The Author Dr.Chandni Agravat Follow Current Read પ્રેમનો વહેમ - ભાગ 7 By Dr.Chandni Agravat Gujarati Classic Stories Share Facebook Twitter Whatsapp Featured Books રાય કરણ ઘેલો - ભાગ 3 ૩ રાજા પ્રતાપચંદ્ર એટલી વારમાં રાજા પ્રતાપચંદ્રને અનેક વિચાર... ટેક્નોલોજીના સાત પ્રકાર આપણા રોજિંદા જીવન પર અસર કરતાં ટેક્નોલોજીના સાત મુખ્ય પ્રકાર... ગ્રહણ - ભાગ 1 નમસ્કાર મિત્રો હું શૈમી ઓઝા લફઝ આપ સમક્ષ એક વાર્તા સાથે પ્રસ... ધ ગ્રેટ રોબરી વૈશ્વિક સ્તરે લુંટફાટની ઘટનાઓ સામાન્ય છે અને દરેક દેશનો પોલી... જીવન પ્રેરક વાતો - ભાગ 13 - 14 ગતાનુગતિક 13 किमन्ये पुण्यकर्माणः न धीमांश्चिन्तयेदिद... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr.Chandni Agravat in Gujarati Classic Stories Total Episodes : 11 Share પ્રેમનો વહેમ - ભાગ 7 (4) 1.4k 2.7k ભાગ 7 પ્રાર્થી નચિંત હતી.વિહાગ સાથેની મુલાકાત અને સ્પષ્ટતાં પછી એને ભવિષ્ય સુરેખ લાગતું હતું. પપ્પા પાસે અઠવાડિયું વિચારવાનો સમય માગ્યો ત્યારે મનમાં ક્યારેકજાગેલું આકર્ષણ નિર્ણય પર હાવી ન થાય એનું ખાસ ધ્યાન રાખેલું. ક્યારેક સ્મિતનો વિચાર આવતો તેમાં સહાનુભૂતિ વિશેષ હતી.વિહાગનાં વર્તન પરથી અંદાજો હતો કે એ ચોટ ખાયેલી વ્યક્તિ છે, પરંતું બીજી યુવતીઓની જેમ એણે ક્યારેય પ્રીન્સ ચાર્મીંગનાં ખ્વાબ નહોતાં સજાવ્યાં એ સન્માન અને સમજણ ઈચ્છતી. વિહાગને મળી ત્યારે એ એની ખુબસૂરતીથી થોડો આકર્ષાયેલો હતો, એને મનમાં થોડી શરમાળ મધ્યમવર્ગીયયુવતીનું ચિત્ર હતું જે પોતાનાં માટે એક અહોભાવ રાખે અને વિહાગમય બની જાય.એનાં મનની અસુરક્ષા આવિચારને પોષતી.પાર્થી એ માતા જ બેજીજક કહ્યું," જુઓ વિહાગ આપણે એકબીજાથી સાવ અજાણ છીએ,આપણાં દેશમાં લાખો લગ્ન આ જ રીતે થાય છે.હું માત્ર પૈસાથી અંજાઈને આ નિર્ણય નથી લેતી.હું ઈચ્છું છું કે મારું અને મારા પપ્પાનું સ્વાભિમાન કાયમ જળવાયેલું રહે."" હું મારી કારકીર્દી સ્વતંત્ર પણે બનાવીશ અનેતમારી ઓફીસમાં કામ નહીં કરું". પ્રાર્થી શ્રીકાંતથી દુર રહેવાં અન્ય ઓફીસમાં કામ કરવાં માંગતી હતી.જિંદગીમાં ઝાંઝવાત જોયાં પછી દરેક વ્યકિત પગભર હોવું જોઈએ એવું માનતી. વિહાગ તરફથી મુલાકાત પછી હા આવી ત્યારથી સુશુપ્ત આકર્ષણ ફરી બેઠું થતું હતું.મનમાં ગુલાબી સપનાં આકારલેવા લાગ્યાં. બીજી તરફ વિહાગને મનમાં કંઈ ખટક્યાં કરતું,એ વિચારતો મા જેને ઓળખે એ અને મને મળી તે પ્રાર્થીનાં બે ચહેરા છે.ભુતકાળનાં જખ્મની પીડા એને કોઈ પર વિશ્વાસ કરતા રોકતી.સગાઈની ઉમંગ ને બદલે એણે પોતાનાં મનને ઠરાવી દીધું કે આ મા માટે કરેલું સમાધાન.એકતરફ હ્રદયમાં દ્વાર કોઈનાં સ્વાગતમાં ખુલતાં હતાં. તો બીજી તરફ ભીડાયેલા.************************************સગાઈનો દિવસ આવી ગયો.પ્રાર્થી થોડોક ,ગભરાટ થોડી ખુશી અને ઉત્તેજના અનુભવતી હતી આકાર ગુલાબી રંગની ચોળી એની સુંદરતામાં વધારો કરતી હતી. સુશીલાનો ઉત્સાહ વર મા ને શોભે તેવો હતો.શ્રીકાંતને થપ્પડ મારી ગાલ લાલ રાખવા જેવી સ્થિતી હતી.પોતે જ પ્રાર્થીનેવહું બનાવવાનું વિચાર્યું એવું એ ધીરજલાલ આગળ જતાવતો હતો, અને પ્રાર્થીનો સામનો ન થાય તેની કાળજી રાખતો.વિહાગ એકદમ ગંભીર હતો, બધાનીનજર પ્રાર્થી પર ફરી ફરીને પહોંચતી પણ એણે એકાદવારઅણછજતી નજર જ કરી.શ્રીકાંત પામી ગયો કે વિરાજ પુરી રીતે તૈયાર નથી એણે વિચાર્યું, " વિહાગનું મન જાણવું પડશે ભવિષ્યમાં કદાચ એ છોકરી મારી વિરુદ્ધ કંઈ બોલે તો...કંઈક ગોઠવી રાખવું પડશે."પ્રાર્થી કંઈ કેટલાય ઉમંગ સજાવીને બેઠેલી, એનાં મનને આછેરો ધક્કો લાગ્યો વિરાગની અવગણનાથી." કદાચ હું જ વધારે પડતું વિચારું છું.?એટલો મોટો બિઝનેસમેન લોકોની હાજરીમાં થોડી લાગણી બતાવે." એણે પોતે જમનનું સમાધાન શોધી લીધું. જોકે માનસીએ હળવી ટકોર કરી જ લીધી" વિહાગ કોઈ પરીક્ષા આપવા આવ્યો હોય તેમ લાગે છે." સુશીલાએ હીરા જડી દીધા , અને વિહાગ એક નાનકડું ગુલાબ પણ ન લાવ્યો" આટલી બેરૂખી તોસગાઈ શું કામ કરી?"નવાં સવા સબંધની ચમકને બદલે ચહેરા પર અસમંજસનાં વાદળ છવાઈ ગયાં . પ્રાર્થીને આ રીતે જોઈ પાછા ફરેલાં સ્મિતને જરા આશાબંધાઈ "જરૂર એનાં પર દબાણ હશે, પૈસા અને પ્રતિષ્ઠા આગળ ધીરુકાકા ઝુકી ગયા હશે".એણે પ્રાર્થીને વાતવાતમાં પુછી લીધું " તું બહું ખુશ છે?" હા ...હ હું બહુંખુશ છું " થોડી ચુપકીદી પછી મળેલો જવાબ એને શાંતિ આપી ગયો સાથે મિત્ર સહજ ચિંતા પણ.સમય સરકતો જતો હતો ક્યારેક વિરાજ સાથે બહાર જવાનું તો ક્યારેક ઘરે હરવખત એ આયોજન માનું જ રહેતું, વિરાજ તરફથી મળવાનો ઉમળકો ન હતો.પ્રાર્થીવિચારતી લાગણી તો ધીરે જ જન્મે.. સમય સાથે સંબંધ પણ મજબુત થશે.તોય એનું યુવાન હૈયું પ્રિયતમનો પ્રેમ ભર્યો સ્પર્શ ઈચ્છતું .ક્યારેક હાથ પકડીને ચાલવું ક્યારેકઈશારામાં વાત કરવી. અનાયાસ સ્પર્શ થાય તોય શુષ્ક લાગતો. જાણે એક રાહ પર ચાલતા અજનબી રાહબર.થોડો સમય મળવાનું છોડી દે તો ફોન આવતો , એને લાગતું આ પણ માની તાકીદથી હશે.ક્યારેક મા વિહાગ લાવ્યો કહી મોંઘી ગીફ્ટ આપતી. હવે આ સંબંધની શુષ્કતા એને ડંખતી.મનમાં જ સ્મિત અને વિહાગની સરખામણી થઈ જતી.સ્મિત એની લાગણીનું કેટલું ધ્યાન રાખતો...તોય પોતાનાં મનમાં મિત્રની વિશેષ કંઈ નથી એ જાણતી દિમાગ કહેતું આ બધા કામચલાઉં આવેગ છે સમય સ્થિરતા લાવશે.મનમાં ક્યારેક અલપઝલપ વિચાર આવી જતો કે વિરાજ જો દિલ દઈ નથી શકતો તો પાછી હટી જાય.એની સમજણ એને ઉતાવળે નિર્ણય લેવા રોકતી.સ્મિતની મિત્રતા એટલી તો હતી જ કે વિ ની વાતો થાય.સ્મિતે સોસીયલ મિડિયામાં ડોકાઈને ભુતકાળ શોધી કાઢ્યો અને પ્રાર્થીએ મગનકાકા પાસે સઘળું જાણ્યું.માની વાતથી એને અંદાજો તો હતો જ..પણ આ સાવ નગણ્યનહતું એણે વિચારી લીધું કે વિહાગ મને ક્યારેય ન્યાય નહીં કરી શકે, આ તો છેતરામણી જ....હવે મન બળવો કરતું હતું...ક્રમશ:ડો.ચાંદની અગ્રાવત ‹ Previous Chapterપ્રેમનો વહેમ - ભાગ 6 › Next Chapter પ્રેમનો વહેમ - ભાગ 8 Download Our App