Prem Samaadhi - 42 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-42

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-42

પ્રેમ સમાધિ
પ્રકરણ-42

નારણ અને વિજય ટંડેલ કલરવની વાતો સાંભળીને ચોંકી ગયાં એમણે પૂછ્યું “તો એને ચાકુથી મારી નાંખ્યો ? એ બીજો કોઇ નહીં. ઇમ્તીયાઝજ હતો સાલો સુવવર... સારું કર્યું.. પછી તું ક્યાં ગયો ? સવારે શું થયું ?...”
કલરવ એ વાતો યાદ કરી અત્યારે પણ થથરી રહેલો... એણે કહ્યું “એનું આખું શરીર ધ્રુજી રહેલું શરીરમાંથી લોહી નીકળી રહેલું. એ રાડો પાડી રહેલો.. એને રાડો પાડતો જોઇ મને વધારે ઝનૂન ચઢ્યું.. હું એને એનાંજ છૂરાથી મારતો રહ્યો.. એ મરી ના ગયો ત્યાં સુધી મારતોજ રહ્યો. પછી ખૂણામાં જઇને બેસી ગયો છૂરો મારાં હાથમાં હતો મારાં હાથ કપડાં લોહીલૂહાણ થઇ ગયેલાં...”
“મને ભાન થયું કે મેં ખૂન કરી દીધું છે હું ગભરાયો છરો દૂર ફેંકી... મારાં લોહીવાળા કપડાં કાઢી નાંખી બીજા પહેરી લીધાં હાથ પગ બધુ લોહીવાળા કપડાંથી જ સાફ કર્યું મેં થેલો લીધો એ ઝૂંપડાનો દરવાજો ખોલ્યો બહાર નીકળ્યો.. આજુબાજુ જોયું કોઇ હતું નહીં થોડે સુધી આગળ ચાલતો ચાલતો નીકળ્યો પછી મને એક ઘાતકી વિચાર આવ્યો.”
વિજયે પૂછ્યું “શું વિચાર આવ્યો ? તેં શું કર્યું ?” નારણે ફરીથી બીજો સ્ટ્રોંગ પેગ બનાવ્યો... નારણ અને વિજયનાં ચહેરાં પર કૂતૂહૂલ સાથે આનંદ હતો. વિજયે કહ્યું “બોલ મારાં સાવજ દીકરા પછી શું કર્યું ?”
કલરવે કહ્યું "અંકલ મેં બધુ નિશાનીઓ મીટાવવાનું નક્કી કર્યું પાછો ઝૂંપડામાં ગયો ત્યાં દીવાસળીની પેટી શોધી અને મારાં કપડાં લાકડા પર વીંટાળી એની મશાલ બનાવી આખાં ઝૂંપડામાં આગ લગાવી દીધી અને ત્યાંથી ભાગી ગયો...”
નારણે કહ્યું “શાબાશ બરાબર કર્યુ કોઈ પુરાવાજ ના છોડયાં. ના રહે બાંસ ના બજે બાંસુરી... પછી ક્યાં ગયો ? કોઇએ જોયો પકડ્યો નહીં ?”
કલરવે કહ્યું “અંકલ ઝૂપડાંને આગ લગાડી હું એ ચાલની બહાર દોડી ગયેલો... પણ પકડાઇ ગયો ત્યાં બહાર પેલો મહેબુબ હતો એ પણ પીધેલો હતો મને પકડીને કહે "ભાગી આવ્યો ? વો આગ કૈસે લગી ? મેં એ પીધેલાંને કહ્યું ઝૂપડામાં આગ લાગી હું બહાર ભાગી આવ્યો.. પેલાં શેતાને સીગરેટ સળગાવતા દીવાસળી છૂટી ફેકી હૂં ડરીને બહાર દોડી આવ્યો છું પેલાને મારી વાત પર ભરોસો ના પડ્યો મને કહે તેજ કશું કર્યું છે ભાઇજાન ક્યાં છે ?” મેં કહ્યું “એ અંદરજ છે થોડીવાર મારી સામે જોઇ રહ્યો પછી મને કહે ચલ મારી સાથે... હું બધું સમજી ગયો છું એમ કહી એ એનાં ઘરે મને લઇ આવ્યો..”
“રાત્રી હતી હજી…. મને કહે સૂઇ જા.. સવારે વાત.. એનાં 1 રૂમનાં ઘરનાં ખૂણામાં હું સૂઇ રહેલો આંખમાં ઊંઘ નહોતી સવારે શું થશે એની ચિંતામાં પડી રહ્યો. “
“અંકલ સવારે એ તૈયાર થયો મને ઉઠાડ્યો પછી કોઇને ફોન કર્યો મને કહે તારો થેલો લઇલે ચલ. મને મસ્જીદની આગળનાં રોડ પાસે લઇ આવ્યો ત્યાં એ કોઇની રાહ જોતો હતો. એટલામાં એક બાઇક પર દાઢીવાળો છોકરો આવ્યો મને જોઇને કહ્યું" આ લાંકડીને ક્યાં લઇ જઊં ? ભાઇજાન તો ચલ બસે... પેલાએ કહ્યું મને બધી ખબર છે આને લઇજા તારાં ગેરેજ પર રાખજે.. આતો બેરર ચેક છે ગમે ત્યારે મોટાં રૂપિયા મળશે...”
“પેલો હસ્યો અને બોલ્યો ક્યા મહેબૂબભાઇ આપ ભી યે સબ ઝમેલેમેં પડતે હો.. ઠીક હૈ પર આકે તુમ લે જાના.. અભી તો મેં લે જાતા હૂં પેલાએ મને તિરસ્કારથી એની બાઇક પર બેસવા કહ્યું હું મારો થેલો લઇને બેસી ગયો.”
“પેલાએ ખુદા હાફીઝ કહી બાઇક દોડાવી... એ બધાં રસ્તા પાર કરતો મને 40-45 મીનીટ પછી દરિયા કાંઠા જેવા વિસ્તારમાં લાવ્યો ત્યાં એક ગેરેજ પાસે બાઇક ઉભી રાખી.. હમણાં સુધી હું એક અક્ષર બોલ્યો નહોતો. એણે બાઇક સ્ટેન્ડ પર ચઢાવી મારી સામે જોયું અને બોલ્યો.. યે ડુમ્મસ હૈ યહાં મેરા ગેરેજ હૈ તૂ યહી રહેનાં કામ કરનાં...”
“મહેબૂબભાઇ આકે તૂઝે લે જાયેંગે તૂ ઉનકી અમાનત હૈ ઉનકી મદદસે મૈને યે ગેરેજ ખોલા હૈ ઇધર ઉધર મત જાના મૈં માર દૂંગા... યહીં કીસી કો કાનો કાન ખબર નહીં હોગી.. હું ડુમ્મસ સાંભળીનેજ ખુશ થયો.. મેં કહ્યું નહીં મેં કહી નહી જાઉંગા.. મુઝે કામ સીખા દેના મૈં કામ કરુંગા યહાં પડા રહુંગા...”
નારણ અને વિજયે એકબીજા સામે જોયું અન વિજયે કહ્યું “તું ડુમ્મસ પહોચી ગયેલો... મહેબુબે આમ તો તને મદદ કરી કહેવાય પણ પછી શું થયું ?”
“અંકલ હું પેલાનાં હાથ નીચે એનુ નામ પરવેઝ હતું એ કામ ખૂબ કરાવતો પણ હું બધુ શીખી ગયેલો એની કમાણી વધી ગઇ હતી આમને આમ 4-5 મહિના વિતી ગયાં ના મહેબૂબભાઇ આવ્યાં ના હૂં ત્યાંથી છટકી શક્યો એકવાર મને સરસ તક મળી ગઇ”.
પરવેઝે કહ્યું “એય કલ્લુ યે બાઇક હૈ ડુમ્મસકી વો હોટલ હૈ નાં.. મેં પૂછ્યું કૌનસી વહાઁ તો બહોત હોટલ હૈ મને કહે પેલા શેઠ આવેલાંને બાઇક આપવા એમની ક્યા નામ હૈ - હાં આવકાર હોટલ... ત્યાં ડીલીવરી આપી આવ અને હાં 450/- રૂપિયા લાવવાનાં છે મારે સુરત કામ છે આવતાં મોડું થશે તું આવી જજો.”
“મને થયું હાંશ આજે પહેલીવાર ગેરેજથી બહાર જવા મળશે હમણાં સુધી પરવેઝ અને એનાં માણસોની નજરકેદમાં હતો આજે મને મોક્કો છે મેં કહ્યું લઇ આવીશ તમે ચિંતા ના કરો. ઘણો સમય થયો હતો એને મારાં ઉપર ભરોસો પડવા લાગેલો. એ કામ સોંપી સુરત જવા નીકળી ગયો.”
“મેં બાઇક ચાલુ કરી ત્યાં દૂરથી મહેબુબને આવતો જોયો મેં અવળી દિશામાં બાઇક મારી મૂકી એ મને ઓળખી ના શક્યો મેં હોટલ તરફ બાઇક જવા દીધી....”
“આજે કોઇ ખેલ પાડવો પડશે ફરીથી ચાન્સ નહી મળે એમ વિચારી હોટલે પહોચ્યો.. આવકાર હોટલ આવી મેં બાઇક પાર્ક કરી અંદર ગયો....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-43