Nishachar - 13 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 13

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

નિશાચર - 13

તેણે ગીયર રીવર્સ માં નાખ્યાં, કાર વૃક્ષોમાં પાછી લીધી અને પછી ફરી, પાછી ટેકરાની ધાર તરફ લેવાનુ નકકી કર્યું કે જેથી તે પેલું પાતળું ઝાડ વટાવી શકે.

તે હવે જરાય ખચકાયો નહિ. તેનું મગજ હવે જાણે એટોમેટીક મશીનની જેમ કામ કરતું હતું. તેણે કારને ફોરવર્ડ ગીયરમાં નાખી. એકસીલરેટર દાબ્યું અને ડાબો પગ કલચ પર દાબી રાખ્યો. તેણે ડાબી કોણીથી ખાત્રી કરી લીધી કે કારનું બારણું ખુલ્લું હતુ. જે ઘડીએ તેનો જમણેા હાથ ડ્રાઈવીંગ વ્હીલ છોડી દે એ જ ઘડીએ તેના ડાબા હાથે બારણું ખોલી નાખવું રહ્યું. તેણે એકસીલરેટર દબાવ્યું, કલચ છોડ્યો, વ્હીલ પકડી રાખ્યું અને કાળો શુન્યાવકાશ સામે ધસી આવતો દીઠો. ઝાડની ડાળીઓ કાર સાથે ઘસાઈ. એન્જીન ગજ્યુઁ. ટાયરો ચિચૂડાટ બોલાવી રહયાં.

પછી શુન્યાવકાશ નજીક આવી જતાં તે બાજુમાં બહાર કૂદી પડયો, કાંટાળા ઝાંખરા તેના ચહેરામાં ભેાંકાયા અને જમીન સાથે તેનું શરીર અથડાયું. કાર જોરદાર ધુમાડા સાથે નીચે પડી. પડધો શમી ન ગયો ત્યાં સુધી તે ઝાડીમાં જ કાન દાબી પડ્યો રહ્યો. ધુબાકો આકસ્મિક હતો. પછી ગડગડાટ, બડબડાટ અને હડહડાટ સભળાયો-જાણે કે રાક્ષસ કારને ગળી રહયો ન હોય ! આખરે પરપોટાનો અવાજ બંધ થઈ ગયો અને શાંતિ છવાઈ ગઈ હતી.

ડેન ધ્રુજતો ઉભો રહયો. નીચે કંઈ નહોતું. તીવ્ર અંધકાર જ હતો.

કાર છેક નદીના તળીયે બેસી ગઈ હતી કે કેમ તે એ નકકી કરી શકયો નહિ. અજવાળું થશે ત્યારે કાર પાણીમાં દેખાશે કે કેમ એ પણ નિશ્ચિત નહોતું. હવે તેણે ચાલતાં ચાલતાં ઘેર જવાની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે તેણે આ જગ્યાથી શક્ય તેટલી ઝડપે જલ્દીથી દુર જતા રહેવું રહ્યું. તો પછી તે અહીં ઉભો ઉભો શું કરતો હતો?

‘ધારો કે તારી વાત સાચી છે,' સીટી પેાલીસના લેફ્ટેનન્ટ ફ્રેડરીકસે જેસી વેબને કહ્યું. ‘ધારો કે આ માણસ તું માને છે એવી સ્થિતિમાં ફસાયો છે. પણ તો પછી શા માટે તેઓ તેને ત્યાં ભરાઇ રહયા છે ? અને તેમના જતા રહયા પછી પણ તે મુકત બનશે એવું શી રીતે ધારી લેવાય? ધારો કે એ લોકો એની પત્નિને સાથે લઈ ગયા તો?’

જેસી માથું નકારમાં હલાવતો હતો, તેની એને ખબર નહોતી. સૌ પ્રથમ તો જેસી વેમને ફ્રેડરીકસનું આગમન જ ગમ્યું નહોતું. તે એનો ઉપરી નહેાતો. સહકારની વાત તો બાજુએ રહી, આ માણસને તો એને જ પ્રશ્નો પૂછવા લાગ્યો હતો. અને તેમાંય વળી ઉપરીની અદાથી વાતેા કરતો હતો.

‘ભલે એ મુકત ન થાય,' જેસીએ કહ્યું, ‘પણ એને પોતાનો આગવો નિર્ણય લેવાનો હક છે.'

‘શું ખાક હક છે? આ કામ પોલીસનું છે, બેટા કોઈને નિર્દોષ માણસો પર થતો અત્યાચાર જોવાનુ પસંદ નથી. પરંતુ આપણે આ રીતે તેમના બહાર નીકવાની મેાં વકાસીને રાહ જોતા બેસી રહીશું તો શું વળશે ? કચરાપટ્ટીવાળા–'

'મિ. પેટરસન,’  જેસીએ સૂચવ્યું.

‘કચરો ભેગો કરનારો બુઢો તું માને છે, બેટા, કે બુઢ્ઢાએ તેમની કાર જોયેલી. હું એવું માનતો નથી.

પણ એ કચરાપટીવાળો મરી ગયો–’

‘મિ. પેટરસન, ’ફરી જેસીએ સુધારો સચવ્યો. ‘વેબ, આપણે આ કેસમાં સાથે કામ કરવું જોઈએ. તો તે આસપાસના પડોશમાં કારો મુકી રાખી છે બેટા, તારી એ કારોની વચ્ચે થઈને પણ હોંશિયાર માણસ કાર કાઢી લઇ જશે. તેથી આપણા માણસોને હવે કામે વળગાડી દે, બારણા ખખડાવ, બેલ મર અને કારની પૂછપરછ શરૂ કરી દે. સીધીસાદી પુછપરછ એમાં ગુમાવવાનુ શું છે?'

‘હવે ચોખ્ખી વાત સાંભળી લે. આ કેસ મારા  કાર્યક્ષેત્રનેા છે. સિવાય કે એફ બી આઇ મારી પાસેથી લઈ લે. કારસન એ કેસ મારી પાસેથી લઈ લેવા માગતો નથી. અમારી વચ્ચે વાતચીત થઈ ગઈ છે. બારણાં ખખડાવતાં, બેલ મારતાં અને પૂછપરછ કરતાં અમને આખી રાત અને આવતી કાલ લાગી જશે. ના, આભાર મારે તેમને પકડવા છે, પણ હું રાહ જોઇ શકતો નથી એટલે તેઓ કોઈ પણ કુંટુબને ગોળીએ વીંધી નાખે એવું હું ઈચ્છતો નથી’

‘એટલે તું રાહ જોતેા રહે અને બુઢાની પીઠમાં ત્રણ ગોળીઓ ઘુસી જાય એવુ ઈચ્છે છે, ' લેફટેનન્ટ ફેડરોકસે કટાક્ષ માર્યાં.   ‘એ બન્યું ત્યારે અમે રાહ જોતા નહોતા,’ જેસીએ માથુ નકામાં હલાવતાં કહ્યુ.

‘વેબ, મારી થોડી સલાહ સાંભળ. તને ઉઘ્યે કેટલો સમય થયેા ? ખેર, તારે જોઇએ એટલા માણસો હું તને આપું. આ સંદેશો લખનાર માણસને મદદની જરૂર છે. ડેપ્યુટી, ખેાટું ના લગાડતો. અમ બુઢાઓની વાત તમે જુવાનીયાં માનતા નથી. પણ જો આ લોકો ત્યાં ભરાયા હશે અને નાસી છુટશે તો બેટા, તું બેકાર થઈ જઈશ અને શેરીએ શેરીએ કામ ખોળતો થઇ જઈશ.’

‘હું એ જોખમ ખેડવા તૈયાર છું', ' જેસી વેબે મકકમતાથી કહ્યું. અને લેફ્ટેનન્ટ ફ્રેડરીકસ એફ્રિક્સમાંથી બહાર ચાલ્યા જતા આ પાતળા યુવાનની પીઠે તાકી રહ્યો. જેસી સ્ટેટ હાઉસનાં પગથીયાં ઉંતરતો હતો. તેને થોડી નબળાઈ લાગતી હતી. તેણે પૂરતું ખાધું. નહેતું. અતે કોફી વધારે પડતી પીધા કરી હતી. તેને કેથેલીનનો વિચાર આવ્યો. તે અત્યારે કોઇ ફિલ્મ જોવા ગઈ હતી. આજે તેની આ ત્રીજી ફિલ્મ હતી. પછી એક ડેપ્યુટી તેને દક્ષિણમાં આવેલા જેસીના માતાના ઘેર મૂકવા જવાનો હતો. પછી જેસીને અજાણ્યા માણસનો ચાચનાભર્યો પત્ર યાદ આવ્યેા.

જેસી વેબ તેની કારમાં બેઠો અને નકશા ઉપર લાલ કુંડાળુ કર્યુ હતું એ વિસ્તાર મગજમાં સ્પષ્ટ કરી કાર તે તરફ મારી મૂકી.

ગ્રીફીન શહેરમાં હતો. જેસીની ધારણા આખરે સાચી પડી હતી. તેથી તેઓ આ પડોશના વિસ્તારમાં જ છુપાયા હતા એવી ધારણા કાઢી નાખવા જેવી નહોતી, પેાલીસના કામમાં ધારણા કે અંતરાત્માનો અવાજ કેટલો મહત્વનો ભાગ ભજવે છે તે અજાણ્યું નથી, સૂચનો અને કડીએ તો મળતી જ રહે છે-હાર થયા પહેલાં બુઢાએ લખેલો લાયસંસ પ્લેટનો નબંર, ચિંતિત પિતા અને પતિ તરફ આવેલો નનામી કાગળ, પરંતુ જો તમે આ બે કડીઓ ભેગી કરો તો ઝાઝો સાંધો મળતો નહોતો. પરંતુ જે કંઇ કડીઓ હતી તે આ જ હતી અને તેમનો વિચાર કરીને રાતની ઉંઘ બગાડવાની હતી.

ટેલીફોન નંબરોની યાદીમાંથી મળેલી નિષ્ફળતાએ જેસી વેબના મોંમાં મૂકેલો તુરો સ્વાદ હવે શરીરમાં ઝેરની જેમ પ્રસરી ગયેા હતેા. તે પાકી ગયો હતો પણ તેને એની કશી પરવા નહોતી. ગ્લેન ગ્રીફીનને સવાર સુધીમાં પકડી પાડવાની એક આછીપાતળી તક ઉભી થઈ હતી.  મિ. પેટરસનના મોં પરનો ભય યાદ કરીને કાકા ફેંકના કદરૂપા હાયથી ગ્રીફીન માટે મગજમાં ભરાયેલો તિરસ્કાર વધુ તીવ્ર અને ઉગ્ર બન્યો હતો. અને હવે ખીસામાં જયારે નનામેા કાગળ પડ્યો હતેા ત્યારે તેનો તિરસ્કાર એટલો તેા વધી ગયો હતો કે તેનું ગળું  રૂંધાતું હતું. અને શ્વાસ લેવાતો નહોતો.

ગ્લેન ગ્રીફીન, તેના ભાઈ અને રોબીશ નામના બીજા માણસને શેધી કાઢી પૃથ્વીને તેમની ગંદકીથી સાફ કરવા સિવાય હવે તેને બીજી કોઈ પરવા નહોતી. એ સિવાય તેને કશું સુઝતું નહોતું.

ડેન હીલાર્ડ ચાલતો હતો, પણ પગલે પગલે તેનામાં રોષ વધતો. જતેા હતેા. તે એક જ વિચાર કરતો હતો–જો ગ્રીફીન નાસતી વખતે કોઈને સાથે લઈ જાય તેા તેના હાથ કેવી રીતે બાંધવા. કલાક પહેલા જે ગ્રે સીડનમાં પસાર કરેલો તે નદીનો પૂલ આવી પહેાંચ્યો. તેણે નકકી કર્યું હતું કે કેટલું અંતર ચાલ્યો અને કેટલું બાકી હતું તેનેા અંદાજ કાઢવો નહિ. ગ્રીફીને હસતાં હસતાં કહેલું, ‘વળીતી વેળા ટેક્ષીમાં આવતો નહિ, હીલાર્ડ.’

ડેન હીલાર્ડ એ સિતમગરની આંખમાં છુપાયેલા દમન અને સિતમથી વાકેફ હતો. તે બદલો લેવા માગતો હતો અને ટપાલમાં જે પૈસા આવવાના હતા તે માટે ખૂન કરવું પડે તેા કરે તેમ હતો. એ પૈસા માટે તો તે શહેરમાં હતેા. ડેન હીલાર્ડના ઘરમાં હતો. કોઈ જુદી અદાવતને લીધે ગ્લેન ગ્રીફીન કોઈ પોલીસ એફિસરને મારી નાખવા માગતો હતો. આ પેાલીસ એફિસરની પાસે ગ્રીફીનનેા પત્તો નહોતો અને કદાચ તે ગ્રીફીનને ભૂલી પણ ગયેા હશે!

અત્યાર સુધી ડેન હીલાર્ડ ને ગ્રીફીનના આ બદલાની ખબર નહોતી. ગ્રીફીને કહ્યું ત્યારે તેણે એની આંખોમાં ખૂની વિકૃતિ જોયેલી. હવે ડેન હીલાર્ડ પણ તેના મનમાં ઈચ્છી રહ્યો હતો કે પેાતાના કુટુંબની સલામતી ખાતર પણ ગ્રોફીન મોતને ભેટે.

તે એક ચાલતા ફરતા ભૂતાવળ દુ.સ્વપ્નની જેમ કદમ ઉઠાવ્યે જતેા હતેા. આજે કે દસ વર્ષે –પણ તે ગ્લેન ગ્રીફીનને મરેલો જોવા માગતો હતો.

તે પછી શા માટે ગ્લેન ગ્રીફીનને હમણાં જ મારી ન નાખવો ? શા માટે આજે રાતે જ તેના ખુરદો કાઢી ન નાખવો ? પીસ્તોલ લઈ, તેને સંતાડી, ધરમાં જઇને તેને ઠાર કરી નાખવો.