Prem Lagn ane Kaamkala Vigyaan - 4 in Gujarati Health by yeash shah books and stories PDF | પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 4

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 4

પીહુ : ડો. અંકલ આજે આપણા સેક્સ એડયુકેશન સેશન નો પાંચમો દિવસ છે.. આપે આ ચાર દિવસોમાં અમને ઘણી માહિતીઓ આપી.. મારો એક પ્રશ્ન છે.. સોહને એના મિત્ર વિશાલ વિશે કહ્યું હતું.. એ આપને યાદ હશે.. તો આપે કહ્યું હતું કે વિશાલે ખુલ્લામાં બેફામ રીતે જે હસ્તમૈથુન કર્યું હતું એનો ઈલાજ મનોચિકિત્સક કરી શકે છે.. તો શું એને કોઈ બીમારી હતી?
સોહન : અને હા.. આપે કહ્યું હતું કે અશ્લિલ ફિલ્મો ની અસરો વિશે પણ વાત કરશો.. તો આજે આ જ વિષય પર ચર્ચા થાય તો કેવું રહેશે..?
ડો. અનંત : વાહ.. આ તો ખૂબ સરસ વાત છે.. મને પણ આ સવાલ ની જ જરૂર હતી.. વાસ્તવિકતા માં સેક્સ એડયુકેશન નું મૂળ આ જ બે સવાલ છે.. તમને યાદ હશે મેં કહ્યું હતું એમ સેક્સ ના વિચારો આવવા અને હસ્તમૈથુન બન્ને સામાન્ય છે પરંતુ જ્યારે ટીનએજ માં આવો એક સમય આવે છે.. ત્યારે મન માં અનેક મૂંઝવણો ઉભી થાય છે...અને સોહન તારા કેસ માં તે સૌપ્રથમ વાર અશ્લીલ ફિલ્મ જોઇને આ વિશે જાણકારી મેળવી હતી અને તું સ્વપ્નસ્ખલન થતા ડરી ગયો હતો.. કોઈ તારી જેમ ,તો કોઈ પોતાના દોસ્ત કે બહેનપણી પાસેથી અથવા કોઇ આવી ઘટનાઓ નજર સમક્ષ નિહાળીને આ વિશે પ્રથમ જાણકારી મેળવે છે. એવા વખતે જો પ્રથમ અનુભવ જ ખરાબ હોય ,અથવા બાળપણમાં કોઇ ન બનવા જેવો બનાવ અનુભવ્યો હોય કે જોયો હોય તો વ્યક્તિના મન પર એ ઘટના ની વિપરીત છબી બને છે..
સાચી માહિતી નો અભાવ ,પ્રશ્નો,ભય ,ચિંતા,અપરાધભાવ આ બધું એકસાથે વ્યક્તિ ની ટીનેજ માં એના મન પર આક્રમણ કરે છે.. અને વ્યક્તિ પોતાના સહજ લાગણીઓ ને દબાવવાનું ચાલુ કરી દે છે.. આવા કેસ માં વ્યક્તિ નું મન તેનું વિરોધી થઈ જાય છે.. તે જેટલી સેક્સ લાગણીઓની અવગણના કરે એટલું એનું મન એની પર એ જ લાગણીઓ નું દબાણ કરે છે.. અને એના મન માં સેક્સ એ ખૂબ મહત્વનો વિષય બની જાય છે.. એવી કોઈ પણ છોકરી કે છોકરો જો પોર્ન ફિલ્મો કે અશ્લીલ સાહિત્ય ના રવાડે ચડી જાય તો એને એ બધી વસ્તુઓ ની આદત પડી જાય છે.. પછી જ્યારે એકાંત મળે ત્યારે એ આ જ વસ્તુઓ દ્વારા પોતાની લાગણીઓ ને વેગ આપે છે. આવા સાહિત્યો અને ફિલ્મો પોતાના ગ્રાહકો ને આકર્ષિત કરવા માટે જાણી જોઈને થોડું કલાત્મક ,અવાસ્તવિક અને વધારે પડતું કામુક ચિત્રણ લોકો સામેં ઉભું કરે છે.. આવી ફિલ્મો કે કથાઓ વાંચનારા લોકો મોટે ભાગે એકાંત ની રાહ જોતા હોય છે.. એમના મન ની લાગણીઓ એમને રાત અને દિવસ આવા જ વિચારો કરાવે છે પરિણામે એમને વિજાતીય પાત્ર ને પોતાની લાઈફ માં પ્રાપ્ત કરવાની તલબ વધતી જાય છે..ઘણા વ્યક્તિ જો બિન્દાસ અને સહજ વ્યક્તિત્વ ધરાવતા હોય તો જલ્દી વિજાતીય વ્યક્તિઓ સાથે મિત્રતા કરી ,આ વિશે ખુલ્લી ચર્ચા કરી પોતાની સહજતા પ્રાપ્ત કરી લેતા હોય છે.. એમના મન ની લાગણીઓ આવા લોકો હસ્તમૈથુન દ્વારા કે પાર્ટનર ને કિસ કરી પોતાનો પ્રેમ કરી વ્યક્ત કરી લેતા હોય છે.. પણ અંતર્મુખી વ્યક્તિત્વ ના શરમ સંકોચવાળા વ્યક્તિઓ પોતાની લાગણીઓ ને વધુ પડતી દબાવે છે.. એ લોકો કહી પણ શકતા નથી અને રહી પણ શકતા નથી.. એ લોકો હસ્તમૈથુન પણ કરે તો એના પણ બંધાણી થઈ જાય છે.. એની એમને આદત પડી જાય છે.. અને હોસ્ટેલ જેવું વગર રોકટોકનું અને પરિવાર થી દુર નું વાતાવરણ મળતા આવા લોકો વધુ પડતા બહિર્મુખી બનવાનો પ્રયત્ન કરે છે.. અને બેફામ વર્તન કરે છે.. વિશાલ જેવા લાખો યુવાન યુવતીઓ એનું ઉદાહરણ છે.. આ કોઈ બીમારી નથી પણ આ મન ની મૂંઝવણ છે.. જે ખુલ્લા મને ચર્ચા કરવાથી બહાર આવે છે.. અને મનોચિકિત્સકો વાત બહાર કઢાવવાની કળા સારી રીતે જાણતા હોય છે.. અમારા જેવા ડોકટરો આવા વ્યક્તિ નો ભૂતકાળ અને વર્તમાન તપાસી ,તેમની મનોસ્થિતિ અને રુચિ જાણી, એમની સાથે વાસ્તવિક ચર્ચાઓ કરી.. જરૂર પડ્યે હોર્મોન્સ બેલેન્સ કરવાની દવા આપી એમને પાછા નોર્મલ લાઈફ માં લાવવામાં મદદ રૂપ થઈએ છીએ..

પીહુ : તો ડો.અંકલ એનો અર્થ એ જ થાય છે ને કે જાતીય લાગણીઓ ને વધુ પડતી દબાવવાથી એનું મહત્વ વધી જાય છે.. અને પરિણામે વ્યક્તિને વધુ પડતા સેક્સ્યુઅલ વિચારો આવે છે.. બિલકુલ એ જ રીતે જેવી રીતે ઉપવાસ પર ચડેલ વ્યક્તિને ભોજન ના વિચારો આવે છે..

ડો. અનંત : ખૂબ જ સાચી વાત પીહુ..હકીકતમાં સેક્સ જેવું સહજ અને સામાન્ય બીજું કાંઈ જ નથી.. પણ આપણે જ એડયુકેશન લીધા વગર મૂંઝવણો ના શિકાર બનીએ છે..
સેક્સ ના વિચાર, સ્વપ્નસખલન,હસ્તમૈથુન વગેરે જાતીય લાગણીઓ વ્યક્ત કરવાના માધ્યમો છે.. આને ધાર્મિકતા કે કોઈ પણ પ્રકારની ચતુરાઈ કરી દબાવવાથી આ તકલીફો ઉભી કરી શકે છે.. આ બધા ને સામાન્ય અને સહજ રીતે મહત્વ આપવાથી આ ક્યારેય અતિમહત્વનું બની નુકશાન કરતું નથી.. હું તો એમ કહું છું કે આ લાગણીઓ ને દબાવવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જોખમ માં મુકાય છે. અને આ દબાતા દબાતા વિકૃતિ નું બેફામ રૂપ ધારણ કરે છે. જેવી રીતે પાણી જો ભરપૂર વેગમાં હોય તો તમામ બંધ તોડી કાઢે છે તે રીતે..
હવે સોહન ની વાત કરીએ.. એને પ્રથમ અનુભવ જ ખરાબ મળ્યો.. એના જીવન માં એવા બનાવો પણ બન્યા જેથી ભય, શંકા ,અપૂરતા જ્ઞાન ના અભાવે એનું સેક્સ માંથી મન ઉઠી ગયું.. અથવા સેક્સ પ્રત્યે ઉદાસીનતા આવી ગઈ.. એને સ્કૂલ ,કોલેજ ,પરિવાર તરફથી આ પ્રકારનું કાઉન્સેલિંગ મળ્યું હોત તો એ કદાચ તારી સાથે એવું વર્તન ન કરત જે એને પેલી રાતે કર્યું હતું.. પીહુ.. તું એક સાચી મિત્ર છે અને સોહન ને સમજી ને તું અહીંયા લઈ આવી એ સારી જ વાત છે..
સોહન પોર્ન ફિલ્મો કે અશ્લીલ કથાઓ ફક્ત મનોરંજન નું માધ્યમ છે.. જાતીય શિક્ષણ ની પરબ કે સ્તોત નથી. ખોટા ઘરેણાં માં અને સાચા ઘરેણાં ના ભાવ માં ઘણો ફરક હોય છે બેટા.. તે જે જોયું, સુરક્ષિત અને આત્મીયતાપૂર્ણ સેક્સલાઇફ એના કરતાં તદ્દન વિપરીત છે.
સોહન : ડોકટર અંકલ તમારી વાતો થી મારા બધા જ ડાઉટ અને ડર ધીરે ધીરે દૂર થયા છે.. તમે કહ્યું કે મેં જે પોર્ન સાહિત્ય જોયું હતું એ સુરક્ષિત અને આત્મિયતાપૂર્ણ સેક્સ લાઈફ થી તદ્દન વિપરીત છે.. તો સુરક્ષિત સમાગમ એ શું છે? તેના વિશે માર્ગદર્શન આપો.
પીહુ : ડોક્ટર અંકલ મને લાગે છે કે અત્યાર સુધી ના એડયુકેશન પછી એટલું તો નક્કી થઈ ગયું કે જાણકારી હોવાથી ઘણી બધી મૂંઝવણો અને ભય દૂર થાય છે.. મારો પણ એક પ્રશ્ન છે.. કે એક આત્મીયતાપૂર્ણ સમાગમ કઈ રીતે કરવો..? અને લગ્ન પછી ની પ્રથમ રાત્રી એ શું ધ્યાનમાં રાખી શકાય?

ડો. અનંત : સૌથી પહેલા આપણે સુરક્ષિત સમાગમ વિશે ચર્ચા કરીએ.. મેં કહ્યું એમ જનન અંગો ની સાફસફાઈ ખૂબ જ જરૂરી છે..અને સમાગમ પછી પુરુષ દ્વારા એક મહિલા ગર્ભવતી પણ થઈ શકે છે... વણજોઈતો ગર્ભ અટકાવવા અને જાતીય રોગો (Sexual Transmitted Deaseses) (STD) થી બચવા સમાગમ વખતે પુરુષ ને કોન્ડોમ એટલે કે નિરોધ પહેરવાની સલાહ આપવા માં આવે છે.. સામાન્ય ભાષામાં કોન્ડોમ પાતળા પ્લાસ્ટિક થી બનેલી શિશ્ન ના આકારની એક કેપ છે.. જેને ઉત્તેજીત શિશ્ન ના આગળ ના ભાગ પર પહેરી પાછળ સરકાવતા એ શિશ્નનો પૂરો ભાગ આવરી લે છે. મેઈલ કોન્ડોમને એક્સ્ટર્નલ કોન્ડોમ કહેવાય છે. તેમ જ ફિમેઇલ કોન્ડોમ પણ ઉપલબ્ધ છે.. જેને ઇન્ટરનલ કોન્ડોમ કહેવાય છે.. બન્ને પ્રકાર ની કોન્ડોમ સેક્સ દ્વારા થતું ઇન્ફેક્શન,રોગ અથવા વણજોઈતા બાળક ના જન્મ ને અટકાવે છે. સેક્સ એ સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક ,માનસિક અને આત્મિક પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ છે. સેક્સલાઇફ રસપ્રદ અને સુરક્ષિત રહે કોઈ પણ પ્રકાર ના અબયુઝથી મુક્ત રહે એ માટે સ્ત્રી એ પુરુષ પાસે સુરક્ષિત સેક્સ ની માંગણી કરવી જોઈએ.. ઘણા પુરુષો કોન્ડોમ પહેરવામાં આનાકાની કરે છે અને પાછળથી મહિલાઓને ગર્ભ અટકાવવા દવા લેવી પડે છે.. આ આદત એ બન્ને માટે જોખમી છે. જો બાળક જોઈતું હોય તો કોન્ડોમ પહેર્યા વગર સમાગમ કરી શકાય.
ખાસ યાદ રાખવા જેવી બાબતો..
* એક વાર વાપરેલું કોન્ડોમ બીજીવાર વાપરવું નહીં. દરેક વખતે નવું કોન્ડોમ વાપરવું.
* એક સમાગમ વખતે એક જ કોન્ડોમ પર્યાપ્ત છે.. ઉપરાઉપરી બે કોન્ડોમ પહેરવા નહિ.
* જો કોન્ડોમ ફાટી જાય તો ચિંતા કરવા કરતાં ડોકટરની સલાહ મુજબ ગર્ભનિરોધક ગોળીઓ મહિલાએ લઈ લેવી.
* કેટલાક કિસ્સાઓમાં જ્યાં પુરુષ આનાકાની કરે ત્યારે જો સ્ત્રી પોતે જ પુરુષ ને કોન્ડોમ પહેરાવે તો એને સુરક્ષાની ખાતરી પણ રહે છે.

મને આશા છે.. સોહન તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે.. પીહુ તારાં પ્રશ્ન નો જવાબ આવતા સેશન માં.....
**************************************************************************************************

ડો.અનંત : પીહુ.. ગયા સેશન માં તે આત્મીયતાપૂર્ણ સમાગમ વિશે પૂછ્યું હતું.. એનો જવાબ હું આજે આપીશ.. એની પહેલા હું મનોવિજ્ઞાન નો થોડો આશરો લઈશ અને તમને બન્ને ને કેટલાક પ્રશ્નો પૂછીશ.. તૈયાર છો?

પીહુ/સોહન: હા અમેં તૈયાર છીએ

ડો. અનંત : પીહુ.. તું જ્યારે બાળક હતી ત્યારે તને પપ્પા કે મમ્મી લડે અથવા ઉંચા અવાજે ગુસ્સાથી વાત કરે તો સારું લાગતું હતું કે ખરાબ? અને એથી વિપરીત તને વ્હાલ કરે ,ખોળામાં બેસાડી ચોકલેટ આપે તો તને કેવું લાગતું હતું?
પીહુ : અંકલ મારા બાળપણમાં મારા મમ્મી પપ્પા ફક્ત એક જ વાર મારી પર ગુસ્સે થયા હતા.. એ પણ મારી બહુ મોટી ભૂલ હતી.. મેં અમારા ઘરના કુક મોહનભાઇ પાસે રસોઇ શીખવાની જીદ કરી હતી .. એમને આનાકાની કરતા મેં જાતે જ ગેસ સ્ટવ સળગાવ્યો હતો.. એમાં મમ્મી એ મારા પર બહુ જ ગુસ્સો કર્યો હતો અને એ દિવસે મને બહુ જ ખરાબ લાગ્યું હતું.. જો કે પછી મને મારી ભાવતી વાનગી પણ મળી જ હતી..અને બહુ જ સારું લાગ્યું હતું.. પણ હા.. એ મેમરી હજુ સુધી ગઈ નથી..

ડો. અનંત : અને સોહન નાનપણમાં તારા ઘરે જ્યારે પણ પીઝા આવતા ત્યારે પપ્પા તને પીઝા ખાધા પહેલા કઈ ટકોર કરતા ?યાદ છે...?
સોહન: હા.. અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માં પીઝા એટલે પાર્ટી ગણાતી.. ચાર -છ મહિને એકવાર જ પીઝા આવતા અને પપ્પા મમ્મી હંમેશ કહેતા કે પીઝા ઝડપ થી નહિ ધીમે ધીમે ચાવી ને ખાજો.. નહિતર પેટ માં તકલીફ થશે.

ડો. અનંત : બસ આ જ બે વાત આત્મીયતાપૂર્ણ સમાગમ માં યાદ રાખવાની છે.. પ્રેમ અને ધીરજ બન્ને સમાગમ ના સુખ ને અનેકગણું વધારી દે છે.. સમાગમ દરમિયાન સ્ત્રી અને પુરુષ બન્ને એક બીજા ના જનન અંગો સિવાય ના અંગો ને પ્રેમ કરે,પંપાળે ,ચુંબન ,આલિંગન,હળવા હાથે મસાજ ,પ્રેમાળ વાતો અને એક બીજા નું સામીપ્ય એ સેક્સલાઇફ ને સંતોષકારક બનાવે છે. દરેક વ્યક્તિના જનન અંગ સિવાય પણ કેટલાક અંગો સંવેદનશીલ હોય છે જેવા કે ગળું, છાતી અથવા સ્તનો નો ભાગ, જાંઘ,નાભિ.. કમર નો ભાગ.. આ બધા અંગો પર પ્રેમ થી સ્પર્શ કરવામાં આવે ,ચુંબન કરવામાં આવે અને ધીરે ધીરે જનન અંગો તરફ જવામાં આવે તો કામસુખ અનેક ગણું વધે છે.. આ ક્રિયા ને ફોરપ્લે કહેવામાં આવે છે... અને સમાગમ પછી પણ આ રીત ની ક્રિયા કરવી યોગ્ય છે જેને આફ્ટરપ્લે કહેવામાં આવે છે... આનુ ખાસ કારણ છે .. જ્યારે ફોરપ્લે કરવામાં આવે છે ત્યારે પુરુષ શિશ્ન વધારે ઉત્તેજના અનુભવે છે અને સ્ત્રી પણ વધારે ઉત્તેજિત થાય છે.. જેથી યોનિ ની દીવાલ ભીની થાય છે.. સ્ત્રી નો યોનિભાગ ફૂલે છે... અને ત્યાર બાદ જો શિશ્ન પ્રવેશ કરવામાં આવે તો સ્ત્રીને સુખ વધુ મળે છે... તેને અને પુરુષ ને બન્ને ને અનુકૂળતા રહે છે... જો ફોરપ્લે વગર સેક્સ કરવામાં આવે તો સ્ત્રી ની યોનિ નો ભાગ સૂકો અથવા dry રહી જાય છે.. અને dry યોનિ માં શિશ્ન પ્રવેશ કરતા મહિલા ને જોઈએ એટલો સંતોષ મળતો નથી... પુરુષ ને સમાગમ ના અંતે વીર્યસ્ત્રાવ થાય છે અને સુખ પ્રાપ્ત થાય છે.. પુરુષ ના એકવાર ના વીર્ય સ્ખલન પછી એને જો કોઈ પણ પ્રકારનું દબાણ ન કરવામાં આવે તો ફરીવાર સરખી ઉત્તેજના પ્રાપ્ત થતા 30 થી 45 મિનિટ નો સમય લાગે છે.. જ્યારે સ્ત્રી માં એવું હોતું નથી.. પરાકાષ્ઠા પછી પણ એ તુરંત બીજીવાર ઉત્તેજિત થઈ શકે છે.. આ કારણથી ફોરપ્લે તેમ જ આફ્ટર પ્લે જરૂરી છે. પ્રથમ રાત્રીએ સ્ત્રી તથા પુરુષ બન્ને લાંબી કંટાળાજનક વિવાહ ની વિધિઓ થી અને વિવાહ ના દિવસો ની દોડધામ થી ખૂબ થાકી ગયા હોય છે,નારી માટે નવા ઘર અને નવા વાતાવરણને લઈને ઘણા પ્રશ્નો હોય છે ..તેને અનુકૂળ થવા સામાન્ય રીતે સમય જોઈએ છે.. માટે પ્રથમ રાત્રી થી લઈ ને 5 દિવસ સુધી સમાગમ ન કરવો એવું વાત્સયન મુનિ નો મત છે. પણ જો પ્રથમ રાત્રીએ સમાગમ કરવો જ હોય તો ફોરપ્લે માં વધુ સમય આપવો જોઈએ.. શિશ્ન પ્રવેશ અને સમાગમ પૂર્વે જ જો સ્ત્રીને આંગળીઓ ના ઉપયોગથી પરાકાષ્ઠા અથવા ઓર્ગેઝમ થઈ જાય અને પછી મહિલા પોતે જ પુરુષ ના શિશ્ન ને હાથમાં લઇ જાતે યોનિપ્રવેશ કરાવે તો પ્રથમરાત્રી એ પણ એટલો વાંધો આવતો નથી.. પછી અફટરપ્લે કરવામાં આવે તો ચાર ચાંદ લાગી જાય છે..😊
જેમ સામાન્ય સંબધો માં એકબીજાને માન આપવાથી, એકબીજાનું ધ્યાન રાખવાથી અને એકબીજાની કદર કરવાથી પ્રેમ અને વિશ્વાસ વધે છે એમ સેક્સ સબંધ નું પણ આવું જ છે.. એમ પણ સેકસ એ શારિરીક રીતે પ્રેમ વ્યક્ત કરવાનું મધ્યમ છે.. પણ સાથે સાથે એકબીજાની ઈચ્છાઓ ને માન આપવું.. એક બીજાની સુરક્ષા નું ધ્યાન રાખવું અને એકબીજાની કદર કરવી એટલી જ જરૂરી છે..
ઘણા યુવક યુવતીઓ એકબીજાના જનન અંગ ને પાડોશી દેશ ની સરહદ સમજી ને એની પર તૂટી પડે છે અને અંત માં જોઈએ એટલો સફળ સમાગમ થતો નથી... હમેશા એક સૂત્ર યાદ રાખવું..
"Intercouse is not the main course..Foreplay,love,touch,kiss,pampering is the main course of sexual relationship"
એક પાર્ટનર થાકી જાય તો પણ ચુંબન અને આલિંગન વડે,અથવા બીજી કોઈ પણ રીતે બીજા પાર્ટનરને સંતોષી શકે છે. પુરુષ પાર્ટનર ના સ્ખલન પછી તરત એ પાર્ટનર નું મો ફેરવી લેવું, અલગ થઈ જવું ,સુઈ જવું કે બીજા પાર્ટનરની અવગણના એ આદત જાતીય જીવન ના સ્વાસ્થ્ય માટે સારી નથી.. ક્યારેય બીજા પાર્ટનર ને ઓછું આવે એવું કરવાથી બચવું. સ્વસ્થ, સ્વચ્છ અને જ્યારે બાળક ન જોઈતું હોય ત્યારે સલામત એટલે કે નિરોધ વાપરી ને સંભોગ કરવો.

પીહુ: થેંક્યું ડોકટર અંકલ .. આમા ઘણી નવી વાતો પણ મેં જાણી..
સોહન: અને ડોકટર અંકલ .. એકબીજાના ગમાં અણગમા ,પસંદ નાપસંદ પણ જાણવી જરૂરી છે ને ... બન્ને પાર્ટનર રાજી હોય અને સમાગમ થાય એ પણ જોવું જરૂરી છે..
ડો. અનંત: સાચી વાત છે.. બીજા પાર્ટનર ને મન ન હોય છતાં પણ તમે કઈ રીતે સ્થિતિ સાચવી શકો એ હું તમને આવતા સેશન માં સમજાવીશ...