Game of Life (Mobile) in Gujarati Magazine by Sneha Makvana books and stories PDF | જિંદગીની રમત ( મોબાઈલ)

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

જિંદગીની રમત ( મોબાઈલ)

માણસને માણસ સાથે ફાવતું નથી અને માણસવિના ગમતું પણ નથી. આપણે સૌ ખરેખર કેવા વિરોધભાસ માંથી પસાર થતા હોઈએ છીએ. ક્યારેક એમ થાય કે એકાંત જોઈએ છે. તો ક્યારેક એમ થાય કે લોકો નો સંગાથ જોઈએ છે.. એવા કેટલાય વેકેશન હશે અને કેટલી એવી રજાઓ હશે કે જ્યારે આપણે એ નક્કી કરવામાં અટવાઈ જઈએ કે એકાંત માણવું કે લોકોને મળવું?..


આપણી આસપાસ બે પ્રકારના લોકો હોય છે એક જેને માત્ર પોતાની જાત સાથે જ રહેવું ગમે ભીડમાં એને ન ગમે. લેવા લોકોને એકાંત પ્રિય કહી શકાય આવા લોકોને બધા સાથે હળવું મળવું ગમે પણ તે અંગે તેઓ સ્વાભાવિક ઉમળકો નાં દર્શાવે. એ પોતાની જાત સાથે કમ્ફર્ટેબલ હોય...

અને બીજા પ્રકારના લોકો એવા હોય છે જેમને હંમેશા ભીડમાં રહેવું ગમે સોશિયલાઈઝેશન ના કરે તો તેઓ અકળાઈ જાય. કોઈ માણસ સાવ નિર્જન જગ્યાએ ફસાઈ જાય , જયા આસપાસ કોઈ છે જ નહીં ,માત્ર એકાંત છે ,અંધકાર છે તો ત્યા તેને ડર લાગે જ. કારણ કે એકલા પડી જવું એ બહુ મોટો ડર છે. એમાં આઈડેન્ટિટી ગુમાવી બેસવાનો ડર છે. તમારું સારું આઇડેન્ટિફિકેશન જતું રહે છે આ આઇડેન્ટિફિકેશન ચક્કરમાં અને ચક્કરમાં જ તો સોશિયલ મીડિયામાં બહુ આગળ વધ્યું છે આપણને બધાને સાબિત કરવું છે કે હું છું હું! આ દુનિયામાં હાજર છું! હું કંઈક છું!

વર્ચ્યુઅલ અને રીયલ વર્લ્ડમાં પોતપોતાના અસ્તિત્વની લડાઈ લડે છે હું કંઈક બોલી શકું છુ !કરી શકું છું !આ મારું એક્સપ્રેસન છે અત્યારના યુગ માં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક સાબિત કરવામાં મથે છે.....


એક પ્રશ્ન પોતાની જાતને આજે પૂછીએ એવું તે શું છે જે આપણાથી છૂટતું જ નથી? એવું શું છે જે આજકાલ કોઈના થી છૂટતું જ નથી? આનો જવાબ આવશે મોબાઈલ ફોન બધાની મૂર્તિમાં મોબાઈલ પણ એવો સેટ થઈ ગયો છે જાણે એ શરીરનું એક અંગ હોય! હાથનું એક્સટેન્શન જ જોઈ લો એના વગર કોઈને ચાલતું જ નથી. મોલમાં ફરવા ગયા હોય તો એ મોબાઇલ તો કોન્સ્ટન્ટલી ચાલુ જ હોય. મુવી જોવા ગયા હોય તો ત્યાં પણ થોડી થોડી વારે મોબાઈલ ચેક કર્યા કરવાનો. અને મેં તો ચાલુ પિક્ચર એ મોબાઇલમાં ગેમ રમનારાઓને પણ જોયા છે આપણી દિવસમાં મિનિમમ 50 વખત મોબાઈલ ચેક કરીએ છીએ જ્યાં જરૂર ના હોય ત્યાં પણ મોબાઈલ લઈને જઈએ છીએ કેમ? તો કઈ કોઈ નો ફોન આવે તો, કોલ મિસ ના થવો જોઈએ. કોઈ મિસ થઈ જાય તો શું દુનિયા ઉપરથી નીચે પડી જવાની પહેલાના જમાના ફોન નહોતા તો જાણે કામ જ નહોતા થતા કોઈને.થતા જ બધા કામ આસાનીથી અને વહેલાસર પૂરા થઈ જતા..


ચલો એ જવા દો જેનું આટલું બધું ઈમ્પોર્ટન્સ છે એ જીવથી પણ વધારે વાલા આપણા ફોનમાં ઘણા બધા ફીચર્સ હોય છે શું એ બધા આપને વાપરીએ છીએ?. આપણા ફોનમાં અડધા ફીચર્સ ની ખબર પણ નથી હોતી એને યુઝ શું છે એની પણ ખબર નથી હોતી ત્યારે મોંઘામાં મોંઘો મોબાઇલ ખરીદીએ છીએ ત્યારે સાથે સાથે યુઝ ગાઈડ પણ આવતી હોય છે. તો આપણે કદી યુજર્સ મેન્યુઅલ વાંચવાની તસ્દી નથી લેતા. સ્માર્ટફોન હોય પણ એને વાપરવું કેમ એની સ્માર્ટનેસ ન હોય!!!!!


લાઈફનું પણ આવું જ છે દોસ્ત! આપણને કેટલા બધા ફીચર જિંદગીમાં મળ્યા છે પણ આપણે એમની તરફ ધ્યાન જ નથી આપતા. લાગશે ને એ પેલી દસ ગેરવાળી સાઇકલ જેવી છે આપણે પહેલા ત્રણ ચાર ગિયર જ વાપરીએ છીએ બાકીના ગિયર કેવી રીતે વપરાય છે એની ખબર નથી!


We do not utilize the time we have go to do many things in life.
આપણે આપણને મળેલો સમય અને પોટેન્શિયલનો પૂરી રીતે ઉપયોગ કરતા જ નથી. આપણે તો ઝગડવામાં ,એકબીજાને નીચા દેખાડવામાં, કોઈને પાડી દેવામાં ,કોઈની સાથે સરખામણી કરીને દુઃખી થવામાં, કોઈ અવગણવામાં કે કોઈ પછી કોઈને તરછોડી દેવાના કારણે લાઈફ વેસ્ટ કરી દઈએ છીએ. લાઈફનું ફુલ પોટેન્શિયલ યુઝ જ નથી કરતા. જો લાઈફ સ્માર્ટફોન હોય તો એના ફિચર્સ વાપરી જાણીએ અને લાઈફ 10 ગિયર નિ સાયકલ હોય તો દસમી ગિયર પણ ચલાવી જાણીએ....

ઘણી વખત તો મને વિચાર આવે કે મોબાઈલ ફોન ના માલિક આપણે છીએ કે આપણા માલિક મોબાઈલ ફોન છે. કેમકે મોસ્ટ ઓફલી બધા જ લોકો પાસે અત્યારે મોબાઈલ આવ્યો એટલે બધા જ મોબાઇલ ફોનમાં વ્યસ્ત સગા સંબંધીઓ મિત્ર આ બધું તો જાણે ભુલાય જ ગયું છે બધાને....

આ whatsapp અને સોશિયલ મીડિયાની દુનિયામાં લોકો પોતાની અસલી સ્માઈલ ભૂલી ગયા છે. એક દિવસ અમે મિત્રો સાથે હોટલમાં ગયા. ત્યાં એક છોકરો ખુરશી પર બેઠો બેઠો એકલો સ્માઇલ કરતો હતો. આ છોકરો 12 થી 15 વર્ષનો હશે એના હાથમાં મોબાઈલ હતો અને મોબાઈલમાં અંદર જોતા જોતા કંઈક વિશેષ રીતે સ્માઇલ કરતો હતો એને જોઈને ખ્યાલ આવી જાય કે આ કોઈની સાથે ચેટ કરી રહ્યો છે, કારણ કે ચેક કરતા કરતા બદલાયા કરતા હતા ઘડીક મા સ્માઈલ કરે, ઘડીક માં મનમાં ને મનમાં કંઈક બોલતો હોય એવા એક્સપ્રેશન આપે, એકદમ વ્યસ્ત હતો મોબાઈલ ચેટમાં! એટલો બધો ક્યુટ લાગતો હતો જ્યારે સ્માઈલ કરતો હતો , પણ કેવી રીતે પૂરી થઈ એને મોબાઈલ સાઈડ પર મૂક્યો અને એનો એકદમ કોરો સપાટ કોઈ એક્સપ્રેસ જ નહીં! કેટલા બધાં એક્સપ્રેસ હતા, એના મનમાં જે હતું એ બધું એના ચહેરા પર સ્પષ્ટ રીતે દેખાતું હતું પણ બે જ પર્ણમાં દરેક સ્માઈલનું બાષ્પીભવન થઈ ગયું અને કઈ જ બન્યું નથી એવો ભાવવિહીન ચહેરો લઈને એ છોકરો બેસી રહ્યો... અને હું તેની સામે ચૂપચાપ જોઈ રહી છે..



આ whatsapp ની સ્માઇલનું પણ કંઈક આવું જ છે તમે જોજો એમાં તમે જે પણ સ્માઈલ મોકલતા હોય તે સ્માઈલ કાચી સેકન્ડમાં જ તમારો મનનો ભાવ બદલી નાખે ,એની લાંબી અસર નથી રહેતી ચલો મેસેજની જ વાત કરીએ તો મેસેજ માં 15 સ્માઈલી મોકલવાનું બરાબર પણ દિવસમાં 15 વખત ખરેખર મજા પડે એવુ સ્માઈલ તમારા ચહેરા પર દેખાય છે? અત્યારે આપણે એવો વર્ચ્યુઅલ વર્લ્ડમાં જોઈએ છે કે રીયલ બોન્ડિંગ તો ભૂલી ગયા છીએ વન ટુ વન કનેક્ટ જે નથી હોતા...

એટલા માટે જ જ્યારે પહેલો છોકરો મોબાઈલ ચેટ કરતો હતો ત્યારે એ ચેટ પૂરતા એના મનમાં જે જે એક્સપ્રેશન હતા એ એના ચહેરા પર દેખાતા હતા. જેવી ચેટ પૂરી થઈ કે ના સ્માઈલી નું બાષ્પીભવન થયું અને પાછો ડિસકનેક્ટેડ થઈ ગયો. આમાં ટ્રાન્સપરન્સી જતી રહી છે અને સંબંધો કોમ્પ્લીકેટેડ થઈ ગયા છે. આથી જ ચાલો વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી થોડા રીયલ વર્લ્ડમાં પાછા ફરીએ અને આપણી આસપાસ જે કંઈ પણ બની રહ્યું છે તે નેચરલ કનેક્શન નો અનુભવ કરીએ..



સામાન્ય તો કોઈ વસ્તુ જ્યારે મળે નહીં અને ત્યારે એને પામવાની ઝખના ના અત્યંત પ્રબળ હોય છે જેવી એમળી જાય એટલે એની વેલ્યુ ઘટી જાય. મોબાઈલ કોણ છે એ મોટે ભાગે જો યુઝ કરવામાં આવે તો લોકો એનો માનસિક ભોગ બની શકે છે અને આના કારણે ઘણી વખત આપણે લોકોને જોયા હોય કે અમુક લોકો સતત ગુસ્સામાં જ રહેતા હોય તો માઈન્ડમાં ગુસ્સો લાવવો એનું કારણ મોબાઇલ નો વધુ પડતો ઉપયોગ પણ હોઈ શકે છે..


અત્યારનું જ જોઈએ ને તો જેવો whatsapp માં મેસેજ આવે એટલે હું હોય કે તમે હોય કંઈ પણ વિચાર્યા વગર સીધો જ એને રીપ્લાય આપી કેટલાક ક્રિએટિવ આપણે બની ગયા છે મોબાઇલ માટે તો ચોવીસ કલાક અવેલેબલ આપણે બની રહ્યા છે વાસ્તવિકતામાં તો આપણે મોબાઇલને હાથમાં પકડ્યો હોય છે પરંતુ સાચી વાત એ પણ છે કે આજે મોબાઇલએ આપણને જકડી રાખે છે..



દુનિયાની સૌથી વધારે બોલાતું વાક્ય

આઈ એમ સોરી
આઇ લવ યુ
ઇટ્સ ઓકે
એના પછી?
ટાઈમ નથી

આવા વાક્ય દિવસમાં અનેકવાર બોલતા હોઈએ છીએ આ વાક્ય આપણે કેટલી વખત બોલીએ છીએ એ અગત્યનું નથી પણ કોના માટે શેના માટે કઈ વસ્તુ માટે કેવી રીતે બોલે છે એ મહત્વનું છે..

એક લિસ્ટ બનાવવું જોઈએ એમાં લખી જોઈએ એ બધી જ વસ્તુઓ જે આપણે કરવા માંગીએ છીએ પરંતુ થતી નથી


સામે પાછુ કારણ પણ લખવાનું અને આ બધા પ્રશ્નોમાં ટાઈમ નથી નું મેક્સિમમ વખત આવે છે આમ તો આપણું ટાઈમ આપણે મોબાઈલ સોશિયલ મીડિયામાં વાપરી નાખે છે

આપણી પાસે જો ખરેખર કંઈ હોય તો એમાં માત્ર સમય જ છે જેની પાસે કશું નથી તેની પાસે પણ સમય તો છે જ... સમય કાઢવો હોય તો નીકળે જ .

એક બહુ જૂનો જોક્સ છે જે હું સ્કૂલમાં ભણતી હતી ને ત્યારે મેં સાંભળ્યું હતું પણ ત્યારે આ જોક્સ સ્ટુપીડ લાગેલો જોકે આજે કામનું લાગે છે. એક ભાઈ નું ગાલ આખો દાઝી ગયેલો તો કોઈએ તેમને પૂછ્યું આ ગાલ કઈ રીતે દાઝ્યું? તો એમને જવાબ આપ્યો કે ઈસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો તો ફોન કાને લગાડવાની જગ્યાએ ઈસ્ત્રી લગાડી દીધી

આ જોક આજે મને કામ નો લાગે લાઇફમાં આપણને કેટલા બધા રિએક્ટિવ થઈ ગયા છે કે કોઈપણ નાની અમથી સિચ્યુએશનમાં આપણે તરત જ રિએક્ટ કરી બેસીએ છીએ સમજા વિચાર્યા વગર મોબાઈલ ફોનમાં કોઈનો મેસેજ આવે એટલે આપણે એડિટ થઈ ગઈ છે અને તરત જ રીપ્લાય આપવાની. ફટફટ ઇન્સ્ટન્ટ કોમ્યુનિકેશન ચાલુ જ હોય

રિએક્ટ કરું અને રિસ્પોન્ડ કરો આ બંનેમાં ઘણો બધો ભેદ છે... મેં હવેથી નિયમ બનાવ્યો છે કે કોઈ મારી પર ગુસ્સો કરે તો હું મારી જાતને પ્રતિભાવ આપવાનો સમય આપો એક રાત જવા દો એનાથી મારા મને નેગેટિવિટી ઉતરી જાય હું સમજી વિચારીને વધુ સચવાઈ જાય એવો બેટર રિસ્પોન્સ આપી શકું છું..


કામ સિવાયના ના બધા જ મેસેજ નો રિસ્પોન્સો નિરાંતે આપું છું જેથી મન અને વિચારો બંનેની ગોઠવણી પ્રત્યય આપી શકાય એ જ બાબતો પર રિસ્પોન્ડ કરું જેમાં કોઈ પ્રચ્છન્ન નેગેટિવિટી સાથે જોડવામાં ન આવ્યા હોય હું કોઈ નેગેટિવિટી અભિપ્રાય હોય તો આન્સર આપવાનો એવોર્ડ કરું છું..


અને આ બધું ત્યારે જ શીખવા મળે જ્યારે મોબાઈલથી થોડાક આપણે દૂર જઈએ અને આપણે આપણી લાઈફ વિશે થોડાક પ્રેક્ટીકલ બનીએ..


આ સ્ટોરી અત્યારની રિયાલિટી વણવે છે..

By Sneha makvana ( Ms)