HUN ANE AME - 4 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 4

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

હું અને અમે - પ્રકરણ 4

રાકેશ અચંબિત થઈ પેલા માણસ સામે જુઈ રહ્યો. તેણે એક હાથ આગળ કરી કહ્યુ, "મેરા નામ સાજીદ હૈ, સાજીદ લોખંડવાલા."
રાકેશે પણ હાથ મિલાવ્યો અને આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછ્યો, " જી મૈને આપકો પહેચાના નહિ, આપ...?"



"આજ સુબહ તુમને જો પ્રેઝન્ટેશન દિયા ઉસકે બારેમે સૂના અભી મૈને, ચલો બૈઠ કે કુછ બાત કરતે હૈ." તેણે જાણે કોઈ ઓફર આપી હોય તેમ વાત કરવા માટે રાકેશને તેની સાથે વાત કરવા પૂછ્યું. તે હજુ થોડો આશ્વર્યચકિત ઉભો હતો. હાથમાં રહેલી ફાઈલ સામે જોઈ તે બોલ્યો. "પણ આ.." તે વાત પૂરી કરે તે પહેલા તેના હાથમાંથી ફાઇલની કોપી લઈ લીધી. "અરે છોડો યાર."


તેણે બાજુમાંથી જતી એક વ્યક્તિને ફાઈલ આપી કહ્યું. "લે, યે જાકે અપને બૉસ કો દે દેના."
અને રાકેશ સામે જોઈ ને પૂછ્યું, "ચાય યા કૉફી?"

------

બંને કેન્ટીનમાં પહોંચ્યા અને સાજીદે બંને માટે ચા મંગાવી. રાકેશ અત્યાર સુધી તેની સામે આશ્વર્યચકિત જ હતો. તે તેની સામે જોઈ સમજી ગયો અને હસતા હસતા તે બોલ્યો, " અરે ભાઈ ઐસે મત દેખો! મુજે પાતા હૈ તુમ ક્યા સોચ રહે હો. વૈસે... મેરા નામ તો સાજીદ હૈ મગર લોગ હમકો દલાલ કહતે હૈ."
"દલાલ !"
"હા, દલાલ."
"ક્યુ?"
"મે કામ તો ઇમ્પોર્ટ એક્સપર્ટ કા કરતા હું. યહીં સબ આપકા ઇલેક્ટ્રોનિક સામાન. કયા આપ ઈશ્વર મે વિશ્વાસ કરતે હૈ?"
"હા" તે હજુ સાજીદની ગોળ ગોળ વાતો ને સમજવાની કોશિશ જ કરી રહ્યો હતો.
"મેં ભી યકીન કરતા હું. લેકીન કભી મસ્જિદ મે નહિ ગયા ઔર ના હી મંદિર. મે સમજતા હું કી ઉસકે બંદો કો ઉસકી સહિ જગહ મિલની ચાહીયે. તુમ જૈસે લોગોકો ઉસકી સહિ જગહ લે જાનેકા કામ કરતાં હું. ઇસિલિયે લોગ મુજે દલાલ કહતે હૈ. આજ તુમકો ભી દેખલિયા. હો સકતા હૈ મે તુમ્હારી ભી કુછ મદદ કર સકુ."
તેણે પોતાના પોકેટ માંથી એક કાર્ડ કાઢીને તેને આપ્યું . કાર્ડ હાથમાં લેતા રાકેશે પૂછયું, "આ...?"
"યે મેરા કાર્ડ હૈ. તુમ્હારી ઇન્ટર્નશિપ અબ દો મહિને કી હિ બાકી હૈ. અગર જરૂરત પડે તો મુજે યાદ કરલેના."
આટલું કહી સાજીદ ત્યાંથી ચાલ્યો ગયો.


એક બાજુ નવરાત્રી ચાલી રહી હતી અને રાધિકા અને રાકેશની સ્થિતિ જેમની તેમ જ હતી. બન્ને માંથી કોઈપણ વાત કરવાની કે કહેવાની હિમ્મત નથી કરતું અને જો ક્યારેક મહાપરાણે હિમ્મત ભેગી કરીલે તો રસિલાકાકી જેવું કોઈ વચ્ચે આવી જાય. તેના મનમાં આ ગાંઠ બેસી ગઈ , કે 'રાકેશ અને રાધિકા વચ્ચે કઈંક છે' અને રસિલાકાકી બંનેનું બરોબર ધ્યાન રાખતા થઈ ગયા. વિનોદ કાકા તેનો સ્વભાવ સારી રીતે જાણતા. તે ઘણીવાર તેનાં પર ગુસ્સો પણ કરતા અને લોકોની વાતોમાં માથું ન મારવા માટે કહેતા. બંન્ને ના સ્વભાવની થોડી થોડી અસર તેના દીકરા જયંતિ અને દીકરી નંદિની પર પડેલી. એટલે જ તેનો સ્વભાવ એવો થયો કે બન્ને લોકો વચ્ચે ભળી જતા પણ કોઈની વાતોમાં વધારે રસ ના લેતા. જોકે રસિલાનો સ્વભાવ તો ન જ સુધર્યો અને તેને હવે રાકેશ અને રાધિકાની વાતમાં રસ જાગ્યો.


તેને કોઈ મોકો જ નોહ્તો મળતો, કારણ કે આટલો સમય વિત્યા છતાં કોઈ દિવસ બંનેને સાથે જોયા જ નહોતાં. લગભગ પાંચેક મહિના વીતી ગયા. નવરાત્રી પણ પૂરી થઈ ગઈ. પાંચ મહિના સુધી બસ બન્ને એક બીજા સામે જુએ અને રસિલાકાકી તે બન્ને સામે. તે પોતાના પ્રશ્નોનું સમાધાન મનમાં ને મનમાં જ કરી લે.


એક દિવસ રસિલાએ આ મુદ્દે વાત છેડવા રાધિકાના ભાભી અમિતા ને નિશાન બનાવ્યું. વાતોમાં ને વાતોમાં તેણે અમિતા ને પૂછ્યું, "રાધિકા કૉલેજ માં જાય છે. કેટલામું વરસ છે કોલેજનું?"


અમિતા એ જવાબ આપતા કહ્યું," તેની કૉલેજ તો ગયા વરસે જ પતિ ગઈ. અમારા લગન થયા અને તેની કૉલેજ પૂરી થઈ. અત્યારે તે માસ્ટર ડિગ્રી કરે છે."


રસીલાએ થોડું મોં ફૂલાવતા કહ્યું," સારું કેવાય હો. તમારી દીકરી ભણે છે. બાકી આજ કાલ ના જુવાનિયા ક્યાં ભણવા જાય છે? તે તો ક્યાં જાય? અને શું કરે? એ રામ જાણે! આમેય... રાધિકા રાતે મોડેસુધી ફોન ઘૂમડે પણ તેવી છે નઈ."


તેણે અમિતાના મનમાં એક શંકાનો કીડો બેસારી દીધો. તે પણ રસિલાની જેમ રાધિકા પર નજર રાખતી થઈ ગઈ. તે કૉલેજ તો સાથે ન્હોતી જઈ શકતી. પણ બાકીના સમયમાં તે ક્યાં જાય છે? કોને મળે છે? કોની સાથે શું વાત કરે છે? ક્યારે ક્યાં હોય છે? દરેક વાતનું ધ્યાન રાખવા લાગી. મહેશનું તો ધ્યાન લગન પછી રાધિકા પર લગભગ ઓછું જ થઈ ગયેલું અને અમિતા ની દરેક વાત તે માનતો થઈ ગયેલો. એકવાર અમિતા તેના પર નજર રાખીને ઉપરના માળ માં બેઠેલી અને તેવા સમયે નીચે રાધિકા સામેની બાજુએ નજર કરતી હતી. અમિતા એ ઉપર જોયું તો સામેની ગેલેરીમાં રાકેશ ને ઉભેલો જોયો અને રસિલાની ઊભી કરેલી શંકાએ વધારે જોર પકડ્યું.


રાત્રે એકાંતમાં તેણે મહેશ સાથે આ વિષયે વાત કરી. પણ "એ તારો વ્હેમ છે, એતો બાય ચાન્સ બંન્ને એ એકબીજા સામે જોયું હોય. તેવું કશું ના હોય." કહી મહેશે વાતને ટાળી દીધી. છતાં અમિતાનું મન જાણે આ વાત માનવા તૈયાર જ નહોતું.


ઑફિસમાં બેઠાં બેઠાં રાકેશ વિચાર કરતો હતો, તેવામાં બાજુમાં બેઠેલા એના એક સહકાર્યકર વિશાલે તેને ઠોંસો મારતા જાણે જગાડ્યો હોય તેમ પૂછ્યું, " ઓ ભાઈ! ક્યાં ખોવાય ગ્યો?"


"કંઈ નઈ બસ એમજ"


" અચ્છા, તો એટલો બધો વિચારોમાં કેમ ડૂબેલો છે?"


"એ તો અમસ્તાજ વિચાર કરતો હતો" રાકેશ જાણે વાત ટાળવા માટે કહેતો હોય પણ પેલો માણસ જાત જાતના સવાલ પૂછી તેને ઉકસાવતો રહ્યો. છેવટે રાકેશે તેને બધી હકીકત કહી સંભળાવી.


"તો એમ વાત છે..." કહી તે પણ વિચારોમાં પડી ગયો.


રાકેશ તેની સામે જોતા બોલ્યો, "તું કેમ વિચારોમાં પડી ગયો?"
"હું પણ વિચારું છુ કે તેના મનની વાત કેમ જણાય? તને શું લાગે છે?"
રાકેશે કહ્યું, "તેમાં શું લાગવાનું હોય?"


વિશાલે જાણે બધું સમજી ગયો હોય એમ જવાબ આપ્યો, "જો ભાઈ, તું તેની સામે કશું બોલતો નથી, કે એ તને જોય તારી જેમ કાંઈ બોલતી નથી. તો મારા માટે તો એનો મતલબ એ કે તમે બન્ને એક બીજાને ગમો છો."


"અરે તેવું કશું નથી, વિશાલ" કહી રાકેશે વાત ને અટકાવી દીધી. તે પછી રાકેશના મનમાં એવું લાગવા લાગ્યું, કે 'તેને રાધિકા પસંદ પડી ગઈ. પણ સાચે એવું છે? કે પછી તે રાધિકા સાથે ખાલી વાત કરવા માંગે છે?' અને પોતાના મનમાં જે પ્રશ્નો હતા તે તેને પૂછવા માટે પોતે બેચેન થઈ રહ્યો હતો. તેણે આખી રાત આ વિશે વિચાર કર્યો. છેવટે અર્થ નીકળ્યો કે આ વાત એક વખત વિશાલને કરી જુએ અને પછી આગળ વધવું.


બીજા દિવસે ઑફિસમાં ફરી તેણે વિશાલને રાતે કરેલા બધાં વિચાર વિશે જણાવી દીધું. તો વિશાલે તેને કહ્યું, "આ બધાં તારા પ્રશ્નો છે એ એક વખત રાધિકા ને પૂછી લે અને તે જ આનો જવાબ આપશે." તેણે આગળ વાત કરતા કહ્યું કે, " જો રાધિકા એમ કહે કે એના મનમાં કંઈ જ નથી તો ખાલી સવાલ પૂછી લે. અને જો રાધિકા કહે કે એને તુ ગમે છે. તો તું પણ કહી દે કે તને પણ એ ગમે છે."


"પણ સવાલ તો એજ ઊભો રહ્યો કે રાધિકા સાથે વાત થાય કઈ રીતે?"


તો વિશાલે તેને એક જબરું સોલ્યુશન આપ્યું, તે કહે, " જે વાત શબ્દો દ્વારા કહી શકાય તે કદાચ મો થી ના નીકળે"
રાકેશ લગભગ સમજી તો ગયો છતાં તેણે કન્ફોમૅ કરતાં કહ્યું, " એટલે તું એમ કહેવા માંગે છે કે હું...."
તેના અધૂરા વાક્યોને પૂરા કરતા વિશાલ બોલ્યો, "હા. તું જે સમજે છે એ બરોબર જ છે. તારા સવાલો તું લખીને તેને કહી દે. હિમ્મત કરી તું લખીને તેને પૂછીલે કે એના મનમાં શું છે?"


રાકેશના મનમાં હજુ સવાલો હતા અને ક્યાંકને ક્યાંક તેને ડર હતો. તેવોજ ડર જેવો તેને રાધિકા સાથે વાત કરવામાં લાગતો. પણ વિશાલે તેને બરાબર સજાવ્યો અને ડર પર કાબુ કરી રાધિકાને લખીને કહી દેવા કહ્યું.