Sandhya - 50 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 50

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સંધ્યા - 50

સંધ્યાને સૂરજના અસ્તિત્વનો અહેસાસ થયો આથી એ ખુબ જ ખુશ થઈ ગઈ હતી. એને એમ થઈ ગયું કે, સૂરજ દરેક ક્ષણે મારી સાથે મારી ભીતરે જ છે. બસ, આટલો અહેસાસ એને જીવન જીવવા માટે પૂરતો હતો. એનું પળભરમાં સઘળું દુઃખ દૂર થઈ ગયું હતું. એક આહલાદક અહેસાસ સાથે એ શાંતિથી ઊંઘી ગઈ હતી. સવારે સંધ્યા જયારે ઉઠી ત્યારે એ ખુબ જ તાજગીનો અહેસાસ કરી શકતી હતી. વર્ષો પછી આજની રાત એ શાંતિથી સૂતી હતી. સંધ્યાની ફક્ત કાયાને જ નહીં પણ મનને પણ શાતા મળી હતી.

સંધ્યાએ બધાનો નાસ્તો અને ઘરનું વધારાનું કામ પતાવ્યું અને અભિમન્યુને તૈયાર કર્યો હતો. દક્ષાબહેને સાક્ષીને તૈયાર કરી હતી. નાસ્તો પતાવીને સંધ્યા બંને બાળકોને લઈને એમની સ્કૂલે મુકવા ગઈ હતી અને ત્યારબાદ પોતાની સ્કૂલે જવાની હતી. સુનીલતો વહેલો જ હોસ્પિટલ પહોંચી ગયો હતો. સુનીલે ચાર દિવસની રજા લીધી હતી. સંધ્યા સ્કૂલથી આવી જાય એ પછી દક્ષાબહેન હોસ્પિટલ જવાના હતા. આમ સતત એક વ્યક્તિ પંક્તિની સાથે રહે એવું નક્કી કરેલું હતું.

સંધ્યા સ્કૂલે પહોંચીને એની સાથે જોબ કરતી વિભાને મળી હતી. સંધ્યાએ વિભાને નવી જોબ મળી એના વધામણાં આપ્યા હતા. સંધ્યા એના માટે ખુબ જ ખુશ થઈ હતી. સંધ્યાને થોડી ચિંતિત જોતા વિભાએ કહ્યું, "કેમ કોઈ ચિંતામાં કે શું?"

સંધ્યાએ પોતાની તકલીફ એને જણાવી હતી. એણે કહ્યું, "વિભા મારે એક ભાડાનું નાનું ઘર જોઈએ છે. મારે હવે મારા પિયરમાં પણ રહેવું નથી. એણે ટૂંકમાં જ વિભાને આખી વાત સમજાવી દીધી હતી."

"અને હું કહું કે તારી આ તકલીફ દૂર થઈ ગઈ તો?"

"તો એનાથી રૂડું તો શું હોઈ શકે?"

"હું જયાં રહું છું એ અહીંથી પાંચ મિનિટના અંતરે જ છે. એ મારુ જ ઘર છે. બે રૂમ અને રસોડું છે. જરૂરિયાતનો બધો જ સામાન ત્યાં છે જ, ફક્ત કપડાં અને ગેસનો ચૂલો જ લાવવાનો રહેશે! એ મારે ભાડે જ આપવાનું છે તો તું જ આવી જા! અને ભાડું તને પોસાય એ મુજબ તારી અનુકૂળતા મુજબ આપજે. બોલ છે મંજુર?"

"હા, મંજુર જ હોય ને! તારું ઘર મને મળે તો મારે બીજે ક્યાંય જવાની જરૂર જ નથી." સંધ્યા એકદમ ખુશ થતા બોલી હતી.

સંધ્યા અને વિભા બંને કલાસબેલ વાગ્યો હોય ક્લાસમાં પહોંચી ગયા હતા. સંધ્યા પોતાને એટલી હળવી અનુભવતી હતી કે ન પૂછો વાત! એના માથેથી એક મોટી ઉપાધિ ઉતરી ગઈ હતી. સંધ્યા સ્કૂલથી આવતી વખતે સાક્ષી અને અભિમન્યુને પણ લેતી આવી હતી. ઘરે આવીને એણે મમ્મીને ભાડાનું ઘરનું સેટ થઈ ગયું એ કહ્યું હતું. સંધ્યા ખુબ ખુશ હોય દક્ષાબહેનને પણ શાંતિ થઈ હતી. બધાએ જમ્યું હતું. દક્ષાબહેન હવે હોસ્પિટલ ગયા હતા.

સંધ્યાએ બંને ભાઈબહેનને ડ્રોઈંગ કરવા બેસાડ્યા હતા. સંધ્યાને હવે નવરાશ મળી હોય એ મનોમંથન કરવા લાગી હતી. એણે પોતાનામાં રહેલા સૂરજના અસ્તિત્વની સાબિતી મળી ચુકી હતી. એ ખુબ ખુશ હતી. એણે પોતાનું મન હવે આવી રહેલી પરીક્ષામાં લગાડ્યું હતું. એને હવે પોતાનું અસ્તિત્વ પણ સૂરજની જેમ ઉભું કરવું હતું. સંધ્યાએ ખુબ ઓછા સમયમાં દુનિયા શું એ સમજી લીધું હતું. પ્રેમ એક મનની શાંતિ ની પૂજી છે અને પૈસા એ જીવન જીવવાની જરૂરિયાત છે. જીવન જીવવા એ બંનેની જરૂર પડે છે. અને એની કિંમત ત્યારે જ થાય છે જયારે બંને માંથી એક છૂટી જાય છે. ખુબ જ સામાન્ય પણ અગત્યની વાત સંધ્યા ખુબ નાની વયમાં અનુભવી ચુકી હતી. આથી જ હવે એ ધ્યેય સાથે એને જીવવું હતું કે હવે લોકો સંધ્યાને સંધ્યાના નામથી જ ઓળખે! બસ એક જુનુન એને ચડ્યું કે, મારી સાથે સૂરજ છે જ પછી મારા જીવનમાં ક્યાંય અંધકારનો ઓછાયો રહેવો ન જ જોઈએ!

સંધ્યાએ સાંજે પંક્તિ ઘરે આવવાની હોય એણે પોતાના અને અભિમન્યુના એકેડમી ક્લાસમાં આજે રજા રાખી હતી. સાક્ષી અને અભિમન્યુ ખુબ જ ખુશ હતા કે, નાની બેન આજ હોસ્પિટલથી ઘરે આવી જશે! સંધ્યાને થયું કે હું એના આગમને ઘરને શણગારું પણ પંક્તિને વળી કોઈ સમજણ ફેર થાય એના કરતા એણે પોતાના હરખને દાબી દીધો હતો. એ હવે મનથી નહીં મગજથી ચાલવા લાગી હતી. એણે સૂરજના શબ્દોને પોતાના જીવનમાં ઉતારી લીધા હતા. સંધ્યા માટે એમ કરવું અઘરું હતું પણ એ પરિવતર્ન એણે લાવવાની શરૂઆત કરી જ દીધી હતી.

પંક્તિ એ બેબીને લઈને ઘરમાં પ્રવેશી હતી. સંધ્યા અને પોતાની બોલાચાલી બાદ આજ એ બંને એકબીજાને રૂબરૂ થઈ હતી. સંધ્યાએ પોતાનું ધ્યાન એ બેબી પર જ રાખ્યું હતું. પંક્તિને સંધ્યાના ઉમળકામાં આવેલ ફેરફાર નજર આવી જ ગયા હતા. પણ પોતે જ પોતાના પગ પર કુહાડી મારી હોય એને આ બદલાવ સ્વીકારવો જ રહ્યો હતો. છતાં હજુ પંક્તિના મુખેથી પોતે બોલેલ અઢળક અપમાનજનક શબ્દોની માફી માંગવા માટેના બે શબ્દો પણ નીકળ્યા નહોતા. પંક્તિ માટે જે સ્નેહ સુનીલને હતો એમાં એક વાળ સરીખી તિરાડ પડી ગઈ હતી. બધાના મન ઉદાસ હતા પણ બધા એકબીજાની લાગણીને માન આપી નોર્મલ હોવાનો દેખાડો કરી રહ્યા હતા. સંધ્યાએ બધાનું જમવાનું બનાવી લીધું હતું. પંક્તિને જમવાનું દક્ષાબહેન એના રૂમમાં આપી આવ્યા હતા. પંક્તિને જમાડીને પછી બધા જમવા બેઠા હતા. પંક્તિને એમ થયું કે, સંધ્યા વટ કરી રહી છે. ભલે કરતી કેટલો સમય કરશે? એણે પંક્તિને એકવાર પણ બોલાવી નહોતી. આથી સંધ્યાનો ઘમંડ એને દેખાય રહ્યો હતો. પણ સંધ્યાએ હવે કોઈ જ બાબતે વધુ રસ લેવાનું છોડી દીધું હતું. જેવાની સાથે તેવા થઈને એને રહેવું હતું.

સંધ્યા બેબી માટે ખુબ સરસ ફુયારું લાવી હતી. જે સાક્ષી માટે ફુયારું કર્યું હતું એજ આ બેબી માટે પણ કર્યું હતું. પંક્તિના સ્વભાવને ધ્યાનમાં રાખીને બહુજ અંગત લોકોની હાજરીમાં સાદાઈથી છઠ્ઠીની વિધિ પતાવી હતી. સંધ્યાએ બેબીનું નામ એના મમ્મીની જ મરજીનું દિવ્યા રાખ્યું હતું. સંધ્યાએ એનો છઠ્ઠી લોટાડવાનો હક એમ જ પૂરો કર્યો જેમ પહેલી વખતે કર્યો હતો. પંક્તિ અને સંધ્યા વચ્ચે ખપ પૂરતી જ વાત થતી હતી, આથી સંધ્યાને પંક્તિને એ કહેવું જરૂરી લાગતું નહોતું અને આ બાબતે એણે પંક્તિને કોઈ જ વાત કરી નહોતી, કે કાલ સવારે પોતાના ભાડાના ઘરમાં રહેવા માટે જતી રહેશે. સંધ્યાએ સાક્ષી અને અભિમન્યુને તો મનથી મક્કમ રહે એ પ્રયાસ કર્યો હતો. પણ જેમ જેમ સમય નજીક આવે બંન્ને ભાઈબહેન હરી ફરીને નોખા રહેશું તો નહીં ગમે એ એક જ વાત કરતા હતા.

નવા દિવસની શરૂઆત એક નવા લક્ષ્યને ધ્યાનમાં રાખીને સંધ્યાએ કરી હતી. એણે આજ બે લેક્ચરની રજા મૂકી હતી. એ પોતાનો સામાન જે લાવી હતી એ લઈને અહીંથી હસતા મોઢે બધાને પ્રેમથી મળીને નીકળી હતી. એ જતી હતી ત્યારે એટલા જ પ્રેમથી ભાભીને પણ મળી હતી. એ જતી હતી છતાં પંક્તિ એકવાર પણ ન બોલી કે, સંધ્યા રોકાય જા, નથી જવું, આ તારું જ ઘર છે, તે દિવસે હું જે બોલી એ મારો ગુસ્સો હતો. પણ મારા મનમાં તારે માટે કોઈ જ દ્રેષ નથી. આવા શબ્દોની આશા સુનીલને હતી કે પંક્તિને એની ભુલનો અહેસાસ થશે, પણ સૂરજની ધારણા જેવું કઈ જ ન થયું. અને સંધ્યા બધાને હસતા મોઢે મળતી જતી રહી હતી.

શું થશે પંક્તિને અફસોસ?
કેવી હશે સંધ્યાની એકલતા સાથેની સફર?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻