The human heart in Gujarati Human Science by Tr. Mrs. Snehal Jani books and stories PDF | માનવ હ્રદય

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

માનવ હ્રદય

લેખ:- માનવ હ્રદય વિશે માહિતિ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.





હ્રદયને સંભાળીને રાખો, તે એક અમુલ્ય અંગ છે. ચાલો, હ્રદય વિશે થોડી માહિતિ જોઈએ.

હ્રદયમાં શું આવેલું છે અને તે કેવી રીતે કામ કરે છે એ પણ જોઈએ.

તદ્દન સાદી રચના ધરાવતું હૃદય માંસલ દીવાલો ધરાવતું સ્પંદનશીલ નલિકા જેવું હોય છે. અળસિયા કે રેતીકીડા જેવાં પ્રાણીઓમાં આવાં હૃદય જોવા મળે છે. મૃદુકાય સમુદાયનાં પ્રાણીઓમાં હૃદય બે કોટરો ધરાવતું માંસલ નલિકા જેવું હોય છે. આમાં ઉપરના કોટરને અલિંદ કે કર્ણક કહે છે અને નીચેના (પાછળના) કોટરને નિલય કે ક્ષેપક કહે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં માછલીથી મનુષ્ય સુધીના હૃદયની રચનામાં ઉત્તરોત્તર જટિલતા વધતી જોવા મળે છે. માછલીનું હૃદય બે ખંડોવાળું છે, જેમાં અગ્રખંડને અલિંદ કહે છે. અલિંદની સંકોચનક્રિયાથી લોહી શરીરના વિવિધ ભાગોમાં જાય છે અને વિવિધ અંગોમાંથી ભેગું કરેલું લોહી નિલયમાં આવે છે. અલિંદ-નિલય વચ્ચે વાલ્વ હોય છે; જેથી નિલયના સંકોચનથી લોહી અલિંદમાં પ્રવેશી શકે છે; પરંતુ અલિંદના સંકોચનથી લોહી નિલયમાં પાછું ફરી શકતું નથી.

ઉભયજીવી (ઉદા. દેડકો) અને સરીસૃપ (ઉદા. કાચિંડો) પ્રાણીઓમાં હૃદય ત્રિખંડીય હોય છે. ઉપર તરફ (અગ્ર છેડે) બે ખાનાંવાળું અલિંદ અને નીચે તરફ (પશ્ચ છેડે) એક ખાનાવાળું નિલય હોય છે. આવી રચનાવાળા હૃદયમાં અગ્ર અને પશ્ચ મહાશિરાઓ મારફત આખા શરીરનું અશુદ્ધ લોહી જમણા અલિંદમાં આવે છે અને જમણા અલિંદમાંથી નિલયમાં ઠલવાય છે. ડાબા અલિંદમાં ફેફસાંમાંથી શુદ્ધ થયેલું લોહી આવે છે અને ત્યાંથી નિલયમાં ઠલવાય છે. એક જ ખાનાવાળા નિલયમાં તેની અંદરની ખાંચોમાં શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ લોહી ભેગું થાય છે. નિલયના ક્રમિક સ્પંદનથી લોહી ધમનીકાંડમાં પ્રવેશે છે. ધમનીકાંડમાં એક ઊભો કુંતલાકાર વાલ્વ હોય છે. આ વાલ્વને કારણે નિલયના ક્રમિક સંકોચનથી પ્રથમ હપ્તે શુદ્ધ લોહી મગજ અને શીર્ષના ભાગમાં જાય છે, બીજા હપ્તે મિશ્ર લોહી દૈહિક કમાન વાટે શરીરના ભાગોમાં વિતરિત થાય છે. ત્રીજા તબક્કે અશુદ્ધ લોહી શુદ્ધીકરણ માટે ફેફસાંમાં જાય છે. નિલયની ખાંચોમાં ઊભરાતું લોહી મોટે ભાગે શુદ્ધ-અશુદ્ધ લોહીનું મિશ્રણ જ હોય છે અને તે જ આખા શરીરમાં હૃદયનાં સ્પંદનોથી પહોંચાડવામાં આવે છે. સરીસૃપોમાં માત્ર મગરના હૃદયની રચનામાં નિલયના અંશત: બે ભાગ બને છે અને તેથી તેમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી અલગ રાખવાની રચના છે. તેથી જ સરીસૃપોમાં મગરનું હૃદય અપવાદરૂપ ચાર ખંડોવાળું જોવા મળે છે.

વિહગ અને સસ્તન પ્રાણીઓમાં હૃદય ચાર પૂર્ણ ખંડોનું બનેલું હોય છે અને તેથી તેમાં શુદ્ધ અને અશુદ્ધ લોહીનું મિશ્રણ થવાનો અવકાશ રહેતો નથી. મનુષ્ય સહિત આ પ્રાણીઓના હૃદયની આંતરિક રચનામાં વિશેષ તફાવત હોતો નથી. માત્ર જમણા નિલયમાંથી ઉદભવતો ધમનીકાંડ સસ્તન પ્રાણીઓમાં ડાબી બાજુએ વળાંક લઈ શરીરના વિવિધ ભાગોને લોહી પૂરું પાડે છે. વિહગમાં આ ધમનીકાંડ જમણી બાજુએ વળે છે. ઉભયજીવી અને સરીસૃપોમાં ધમનીકાંડ બંને બાજુ ફંટાય છે અને ધમની કમાન બનાવે છે. મનુષ્યના હૃદયની રચના અને પરિભ્રમણ ક્રિયા આ મુજબ છે :


તેને ભ્રમણ પામતા લોહીનો 1/20મૉ ભાગ પોષણ માટે જરૂરી છે. હૃદય તેમાંથી પસાર થતા લોહીમાંથી બારોબાર પોષણ મેળવતું નથી; પરંતુ તે હૃદય ઉપર આવેલી કૉરોનરી આર્ટરી (ધમની) મારફત પોષણ મેળવે છે. આ ધમનીમાં લોહીની રુકાવટ થતાં ‘હાર્ટ-ઍટેક’નો હુમલો થાય છે. ચરબીયુક્ત ખોરાક વિશેષ ખાવાથી ધમનીઓની દીવાલોમાં કૉલેસ્ટેરોલનો જમાવ થતાં રુધિર પ્રવાહ અટવાઈ જાય છે અને પરિણામે હાર્ટ-ઍટેકની સંભાવના વધી જાય છે. અતિશય વજનવધારાથી પણ હૃદય ઉપર દબાણ વધે છે અને હૃદયની તકલીફો વધે છે. ધૂમ્રપાનથી પણ ધમનીઓ સંકોચાય છે અને રુધિર-દાબ(blood-pressure)માં વધારો થાય છે.

હ્રદય વિશેની કેટલીક નોંધનીય બાબતો:-

આપણું હ્રદય છેડા ઉપર નથી પણ છાતીની બરોબર વચ્ચે જ છે.

હ્રદય એક વખત ધબકવાથી 70 મિલી અને 1 મિનીટ માં 4.7 લીટર અને આખા દિવસમાં લગભગ 1750 લીટર અને આખા જીવનમાં લગભગ 16 કરોડ લીટર લોહી પંપ કરે છે.

હ્રદય શરીરમાંથી અલગ થયા પછી પણ ત્યાં સુધી ધબકતું રહે છે જ્યાં સુધી જરૂરી પ્રમાણમાં ઓક્સીજન મળતું રહે. કેમ કે તેનું પોતાનું વિદ્યુત આવેગ હોય છે.

ચાર અઠવાડિયાની પ્રેગ્નેસી પછી બાળકનું હ્રદય ધબકવાનું શરુ થઇ જાય છે.

અત્યાર સુધીમાં કોઈ પણ માણસની સૌથી ઓછા 26 ધબકારા પ્રતિ મિનીટ અને સૌથી વધુ ધબકારા 480 પ્રતિ મિનીટ નોધવામાં આવ્યા છે.

જેવું ગીત તમે સાંભળી રહ્યા છો તે મુજબ તમારા હ્રદયના ધબકારા પણ બદલાય છે.

રોજ તમારું હ્રદય એટલી શક્તિ ઉત્પન કરી શકે છે કે એક ટ્રકને 32 કિલોમીટર સુધી ચલાવીને લઈ જઈ શકાય છે.

એક તાજા જન્મેલ બાળકના ધબકારા સૌથી વધુ હોય છે. (70 - 160 beat/minute) ઘડપણમાં હ્રદયના ધબકારા સૌથી ધીમા હોય છે (30 -40 beat/minute)

હ્રદયનું વજન 250 થી 350ગ્રામ છે, તે 12 સે.મી. લાંબુ, 8 સે.મી. પહોળું અને 6 સે.મી. ઉચું એટલે કે હાથની મુઠ્ઠી જેટલું હોય છે.

હ્રદય એક મિનીટમાં 72 વખત અને આખા દિવસમાં લગભગ 1 લાખ વખત અને આખા જીવનમાં લગભગ 2.5 અબજ વખત ધબકે છે.

પુરુષ અને સ્ત્રીઓ બન્નેમાં હાર્ટએટેક ના લક્ષણો જુદા જુદા હોય છે.

હ્રદય શરીરના બધા 75 trillion cellsને લોહી મોકેલે છે, માત્ર આંખમાં જોવામાં આવતી ફોનીયા સેલ સિવાય.

હ્રદયના ધબકારાથી જે ‘thump-thump’ નો અવાજ આવે છે, આ દિલમાં જોવા મળતી 4 વાલ્વના ખુલવા અને બંધ થવાને લીધે જ બને છે.

3000 વર્ષ જૂના મમ્મી (સંગ્રહ કરેલા મૃત શરીર)માં પણ હ્રદયની બીમારીઓ જોવામાં મળેલ છે.

હ્રદયનું કેન્સર ખુબ ઓછું થાય છે કેમ કે હાર્ટ સેલ્સ સમય સાથે ફેલાવાનું બંધ કરી દે છે.

સ્ત્રીઓના હ્રદયના ધબકારા પુરુષોના ધબકારા થી દર મિનિટે 8 વધુ હોય છે.

શરીરની સૌથી મોટી ધમની ‘અરોટા’ જે દિલ માં જોવા મળે છે, જે મોટાઈ ગાર્ડન માં જોવા મળતી પાઈપ જેવી હોય છે.

જમણું ફેફસું ડાબા ફેફસા કરતા આકારમાં નાનું હોય છે કેમ કે ડાબી બાજુ હ્રદયને જગ્યા આપવી પડે છે.

કોફીન ડ્રગનાં સેવનની ટેવ ધરાવતા માણસનું હ્રદય શરીરમાંથી બહાર કાઢ્યા પછી માત્ર 25 મિનિટ સુધી ધબકતું રહી શકે છે. electric currnt (ECG)

જો આપણું હ્રદય શરીરની બહાર લોહીને દબાણ કરે તો તે લોહીને 30 ફૂટ ઉપર ઊંચું કરી શકે છે.

પ્રેમને અભિવ્યક્ત કરવા માટે “Hart Symbol”નો પ્રયોગ ઈ.સ. 1250થી થઈ રહ્યો છે, પરંતુ કેમ થઇ રહ્યો છે અને કોણે શરુ કર્યો તે કોઈને ખબર નથી.

હ્રદયની બીમારીમાં સૌથી વધુ લોકો ‘તુર્કમેનીસ્તાન’ માં મૃત્યુ પામે છે, દર વર્ષે 1 લાખ માં 712 લોકો.

હ્રદયના electric currnt (ECG) ને માપવા વાળા મશીનની શોધ ઈ. સ. 1903માં ‘Willem Einthoven’ એ કરી હતી.

ઈતિહાસ :

ઈ. સ. 1893માં પહેલી સફળ હાર્ટ સર્જરી થઇ.

ઈ. સ. 1950માં પહેલી વખત સફળ કૃત્રિમ વાલ્વ નાખવામાં આવ્યો.

ઈ. સ. 1967માં પહેલી વખત કોઈ માણસનું હ્રદય બીજા માણસમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું. ( તે માણસ 18 દિવસ સુધી જીવ્યો હતો)

ઈ. સ. 1982માં પહેલું સ્થયી કૃત્રિમ હ્રદય બેસાડવામાં આવ્યું.

જાનવરોનાં હ્રદય વિષે જાણવા જેવી વાતો:-

ઓકટોપસને ત્રણ હ્રદય હોય છે.

શરીરના આકાર મુજબ કુતરાનું હ્રદય સૌથી મોટું હોય છે.

‘પાઈથન’નાં હ્રદયનો આકાર ખાતી વખતે મોટો થઈ જાય છે.

જાનવરોમાં સૌથી નાનું દિલ ‘ Fairy Fly’ (તતૈયા જેવું) નું હોય છે, જેની લંબાઈ 0.02 સે,મી. હોય છે.

‘ Etruscan Shrew’ (મલેશિયા અને બીજા અન્ય દેશોમાં ઉંદર ની એક જાતિ)નું હ્રદય સૌથી વધુ 1511 ધબકારા પ્રતિ મિનિટ અને ‘Hibernating Groundhog’ (નોર્થ અમેરિકાની એક પ્રકારની ખિસકોલી)નાં હ્રદયના સૌથી ઓછા 5 ધબકારા પ્રતિ મિનિટ નોંધવામાં આવ્યા છે.

બ્લ્યુ વ્હેલ માછલીનું હ્રદય એક કાર જેટલું મોટું અને 590 કિલોગ્રામ વજનનું હોય છે. તે બધા જીવોમાં સૌથી મોટું છે.


સૌજન્ય:- ઈન્ટરનેટના વિવિધ વેબપેજ

આભાર.

સ્નેહલ જાની.