Balidan Prem nu - 31 in Gujarati Love Stories by DC. books and stories PDF | બલિદાન પ્રેમ નુ.. - 31

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

બલિદાન પ્રેમ નુ.. - 31

નેહા સવાર સવાર માં ઉઠી ને તૈયાર થઇ ને નીચે હોટેલ ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગઈ... એને જોયુ કે વકીલ અનુરાગ એની જ રાહ જોઈ રહ્યો હતો. આજે તો e કાળા કોટ ના બદલે... જિન્સ અને ઉપર બ્લેક કલર ની ટી- શર્ટ માં હતો... નેહા એ આવી ને પૂછ્યું... શુ વાત છે? આજે તૈયાર થઇ ને?

હા... હવે મલય ને આવા માં તો બે દિવસ ની વાર છે તો કેમ નહિ આપણે જ ત્યાં સુધી ફરી લઈએ? વકીલ નેહા સામે આંખ મારી ને બોલ્યો.

નેહા ગુસ્સો તો એવો આવ્યો કે હમણાં જ એની આંખો ફોડી નાખે પણ એને એના મન ઉપર કંટ્રોલ રાખ્યો. દૂર ઉભેલો વેશ બદલી ને ઉભેલો મલય પણ આ હરકત જોઈ ને વકીલ ને મારવા જ જતો હતો કે રાજ એ એને રોક્યો.

નેહા દૂર થી મલય ને જોઈ રહી અને એને આંખો થી મલય ને શાંત રહેવા કહ્યુ.

મલય રાજ અને સોનિયા ત્રણેય જણા ચુપચાપ નીકળી ને ફાર્મહાઉસ પહોંચી ગયા.. એમને ત્યાં જઈ ને કેમેરા એવી રીતે લગાવી દીધા કે કોઈ ને ખબર પણ ના પડે અને બધુ રેકોર્ડ પણ થઇ જાય.

થોડી વાર વકીલ અને નેહા બહાર ફર્યા... એ લોકો રસ્તા માં નાસ્તો પણ કર્યો.. નેહા જાણી જોઈ ને વકીલ ની નજીક નજીક રહેતી જેથી એને કોઈ પણ જાત નો શક પણ ના રહે અને નેહા શરીર ને પામવાની લાલચ જાગે... અને એ લાલચ માં એ ભૂલ કરી દે જે નેહા એના જોડે કરાવવા માંગતી હતી.

બપોરે એ લોકો એ એક આલીશાન હોટેલ માં લંચ લીધુ. ત્યાર પછી પણ એ લોકો ફર્યા... સાંજ પડતા જ નેહા બોલી.. હુ હવે થાકી ગઈ છુ. એ લોકો બસ ફાર્મ હાઉસ ની નજીક માં જ આવી ચુક્યા હતા. નેહા એ જાણી જોઈ ને વકીલ જોવે એમ આળસ ખાધી.

વકીલ નેહા ને જ જોઈ રહ્યો... એની ટી શર્ટ આજે એમ પણ એને કમર દેખાય એમ જ પહેરી હતી.. એમાં પણ એને આળસ ખાધી ત્યારે તો એની ઉપર કમર જોઈ ને વકીલ ને મન થઇ આવ્યું કે નેહા ને હમણાં જ પોતાની બનાવી લે...

શુ થયુ? તુ આમ શુ જોવે છે મારા સામે? નેહા એ પૂછ્યુ.

કઈ નહિ... તુ બોવ સુંદર લાગી રહી છુ. મન થાય છે એક વાર તને ચૂમી લઉં.. વકીલ એના સામે જ ટગર ટગર જોતા બોલ્યો.

હા તો બનાવી લે તારી.. એમ પણ આજે નહીં તો કાલે.. તારુ બનવાનુ તો છે જ મારે ... નેહા આંખો નચાવતા બોલી.

સાચ્ચે માં? વકીલ આશ્ચર્ય થી પૂછે છે.

હા.. પહેલા મને તુ બિલકુલ પસંદ નહતો. પણ જેમ જેમ તારા સાથે રહી.. તને ઓળખ્યો.. તે મને રોની થી પણ બચાવી, અનિકા મેમ ને મારવામાં પણ મારી મદદ કરી.. મલય ને પણ મારવા માં મારી મદદ કરવા જઈ રહ્યો છે.. ફક્ત મારા માટે... મારા માટે તુ આટલુ બધુ કરે છે એ જોઈ ને મને પણ તુ પસંદ આવા લાગ્યો છે. હા થોડો ડર લાગે છે કે તુ મને છોડી દઈશ તો? નેહા નીચુ જોઈ ને બોલી.

વકીલ એની નજીક સરક્યો.. નેહા ના ચહેરા ઉપર હાથ રાખી ને ઉંચો કર્યો એનો ચહેરો એની તરફ.. નેહા ની આંખો માં આજે વકીલ ને પહેલી વાત પોતાના માટે પ્રેમ દેખાઈ રહ્યો.. એ બોલ્યો.. અરે ગાંડી.. તારા માટે તો જીવ પણ આપી દઉ.. આ ખુબસુરતી માટે તો કઈ પણ.. કહેતા કહેતા વકીલ એ નેહા ના બદન ઉપર પાછળ હાથ ફેરવ્યો.. નેહા સમસમી ગઈ પણ એને ચહેરા ઉપર આવા ના દીધુ.

નેહા કઈ પણ બોલ્યા વગર, વકીલ ને ગળે લાગી ગઈ અને એની છાતી માં મોઢુ છુપાવી લીધુ. એને વકીલ ને કસી ને પકડી લીધો.. વકીલ પણ એની નજીક ખેંચાયો... એને પણ નેહા ને પોતાની વધારે નજીક ખેંચી ને પોતાના બંને હાથ એના ફરતે વીંટાળી ને મજબૂત પકડી લીઘી.

થોડી વાર પછી બંને અળગા થયા... નેહા શરમાઈ રહી હતી.. વકીલ એ એના સામે જોયુ.. એને આ સમય એ બસ ફક્ત નેહા ની ખુબસુરતી જ દેખાઈ રહી હતી... આઈ લવ યુ નેહા.. વકીલ બોલ્યો.

આઈ લવ યુ ટુ.. નેહા નીચુ જોઈ ને શરમાઈ ને બોલી.

વકીલ એ પાછો એનો હાથ પકડી ને પોતાની તરફ ખેંચી... એક હાથ નેહા ની કમર ફરતે વીંટાળ્યો તો બીજો એના ચહેરા ઉપર રાખી ને પોતાના હોટ નેહા ના હોટ ઉપર મુકવા જ જતો હતો કે નેહા એ તરત જ વકીલ ના હોટ ઉપર આંગળી મૂકી દીધી... અહીં નહિ મને શરમ આવે છે.નેહા બોલી.

અરે એમાં શુ શરમ મારી જાન... અહીં લન્ડન માં એવુ કઈ નથી હોતુ.. અહીં તો બધા એક બીજા ને કિસ કરે રોડ ઉપર પણ... વકીલ પાછો પોતાના હોટ નેહા ના હોટ ઉપર મુકવા ગયો પણ નેહા એને છોડી ને થોડી દૂર ઉંધી ફરી ને ઉભી રહી ગઈ.

વકીલ પાછળ થી આવ્યો અને નેહા ને કસી ને પકડી લીધી.. પછી બોલ્યો, તો ચલ હોટેલ ઉપર પાછા જઈએ? મારા રૂમ માં? તને આજે મજા કરાવી દઈશ કસમ થી.. હા ઉમર થોડી વધારે છે તારા કરતા પણ મજા આજ પણ કરાવી શકુ છુ એમ છુ. વકીલ લુચ્ચું હસતા બોલ્યો.

નેહા ને એટલો ગુસ્સો આવી રહ્યો હતો આ સમય એ વકીલ ઉપર પણ એને પોતાના બધા ગુસ્સા ને કંટ્રોલ રાખ્યો અને પ્રેમ થી બોલી, હોટેલ થી આપણે બોવ દૂર આવી ગયા છે. હોટેલ ઉપર જતા જતા રાત પડી જશે.. અને હવે હુ તારા થી દૂર રહેવા નથી માંગતી.. ઈનફેક્ટ હુ તો ઇચ્છુ છુ કે આપણે એક લોન્ગ કિસ કરીએ અને એનો વિડિઓ બનાવીએ.. મલય સિંઘાનિયા ને મરતા પહેલા બતાવીએ.. કેવું રહેશે? નેહા બોલી.

વકીલ એ નેહા ને પાછળ થી પકડી ને ઉંચી કરી ને ગોળ ગોળ ફેરવવા લાગ્યો.. મારી જાન.. આજે તો આટલા વર્ષ ની તડપ છે. બોવ તડપાયો તે મને.. બસ હવે નહિ.. ચલ ને હોટેલ ઉપર.. વકીલ બોલ્યો.

એક કામ કરીએ ... આ જો સામે ... નેહા એ સામે નું બોર્ડ વકીલ ને બતાવ્યુ.

વકીલ પણ બોર્ડ વાંચી ને ખુશ થઇ ગયો.

એવું તો શુ લખ્યું છે બોર્ડ ઉપર?

નેહા નો આગળ નો પ્લાન શું છે ?

સાચ્ચે માં એ વકીલ જોડે?

રોની આવ્યો કે નહિ?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરવાનુ ભૂલશો નહિ..

આપ નો એક અભિપ્રાય તો જરૂર આપજો મિત્રો...

ધન્યવાદ 🙏

-DC