Nishachar - 17 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 17

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

નિશાચર - 17

‘વેલ, અમે માનીએ છીએ કે આ ત્રણ માણસો આ ત્રણ કેદીઓ શહેરમાં ભરાયા છે. અથવા શહેરની નજીકમાં છે. અમે માનીએ છીએ કે તેઓ અહીં નજીકના પડોશમાં આજુબાજુના કોઈ ઘરમાં છેં તેથી કોઈ અહીં ગોળ ગોળ ચકકર લગાવે તો―’ તે બોલતો રોકાઈ ગયો. 

‘કહે, દોસ્ત.’

‘શુ કહું? '

‘તુ કંઈ જાણે છે?’

‘ના.’

‘કોઇ શક છે’

‘ના.’

‘મારી આગળ જુઠું ના બોલીશ,'  જેસી બરાડયો. ‘તારો ચહેરો એવો દેખાય છે કે જાણે મારી લાત ન ખાધી હોય!’

‘તો તારી કારમાં તું શું કરે છે, મિ. રાઈટ?  શો ઇરાદો છે તારા?'

ચાર્લ્સ રાઇટે સ્મિત કર્યું   ‘વેલ, વાત એમ છે કે  મારી પ્રેમિકા અહીં આસપાસમાં રહે છે અને મને થયું−’

‘શું નામ છે એનું?’

ચક ચૂપ થઈ ગયો. જેસી વેખને તે ગમ્યું નહી.  ‘એલન,' ચાર્લ્સ રાઈટે મકકમતા પૂર્વક કહયું.  ‘કોન્સ્ટન્સ એલન પણ મેં તેને થોડી વાર પહેલાં જ તેને એના ધરમાં જતી જોઇ. તે ઠીક છે ડેપ્યુટી.’   ‘તેં એને ધરમાં જતી જોઈ?  તું એને ઘેર મુકવા ગયેલો?’

‘ના. સાચું કહું? તે આજે રાતે બીજા કોઈ માણસ સાથે ફરવા ગયેલી. તેથી જ હું અહીં ચક્કર મારતો હતો. તેના અને મારા વિવાહ થવાની તૈયારીમાં છે. મને તેના પર શક ગયો. જો કે આવી ઈર્ષા દાખવવા બદલ મને શરમ આવે છે.’

‘તેનું ઠેકાણું, મિ રાઈટ ?’  જેસીએ ખુરશીમાં બેસતાં પૂછ્યું.

‘ઠેકાણાની શી જરૂર−’

‘તે કયાં રહે છે, મિ. રાઈટ ?' જેસી બરાડ્યો.

‘ચોક્કસ નંબર મને ખબર નથી,'  ચાલ્સૅ રાઈટે ચહેરા પરથી સ્મિત ખંખેરતાં કહ્યું.  ‘પણ તે મારી ઓફિસમાં કામ કરે છે. અલબત્ત હું તેનું ધર કયાં છે તે જાણું છું.'

‘બુલવર્ડ પર છે?’

‘ડાબી બાજુએ ઓકસફર્ડ પર.’

‘ઓકે.'  જેસીએ કોફીનો કપ હાથમાં લીધો.  ‘ઘેર જા અને ઉંધી જા, અને જે કંઈ બન્યું તે ભૂલી જા. ઓકે? ભુલી જા.’

ચાર્લ્સ રાઈટ ફરીને બારણા આગળ પહોંચ્યો ત્યારે જેસીનો અવાજ આવતાં થોભી ગયો.

‘બીજી એક વાત. આપણી વાતચીત વિશે તને વિચાર આવે તેા, આ પત્ર વાંચી લે, ચાર્લ્સ રાઈટ. કદાચ પછી તારો વિચાર ફરે અને તું અત્યારે, રાતે કે આવતી કાલે ગમે ત્યાં મારી સાથે વાત કરવાનું નકકી કરે.'

જેસી વેબ ચાલ્સૅ રાઇટને પત્ર વાંચતો જોઈ રહ્યો. તેણે એનો ચહેરો ઉંચો થતો જોયો. તેણે પણ પત્ર વાંચતા જે લાગણીઓ અનુભવેલી એ જ લાગણીઓ આ યુવાનના ચહેરા પર જોઇ.

‘કાર ચાલુ કરતી વખતે જરૂરથી વધુ ધાંધલ ના કરતો, મિ. રાઈટ.'   ‘પણ...તું ધર જાણતો હોય તેા ય, ડેપ્યુટી−’

‘બોલ?’

‘તો પણ એ મકાનને ધેરો ધાલવાનું ઘણું જોખમકારક બની રહેશે.’

‘એ હરામખોરો માટે જોખમકારક બની રહેશે.’

જેસી વેએ કહ્યું.

‘હું વિચારતો હતો.' ચાર્લ્સ રાઈટે બોલવાનું શરૂ કર્યુ પણ પુરૂ કર્યું નહિ. તે ફર્યાં અને બારણું ઉઘાડયું.

‘હવે આ જગ્યાથી દૂર રહેજે,' જેસીએ બુમ પાડી.  ‘આ મારો ઓર્ડર છે,'  અને તે કોફી ગટગટવવા લાગ્યો.

‘છેાકરો સારો સવાલ કરતો ગયો. ધારો કે એ હરામખોરો એલનના ઘરમાં મેાજ મનાવતા હોય તો તે વાત કાઢી નાખવા જેવી નથી.’

‘નકશેા જોઇએ, ટોમ.’

‘પણ, જેસી, આપણે નકશામાં બતાવેલા બધાં  ધરો આગળ જઈને પૂછપરછ કરી શકીએ નહિ. મકાન માલિકો કે ભાડુઆતેા બદલાતા રહે છે. કોઇ ડાયરેકટરી અપટુડેટ હોતી નથી. જો–’

‘ઓકસફર્ડ સ્ટ્રીટ, કેસલર, આપણે અહીં છીએ.’  બંને જણા માથાં નીચે નમાવી નકશાનો અભ્યાસ કરવા લાગ્યા. આખરે જેસી ઉભો થયો અને કોફીનો કપ ભરવા કીટલી આગળ ગયો.  ‘ટોમ, એકસફર્ડ સ્ટ્રીટ ઉપર તેા એલન નામની છેાકરી જ રહેતી નથી,' જેસી વેએ કહ્યું.

‘ના, પણ—’

‘ટોમ, એ છેકરો કયાં રહે છે તે શોધી કાઢ. એની પ્રેમિકા કોણ છે. કયાં રહે છે એ પણ શોધી કાઢ.  સુધીમાં કંઈ મળે નહિ તો મારે મિ. રાઇટની પૂછપરછ કરવી પડશે. તે વકીલની પેઢીમાં કામ કરે છે કે નહિ તે પણ શોધી કાઢ. સીટીની ડીરેકટરી મળે તો સારૂ.’  ‘જેસી, મેં તેા તને કહેલું જ  કે આ નકશો કોઈ કામ લાગવાનો નથી.’

‘હવે ઉભો થા અને કામે લાગ, ટોમ,' જેસીએ કહ્યું. ‘અહીં રાહ જોતા બેસી રહેવાનો કોઈ અર્થ નથી.’  ટોમ વીન્સ્ટન ઉભો થયેા, ખભા ઉલાળ્યા અને હોટલનાં બારણા તરફ ચાલ્યો.

‘તું પોલીસવાળો નથી.' જતાં જતાં તે બોલ્યો, ‘હરામખોર, તું તો શિકારી કુતરો છે.’

જેસી હસ્યો. તેના હાસ્યમાં નિખાલસતા હતી.

ચક રાઈટ ફરી કન્વરટીબલના ડ્રાઇવીંગ વ્હીલ પાછળ બેઠો બેઠો હંકારતો હતો. તેના મગજમાં હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું અને એ ચિત્ર તેણે ધાયુઁ હતું તે કરતાં ઘણું બિહામણું હતું.

તે એના પિતાના ઘર તરફ કાર હંકારી રહ્યો હતો. પેાલીસ આગળ તો તેણે જુઠાણું ચલાવી માર્યું. પરંતુ હવે તેની આંખેા સમક્ષ સીન્ડીનો ચહેરો તરવરી રહ્યો. એલન કોન્સ્ટન્સ તેની એફિસમાં સીન્ડી સાથે કામ કરતી હતી અને દક્ષિણમાં એક ફાર્મમાં રહેતી હતી. જે સિફતથી મિ. હીલાર્ડ દારૂડીયાપણાની વાત ઉપજાવી કાઢી હતી એ જ સિફતથી તેણે પોલીસ આગળ જુઠાણું હાંકી માર્યું હતું.

સીન્ડી પેલા ધરમાં છે, સીન્ડી પેલા ઘરમાં ત્રણ કેદીઓ સાથે છે. તેણે કાર થોભાવી દીધી. તેને સીન્ડીના શબ્દો યાદ આવ્યા : તારી પાસે પીસ્તોલ છે ચક ? તે કારમાંથી બહાર નીકળ્યો, તેના પિતાના ધરના પગથિયાં ચડ્યો, બારણું ઉધાડયું અને અંદર દાખલ થયો. નોકરડી,  મેટી જ હાજર હતી. દસ જ મીનીટમાં તે ઓટામેટીક લઇ ફરી પાછો તેની કારમાં બેઠો અને કાર દક્ષિણ તરફ મારી મૂકી.

તેને હીલાર્ડના પત્રનો શબ્દેશબ્દ યાદ હતો. તેણે ધીરજ રાખી. સીન્ડી એ બીના પેાલીસને જણાવવા ઈચ્છતી નહેાતી. મિ. હીલાર્ડ એ બીના કાઈ ને જણાવવા ઈચ્છતો નહોતો. પોતે અહીં શુરવીર બની જાય અને જો કંઇ આડું વેતરાઈ જાય તો યશના બદલે દોષના ભાગી બની જવાય તેવા સંજોગો હતા. અને પછી તો સીન્ડી તેને કાયમના માટે ધિકકારતી થઇ જાય, તે ખૂનરેજી થાય એમ ઈચ્છતો નહોતો. પેલા ત્રણ જણા લાહીલુહાણ થઇ જાય તેની એને પરવા નહોતી પણ હીલાર્ડ કુંટુંબને કંઈ થવું જોઈએ નહિ. જો મિ. હીલાર્ડ ને કોઈની મદદની જરૂર હોત તો તેણે જરૂર માગી લીધી હોત. અને સીન્ડીએ પણ તેને કંઇ કહ્યું નહોતું. ચકને લાગ્યું કે તેમના પર વિશ્વાસ રાખવો જોઇએ. તેઓ બંને પર વિશ્વાસ રાખવો જોઇએ. તેઓ બંને સાહસિક હતા.

પણ સીન્ડી એ ધરમાં હતી.

તેણે એકસીલરેટર દબાવ્યું અને કાર પૂરઝડપે દોડી. પછી તેણે કારને વળી, તે કયાં જતો હતો તેની અને પોતાને પણ ખબર નહોતી.

પોલીસને ખબર આપવી જાઈએ. પેાલીસની વિરૂદ્ધ કામ કરવામાં તે યોગ્ય કે કાયદેસર કરી રહયો નહોતો. પરંતુ તેને અગાઉ સાંભળેલી કે વાંચેલી જુદી જુદી વાતો યાદ આવ્યા વિના રહી નહિ. પેાલીસ એક એવી વ્યકિત છે કે જેનેા તાગ કાઢી શકાય નહિ. તેનામાં મહત્વાકાંક્ષાઓ, ભય, હિંમત, ખંતનુ મિશ્રણ હોય છે. હોટલવાળાં પોલીસનો જ દાખલો લઈએ. તેને પેલા કેદીઓને જ પકડવાનું મહત્વનું લાગતું હતું. તેને હોલાર્ડ કુટુંબનો વિચાર આવતો નહાતો, તેનું કામ ભાગેલા ત્રણ કેદીઓને પકડવાનું હતું.  કદાચ એ પોલીસ અફસર બઢતીને આરે આવીને ઉભો હતો.

છતાં, તેણે એને પત્ર બતાવ્યો હતો. તેનું મોં બંધ રાખવા. કદાચ ડેપ્યુટી શેરીફ મિ. હીલાર્ડની ચાલથી પરિચિત હતા. કદાચ—

નિણૅય તારે લેવાનો નથી, ચકે તેની જાતને કહ્યું. નિણૅય મિ. હીલાર્ડે લેવાનેા છે. જોખમમાં કુટુંબ હિલાર્ડ નું છે. જો કે અત્યાર સુધી કોઈ જીવલેણ ઘટના બનવા પામી નહોતી. મિ. હીલાર્ડે પોતાની આગવી ચાલ ઘડી કાઢી હોય એ પણ શકય હતું. તેણે પોલીસને વચ્ચે નહિ નાખવાનું નકકી કર્યું હશે.

તેણે કાર કલબ આગળ લાવીને ઉભી રાખી. ગેરેજવાળો આગળ આવ્યો, ડોકું હલાવ્યું. ચક અંદર ગોયો, મેજ પરથી સાંજના છાપાં ઉઠાવ્યાં અને લીફ્ટમાં ચડીને તેના રૂમમાં ગયો. તેણે ટાઈમ્સ ઉથલાવ્યું અને કેદીઓના ફોટા જોયા. તેના મોંમાં તુરો સ્વાદ આવ્યો. તેણે એ ત્રણ ચહેરાનો અભ્યાસ કર્યો. પછી તેણે એકા-એક મુઠ્ઠી વાળી અને લેમ્પ ઉપર મારી. બલ્બ ફુટી ગયો. રૂમમાં અંધકાર ફેલાઈ ગયો. તે પગ પાહોળા કરી હાંફતો હાંફતો ઉભો રહયો. તેના દિલ માં હજી પણ હિંસા શમી નહોતી.

ચક, તારે કંઈ કરવાનું નથી, તારે કંઇ જ કરવાનું નથી. તેણે ખીસામાંથી રીવોલ્વર કાઢી અંધારામાં ટેબલ ઉપર મૂકી.

પેલા ખૂંખાર કેદીઓ સીન્ડીના ઘરમાંથી જતા ન રહે ત્યાં સુધી તારે એ ઘરની નજીક ફરકવાનું નથી, સમજ્યો, ચક? તે સ્વગત બોલી રહ્યો.