Sasan-Gir Dairies - 1 in Gujarati Travel stories by Bharat(ભારત) Molker books and stories PDF | સાસણ-ગીર ડાયરીઝ - 1

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

સાસણ-ગીર ડાયરીઝ - 1

સાસણ-ગીર ડાયરીઝ

Sasan-Gir Diaries

 

Anthoniya Bunglow/એન્થોણીયા બંગલો (સાસણ માં એવું બોલાય છે)

मानो या ना मानो! યાદ છે? ઈરફાન ખાન એ કાર્યક્રમ ના સંચાલક તરીકે આવતો, હોસ્ટ ઓફ ધ શો. એમાં જાણવા મળ્યું કે આપણા ગુજરાત માં આવું કોઈ કુતૂહલાત્મક, ભૂતિયા સ્થળ પણ છે. કિસ્સો એવો છે કે,

જુનાગઢ માં ત્યારે નવાબ નું રાજ હતું ને, એ શિકાર પર જતા ત્યારે રાત રોકાણ Anthoniya Bunglow પર કરતા, અને ત્યાં એમના મનોરંજન માટે એક નર્તકી/તવાયફ(આ શબ્દ પ્રયોગ ત્યાં ના એક વ્યક્તિ એ કર્યો હતો, વાત ની આ બાજુ પણ નકારવી જોઈએ નહિ) રહતી હતી. એક અંગ્રેજ મેહમાન ને શિકાર પર લઇ જવાયો, ને રાત રોકાણ કર્યું બંગલા પર. નર્તકી પર પેલા અંગ્રેજ ની દાનત બગડી, એની જબરદસ્તી નર્તકી ઉપર હાવી થઇ રહી હતી. બચવાની કોઈ આશા નહતી. જેમ તમે પોતાને છોડાવી એ ભાગી, અંગ્રેજ ની હવાસ ને શરણાગત થવાને બદલે એણે બંગલા ના ધાબા પરથી નીચે છલાંગ લગાવી. કેહવાય છે કે એ નર્તકી ની આત્મા આજે પણ એ બંગલા માં ને આસ પાસ માં ફરે છે. આ એપિસોડ youtube પર છે જ. પણ એમાં સેજ અતિશયોક્તિ છે. Dramatic liberty, પણ જયારે તમે જાતે તે જગ્યા નો અનુભવ કરો, પછી જ તમે હકીકત શું અને અતિશયોક્તિ એનો ભેદ સમજી શકો. ટી વી પરનો એપિસોડ જોયા પછી તો આ સ્થળ મારી ટોપ લીસ્ટ માં હતું. 

વર્ષો પછી સાસણ જવાનો ને ત્યાં ખાસ, આસ પાસ ના વિસ્તાર ફરવાનો મૌકો મળ્યો. પેહલી જ વાર ની મુસાફિર વખતે અન્થાનીયા બંગલા પર જવું નસીબ માં નહતું. મને યાદ છે, પેહલી વખતે જયારે સાસણ થી પાછા અમદાવાદ આવવા માટે કાર માં સાસણ થી જુનાગઢ આવી રહ્યા હતા, ત્યારે ડ્રાઈવર ને મેં પૂછ્યું કે અત્યારે થોડી વાર માટે Anthoniya Bunglow જઈ શકાય?, “અટાણે નો જવાય” એવો એનો જવાબ હતો. પણ એણે રાસ્તા પર થી પોતાની જમણી બાજુ આંગળી ચીંધતા કહ્યું “આ Anthoniya Bunglow છે”. સાંજ ના ૭:૩૦ થતા હશે, એટલું કઈ ખાસ દેખાયું નહિ, પેલો તો એ વિસ્તાર નો જાણકાર, રોજ નું આવ જા કરવાનું થતું હશે, અટલે મને તો કઈ જ ખબર ના પડી. મેં એક વાત મારા મગજ માં નોંધી રાખી કે આ બંગલો, સાસણ થી ૨૦-૨૫ મીનીટ ના અંતરે છે, જો કોઈ વાહન માં જઈએ તો.

થોડા મહિનાઓ પછી ફરી સાસણ જવાનું થયું. જુનાગઢ પછી જે એક સ્થળ પર બસ રોકાઈ યાત્રીઓ ને ઉતારવા માટે. ત્યારે હું જાગી ગયો ને વિચાર કર્યો કે હવે  બારી નજર બહાર જમાવી રાખવી. જોઈએ કે આખરે આ એન્થોનીયા બંગલો (Anthoniya Bunglow) ખરેખર સ્થિત છે ક્યાં? વહલી સવારે ખુલા રસ્તા પર બસ વાયુ વેગે ચાલી રહી હતી. ત્યારે મને ડ્રાઈવર સાથેની કોઈ વ્યક્તિ નો અવાજ સંભળાયો, "સાસણ વાળા તૈયાર રહેજો, હવે અડધા કલાક માં સાસણ આવી જાસે". આ વાક્યો સાંભળતા હું બસ ની બારી ની બહાર બાઝ નજર રાખી જોવા લાગ્યો. બસ થોડી આગળ વધી હશે ને, દુર એક ટેકરા પર ખંડેર હાલત માં એક ઇમારત દેખાઈ, ને મેં મન માં કહ્યું કે હાં, આ જ છે Anthoniya Bunglow ને આ જ હોય શકે. આ વખતે જઈ શકીશ કે નહિ એ વિચાર મન માં ફરતો હતો, ને ના જ જવાયું.

બે વર્ષ વીતી ગયા. ફરી એક વાર સાસણ જવાનું થયું. મેં નક્કી કરી લીધું હતું કે આ વખતે તો કઈ પણ થાય, કોઈ સાથે આવે કે ના આવે હું મારી ઈચ્છા પૂરી કરીશ. છેવટે જેમ તેમ કરીને ત્યાં હું અન્પથોનીયા બંગલે (Anthoniya Bunglow) પહોચ્યો. બે વર્ષ પેહલા જે ઇમારત ખંડેર જેવી અવસ્થા માં હતી, તેનું નવીનીકરણ થઇ ચુક્યું હતું. એ બંગલા માં હવે તો પ્રવાસીયો રોકાય શકે આવી સગવડ પણ થઇ છે. નર્તકી ની આત્મા સાચે જ ત્યાં ફરે છે હજી પણ? ત્યાં ના લોકોએ આ વાત ને ના તો નકારી કે નાં તો સ્વીકારી. એમનું એવું કેહવું હતું કે અમને તો આજ સુધી એવો કોઈ અનુભવ થયો નથી. હાં. બહાર થી જે લોકો આવેલા, એમને વિચિત્ર અનુભવો થયા હતા ખરા. હવે આ તો જાતે જ જાણવું પડશે ત્યાં રાત રોકાઈને.