The Circle - 6 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | ધ સર્કલ - 6

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ધ સર્કલ - 6

‘પણ સર,' મેં કહ્યું. ‘આને આજે રાતે જે કોઈ બન્યું તેની સાથે કોઈ નિસ્બત નથી. આ લોકો પાગલ, ભેજા ફરેલ–'

‘તેજ હમણા તેમની સંસ્થાને મજબુત હોવાનુ કહ્યું નહિ ?’

‘તોં તુ એમ કહેવા માગે છે કે આ લોકોજ નીશેવોવનુ–’

હોકે ચુપચાપ મને એક ચબરખી આપી. તે પેરીસથી સાત કલાક પહેલાં મોકલાયેલો કેબલગ્રામ હતો.

તે આ પ્રમાણે હતો :

પ્રતિ,  

પ્રેસીડેન્ટ,

યુનાઈડેડ સ્ટેટસ,

વ્હાઇટ હાઉસ,

વોશીંગ્ટન ડીસી, યુ.એસ.એ.

યુ. એસ.ના પ્રેસીડેન્ટ જોગ;

રશીયાના પ્રમુખ બોરીસ નીશોવેવનું અમે અપરણ કર્યું છે. અને તે અમારા કબજામાં છે. આ વર્ષના પાનખર પ્રવેશના દિવસે તેમની કત્લ કરવામાં આવશે. 

મૃત્યુમયી મહામાતા અને

પૃથ્વી પરના તેના સેવક 

ગિરિરાજના માનમાં.

મેં ઉંચે જોયુ.

હોક મને તાકી રહયો. તેની નજર ઘણુ બધું કહી ગઇ હતી.

‘૨૨મી તારીખે,’ મે કહ્યું ‘આજથી ચાર દિવસ પછી.’ 'હા,' હોકે કહ્યું ‘તેનેા અર્થ એ કે રશીયન પ્રમુખની કત્લ થતી રોકવા માટે તારી પાસે ચાર દિવસનો સમય છે. જો એમ ન થાય તો અમેરિકા અને રશીયા વચ્ચે ભયંકર અણુયુધ્ધ છેડાશે.'

‘પણ સર,' મે કહ્યું, હું માનુ છું. રશીયનો નહિ સમજે કે આની સાથે આપણને કોઇ નિસ્બત નથી. ભલેને તે ઓફીસીયલ મુલાકાતે આવ્યા હોય. અમેરિકા કદી કોઈ દેશના વડાનુ ખુન કરવવાની નીતિ અખત્યાર કરતુ નથી. ખાસ કરીને રશીયાના.’

‘ના હોકે કહ્યું. સમસ્યા એ નથી.'

‘તો?’

રશીયનો માને છે કે આપણે રશીયન પ્રીમીયરનું ખુન કરાવીએ નહિ. અને આપણે તેને પ્રયાસ કરીએ પણ નહિ. બોરીસ નીશોવેવ પર તેા નહિજ. તુ નીશોવેવ વિશે કંઈ જાણે છે?' 

‘તે શાંતિ ચાહક છે.'

‘હા.' હોક ઉભો થઇ રૂમમાં આંટા મારવા લાગ્યો. નીશોવેવ રશીયન સરકારનો અગ્રગણ્ય શાંતિ ચાહક પ્રમુખ જ નથી, ઉંચ્ચ સરકારી પ્રતિભાઓમાં એક માત્ર શાંતિ. ચાહક છે. તેને સત્તાના સૂત્રો સંભાગ્યે એકાદ વર્ષ થયું છે જેથી તે

પેાતાનું સ્થાન મજબૂત કરી શકયો નથી. તેની આજુબાજુના માણસો માને છે કે તે એની આ નીતિ આગળ ધપાવ્યે જશે. જો નીશોવેવને ગાદી છોડવાનો વખત આવે તો તેનો ઉત્તરાધિકારી બનશે રૂનાનીન કે ગ્લીંકો બંને જણ યુ.એસ.એ સામે હિંસક અને વિરોધી નીતિ અજમાવનારા છે. તેઓ યુ.એસ એને રશીયાનું પ્યાદું બનાવવા તત્પર છે અથવા તો અણુયુધ્ધમાં તેને નષ્ટ ભ્રષ્ટ કરી નાખવાનો મત ધરાવનારા છે.' 

શાંતિ.

‘અને અમેરિકા રશીયાનુ પ્યાદું બનવા હરગીજ તૈયાર નથી. આ દેશની એવી કડી નીતિ રહી નથી. જો નીશોવેવનું ખૂન થઈ જાય અને રૂનાનીન અથવા તો ગ્લીકો સત્તા ઉપર આવે તો અણુયુધ્ધ અનિવાર્ય બની જશે. આ વર્ષે નહિ તો બે વર્ષમાં એમાં આપણે જીતી એ કે રશીયા પરિણામ–’

‘પ્રલયકારી હશે,' મેં વાકય પુરૂં કરતાં ગંભીર સ્વરે કહયુ .

હોકે ડોકું હલાવ્યું.

‘બરાબર,’ તેણે કહયું. તેથી નીશોવેવને જીવતો રાખવો જ જોઈએ, તેને શોધી કાઢી સહી સલામત પહોંચાડવો જોઇએ.'

‘આ કામ પર બીજા કોને મુકવામાં આવ્યા છે?’ મેં હોકને પૂછ્યુ 

‘હરકોઈને દરેક યુ.એસ. એજન્સી અને રશીયન એજન્સીને બધા જુદી જુદી દિશામાં ગયા છે. સિવાય તારી.'

‘મતલબ ?’

‘ફકત વ્હાઇટ હાઉસ અને ક્રેમલીન જ આ કેમલગ્રામ વિશે જાણે છે વ્હાઈટહાઉસે એ કેબલગ્રામને એએક્ષઈને આપ્યો છે.’

હોકે મારી નજર સાથે નજર મીલાવી અને એક ક્ષણ જોઈ રહયો. 

’કીલમાસ્ટર ?’

‘હા?' 

‘તને આ દેશને અને રશીયાને અણુયુધ્ધમાં સપડાતા.

બચાવવા માટે ફક્ત ચાર દિવસની મુદ્દત છે ?'

હું એક ક્ષણુ ચૂપ રહયો, પછી કેબલગ્રામ સામે જોયું. મેં વાંચ્યું, 'મૃત્યુમયી મહામાતા અને પૃથ્વી પરના તેના સેવક ગિરિરાજના માનમાં.'

‘સમજયો ?’

'ના. પણ આ કોઇ ખાસ વિદ્યાના જાણકારનું કામ છે.' 

‘કોઇક ધર્મઝનુની, અર્ધ-ધાર્મિક પંથીનુ નામ બદલીને જુદી જુદી વિધિઓ અજમાવતા પંથીનુ.’

‘હા. મારે જુદા જુદા ધર્મના પંથીઓની યાદી જોઈશે,’ મેં કહ્યું. ‘એકસનું કોમ્પ્યુટર એ યાદી–’

હોકે ખીસામાં હાથ નાખી ચારપાંચ કાગળ કાઢયા.

‘હું તારાથી એક ડગલુ આગળ છું,' તેણે કહ્યું. ‘યાદી તૈયાર છે. હું સાથે જ લેતો આવ્યો હતો.’ મેં એ કાગળો લઈ નામ વાંચવા માંડયા. પહેલું નામ હતું– 

સ્મીથ, ક્રેગ, લેાર્ડ આલ્બર્ટ હગલી. ઈટન કેમ્બ્રીજ, ઓકસફર્ડ, હાર્વર્ડ, સોરબોન. તેણે ધર્મ, ઈતિહાસ, સમાજશાસ્ત્રો અને ભષાઓમાં લીધેલી ડીગ્રીએાની યાદી હતી. તેને પૈસામાં રસ નહોતો. 

તે એક સંનિષ્ઠ સ્કોલર છે અને લંડનના બ્રીટીશ મ્યુઝીયમના સીનીયર કયુરેટર છે. તે ૩૨ વર્ષનો છે અને કુંવારો છે. 

હું ઉભો થયો.

‘પહેલાં હું લંડન જઈશ,’ મેં કહ્યું. ‘ત્યાંથી તારો સંપર્ક સાધીશ.'

હોકે ડોકું હલાવ્યું, 

‘મે ન્યુયોર્ક થઇને લંડન જતા વિમાનમાં બે સીટો બુક કરાવી છે.’

હું ચાલતો રોકાયો.

‘સર, તારે મારી સાથે આવવાનું નથી. હું માનુ છું કે–’

‘મારા માટે નહિ, રશીયન છોકરી માટે.’

‘રશી–’

‘હોટલાઈન ઉપર વાત થયેલી. રશીયનોને રાબેતા મુજબ શંકા ગઈ છે. તેઓ ખાત્રી કરવા માગે છે કે આપણે તેમની ઉપર કંઈ ઢોળી ન દઈએ. તેથી તપાસમાં તેમણે એક રશીયન એજન્ટ સાથે રાખવાનો આગ્રહ કર્યો છે. તે છેાકરી છે. નામ છે એનું–'

હોકે ખીસામાંથી કાગળ કાઢી નામ પર નજર ફેંકી.

‘નામ છે–'

બારણું ઉધડયું અને એક છોકરી અંદર આવી. 

‘મારુ નામ,’ આગંતુકે કહ્યું, ‘મારીયાના નીકોલેવના સેવનીસ્કાયા બ્રોનીલેાવકા સ્પેસીડોયલીનસ્કેન્યા છે. હું રશીયાની એજન્ટ છું . હું બારણે સાંભળતી હતી. પરિસ્થિતિથી પુરી વાકેફ છું. હલેા ?' 

હું તેને તાકી રહયો. તે સોનેરી વાળવાળા, ૬ ફુટ એક ઈંચ ઉંચી અને અનીતા એકબર્ગને પણ શરમાવે એવી કાયા ધરાવતી યુવતિ હતી.

‘હલો, મીસ મીસ...’ મે' કહ્યું.

‘મારીયાના નીકોલેવના સેવનીસ્ડયા બ્રોનીલોવકા સ્પેસીડોવલીન સ્કેન્યા. પણ તું મને ફકત આના કહેજે.'

‘થેંકસ અને મારુ' નામ છે—’

‘નીક કોર્ટર,’ તેણે કહયું અને હોક સામે જોયું ’તારો બોસ કહે છે કે અહીંની સીક્રેટ પેાલીસમાં તું સૈથી વધુ કાબેલ છે.’ 

‘ઓકે, આના આપણને એકબીજા સાથે ફાવશે.’

‘જરૂર’

હોકે વિદાયના પ્રતીકમાં મારી સાથે હસ્તધુનન કર્યું પછી તેણે આનાને પણ હસ્તધૂનન કર્યું.

‘ગુડલક’

આનાએ તેનો હાથ મજબુત પકડયો.

‘થેંકસ.’

એરપોર્ટ ના રસ્તે આના સાથે મારે થોડી તકલીફ ઊભી થઈ. તેણે મને પુછ્યું કે મેં મારી સાથે હવે રીસ્ટ રેડીયો−ટીવી શા માટે રાખ્યો હતો. મેં હથીયારો વિશે પણ ખુલાસો કર્યો.

‘તારો બોસ જુઠું બોલ્યો,' તેણે કહયું. ‘તારા જેવા સર્વોત્તમ એજન્ટને અદ્યતન અમેરિકન શસ્ત્રો કેમ નહિ આપ્યા હોય ?’

‘બજેટમાં કાપ મુકવા. ખેર તને કયાં અઘતન શસ્ત્રો આપવામાં આવ્યા છે?'

‘મારે બિલ્કુલ જરૂર નથી.’

‘તને શસ્ત્રોની જરૂર નથી?’

‘મારા હાથ જે છે.' 

‘કરાટે ? અકીડો ?'

‘હું ખેાલામાંથી આંખના ડોળા કાઢવામાં ઉસ્તાદ છુ.' તે બોલી. 

તેણે હાથથી બે ઝડપી હિલચાલ કરી. મેં ગળે થુંક ઉતાર્યુ.

‘છે કૃર પણ અસરકારક.’

‘ધણું અસરકારક કોઇક વાર તને બતાવીશ.' તે બોલી.

મેં ગળું ખુખાર્યું.

‘હા.’

‘પણ ટુ વે રીસ્ટ. રેડીયો ટીવીની જેમ નહિ. એ તો બિલાડીના મ્યાઉ જેવું છે.’

‘હા, બિલાડીના મ્યાઉ જેવું.’

‘ હા.’

‘આના, તું અંગ્રેજી કયાં શીખી?' મેં તેને સહજ-ભાવે પુછ્યું.

 તે હસી. 

‘હું બે વિષયમાં પારંગત છું. અમેરિકન લઢણનું અંગ્રેજી બોલવામાં અને ખેાલામાંથી આંખના ડોળા કાઢવામાં. હું પ્રોફેસર સ્લેન્સ્કી પાસે ભણું છું. તે મોટા ભાગનો સમય અમેરિકામાં રહે છે.’

‘યુનીવરસીટીમાં?' 

‘ના. નીકલીકસ નામના રેસ્ટોરંટ માં તે રશીયા પાછો ફર્યાં. મેં તેને અમેરિકન અંગ્રેજી શીખવાડવા રોકયો.'

‘તે રશીયા કયારે પાછો ફરેલો?’

‘૧૯૨૭માં છે સ્માર્ટ.’ 

‘સ્માર્ટ.’

એરપોર્ટ પહોંચી અમે કેફેમાં કોફી પીવા ગયા. અંદર જતાં જ.

‘આ શું છે?’ આનાએ કેફેના બારણામાં ઉભા રહીને મને પુછ્યું. 

‘કેફે છે. લાઈનમાં ઉભાં રહો. જે જોઈએ તે લો પૈસા ચુકવો ટેબલ પર જઈને બેસો.’

આનાની આંખો પહોળી થઇ.

‘જાતે લઈને ટેબલ પર જવાનું? નોકર નથી?’ તેણે ચિડાઈને પુછ્યુ. 

‘ના.’

‘કેવું ખરાબ. અમારે રશીયામાં પણ કાફેમાં નોકરો હોય છે જ.’ તે બોલી 

અમે વિમાનમાં બેઠા તેા તેની ધુણા ઓર વધી. તેણે માં મચકોડ્યું. 

‘આપણે અહીં આમ જનતા સાથે બેસીશું ? તે માટેથી બોલી ઉઠી.

મેં ધીરજ ખોઈ.

‘હા. અમારે ત્યાં જનસામાન્ય સાથે જ બેસવાનો શિરસ્તો ચાલુ છે.’ 

‘ઓહ,’ તે અણગમો દાખવતાં બોલી. ‘આ તે વળી કેવો લકઝરીવાળો મૂડીવાદી દેશ ? મેં તો પહેલાં જ અહીં જોયુ.’

હું સીટમાં અઢેલ્યો અને સીટ બેલ્ટ બાંધ્યો અને આંખો મીંચી. વિમાન ઉપડયું . જાગ્યો ત્યારે વિમાન મધ્ય આટલાંટિક ઉપર હતું.