Mitra ane Prem - 18 in Gujarati Fiction Stories by Jayesh Lathiya books and stories PDF | મિત્ર અને પ્રેમ - 18

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

મિત્ર અને પ્રેમ - 18

શું?
હા...તેમની ઈચ્છા એવી હતી કે મારા લગ્ન તેની સહેલીની છોકરી સાથે થાય.. કેમકે તારા મમ્મીના મૃત્યુ પહેલાં કાંઈ આવી વાત તેમણે તારા પપ્પા સાથે કરી હતી.
હું જાણું છું, મારા પપ્પાએ બધી વાત કરી છે મને - આશીતાએ કહ્યું
પણ જો તું બીજા કોઈને પ્રેમ કરતો હતો અને લગ્ન કરવા નહોતો માંગતો તો તારા મમ્મીને કહેવાય ને મારે લગ્ન નથી કરવાં.
હું મારી મમ્મીને ના નહીં કહી શક્યો... કારણ કે તેને તું પહેલેથી પસંદ છે - આલોકે કહ્યું
હું પણ મારા પપ્પાને નહીં કહી શકી કે મારે મુંબઈ નથી જવું.

તો તું પણ આ સંબંધ માટે રાજી નહોતી ? : આલોકે કહ્યું

હું પપ્પાને છોડીને મુંબઈ જવા નહોતી ઈચ્છતી અને પપ્પાની પણ એવી ઈચ્છા હતી કે હું અહીં જ રહુ જેથી ક્યારેક ક્યારેક મળવા આવતી રહુ.

તો તારા પપ્પાએ સંબંધ માટે હા કેમ કરી ?

મારી મમ્મીને આપેલ વચનને કારણે - આશીતાએ કહ્યું

આપણે બંને આ સંબંધ આગળ વધારવા નથી ઇચ્છતા અને બંને પોતાના ઘરે જાણ પણ કરી નથી શકતા તો કોઈ એવા વ્યક્તિને વચ્ચે લાવવો જોઈએ જે આ સંબંધ થવા જ ના દે...આમ પણ આખી જીંદગી કોઈ સાથે માત્ર એક વચનને ખાતર તો ના નીકળે. તારી પણ અમુક ઈચ્છા હશે, સપનાઓ હશે. - આલોકે કહ્યું

તારી વાત સાચી છે પણ આ સંબંધમાંથી છુટવું કેવી રીતે - આશીતાએ કહ્યું

તું આ સંબંધથી ખુશ પણ નહોતી અને મારી હકીકત તને ખબર પડી તો તારે ખુશ થવું જોઈએ..‌તુ ગુસ્સે કેમ થઈ - આલોકે કહ્યું

તે વાત છુપાવી એટલે....આ વાત તારા મમ્મી પપ્પાને કહી દીધી હોત તો આ સવાલ જ ઉભો થયો ના હોત - આશીતાએ કહ્યું

અત્યારે મારે એક મિટિંગમાં જવાનું છે.. આપણે આગળ શું કરવું તેની વિશે રાત્રે વિચારીએ - આલોકે કહ્યું

મને ઘરે છોડીને જતો રહે

ઘરે છોડવાનો હુ આવવાનો જ હતો.. તું ના કહે તો પણ.

બંને લોકો ત્યાંથી નીકળી આશીતાના ઘરે પહોંચ્યા.

ઘરે તારા પપ્પા કાંઈ પુછશે તો શું જવાબ આપશે. - આલોકે રસ્તામાં ગાડી ચલાવતા કહ્યું

એ તું મારા ઉપર છોડી દે - આશીતાએ કહ્યું

બંને વચ્ચે બીજી કોઈ વધારે વાત ના થઇ.

રાત્રે કોલ કરું તને... આશીતાને ઘરે મુકીને જતી વખતે આલોકે કહ્યું
સાચો પ્રેમ તેને જ કહેવાય જેમાં સામે વાળા વ્યક્તિ માટે આપણે કાંઈ બલીદાન આપીએ અને તે ખુશ રહે તેવી અપેક્ષા રાખીએ.
તેના પણ સપનાઓ હશે, તેની પણ કાંઈક ઈચ્છા હશે જે કદાચ હું પુરી ના પણ કરી શકું.
બીજા સાથે તેને ખુશ જોવી તે પણ એક અહેસાસ છે જેને જીવવામાં એક અલગ આનંદ મળે છે.
દરેક વ્યક્તિના બધા સપનાઓ પુરા થાય તે જરૂરી નથી. દરેકની બધી ઈચ્છાઓ પૂરી થાય તે પણ જરૂરી નથી અને આપણે જેમને પસંદ કરતા હોય અને પ્રેમ કરતા હોય તેની સાથે જ આપણા લગ્ન થાય તે પણ જરૂરી નથી.
ઘરના ટેરેસ ઉપર ઉભા રહીને પોતાના મન સાથે જ આકાશ વાતો કરતો હતો.
આમપણ ખુદની સાથે વાતચીત કરવાથી મન હળવું થાય છે. અમુક લોકો આને ગાંડપણ માનતા હોય પરંતુ એવું બિલકુલ નથી.
પોતાના મનની અંદર રહેલી ભડાસ, ગુસ્સો, આનંદ, સુખ કે દુઃખ જ્યારે આપણે જરૂર હોય ત્યારે આપણી આજુબાજુ કોઈ ના હોય તેવા સમયે ખુદની સાથે જ વહેંચી દેવા જોઈએ. ક્યારેક એકલા રડી લેવું પણ જોઈએ તેમાં કોઈ નામર્દ નથી બની જતું.
ફોનની એક રીંગ વાગી તેનાથી તેના વિચારો માંથી બહાર આવ્યો.
દર્શનનો કોલ હતો.. તેમણે ફોન ઉપાડ્યો
શું... ? : આકાશ ફોન પર દર્શનને પુછી રહ્યો હતો
( દર્શને આકાશને આશીતા અને આલોક વિશે વાત કરી અને કેવી રીતે આલોકનું જુઠ સામે આવ્યું તે પણ કહ્યું)
હું તને એડ્રેસ મોકલું છું તું ત્યાં આવી જા - દર્શને કહ્યું.
આકાશ માટે આ ક્ષણે ખુશ થવું કે દુઃખી તેને ખબર નહોતી પડતી.
હમણા થોડા સમય પહેલા જે આશીતાની ખુશી માટે વિચાર કરી રહ્યો હતો તેમના ફિયાન્સનુ કોઈની સાથે અફેર હતુ.
તેમની ફ્રેન્ડ સાથે દગો થયો હતો.
બીજી તરફ તે વિચારતો હતો આશીતાના લગ્ન હવે આલોક સાથે નહીં થાય અને તે સુરતમાં જ રહેશે.
તેમણે એક્ટીવા ની ચાવી લીધી અને દર્શનના ઘરે મોટા વરાછા જવા નીકળ્યો.
તે મારા વિશે શું વિચારતી હશે?
ગાડી ચલાવતા ચલાવતા તે મનમાં વિચાર કરી રહ્યો હતો.
જે તેમનો બેસ્ટ ફ્રેન્ડ છે. જેની સાથે બહાર ફરવા જવાનું, કોલેજમાં બેસવાનું, સ્કૂલમાં સાથે ભણતા તે મિત્ર તેને ખબર નહોતી તેવી રીતે તેને પ્રેમ કરતો હતો અને પ્રેમ કરે છે તેવું કોઈ બીજા પાસેથી પુછાવે છે.
તે એવું જ વિચારતી હશે કે હું કાયર છું ડરપોક છું. જેની અંદર પ્રેમનો એકરાર કરવાની પણ હિંમત નથી.
તે પોતાના વિચારોમાં ખોવાઈ ગયેલ હતો.
તેનુ શરીર તો ગાડી ચલાવી રહ્યું હતું પણ મન બીજે ભટકી રહ્યુ હતુ.
એટલામાં જ ધડાકાભેર અવાજ થયો. તેની એક્ટીવાનુ હીરાબાગ ડોક્ટર હાઉસ નજીક એક્સિડન્ટ થયું.
આગળ જતી સ્વિફ્ટ ડિઝાયર કારે અચાનક ગાડી ધીમી પાડી અને સાઈડ લાઈટ પણ ચાલુ કરી નહોતી. તેની પાછળ આકાશની એક્ટિવા અથડાઈ.
ગાડી કેવી રીતે ચલાવે છે..બહાર નીકળ - એક પાછળ આવતા ગાડી વાળાએ કારના ચાલક પાસે જઈને કહ્યું.
મારો કોઈ વાંક નથી...તે ડરી ગયો હતો
તો કોનો વાંક છે...સાઈડ લાઈટ ચાલુ કર્યા વગર ટર્ન લીધો હતો - એક બીજા વ્યક્તિએ કહ્યું
સુરતમાં આ કોમન છે. અકસ્માત થયો નથી કે ટ્રાફિક જામ થયો નથી
થોડી વારમાં તો ઓવર બ્રીજ ઉપર બધા ભેગા થઈ ગયા.
માથાના ભાગે વાગ્યું છે - એક ગાડી ઉભી રાખીને આવેલ ભાઈએ તેને ઉભો કર્યો.
અહીં સામે જ ડોક્ટર હાઉસ છે તેને ત્યાં તારી ગાડીમા લઈ જા. - સૌથી પહેલા આવેલ વ્યક્તિએ કારચાલકને કહ્યું
હું લઈ જાવ છું...બધો ખર્ચો પણ હું આપીશ - કારચાલકે કહ્યું.
કારચાલક નો સમય સારો હશે કે કોઈએ એમને માર ના માર્યો.
એક ભાઈ આકાશનું એક્ટિવા ડોક્ટર હાઉસ પાસે મુકી ગયા.
આકાશને ગાડીમાં બેસાડીને તરત જ દવાખાને લઈ જવાયો.
આકાશનો હાથ પણ છોલાઈ ગયો હતો અને માથામાં પણ વાગ્યું હતુ.
તેના કિસ્મત સારા કે બ્રીજ વચ્ચેની પાળીની કોર્નર ઉપર માથું ના અથડાયું નહિતર બહુ ખરાબ હાલત થઈ હોત.
આઈ એમ સોરી.. તમને વધારે તો વાગ્યું નથી ને - કારચાલક આકાશ પાસે આવ્યો અને કહ્યું
આકાશ જોરથી બોલી શકે એવી સ્થિતિમાં નહોતો.
શું સોરી....આવી રીતે કોઈ ગાડી ચલાવે.
હું બહુ ટેન્શનમાં છું. મને ખ્યાલ ના આવ્યો
આકાશને પણ પોતાનો વિચાર આવ્યો..તેનુ મન પણ બીજે ક્યાંય ફરતુ હતું.
સાઈડ લાઈટ તો ચાલુ કરી શકે કે નહીં - આકાશે જોરથી કહ્યું.
આમ સોરી અગેઈન. મારી અને મારી એક છોકરી સાથે સગાઈ થવાની છે. તે મારી સાથે લગ્ન કરવા નથી માગતી અને હું તેની સાથે લગ્ન કરવા નથી માંગતો.
પરંતુ અમે બંને એકબીજાના ઘરે કહી નથી શકતા. અમારે બંનેને સોલ્યુશન જોઈએ છે તેનું ટેન્શન છે. આ બધું તેના લીધે થયું છે
તારૂં નામ શું છે
આલોક
જેની સાથે તારી સગાઈ થવાની છે તે છોકરીનુ નામ ? - આકાશે ભારે જીજ્ઞાસા સાથે પુછ્યુ
આશીતા