College campus - 93 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 93

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 93

શિવાંગ પોતાની લાડકી દીકરી પરીને લઈને માધુરીને જોવા માટે હોસ્પિટલમાં આવ્યો હતો. પોતાની મોમને જોઈને પરી ભાવવિભોર થઈ ગઈ હતી પરંતુ ડૉક્ટર નિકેત ત્રિવેદીના કહેવા પ્રમાણે માધુરી કોમામાંથી બહાર આવી શકે છે અને આ વાત સાંભળીને પરી ખૂબજ ખુશ થઈ ગઈ હતી અને તેનો ચહેરો ખીલી ઉઠ્યો હતો.
હવે આગળ....
નાનીમાના આવવાથી ક્રીશાનું ઘર ભર્યું ભર્યું લાગતું હતું અને પરી તેમજ છુટકી બંને પણ ખૂબજ ખુશ રહેતા હતા અને નાનીમાની સાથે અલકમલકની વાતો પણ કરતા હતા.
પરીનું ધ્યાન હવે પોતાની સ્ટડીમાં અને પોતાની માધુરી મોમમાં જાણે કેન્દ્રિત થઈ ગયું હતું.
તે દર બે દિવસે પોતાની માધુરી મોમને મળવા જતી હતી. ઘણાં બધા દિવસો પસાર થઈ ગયા હતા પરંતુ તેણે સમીરને એક ફોન શુધ્ધા પણ કર્યો નહોતો. એ દિવસે સમીરને પરીની કોલેજ પાસેથી જ પસાર થવાનું બન્યું તેને પરીને મળવાનું ખૂબ મન થઈ ગયું. તે વિચારવા લાગ્યો કે, ઘણાં બધાં દિવસ થઈ ગયા પરીને મળવું છે અને તેને જોવી છે તેણે પરીને ફોન કર્યો.
પરી લેક્ચરમાં હતી એટલે તેણે સમીરનો ફોન કાપ્યો સમીર સમજી ગયો હતો કે પરી કદાચ લેક્ચરમાં જ હશે માટે જ તેણે ફોન કટ કર્યો છે તે થોડો નિરાશ થઈ ગયો અને પોતાની કાર ડ્રાઈવ કરતાં કરતાં આગળ પોતાના કામે નીકળી ગયો.
બરાબર અડધો કલાક પછી પરીએ સમીરને ફોન લગાવ્યો.
"બોલ, મજામાં? શું કામ હતું કેમ ફોન કર્યો હતો?"
સમીરે હસીને પરીને જવાબ આપ્યો કે, "કામ હોય તો જ ફોન થાય એવા આપણાં સંબંધો નથી."
"યુ આર રાઈટ, બોલ કેમ છે તું મજામાં?"
"બસ, મજામાં તો નથી પણ જીવી લઉં છું જિંદગી"
"હું કંઈ સમજી નહીં"
"તું નહીં સમજે યાર, બોલ શું ચાલે છે, કેવી ચાલે છે તારી સ્ટડી?"
"બસ, સરસ ચાલે છે. મારી મોમને અહીંયા બેંગ્લોર લાવી દીધી છે ને એટલે થોડી વધારે બીઝી હોઉં છું."
"શું વાત કરે છે યાર, યુ મીન તારી રીયલ મોમ ને?"
"હા, મારી માધુરી મોમને"
"મતલબ કે, ટ્રીટમેન્ટ માટે "
"ના ના, થોડા દિવસ પહેલાં મારી નાનીમાની તબિયત ખૂબજ બગડી ગઈ હતી હવે તેમને એકલા ત્યાં અમદાવાદમાં રખાય તેમ નથી તો મોમ અને ડેડ ત્યાં જઈને નાનીમાને સારું થયું એટલે તેમને અને મારી માધુરી મોમને અહીંયા બેંગ્લોર લઈ આવ્યા છે."
"ઑહ, આટલું બધું થઈ ગયું તો તું મને કહેતી પણ નથી."
"બસ બધુ એટલું બધું ફાસ્ટ થઈ ગયું અને એક બાજુ મારું આ ફાઈનલ ઈયર એટલે યુ ક્નોવ, જાણે ટાઈમ જ નથી મળતો..!!
"હું તારી માધુરી મોમને જોવા અને તારા નાનીમાને મળવા માટે તારા ઘરે આવી શકું છું?"
પરી એકાદ મિનિટ વિચારમાં પડી જાય છે અને ચૂપ રહે છે...
સમીર એક્સાઈટેડ થઈને બોલે છે કે, "ના ન પાડીશ યાર, મારે તારા નાનીમાને મળવું છે અને તારી મોમને જોવી છે અને એ બહાને તને પણ મળાશે આમ તો ડૉક.પરીને મને મળવાનો ટાઈમ જ ક્યાં છે..? અને ડોન્ટ વરી, મેડમ હું તમારી પાસેથી તમારી અપોઈન્ટમેન્ટ લઈને આવીશ. તમે જ્યારે ફ્રી હશો ત્યારે હું આવીશ. બાય ધ વે મિસ પરી તમને જોવાની અને મળવાની ખૂબજ ઈચ્છા થઈ છે, માટે ના ન પાડતા મેડમ.."
સમીરનો પ્રેમ જ કંઈક એવો છે તેના ઈમોશન્સ જ કંઈક એવા છે કે પરી ના ન જ પાડી શકે..!!
"ઓકે, તો ક્યારે ફાવશે તને બોલ?"
પરીએ સમીરને પૂછ્યું.
"મેડમ આપ જ્યારે કહો ત્યારે આપના માટે બંદા હાજીર.."
"મારે મારા ઘરે પણ તારી ઓળખાણ આપવી પડશે ને, તું એક પોલીસવાળો અને હું ડૉક્ટર..!!"
"અરે કંઈપણ કહી દેજે ને યાર કે મારો ફ્રેન્ડ છે.."
"એમ કંઈ પણ નહીં ચાલે મારી મોમ બહુ સ્માર્ટ છે પચાસ પ્રશ્નો પૂછશે મને.."
"છુટકી ઉપર છોડી દેજે ને, હું એની સાથે વાત કરી લઉં છું." સમીરે પરીને કહ્યું.
"હા એ બરાબર છે આમ પણ આપણે છુટકીને હિસાબે તો મળ્યા હતા."
"યુ આર રાઈટ, ઓકે તો હું પહેલા છુટકી સાથે વાત કરી લઉં પછી તને ફોન કરું."
"ઓક, બાય"
"બાય, તો મળીએ પછીથી" અને સમીરે ફોન મૂક્યો.
અજાણતાં જ પરીના ચહેરા ઉપર સ્માઈલ આવી ગયું અને તેને લાગ્યું કે, ઘણાં સમય પછી જાણે કોઈ પોતાનું કહી શકાય તેવી વ્યક્તિ સાથે મેં વાત કરી અને તેનું મન હળવું થઈ ગયું. તે બીજું કંઈ વિચારે તે પહેલા તેની ફ્રેન્ડ ભૂમીએ તેને બૂમ પાડી, "એય, શું કરે છે બહાર ચાલ જલ્દી અંદર આવી જા સર આવી જશે." તેણે હાથ ઉંચો કરીને આવું છું તેમ કહ્યું અને મોં ઉપર સ્માઈલ સાથે તે પોતાના ક્લાસમાં જઈને પોતાની જગ્યા ઉપર ગોઠવાઈ ગઈ.
એ દિવસે એ ખૂબજ ખુશ હતી. કોલેજથી છૂટીને પોતાની માધુરી મોમને મળવા માટે ગઈ અને પોતાની મોમને વળગી પડી...
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/11/23