Preet kari Pachhtay - 48 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 48

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

પ્રિત કરી પછતાય - 48

પ્રિત કરી પછતાય*

48

સાગર નો પ્રસ્તાવ સાંભળીને સરિતા ચોંકી ગઈ હતી.એનું હૃદય ધબકવાનું ભૂલીને જાણે થીજી ગયું હતુ.એ સ્તબ્ધ બનીને આંખોં ફાડીને જરા વાર સાગરને જોઈ રહી.પછી ઉશ્કેરાહટમા લડખડાતી જીભે એણે સાગરને કહ્યું હતુ.

"આ.આ.તમે શું કહો છો સાગર?"

"આ સિવાય આપણું મિલન અશક્ય છે સરિતા."

"તમે મારા ખાતર મોટી બહેનનો ત્યાગ કરશો?"

આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો સાગર પાસે.એટલે એ ખામોશ જ રહયો.

"તમારા પપ્પાએ.તમારા ઉપર કેટ કેટલી આશાઓ લગાડી હશે.તમને કેટલા અરમાનથી.કેટલી મહેનતથી.કેટલી તકલીફો સહન કરીને આટલા મોટા કર્યા હશે.એ પપ્પાના અરમાનો ના મારા ખાતર ટુકડા કરશો?"

આનો જવાબ પણ સાગર પાસે ક્યાં હતો? મૂંઝવણ ભર્યા સ્વરે એણે સરિતાને જ પૂછેલું.

"તો.તો હું શું કરું સરિતા."

"એ તમે જાણો સાગર.પણ મારા સ્વાર્થ ખાતર.મારા સુખ ખાતર.હું તમારા પપ્પાનો આટલો મોટો આધાર ન ખુચવી શકુ.મારો સંસાર વસાવા હું મોટી બહેન ના સંસારને ઝૂંટવી ન શકુ.હા.અગર એ મને પોતાની સાથે રાખવા તૈયાર થાય તો જ હું તમારી સાથે જીવન જીવવાના જોયેલાં સપનાઓ ને પૂરા કરી શકુ."

"પણ સરિતા.કોઈ પત્ની એવું ક્યારેય ન ઈચ્છે કે એનો પતિ બીજી પત્ની રાખે."

સાગરે ઉશ્કેરાટ ભર્યા સ્વરે કહ્યું.પણ સરિતાએ ઘણી જ શાંતિ થી કહ્યુ કે.

"ક્યારેક તો બહેનને એમ લાગશે જ સાગર.કે આપણો પ્યાર સાચો છે. આપણે એકબીજાને ફક્ત હૃદયથી ચાહીએ છીએ.આપણો આ પ્રેમ તેને જરાય નુકસાન પહોંચાડે એમ નથી એવુ જ્યારે એને લાગશે ત્યારે એને આપણા પ્યાર ઉપર રહેમ આવશે.જરૂર આવશે સાગર."

"અને અગર નહીં આવે તો?"

"તો પણ શું થયું? હું આખી જિંદગી તમારી યાદમાં ગુજારી નાખીશ.અને જ્યાં સુધી જીવન જીવાશે જીવતી રહીશ.જ્યારે તમારા વિના જિંદગી આસહ્ય લાગશે.ત્યારે આ જીવનનો અંત લાવી દઈશ."

આટલું બોલતા બોલતા સરિતાની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતા.અને સાગરે એને પોતાની છાતી સરસી ચાંપી લીધી હતી.

બીજી લાગણીની આ દલીલ સરિતાને વ્યાજબી લાગી હતી.કે ના પોતાનો પ્યાર પવિત્ર છે.અને એટલે જ એ આજે સાગરથી દૂર છે.જો પોતાના પ્યારમાં જરા જેટલો પણ સ્વાર્થ હોત તો એ દિવસે સાગરનો પ્રસ્તાવ એણે સહર્ષ સ્વીકારી લીધો હોત.અને સાગર ની જુદાઈમાં આજે હું નહી.પણ બહેન તડપતી હોત.જ્યારે મારો પ્યાર સાચો છે.અને એટલે જ હું આ પ્રેમ વિરહ માં તડપી રહી છુ.અને તોય મારે સાગર સામે જોવું પણ નહીં? મારો પ્રિયતમ. મારી જાન.મારી નજરની સામે સૂતો હોય અને મારાથી એક નજર પણ એની ઉપર ન નખાય? શા માટે? ના.હું તો જોઈશ મારા સાગરને.જરૂર જોઈશ. એ ઉંઘી સુતી હતી.અને હવે ચતી થઈને એ સાગર તરફ પોતાની નજર નાખવા ની જ હતી.ત્યાં પ્રથમ લાગણીએ ફરી એનો રસ્તો આંતર્યો.

"આ તું શું કરે છે સરિતા?અભી બોલા અભી ફોક?ઝરણાને વચન આપીને હજી તને પુરા પાંચ કલાક પણ થયા નથી.ત્યાં તું એ વચન તોડવા તૈયાર થઈ ગઈ? તો તું જીવનભર આ વચન ને કઈ રીતે નિભાવી શકીશ? યાદ રાખ સરિતા. કે સાચા પ્રેમીઓએ હંમેશા બીજાના સુખની ખાતર પોતાનો બલિદાન આપ્યું છે.આજે તારી સામે પણ એ જ બલિદાનની ઘડી આવી પહોંચી છે. ઝરણાએ તને શું કહ્યું હતુ યાદ છે ને સરિતા? ઝરણાએ તને કહ્યું હતું કે તુ એની તરફ જોતી નહી.નહીં તો હું આત્મહત્યા કરીશ.તો શુ તું એમ ઈચ્છે છે કે ઝરણા આત્મહત્યા કરીને તારી અને સાગરની વચ્ચેથી ખસી જાય?તારા અને સાગરની ખાતર ઝરણાં પોતાનું બલિદાન આપે એવી તું ઈચ્છે છે? જો તુ એવુ જ ઈચ્છતી હો તો જરૂર જો સાગર તરફ.મારે શુ."

સાગરને જોવા વ્યાકુળ થયેલા હૃદય ઉપર સરિતા એ ફરી પથ્થર મૂકી દીધો. એ નહોતી ઇચ્છતી કે ઝરણાએ આ પ્રણય ત્રિકોણમાં બલિદાનનો બકરો બનાવુ પડે.મારી અને સાગરની ભૂલની ખાતર જો ઝરણા નુ બલિદાન લેવાશે. તો એ અમારા જ પ્યાર ઉપર કલંક લાગશે.કાલે સમાજ મને જ મેણા મારશે.કે સરિતા એ પોતાના સુખની ખાતર પોતાની સગી બહેનોનો જીવ લીધો.અને સરિતાને એ પણ ખાતરી હતી.કે ઝરણા પોતાની વાત ઉપર અડગ હતી.એને લાગશે કે સરિતા પોતાનું વચન પાળવામાં નિષ્ફળ ગઈ છે.તો એ નક્કી કંઈ અજુગતુ કરી બેસશે.અને સરિતા નહોતી ઈચ્છતી કે આ પ્રણય ત્રિકોણમાં સાવ નિર્દોષ એવી ઝરણાનો ભોગ લેવાય.અગર આમાં કોઈનો ભોગ આપવો જ પડશે.તો હું મારો ભોગ આપીશ.મારી લગાવેલી આ પ્રેમની હોળીમાં હું જ બળી મરીશ.પણ મારી બહેનને હું આંચ નહીં આવવા દવ.

સરિતા એ સાગર તરફ જોવાની ઈચ્છા ને આ રીતે દબાવી.પણ ઓલી બીજી નરસી લાગણી જે એના હૃદયમાં હતી.અને એને સાગર તરફ જોવા ઉશ્કેરતી હતી.એ આટલી સહેલાઈ થી એનો પીછો મૂકે એમ ક્યાં હતી? સરિતા એ ઝરણાને જે વચન આપ્યું હતું. એમાંથી જ એક છટકબારી એણે ગોતી કાઢી.અને એ છટકબારી ને સામે રાખીને એણે ફરી એકવાર સરિતા સાથે દલીલ બાજી શરૂ કરી.

"સરિતા.સાંજનું તે આપેલું એ વચન તું બરાબર યાદ કર.ઝરણાએ એ વચન માં શું કહ્યું હતું? *આજ* પછી તારે ક્યારેય એની તરફ આંખ ઉપાડીને પણ જોવું નહીં.અને તે પણ આ વચન આ જ રીતે નિભાવવાનો વાયદો કર્યો હતો.

"ઠીક છે *આજ* પછી તારા સાગર સાથે આ સરિતા નહીં બોલે."

યાદ આવ્યું તને? તો તારા આ વચન પાળવાની શરૂઆત આવતી કાલથી થવાની છે. *આજ*.પછી એટલે આવતીકાલ સરિતા.આજનો દિવસ. આજની રાત.હજી તારા હાથમાં છે.તો આજે ધરાઈને.પણ છેલ્લી વાર તારા સાગરને તુ જોઈ શકે છે.અને આમાં તારા વચનોનો કોઈ ભંગ પણ નથી થતો."

અને આ દલીલ સરિતાના ગળે ગરમા ગરમ શીરાની જેમ આસાનીથી ઊતરી ગઈ.અત્યાર સુધી જાળવી રાખેલી ધીરજ હવે ખૂટી ગઈ.સાગરના લહુચુંબક જેવા ચહેરા તરફ એની નજર આપોઆપ ખેંચાઈ ગઈ.ટ્યુબ લાઇટ ના અજવાળામાં પલંગ ઉપર સુતા સુતા ચોપડી વાંચતા સાગરના મુખ ઉપર પોતાની નજર નાખવા હવે એ મજબૂર થઈ.નિર્લેપ નજરે એ સાગરને ચોપડી વાંચતા જોઈ રહી.અને મનોમન

અફસોસ કરતી રહી.કે જેની સાથે મેં જીવનમાં પહેલી જ વાર હૃદયની અદલાબદલી કરી.જેને મેં સાચા હૃદય થી પ્યાર કર્યો.અને આજે પણ જેને હું પ્યાર કરું છું.અંતરના ઉંડાણ થી જેને આજે પણ હું ચાહું છુ.એ મારો પ્રિયતમ.મારાથી ફક્ત ચાર જ ડગલા દૂર સૂતો છે.અને છતાં હું એને સ્પર્શી પણ નથી શકતી.એના સીના ઉપર મારુ માથું રાખીને એને મારે મારા હૃદયની ઘણી ઘણી વાતો કરવી છે.અને છતાં હું બેબસ છુ.જે હોઠો એ મારા હોઠો નું ચુંબન કર્યું હતુ.આજે એ હોઠોના ચુંબન માટે હું તરસી રહી છું.પણ હું મજબૂર છું.સાગરના ચહેરાને નિરખતા સરિતા આ વિચારી રહી હતી.ત્યાં અચાનક ચોપડી વાંચતા સાગરની નજર પણ સરિતા તરફ ગઈ