Jog laga de re prem ka roga de re - 16 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 16

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 16

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:16"

આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ ફોરેન જવા માટે આઈ.એલ.ટી.એસ.ની તૈયારી કરતો હોય છે.પરંતુ રાધે પાર્થિવને નાયરા સાથે થયેલા મતભેદને દૂર કરવા પ્રયાસ કરવા માટે તેને માર્ગદર્શન આપતો હોય છે પરંતુ પાર્થિવ અકડાઈ જાય છે.પરંતુ એનું કારણ શું હોય છે તે હવે જોઈએ....

રાધે મનમાં વિચારી રહ્યો હતો પરંતુ પોતે વિચારે છે તે સાચુ ન પણ હોઈ શકે?તેમ વિચારી પોતાની જાતને સ્વસ્થ કરી રહેલો.

આમને આમ સમય વિતિ ગયો.પાર્થિવને ફોરેન જવાના એન્ટ્રન્સ ટેસ્ટમાં 8 બેન આવ્યા,પરંતુ તેને અમેરિકાના વિઝા કોઈ કારણોસર ન મળી શક્યા તો એને કેનેડાનો ઓપ્શન પસંદ કર્યો.પાર્થિવ આજે હદ કરતાં કંઈક વધારે ખુશ હતો.

પરંતુ ગેરેજનુ કામ છોડ્યુ ન હતું, ગેરેજનુ કામ તેની પહેલી શરુઆત હતી,જ્યાંથી સફર શરૂ કરી હોય તે કેમ વિસરાય? અને ન્યુઝ પેપર જોઈ તેની આંખો ભિંજાઈ જાતી.પરંતુ પોતાની જાતને સ્વસ્થ કરી તેને રાધેને ફોન લગાડ્યો.

પાર્થિવ: હેલ્લો...રાધે શું કરો છો...?

રાધે: બોલ પાર્થિવ શું કરે છે?

પાર્થિવ: મને કેનેડાના વિઝા મળ્યા છે.

રાધે: અરે...વાહ....પાર્થિવ સરસ સમાચાર છે...પણ હા કેનેડા જાય એ પહેલાં આપણે સૌ પાર્ટી કરીશું...

પાર્થિવ: હા...પણ જોને...યાર ધૂળેટી આવે છે તહેવાર મનાવવાનો હોય કે પછી પાર્ટી કરીશું...એ જ પ્રશ્ન છે....મારે દિલ્હી જાઈ વિઝા એપ્રૂવ કરાવવા પડશે...ને...

રાધે: ચિંતા ન કર હું છું ને તારી સાથે...

પાર્થિવ: કાશ..મમ્મી પપ્પા હોત તો આ ખુશખબરી સાંભળી ખુશીથી ઝૂમી ઉઠોત પરંતુ...આટલું કહેતાની સાથે પાર્થિવ નિ:શબ્દ
થઈ ગયો.

રાધે: ચિંતા ન કર પાર્થિવ પરિસ્થિતિને પણ સુધરતા સમય લાગે છે...સહુ સારાવાના થઈ જશે...

પાર્થિવ: અત્યારે ગેરેજ જાવ છું...

રાધે: જઈ આવ...

પાર્થિવ ગેરેજ તરફ જઈ રહ્યો હતો એક વૃદ્ધા લઘરવઘર દયનિય હાલતમાં રોડ ઉપર બેઠી બેઠી ભીખ માંગી રહી હતી.

વૃદ્ધા: બેટા હુ અઠવાડિયાની ભૂખી છું કંઈક ખાવા આપ તો સારુ.

પાર્થિવ:જી....માજી...

લાજ કાઢેલી હતી,એટલે પાર્થિવને નજર પડી નહીં.આજે ખુશીનો દિવસ હતો એટલે કોઈને નિરાશ કરવા યોગ્ય વાત નથી,એટલે પાર્થિવે 500 રુપિયા કાઢી વૃધ્ધાના કટોરામાં મુકી તે ત્યાંથી કામ પર ગયો.રાધેના પિતા પણ પાર્થિવ જેવો એમ્પ્લોય મેળવી ખુશ હતા.

અર્નવભાઈનામાં એક ક્ષમતા બહુ ગજબની હતી તેઓ માણસની પારખ બહુ સારી રીતે કરી જાણતા.તેઓ કર્મચારીઓ પ્રત્યે આત્મિયતાભર્યા સબંધો રાખતા હતા.એટલે તો અર્નવભાઈ જેવા બોસ મેળવી ખુશ હતા.

અર્નવભાઈ: રાધે

રાધે: બોલો ને પપ્પા...

અર્નવભાઈ: તારો ભાઈબંધ બહુ હોશિયાર છે એની પાસે તું કંઈ શીખ્યો નહીં?આ તો બહુ ખેદજનક વાત કહેવાય...

રાધે: હા...પપ્પા તમારી વાત સાચી પણ...

અર્નવભાઈ: પાર્થિવને કહેજે કે જાતા જાતા એકવાર મળતો જાય...છોકરો નાની ઉંમરથી
લઇ અત્યાર સુધી મહેનત કરી છે તો...

રાધે; હા પપ્પા...એ પણ છે...

અર્નવભાઈ દિકરા સાથે વાતચીત પૂરી કરી ઓફિસમાં ગયા.અને રાધે જીમમાં ગયો.
તેને એક ભૂત સવાર હતું કે સલમાનખાન જેવું ફિગર બનાવવું.અર્નવભાઈ ખુબ સમજાવતા કે

"હવે તેમની ઉંમર થઈ ગઈ છે તો રાધે પોતાની ઓફીસ સંભાળી લે તો સારું."
પરંતુ રાધે તેમનો એકનો એક દિકરો જે બહુ બાધાઓ બાદ આવ્યો હતો એટલે એક હદથી વધુ તેઓ દબાણ કરી શક્યા નહીં,દિકરાને તે સારુ નરસું શીખવી ન શક્યા એનો પારાવાર અફસોસ હતો.

પરંતુ પાર્થિવને જોઈ તેમના દિકરા જેવી લાગણી બંધાઈ ગઈ હતી.

પાર્થિવ હવે કેનેડા જવાનો હતો તો ઉદાસ હતાં.

જોત જોતામાં કેનેડા જવાના દિવસો નજીક આવી ગયા...

પાર્થિવ કેનેડા જવા માટે સામાનની ખરીદી કરવા બજાર ગયો.ત્યાં ફરી લાજ કાઢેલા એક માજી આવ્યા.

પાર્થિવ વસ્તુ કંઈ છૂટી તો નથી ગઈ ને એની ચિંતામા રઘવાટ કરી રહેલો.

વૃદ્ધ માજી:એ...બેટા ખાવા આપ તો હું મહીનાની ભૂખી છું તારી ભગવાન તમામ ઈચ્છા પૂરી કરશે...

પાર્થિવ:કોણ ભગવાન...કોઈ ભગવાન નથી હોતા મારા મમ્મીએ મને અહીં ઠોકરો ખાવા છોડી દીધો,ત્યારે ક્યાં હતો ભગવાન?

વૃદ્ધ માજી:આમ ન બોલાય દિકરા...તુ તો સમજુ છે...ને અને હા.મા બાપ ક્યારે ખોટા હોય જ નહીં ખોટા તો હંમેશાં બાળકો જ હોય છે...

પાર્થિવ:થઈ ગયું માજી તમારું...થઈ ગયું કે હજુ કંઈક બાકી રહી જાય છે?
તમે વડીલ છો એટલે તમારી ઈજ્જત કરુ છું,એટલે એનો મતલબ એવો નહીં કે તમે મને કંઈપણ વ્હેમમા રાખે જાવ...

વૃદ્ધ મહિલા:બેટા ભગવાન તારુ કલ્યાણ કરે...

પરંતુ વૃદ્ધ મહીલાને જોઈ તેને કેમ એમ લાગી રહ્યું હતું કે તે તેની ઓળખીતી ન હોય....

પાર્થિવ મનમાં બબડાટ કરતાં કહે,આમના પગ તો બિલકુલ મારી મમ્મી જેવા છે...નહીં નહીં મમ્મી અહીં શું કામ આવે...મારો વ્હેમ થાતો હશે...જો મમ્મીને મારી પડી હોત તો આમ મને દુનિયાની ઠોકરો ખાવા ન છોડી દે....પરંતુ આ...માજીને કેવી રીતે ખબર...મારી સમસ્યાઓ...નક્કી કંઈક તો રહસ્ય જરૂર છે.

પાર્થિવ આ બધા વિચારોથી પોતાની જાતને બહાર ખેંચી લે છે...

પરમ દિવસે જાવાનું છે તો આજે હોળી ને કાલે ધૂળેટી પણ છે....

તો કલર પણ ખરીદવા જ રહ્યા.

વધુમાં હવે આગળ...

શું પાર્થિવ અને નાયરા વચ્ચે જે ગેરસમજ થઈ હોય છે તેને દૂર કરવા...રાધે સફળ રહે છે...શું નાયરા અને પાર્થિવના સબંધો આગળ વધે છે...?શું પાર્થિવનો માલતીબહેન સાથે ભેટો થાય છે...?આ બધા જ સવાલો ના જવાબ સાથે મળીએ..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:17'"માં.