life takes whatever I loved in Gujarati Motivational Stories by Dr Hiral Brahmkshatriya books and stories PDF | जगने छीना मुझसे मुझे जो भी लगा प्यारा...

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

जगने छीना मुझसे मुझे जो भी लगा प्यारा...

ડોકટર, હવે તમે જ સમજાવો આ સુરભીને !" પોતાની સમસ્યાનો શંખનાદ કરતા હોય એમ સૌરભ ગુપ્તાએ બોલવાનું શરુ કર્યું, "અમારા લગ્ન થયા અને બે - ચાર મહિનામાં જ સુરભી પર આ ભૂત સવાર થઈ ગયું, આપણે જલ્દી જ ફેમિલી પ્લાન કરી લઈએ અને માતા-પિતા બની જઈએ, બસ જાણે એક રટણ લાગ્યું છે એને, મેં એને ઘણી સમજાવી કે આપણે થોડા સ્ટેબલ થઈએ પછી બેબી પ્લાન કરીશું એટલી શું ઉતાવળ છે ? પણ એને કોઈ રીતે સમજવું જ નથી અને હમણાં હમણાં તો આ વાતને ઇમોશન સાથે જોડીને મને આંચકા આપે છે, હું મરી જઈશ તો આપણા બેબીની સંભાળ કોણ કરશે અને એના ઉછેરનું શું થશે ! અને કેટલું બધું 🥲 આવું બધું સાંભળીને મને નકારાત્મક વિચારો આવવા લાગ્યા છે, અને સુરભીની આવી માનસિક સ્થિતિમાં શું એનું કન્સીવ કરવું ઠીક કહેવાય ? આની કોઈ સાઈડ ઈફેક્ટ થઈ શકે આવનાર બાળક પર ? અમારે આ સ્થિતિમાં શું કરવું જોઈએ ?

સૌરભભાઈને પાણી આપી શાંત કર્યા અને સુરભીબેનનું કાઉન્સેલિંગ શેસન ગોઠવાયું, આજના મોર્ડન જમાનાની યુવતી જ્યાં મોટી ઉંમર સુધી માતા બનવાનું ટાળતી હોય છે ત્યાં આમનું અકારણ આટલું ઉતાવળભર્યું વર્તન શંકાષબ્દ તો હતું જ. સુરભીની કેસ હિસ્ટ્રીમાં એ જાણવા મળ્યું કે તેમણે નાનપણમાં પોતાના માતા-પિતાને એક કાર અકસ્માતમાં ગુમાવી દીધા હતા, હેમખેમ કરીને દાદા - દાદીએ મોટી કરી અને એમના મૃત્યુ બાદ મોટેભાગે હોસ્ટેલમાં રહી, સૌરભ સાથે પ્રેમ થયો અને લગ્ન થયા, પણ બાળપણમાં માતા-પિતાના પ્રેમના અભાવથી એના મનમાં પડેલી તિરાડ આજે પોતે માતા બનીને સફળ નીવડશે કે નહિ એ ડર અને અસલામતીના ઘા થી લીકેજ થવા લાગી, સુરભીના મનમાં સતત એ ડર હતો કે, એના બાળક સાથે પણ જો એના ભૂતકાળનો રિપિટ ટેલિકાસ્ટ થશે તો શું ? સાથે સાથે એ યોગ્ય માતા બની શકશે કે નહીં એવા કેટલાય અસલામતી ભર્યા પ્રશ્નોના કારણે તેનું આ જલ્દી માતા બનવાનું વળગણ શરુ થયું, એટલે કે એની મનની મૂંઝવણ અને આશંકા દૂર કરવા તેણે જલ્દી જ માતા બનીને યોગ્ય રીતે ઉછેર શરુ કરવાનું નક્કી કર્યું.

જાન્યુઆરી 1, 2020, થી 1 મે, 2022 સુધીમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 8 મિલિયન બાળકોએ રોગચાળાને લગતા કારણસર માતા- પિતા બેમાંથી એક/ બંનેને ગુમાવ્યા અથવા તો તેમની પ્રાથમિક સંભાળ રાખતા (care giviers) લોકોની છત્રછાયાથી તેઓ વંચિત થયા અને જ્યારે સંશોધકોએ દાદા - દાદી અથવા અન્ય વૃદ્ધ સંબંધીઓ જેવા ગૌણ સંભાળ રાખનારાઓના મૃત્યુનો સમાવેશ કર્યો, ત્યારે અસરગ્રસ્ત બાળકોની સંખ્યા વધીને 10.5 મિલિયન થઈ ગઈ.

આંકડાઓ હચમચાવી નાખે એવા છે પણ તેના ઉત્તરમાં આપણી પ્રતિક્રિયા શું ? એક વાત તો નક્કી જ છે કે, આપણે આપણા મૃત્યુને ખીટીએ બાંધી શકવાના નથી, જો આપણું મૃત્યુ નિશ્ચિત છે તો આપણે યમરાજને આપણું બાળક ઉછેરી લઈએ એમ કહીને રાહ જોવરાવી શકવાના નથી. પણ આપણે આપણા બાળકને માનસિક રીતે જરૂર તૈયાર કરી શકીએ છીએ, કેમકે બાળકને તમારી પ્રોપર્ટી નહિ પ્રાયોરીટીમાં રસ છે એનો મતલબ શું તમારા બાળકને રોજ એવું કહીને કહીને "કે કાલ સવારે હું નહીં હોઉં તો શું કરશો ?" ના. પણ તમારા બાળકને માનસિક રીતે મજબૂત કરીને, તેને આવેગોના ઉઝરડાં છડે ચોક બતાવતા અને એની માવજત કરતા શીખવાડીને, એની જાતની ઉજવણી કરતા અને જ્યાં જરૂર લાગે અને જ્યારે જરૂર લાગે ત્યારે રડી લેતા શીખવાડીને, તેના ભણતર સાથે તેનામાં આવેગોનું ચણતર કરીને.

આપણા સમાજની દયનીય સ્થિતિ તો જુઓ, આપણી કોઈ શાળા કે મહાશાળામાં, આપણા એકપણ લોંગટર્મ કે શોર્ટટર્મ કોર્સના મોડ્યુલમાં આપણને એ નથી શીખવવામાં આવતું કે સ્વજન કે સ્નેહીના મૃત્યુ પછી આવેગોના પોટલાને અને આઘાત લાગેલા આ જાતના સમા પડીકાને કંઈ રીતે સુઘડ રાખવું? એની ગોઠવણ કેમ કરવી ? કરચલી પડેલા આ મનની ઈસ્ત્રી કેમ કરવી ? કે નથી આપણી પાસે એવી કોઈ સરળ મનોવૈજ્ઞાનિક વ્યવસ્થા કે જ્યાં મા-બાપ વિહોણા આવા બાળકોના મનની અંદર ડોકિયું કરી શકાય.

સુરભીના કેસમાં સાઇકોથેરાપી અને અન્ય મનોવૈજ્ઞાનિક ટેકનિકનો સહારો લેવામાં આવ્યો, ધીરે ધીરે તે સ્ટેબલ થઈ રહી છે.

#છેલ્લોકોળિયો : આપણે દોડીએ – ભાગીએ અને પૈસા કમાવવા પોતપોતાના ફિલ્ડમાં નાચીએ છીએ પણ થોડો સમય તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે કાઢજો જેનાથી તમે પણ તંદુરસ્ત અને મંદુરસ્ત રહેશો.

ડૉ . હિરલ બ્રહ્મક્ષત્રિય