Love you yaar - 35 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 35

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

લવ યુ યાર - ભાગ 35

મીત જેનીને કહી રહ્યો હતો કે, " પણ હું તો અત્યારે ઈન્ડિયામાં છું. "
જેનીએ મીતની વાત વચ્ચે જ કાપી અને તે બોલી, " હા મને બધીજ ખબર છે કે, તું અત્યારે ઈન્ડિયામાં છે અને તારા જસ્ટ મેરેજ થયા છે પણ યાદ છે તને એકવખત તે મને પ્રોમિસ આપી હતી કે, મારે જીવનમાં કોઈ વાર તારી મદદની જરૂર પડશે તો તું મને મદદ કરશે તો મારે અત્યારે તારી ખૂબ જરૂર છે. પ્લીઝ અહીં આવી જા અને મને હેલ્પ કર.. પ્લીઝ યાર...અને જેની ફરીથી રડવા લાગી...
હવે શું કરવું ? મીત સતત એકની એક વાત વિચારી રહ્યો હતો.... અને એટલામાં તેના મોબાઈલમાં સાંવરીનો ફોન આવ્યો તે એટલો બધો વિચારોમાં ખોવાયેલો હતો કે પહેલી રીંગમાં તેણે ફોન ન ઉપાડ્યો બીજી વખત રીંગ વાગી ત્રીજી વખત ફોનની રીંગ વાગી ત્યારે તેનું એકદમ ધ્યાન ગયું તેણે તરત જ ફોન ઉપાડી લીધો.
સાંવરી તેને ફોન ન ઉપાડવાનું કારણ પૂછી રહી હતી તેણે કહી દીધું કે, તે થોડો કામમાં બીઝી હતો. સાંવરીએ તેને સામે ક્રોસ કર્યો કે, ઓફિસમાં તો તું ગયો નથી તો પછી ક્યાં ગયો છે અને શું કામમાં છે ?
મીત: બસ, હમણાં ઘરે જ આવું છું અને આપણે લંડન જવાનું ફાઈનલ છે તો પેકીંગ શરૂ કરી દે.
સાંવરી મીતના આ વર્તનથી થોડી વિચારમાં પડી ગઈ હતી પણ તેણે આ વાતને બહુ ધ્યાન ઉપર ન લીધી અને પોતાની સાસુ સાથે લંડન જવા માટેની પરમિશન માંગવા લાગી આ બાજુ મીત પણ ઓફિસે પહોંચ્યો અને પોતાના ડેડની કેબિનમાં જઈને તેમને પોતે થોડા સમય માટે લંડન જવા ઈચ્છે છે અને ત્યાંની ઓફિસનું બધુંજ કામકાજ જોઈને પતાવીને પોતે અને સાંવરી બંને ઈન્ડિયા પરત આવી જશે તેમ કહેવા લાગ્યો આ રીતે લગ્ન બાદ તરત જ પોતાનો દિકરો મીત અને પુત્રવધૂ સાંવરી લંડન જાય તેવી ઈચ્છા કમલેશભાઈની પણ નહતી પરંતુ મીત અને સાંવરીની ખૂબજ ઈચ્છા હતી જેને અલ્પાબેન તેમજ કમલેશભાઈ રોકી શક્યા નહીં.
મીતને લગ્ન બાદ ઓફિસમાં જોતાં જ તેનો આખોયે સ્ટાફ ખુશ થઈ ગયો હતો અને તેને કોન્ગ્રેચ્યુલેટ કહી રહ્યો હતો તેમજ તેણે સાદાઈથી લગ્ન કરી લીધા હતા તો બધાજ સ્ટાફ મેમ્બર તેની પાસે પાર્ટી માંગી રહ્યા હતા પોતાના સ્ટાફની આગ્રહભરી આ વિનંતીનો તે ઈન્કાર કરી શક્યો નહીં અને તેણે પોતાના સ્ટાફને પ્રોમિસ આપી કે પોતે લંડન જઈ રહ્યો છે પરંતુ જતાં પહેલાં બધાને લગ્નની પાર્ટી આપીને જ જશે. આખાયે સ્ટાફમાં આનંદ અને ખુશીનો માહોલ છવાઇ ગયો હતો પહેલા પોતાના સ્ટાફ સાથે ખૂબજ સ્ટ્રીક્ટ રહેનાર મીત સાંવરીના પોતાના જીવનમાં આવ્યા બાદ એ વાત સમજી ગયો હતો કે, સામાન્ય માણસ પણ અસામાન્ય હોઈ શકે છે અને સામાન્ય માણસની મદદ વગર મહાન માણસ મહાન નથી બની શકતો અને આમ તે સાંવરીના પોતાના જીવનમાં આવ્યા બાદ પોતાના સ્ટાફ સાથે થોડો નોર્મલ થઈ ગયો હતો. હવે તેના સ્ટાફનો કોઈપણ મેમ્બર તેની સાથે વાત કરતાં ગભરાતો કે ડરતો નહોતો.

પોતાના ડેડ સાથે થોડી બિઝનેસની ચર્ચા કરીને પોતાનું થોડું કામ પતાવીને મીત ઘરે જવા માટે નીકળ્યો.

હજુપણ મીત અને સાંવરીને આમ અચાનક પોતાનાથી દૂર અને તે પણ એવી જગ્યાએ જ્યાં પોતાનો દિકરો મીત જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈને આવ્યો હતો તેવી જગ્યાએ લંડન મોકલવા માટે મીતની મોમ અલ્પાબેન જરાપણ તૈયાર નહોતા પરંતુ પહેલેથી પોતાનું ધાર્યું કરવાવાળો એકનો એક દિકરો મીત કોઈનું પણ સાંભળવા માટે ટેવાયેલો નહતો પોતાના મોમ ડેડનું પણ નહીં અને તો પણ અલ્પાબેને પોતાની પુત્રવધૂને સાંવરીને સમજાવવાની કોશિશ કરી પણ તે પણ એમજ કહી રહી હતી કે, " માં તમે શું કામ ચિંતા કરો છો હું છું ને મીત સાથે ?? હું તેની પડખે તેનાં પડછાયાની જેમ ઉભી રહીશ અને તેનું પૂરેપૂરું ધ્યાન રાખીશ અને થોડા સમય પછી તમે પણ ત્યાં આવી જજો થોડું ફરવાનું પણ થઈ જશે અને સાથે સાથે આપણી લંડનની ઓફિસ અને લંડનનું ઘર પણ જોવાઈ જશે. " સાંવરી અલ્પાબેનને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી રહી હતી પરંતુ તેમના ગળે વાત ઉતરતી નહોતી તેમને તો બસ પોતાના કાળજાના કટકાને મીતને પોતાનાથી જરાપણ દૂર કરવો નહોતો પરંતુ તેમની પ્રેમભરી જીદ ન ચાલી અને સાંવરી તેમજ મીતે લંડન જવાની તૈયારી શરૂ કરી દીધી.

આ બાજુ મીત પોતાના ઓફિસ સ્ટાફને પાર્ટી આપવાની પ્રોમિસ આપીને આવ્યો હતો તે સમાચાર તેણે ઘરે આવીને સાંવરીને તેમજ પોતાની મોમ અલ્પાબેનને આપ્યા બંને ખૂબજ ખુશ થઈ ગયા અને ક્યારે પાર્ટી આપવાની છે તેમ પૂછવા લાગ્યા. મીત તેમજ સાંવરીને લંડન જવાનું હોવાથી પાર્ટીનું આયોજન બીજે જ દિવસે કરવામાં આવ્યું હતું.

શહેરની ફાઈવસ્ટાર હોટલ ગ્રાન્ડ ભગવતીમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓફિસ સ્ટાફે મીત અને સાંવરી માટે ખૂબજ ડેકોરેટીવ એવી કેક બનાવડાવી હતી. કોઈપણ સ્ટાફ મેમ્બરે ગીફ્ટ લાવવાની નથી તેવી સ્ટ્રીક્ટ સૂચના મીત દ્વારા આપવામાં આવી હતી.
ઘરના બધા જ સભ્યોએ પર્પલ કલરનો ડ્રેસ જ પહેરવાનો હતો મીતે પર્પલ કલરની થીમ રાખવાનું નક્કી કર્યું હતું. મીતે પર્પલ કલરનો સૂટ પહેર્યો હતો અને સાંવરીએ પણ લાઈટ પર્પલ કલરની હેવી સાડી પહેરી હતી બંને એકબીજાના કરતાં ચઢિયાતા લાગી રહ્યા હતા. બંનેનું જોડુ નજર લાગે તેવું લાગી રહ્યું હતું. અલ્પાબેન તેમજ કમલેશભાઈ પણ પર્પલ કલરમાં દીપી રહ્યા હતા. અલ્પાબેન મીત અને સાંવરીને બંનેના હાથમાં બ્લેક કલરનો દોરો બાંધી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે, " તમારે બંનેએ આ દોરો બાંધેલો રાખવાનો છે જેથી કોઈની નજર ન લાગે " મીત પોતાના હાથમાં દોરો બંધાવવાનો ઈન્કાર કરી રહ્યો હતો અને પોતાની મોમને કહી રહ્યો હતો કે, " શું તું પણ મોમ આવા બધામાં માને છે એમ અમને કોઈની નજર નથી લાગવાની !! "
અલ્પાબેન: ના, ભલે નજર લાગે કે ન લાગે પણ આ કાળો દોરો તો તમારે બંનેએ હાથમાં બાંધેલો જ રાખવાનો છે.
મોમના આગ્રહને વશ થઇને મીત અને સાંવરીએ પોતાના હાથમાં કાળો દોરો બાંધી લીધો અને ત્યારબાદ એક રીચેસ્ટ પણ વિવેકી પર્પલ ફેમિલી તૈયાર થઈને પોતાની મર્સિડીઝ કારમાં પાર્ટીમાં જવા માટે રવાના થયું.

ફુલોની વધામણીથી અને તાળીઓના ગડગડાટથી મીત અને સાંવરીનું સ્વાગત કરવામાં આવ્યું પહેલા બંનેએ સાથે મળીને ડેકોરેટીવ કેક કટ કરી અને તે સાથે જ યંગ સ્ટર્શે તાળીઓ અને ચિચિયારીઓ પાડીને મીત અને સાંવરી બંનેને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી અને ત્યારબાદ એક એક કરીને મીત તેમજ સાંવરીને દરેક સ્ટાફ મેમ્બર મળવા માટે આવી રહ્યા હતા અને ઉંમરલાયક વડીલ હોય તેમને મીત અને સાંવરી પગે લાગી રહ્યા હતા તેમજ હમઉમ્ર તેમજ પોતાનાથી નાના હોય તેમને મીત ગળે વળગાડી રહ્યો હતો અને બધાની સાથે હોંશે હોંશે બંને જણાં ફોટા પડાવી રહ્યા હતા તેમજ જે સેલ્ફી લેવા માંગે તેમની સાથે ખુશી ખુશી બંને જણાં સેલ્ફીના પોઝ આપી રહ્યા હતા. બીજી બાજુ જમવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. સૂપ, સ્ટાર્ટરથી લઈને ડેઝર્ટ સુધીનું મેનૂ મીત અને સાંવરીએ ખૂબજ વિચારીને એક એક વસ્તુ નક્કી કરી હતી. દરેક જણ પાર્ટી એન્જોય કરી રહ્યું હતું. કમલેશભાઈ પોતાના ઓફિસ સ્ટાફને જમાડવાનો કંઈક અલગ જ આનંદ મહેસૂસ કરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે, મીતે જો ધામધૂમથી લગ્ન કર્યા હોત તો આના કરતાં ત્રણગણું માણસ અહીં આ જગ્યા ઉપર ડિનર લઈ રહ્યું હોત પરંતુ હવે જે થયું તે ખરું...જે થાય તે સારા માટે તેમ વિચારીને તે પોતાના મનને મનાવી રહ્યા હતા.

ફોટોગ્રાફરે એક ખૂબજ સરસ ક્લિક લગાવીને એક સુંદર ફેમિલી ફોટો લીધો જે ફ્રેમીંગ કરાવીને મીત પોતાની સાથે લંડન લઈ જવા માંગતો હતો.

મીત અને સાંવરી બંને પોતાની ગ્રાન્ડ મેરેજ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા અને એટલામાં ફરીથી મીતના મોબાઈલમાં જેનીનો ફોન આવ્યો એટલે મીત ફોન લઈને સાઈડમાં ગયો અને તેણે ફોન ઉપાડ્યો.
જેની થોડી અકળાયેલી હતી અને મીતને પૂછી રહી હતી કે, "ક્યાં છે તું ? તારો ફોન કેમ નથી લાગતો ?"
મીત: હું બહાર છું અને થોડા કામમાં છું બોલને તારે શું કામ છે ?
જેની: તું અહીં આવવાનો છે કે નહિ ?
મીત: હા, આવવાનો છું.
જેની: ક્યારે આવે છે તું અહીંયા મારે અરજન્ટલી તારી મદદની જરૂર છે.
મીત: એ બધું હું તને પછી ફોન કરીને જણાવીશ અત્યારે હું થોડો બીઝી છું ચાલ મૂકું બાય. એટલું બોલીને મીતે ફોન કટ કરી દીધો જેનીનો નંબર ડીલીટ કરી દીધો અને ફોન ફરીથી સ્વીચ ઓફ કરી દીધો.

હવે મીત શું કરશે? ફરીથી જેની સાથે વાત કરશે કે નહીં કરે? તેની મદદે જશે કે નહીં જાય?
જોઈએ આપણે આગળના ભાગમાં શું થાય છે તે....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
26/12/23