ત્યાંથી રવાના થઇ જાય છે. આ બાજુ મણિબેન માથું પકડીને બેસી જાય છે પણ ગીતા તો કોઇનીય સામે જોયા વગર ઘર તરફ ભાગે છે. નરેશ અને સુશીલાને સમજાઇ જાય છે કે આ શરૂઆત છે તેમના અને ગીતાના સંબંધો બગડવાની. પણ મનોમન સ્વીકારી લે છે કે હવે આગળ આ જ ચાલતું રહેશે. કેમ કે આજના શુભ પ્રસંગમાં ગીતા દ્વારા કરવામાં આવેલ વ્યવહારથી તે બધાની નજરોમાં ઉતરી ગઇ હતી અને ખાસ કરીને નરેશ અને સુશીલાના મનમાંથી !!!!! પણ તેઓ ધનરાજભાઇ અને મણિબેનના કારણે કંઇ જ બોલી શકતા ન હતા.

            એ પછી બધા સાથે મળીને લાપસી અને જમવા બેસી જાય છે જાણે કાંઇ બન્યું જ ન હોય. એ પછી કામકાજ પરવારી બધા ઘરે જવા રવાના થાય છે.  

(ઘરના માટલી મૂર્હતમાં થયેલ કંકાસની ભવિષ્યમાં શું અસર થશે ? હું હવે નરેશનું ગાદીપતિ થવાની ધારણા હવે સાચી પડશે ? કારણ કે, એક દેવીશક્તિ નરેશના આવવાની રાહ જોઇ રહી છે.)

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩૧ માં)

 

- પાયલ ચાવડા પાલોદરા